ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. શિવ સંકલ્પ | }} {{Poem2Open}} ‘ઉઘાડી બારી’નો અનુગામી એવો આ લઘુલે...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
૩. શિવ સંકલ્પ
‘ઉઘાડી બારી’નો અનુગામી એવો આ લઘુલેખોનો – લઘુનિબંધોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ઉમાશંકર કર્મયોગ, અધ્યાત્મ અને પ્રકૃતિપ્રેમ, કેળવણી, વિજ્ઞાન અને સાહિત્ય, લોકશાહી, ભારત અને જગત-રંગ — આ ક્ષેત્રોની વિચારણા આપે છે. પોતાના દેશકાળ સાથેનો ઉમાશંકરનો જે સંવેદનાત્મક સંબંધ, તેના સુભગ પરિણામરૂપ આ ચિંતનલેખો છે. શબ્દની સાથે કામ પાડનારને વાસ્તવમાં તો વિશ્વ સમસ્તના આંતરબાહ્ય ચૈતસિક પ્રવાહો સાથે કામ પાડવાનું બની આવે છે. શબ્દમાં વ્યાપવા માગનારને માનવજીવનમાં અનેક ક્ષેત્રોમાં વ્યાપવું અનિવાર્ય બની જાય છે. આ રીતનું વ્યાપનકર્મ, કહો કે એવો વ્યાપનધર્મ ‘ઉઘાડી બારી’માં આપણે જોઈ શકીએ છીએ ને એ આ ‘શિવ સંકલ્પ’માંય જોવા મળે છે.

ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના તંત્રી તરીકેના દાયિત્વભાન સાથે આ લેખો લખ્યા છે. ઉમાશંકર વ્યષ્ટિની સત્તાની માન-અદબ જાળવતાં, અનિવાર્યતયા સમષ્ટિ સાથેના એના સંવાદ-સંબંધના ચિંતનમાં સરી પડે છે. વ્યષ્ટિના સમષ્ટિ પ્રત્યેના ધર્મનાં ચિંતા-ચિંતનનો તાર આમાં ઠીક ઠીક રણકતો જણાય. તેઓ આ લેખોમાં `¨सहचिन्तनम् करवावहै' – જેવો ઉપક્રમ પણ રચતા લાગે ! એમના સંવાદ-ધર્મનો સંચાર અહીં પણ પ્રતીત કરી શકાય. ઉમાશંકરે સંસ્કૃતિના પહેલા અંકના પહેલા લેખમાં તે વખતની ઘડીને ‘ઘરના ચણતરમાં મોભ ચઢાવવાની ઘડી’<ref> શિવ સંકલ્પ, ૧લી આવૃત્તિ, પૃ. ૩. </ref> તરીકે ઓળખાવી અને એ રીતે શિવસંકલ્પવાન્ થવાની અનિવાર્યતા પણ આપણને ચીંધી. જે અમૃતતત્ત્વ પ્રજાઓમાં રહેલું છે એ વધુમાં વધુ પ્રગટ થાય એની ખેવના એમણે રાખી. આ રીતે ઉમાશંકરે શબ્દ દ્વારા એ શિવસંકલ્પનાં બળ-વિસ્તાર વ્યક્તિ-સમષ્ટિ ઉભયમાં વધે એમ તાક્યું. ઉમાશંકરને મન કવિનો શબ્દ તે સંસ્કૃતિનો શબ્દ, શિવસંકલ્પનિષ્ઠ એવો શબ્દ હોવાનુંયે આપણે તારવી શકીએ.

Line 20: Line 21:
‘શિવ સંકલ્પ’માં માનવ-સંસ્કૃતિના અસ્તિત્વ તથા વિકાસ માટેની ચિંતા પ્રબળતાએ અનુભવાય છે. વિશ્વશાંતિ, વિશ્વસંવાદ તરફ બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું લક્ષ્ય જાય એ એમની વાંછના છે. ઉમાશંકર માનવ-અસ્તિત્વની બુનિયાદમાં અહિંસા, સંવાદ, સ્નેહનાં તત્ત્વો જોનારા છે. તેથી તેઓ લોકશાહી જેવી વ્યવસ્થાના મૂળમાંયે અહિંસા જુએ તો તેમાં નવાઈ નથી.<ref> શિવ સંકલ્પ, પૃ. ૧૨૨. </ref> તેમના મતે “અશાંતિ એ અશ્રદ્ધાનો જ પડઘો છે.”<ref> એજન, પૃ. ૧૪૩. </ref> એ શાશ્વત સ્થિતિ નથી ને તેથી સ્પૃહણીય પણ ન હોય. શાંતિની સાધનામાં જ મનુષ્યતાની સાર્થકતા છે. મનુષ્યનું આવતીકાલનું સુખ આ શાંતિ પર જ નિર્ભર છે. ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ તરીકે પણ શાંતિપ્રિયતા, સંવાદનિષ્ઠા અને સમન્વયલક્ષિતાને નિર્દેશે છે. આ શાંતિની સાધના શબ્દાદિ કળાઓ દ્વારા પણ થાય છે ને એ રીતે આ સાધનામાં સર્જનાત્મકતા સારા પ્રમાણમાં અનુભવાય છે. તેઓ શાંતિના પ્રયત્નોમાં પ્રગટ થતા નેતૃત્વને ‘સર્જનાત્મક’ કહે તો તે સમજી શકાય એમ છે.

