બાળનાટકો/1 વડલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 436: Line 436:
વ્યોમ તોયે પેલે પાર,
વ્યોમ તોયે પેલે પાર,
જ્યોત ઝબૂકે જગઆધાર!
જ્યોત ઝબૂકે જગઆધાર!
શુક્ર : વડલાભાઈ! હવે તો રાત જામવા લાગી. હું જઈશ. વહેલા પ્રગટે તે વહેલા આથમે! પ્રણામ.
વડલો : આવજો, શુક્રવાર!
(શુક્ર આથમે છે. પૂર્વમાં ચંદ્ર ચડે છે. કુમુદિની ખીલીને હાસ્ય વેરે છે.)
તારાગણ : જય હો, જય હો ! ઉડ્ડગણપતિનો.
કુમુદિની : દેવનો જય થાઓ.
ચંદ્ર : કુમુદિની! (આગળ નથી બોલતો.)
કુમુદિની : દેવ! (આગળ નથી બોલતી. બન્ને ત્રાટક માંડે છે, અને મૌન રહે છે.)
દેવયાની : વડલાભાઈ! આભ પણ એક વિશાળ વડલો છે, અને અમે તારાઓ એના ટેટા છીએ. (વડલો હસે છે.) વડલાભાઈ! તમે સાવ નાના હતા ત્યારે હું તમને મારી આંખો પટપટાવી હસાવતો. હું દેખાઉં છું તો નાનો, પણ વડલાભાઈ! અગણિત ચોમાસાં ગાળ્યાં છે.
મંગળ : અને હું મારી લાલ આંખથી તમને ખોટુંખોટું ડરાવતો, વડલાભાઈ!
ગુરુ : અને હું તો તમારા પિતાને પણ ઓળખું છું, વડલાભાઈ! તમે છો તેથી પૂર્વમાં સો ગાઉ ઉપર પહેલાં એક વડલો હતો. કોઈ પંખી તેનો એક ટેટો લઈ આવી અહીં ફેંકી ઊડી ગયું!
શ્રવણ : અને પછી એમાંથી એક ફણગો ફૂટ્યો.
વડલો : અને પછી એને સો વર્ષો વીતી ગયાં. અને હું મોટો થઈ ગયો. પણ તમે, મંગળભાઈ! એવડા ને એવડા જ કેમ રહ્યા?
મંગળ : વડલાભાઈ! મારી પાસે આવો તો મારા કદની ખબર પડે. તમારી ધરણીમાતાની સરસાઈ કરું એવો છું, હો!
વડલો : શ્રવણભાઈ! તમે પણ મારું નાનપણ જોયેલું, એમ? માતાપિતાને કાવડમાં બેસાડી તમે સો વર્ષથી નીકળ્યા છો તોય તમારી જાત્રા હજી પૂરી થઈ નથી?
શ્રવણ : સો વર્ષ શું, તમારી કલ્પનામાં પણ ન આવે એટલા કલ્પોથી મેં યાત્રા શરૂ કરી છે. અને હજીયે અસંખ્ય કલ્પોએ એ પૂરી નહિ થાય. વડલાભાઈ! અમારી તે અનંત યાત્રા. પણ હવે તો મધરાત થઈ ગઈ, વડલાભાઈ! હું જઈશ; પ્રણામ! (શ્રવણ આથમે છે, થોડી વારે ઝાકળ ગાતીગાતી આવે છે.)
ઝાકળ : વાદળના મહેલમાં બાર બાર બાળકી,
તેરમી હું બાળકી રોતી જી રે!
આસુમાં જનમી ને આંસુમાં જીવતી,
વન વન વેરતી મોતી જી રે!
ફૂલડાં અપારને નથડી નથાવી,
ખડ ખડ મોતી પરોતી જી રે!
કુમુદિની કાનમાં મૂકું લિવિંગડાં,
હીરલા ગૂંથું હું ગોતી જી રે!
વડલો : આવો, અશ્રુસુંદરી! આછાં વરસજો, હો! ગઈ કાલે મારાં પંખીડાંને શરદી થઈ ગઈ હતી.
ઝાકળ : અમારા વરસાદ તો આછા જ હોય, વડદાદા! એ કામ તો મેઘરાજાનાં હશે! (કુમુદિની પાસે જાય છે.) કુમુદિનીબહેન ત્રાટક સાધ્યું છે?
કુમુદિની : (શરમાતી) અશ્રુબહેન! આવો.
ઝાકળ : તમને શણગારવા આવી છું. સખી શોભે એ તો મારા કોડ છે!
(ઝાકળ કુમુદિનીના કાનમાં લવિંગડાં અને વેણીમાં હીરા ગૂંથે છે.
કુમુદિની : (ઝાકળને ભેટતી) અશ્રુબહેન! આટલો પ્રેમ કરો છો અને મનની વાત નહિ કરો? આ અખંડ આંસુ શાનાં?
ઝાકળ : (જાતાં જાતાં કુમુદિનીના ગાલ ઉપર એક તાળી મારતાં) એ પ્રશ્ન મને પૂછશો મા. (જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સમીર ગાતોગાતો પ્રવેશે છે.)
સમીર : દરિયાના બેટમાં બેઠી નીંદરડી,
અવ્ળિનને આંચળા ઓઢાડે જી!
મંદ મંદ, મંદ મંદ, ગાતી હાલરડાં,
પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે!
ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં,
પારણે-વડલાની ડાળે જી રે!
અણદીઠ હીરલાની દોરી અમે તો,
તાણી નીંદરડી ઝુલાવે જી રે!
ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ,
એ તો નીંદરની સિતારી જી રે!
આંગળી ફર ફર વાયુ નીંદરની,
સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!
વડલો : મારા પોઢ્યાં પંખીડલાંને ઝુલાવવા આવ્યા શું, સમીરભાઈ? આવો, પધારો.
સમીર : (નમ્ર થવાનો પ્રયત્ન કરતો) ઝુલાવનારી તો દરિયાના બેટમાં બેઠી છે. અમે તો એની અદની, અદૃશ્ય હીરની દોરીઓ છીએ. (કુમુદિની પાસે જાય છે.) કુમુદિની! ઊંઘ નથી આવતી? આ તમારી બહેન કમલિની કેવી ઝોંપી ગઈ છે!
કુમુદિની : (ટોળ કરતી) નિશાપતિને બદલે જો દિનકર આકાશમાં રાજતો હોત, અને કમલિની આમ જ ઝોંપી ગઈ હોત તો હું જિંદગીભર ઝોંપી જવાનું કબૂલત (મસ્તીથી) પ્રેમના ઘેન પારો નીંદરનું ઘેન કદી કામ આવ્યું છે?
સમીર : (કુમુદિની સાથે ગેલ કરતો) કુમુદિની! તમે તો બહુ અજબ!
કુમુદિની : આઘા રહેજો, સમીરરાય! હવે પધારો; તમારી નીંદરરાણીને મારા પ્રણામ પહોંચાડજો.
સમીર : (વધારે છૂટ લેતો) કુમુદિની!
કુમુદિની : મને અડશો નહિ. (સમીર અડવા જાય છે.) અરે, અરે ! તમે અડશો તો મારી ઝાકળે મઢેલાં મારાં મોતી સરી પડશે! દૂર રહો.
સમીર : (લહેરીની માફક) કુમુદિની! - (કુમુદિનીને ઝુલાવતો ચાલ્યો જાય છે.)
કુમુદિની : (ક્રોધથી ધ્રૂજી ઊઠતી) નફફ્ટ! - (સમીરની દિશામાં તાકી રહે છે.)
ચંદ્ર : (આંખોમાં અમી લાવતો) બહુ ઉગ્ન થયાં, કુમુદિની! એ તો નાદાન છે!
કુમુદિની : (શરમાતી નીચે નમીને) દેવ!
ચંદ્ર : કુમુદિની! આજે આપણે વહેલાં વિખૂટાં થવું પડશે. ક્ષિતિજ ઉપર જો વાદળાં ચડે!
કુમુદિની : આટલી જ વારમાં?
ચંદ્ર : ગાંડી રે ગાંડી! આટલો બધો વખત તને આટલી જ વાર લાગે છે? તારામૈત્રકમાં સમયનું ભાન સરી ગયું! ફરી કાલે.
કુમુદિની : પધારજો, દેવ! (વંદન કરવા માથું નીચું નમાવે છે.) નમનોમાં તો માથું ફરી ઊપડે છે; પણ હું તો તમારા પુન: ઉદય સુધી આ નમન લંબાવીશ.
ચંદ્ર : કુમુદિની! જાઉં છું — ઘેરાઉં છું. આજનાં વાદળાંઓ વસમાં લાગે છે.
(ચંદ્રનાં કિરણો કુમુદિનીને છેલ્લું છેલ્લું ચૂમીને અદૃશ્ય થાય છે. કુમુદિની ઝોંપી જાય છે. આકાશ ઘેરાય છે. થોડી વાર શાંત પથરાય છે.)
વડલો : (ગંભીર બનતો) આકાશ કેવું ઘનઘોર થતું જાય છે! કેટલું ભયાનક બનતું જાય છે! (થોડી વાર મૌન રહે છે. મનની વ્યથાની આછીપાતળી છાયા મુખ ઉપર ઢળે છે.) મારું મન પણ આમ જ ઘેરાતું હોય એમ થાય છે. (થોડી વારે) આ શું થતું હશે? ઓહ! ઓહ! છાતીમાં કંઈક થાય છે. (એક ઘુવડ ઊડતું આવી વડઘટામાં બેસી ભયાનક અવાજ કરે છે. વડલો ચમકતો) ઓહ! કેવો ભયંકર અવાજ? કેવું અમંગળ? લોકો કહે છે કે જેની ઉપર ઘુવડ બોલે એની ઉપર કાળના પંજા ઊતરે! (અટકે છે.) ઊડી જા, ઊડી જા, ઓ અમંગળ પંખી! ઊડી જા. તારા ભયંકર અવાજથી મારાં પંખીડાંઓની ઊંઘ ઊડી જશે અને તેઓ ફફડી ઊઠશે. (ઘુવડ ફરી એક વાર ભયંકર ઊંડો અવાજ કરી ઊડી જાય છે. થોડી વારે) પંખીઓને ઉઠાડું?... ઉઠાડીને તેઓની છેલ્લી વિદાય લઈ લઉં?... (અટકે છે.) ના, ના. એવું કશું નથી, વડલા! એ તો મનનાં ભૂત. (થોડી વાર આકાશ સામે જોઈ રહે છે.) આ વાદળાંઓમાં કાંઈક ફેર છે, અરે, ઓ વાદળાંઓ! આજે તમે હંમેશની માફક અને બ્રહ્માંડના ભેદની ગહન વાતો કેમ કરતાં નથી? આજ તમે કોઈ બીજી આંખોથી મારા તરફ કેમ જોઈ રહ્યાં છો? (આકાશમાં જબ્બર ગડગડાટ થાય છે.) ઓહ, ઓહ! તમે કેવું ભયંકર અટ્ટહાસ્ય કરો છો? વાદળાંઓ! તમે હસો છો કેમ?
વાદળાંઓ : તને જોઈને જ તો, વડલા
વડલો : (વ્યથાથી) અરે ઓ વહાલાં વાદળાંઓ! તમે આજે ફરી ગયેલાં જણાઓ છો. જાણે તમે કોઈ બીજાં જ વાદળાંઓ ચડી આવ્યાં હો!
વાદળાંઓ : એમ જ છે, વડલા! અમે તો કાળની ઊડણપાવડીઓ છીએ.
(આકાશમાં ગડગડાટ થાય છે. કડાકા સાથે વીજળીનો ચમકારો થાય છે. ધરણી ધ્રૂજ ઊઠે છે.)
વીજળી : વડલા! જિંદગી મારા ઝબકારા જેવી છે.
વડલો : ઓહ! આ તો કેર થતો હોય એમ લાગે છે. જાગો, પંખીઓ! જાગો. (પંખીઓ ફફડી ઊઠે છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.) ઊડી જાવ, પંખીઓ! ઊડી જાવ. મારો કાળ નજીક આવ્યો લાગે છે. ઊડો, ઊડો; પંખીડાં! ઊડી જાવ. (આકાશમાંથી મુશળધાર વરસાદ વરસવો શરૂ થાય છે.) ઊડો પંખીઓ! ઊડી જાવ. વાર કરશો તો મારી સાથે તમારું પણ આવી બનશે. (સૃષ્ટિમાંથી એક ધડાકો ઊઠે છે, અને અંદરથી ઝંઝાવાત નીકળે છે. પર્વતો કંપી ઊઠે છે. પક્ષીઓ કલ્પાંત કરી મૂકે છે.)
ઝંઝાવાત : (ગર્જના કરતો) સૃષ્ટિનાં તમામ ઝાડવાંઓ! તમારા કાળને વંદન કરો. (ઝાડવાંઓ કંપી ઊઠે છે. થોડી વાર ઝંઝાવાત રાહ જોતો મૌન રહે છે.) તરુઓ! તમારા કાળને ઓળખો, મને વંદન કરો! (કોઈ કાંઈ બોલતું નથી.) મને વંદન કરો છો કે મૂળ સોતાં ઉખેડી ધરણી પર ઢાળી દઉં? બોલો, વંદો છો?
વડલો : (ગૌરવથી) આવ્યા એવા ચાલ્યા જાવ, ઝંઝાવાત? તરુગણ પ્રેમસમીર સિવાય કોઈને નમતો નથી.
(ઝંઝાવાત મોટું રુદ્ર રૂપ ધારે છે. વડલા સિવાય સૌ થથરી જાય છે.)
ચંપો : હું વંદું છું, ઝંઝાવાત! (પવનના ઝપાટાની દિશામાં નમે છે.)
ખડ : મારાં પણ વંદન સ્વીકારજો, દેવા! (ઝાપટાની દિશામાં ઢળવાં લાગે છે.)
વડલો : (તિરસ્કારથી) ઓહ! ......
ભીંડો : મારાં પણ કોટિ કોટિ વંદન સ્વીકારજો; વાયુરાજ! (નમી પડે છે.)
મને ઉખેડશો મા!
(વડલા સિવાય સૌ નમી જાય છે.)
ઝંઝાવાત : (ગાજતો) વડલા! તારું ગુમાન છોડ, નહિ તો ઘડી બે ઘડીમાં હતો ન હતો થઈ જઈશ. મને વંદન કર.
વડલો : વાયુરાજ! આ માથું પ્રભુ સિવાય કોઈને નમ્યું નથી, અને નમશે નહિ.
ઝંઝાવાત : (ઊંચોનીચો થતો) તો જોઈ લે એ અભિમાનનું ફળ.
(પવન સુસવાટે વધે છે. વડલાની ડાળો એકબીજા સાથે અફળાય છે.)
વડલો : (ધૈર્યથી) પંખીગણ! ઊડી જાવ, ઊડી જાવ. મારો કાળ આવ્યો છે. (થોડાં પંખીઓ ઊડી જાય છે.) ભીંડાભાઈ! ગભરાશો નહિ. મારાં મૂળ મજબૂત છે. જ્યાં સુધી હું સાબૂત છું ત્યાં સુધી પવનના સર્વ ઝપાટા સામે મારી ઘટાને ઢાલ બનાવી તમને સુરક્ષિત રાખીશ. એ તો પાંખાળાં હતાં તે ઉડાડ્યાં. તમે તો સુખેથી રહો મારા વિશાળ થડની ઓથમાં.
ભીંડો : મરવા પડ્યા છો ત્યારે તો મૂંગા રહો, વડલાભાઈ! (અસહાય બનતી) મરતાં મરતાં પણ મારી બદનામી કરશો? અભિમાન ન કરો અને જાત સંભાળો એટલે બસ! બાકી અમે તો ઝંઝારાજાની કૃપા હશે તો બચશું. (ફરી ઝંઝાવાતને નમન કરે છે.)
(વાયુ વધે છે. વડલાનાં મૂળ હલી ઊઠે છે.)
વડલો : પંખીઓ! ઊડી જાવ, ઊડી જાવ.
પંખીઓ : વડદાદા! આજ સુધી જેણે આશરો આપ્યો તેને અણીને વખતે છોડશું, એમ? અમને એવાં હીન ધાર્યાં? વડદાદા! તમારું નસીબ તે અમારું નસીબ.
(ઝંઝાવાત વધે છે. વડલો ઊછળે છે.)
વડલો : (નમતો) પ્રણામ, ઝરણી! પ્રણામ, પ્રકૃતિ! હું જાઉં છું. પવનના એક ઝપાટા સાથે વડલો ભૂમિ ઉપર પટકાઈ પડે છે. પંખીઓ અંદર ચગદાઈ જાય છે. ડાળીઓનો કચ્ચરઘાણ વળી જાય છે.)
ઝરણી : ઓહ, ઓહ, વડલાભાઈ! માફ કરજો મારા સૌ અપરાધો.
(ઝરણીની આંખમાંથી આંસુની ઝરણી વહે છે.)
વડલો : પ્રણામ! ઓહ!...
(ઝંઝાવાત અટ્ટહાસ્ય કરતો ચાલ્યો જાય છે. ધીમેધીમે તોફાન શમે છે. આકાશમાં ઉઘાડ થાય છે. પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.)
કૂકડો : અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર!... ધ્રુવo
સૂરજ આવશે......
(વડલાને ન જોવાથી એકદમ અચકાઈને, અરે! વડલાભાભા ક્યાં ગયા? (આમતેમ જુએ છે. વડલાને ભૂમિ ઉપર ઢળેલો જોઈને અરેરે આ શું થયું?
ઝરણી : કૂકડાભાઈ! કેર થઈ ગયો. લાખોના પાળનાર રાજા મરે અને જેમ ધરણી રંડાય તેમ આજે વનશ્રી રંડાઈ ગઈ છે. કૂકડાભાઈ! વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે.
કૂકડો : ગજબ થયો કહેવાય, ઝરણીબહેન! (થોડી વારે) હવે હજારો પંખીઓને કોણ આશરો આપશે? વડલાભાભા તો પ્રેમના સાગર હતી.
ભીંડો : (કઠોર હાસ્ય કરતો) અરે, બેવકૂફ હતો, બેવકૂફ! એક સહેજ નમી લીધું હોત તો જિંદગી ઊગરી જાત, એટલું પણ એ ન સમજ્યો! ચાલો, જે થાય છે તે સારા માટે જ થાય છે. હવે મારી પ્રગતિને રોકનાર કોઈ જ ન રહ્યું.
(આકાશ આ સાંભળીને લાલ થઈ જાય છે. ઝરણીના મુખ ઉપર પણ લોહી દોડી આવે છે.)
કૂકડો : વડલાભાઈને જગાડવામાં આજે મારો સંજીવનમંત્ર કાંઈ જ ખપ નહિ લાગે. મારે મારું ગીત બદલવું પડશે.
(ગાતોગાતો જાય છે.)
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર!
આભ ચીરું હું તોય ન પહોંચે,
નાદ મૃત્યુને પાર ...અમેo
મૃત્યુ કેરી નીંદ ચિરાતન,
ક્યાં છે જગાડનાર!
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર!
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
(કૂકડો ગાતોગાતો જાય છે.)
(પૃથ્વીનો ક્રમ પાછો શરૂ થાય છે.){{Poem2Close}}
26,604

edits