ઉમાશંકરે ‘શિવ સંકલ્પ’માં જાગ્રત નારીશક્તિ, ઉચ્ચ શિક્ષણ સાથે સંલગ્ન રાષ્ટ્રભાષાનો પ્રશ્ન, શિક્ષકો ને રાજકારણ — આવા આવા કેટલાક પ્રશ્નો વિશેય વિચાર્યું છે. તેઓ રાષ્ટ્રધ્વજના પ્રતીકની સમજણ આપવાનું; અર્જુનની કૃષ્ણ-પરાયણતાના બળનો કે કૃષ્ણના પાંચજન્યના રહસ્યનો ખ્યાલ આપવાનુંયે કાર્ય કરે છે. પૌરાણિક સંદર્ભોમાંથી આજના યુગધર્મના અનુલક્ષમાં અર્થઘટનો આપવાનો ઉપક્રમ પણ કેટલીક વાર તેઓ રચે છે. આ બધું કરતાં ઉમાશંકરનો સંસ્કૃતિનિષ્ઠ શબ્દસર્જનરસ અવારનવાર પ્રતીત થયાં કરતો હોય છે. એ સર્જનરસ ‘ધર્મોનું અધ્યાત્મગોત્ર’, ‘વત્સદૃષ્ટિ’, ‘મરજીવવું’, ‘ચેતનની ખેતી’ જેવા વિશિષ્ટ શબ્દ-પ્રયોગોએ અપાયેલાં લેખ-શીર્ષકોમાં વરતાય છે. શેક્સપિયરનું કૉલર કે વાયોલિનના સૂરનો વિશિષ્ટ સંદર્ભમાં અહીં વિનિયોગ થાય છે ને તેમાંય એ સર્જનરસ જોઈ શકાય.

આ લઘુનિબંધોમાં ઉમાશંકરનું કવિહૃદય અવારનવાર એનો ઉછાળ પ્રગટ કરે છે. ઉમાશંકરની સર્જનપ્રતિભાનો – કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતા અનેક શબ્દપ્રયોગો – વાક્યપ્રયોગો, ગદ્યખંડકો અહીં મળે છે. ‘વત્સદૃષ્ટિ’માં ‘શું કહ્યું તમે ?’ – એ રીતની ઉક્તિલઢણથી જાણે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીતમાં ઊતરતા હોય એ રીતની કથનરીતિ તેઓ અજમાવે છે.૬૨ ‘દિવાળી’માં તેઓ “દિવાળી એટલે ઊજળી અમાસ, દિવાળી એટલે માનવસર્જી પૂનમ, માનવજીવનમાં આનંદની પૂનમ” એમ વાક્છટાયુક્ત વાણીમાં દિવાળીનો પરિચય આપે છે.૬૩ ‘જ્ઞાનપંચમી’ ‘લાભપંચમી’ને ‘જ્ઞાનલાભપંચમી’માં સમન્વિત કરવામાંયે એમનો પ્રતિભા-ઉન્મેષ જોઈ શકાય.૬૪ બાળકોની કીકીઓમાં સત્યયુગની, સત્યયુગ કરતાંય અદકી શક્યતાઓ ચમકી રહેલી જોવામાં તેમની સંવેદનશક્તિ કારણભૂત છે એમ કહી શકાય.૬૫ ગુજરાતની સીમારેખાની વાત કરતાં ‘સમુદ્રરેખા લક્ષ્મીની રેખા છે, તો તે ગિરિરેખા ગરીબીની રેખા છે” – એમ નિરૂપણ કરવામાં નિરીક્ષણ-સંવેદન સાથે એમની ભાષાશક્તિનોયે પરિચય થાય છે. “એ અલૂણો કોળિયો પ્રેમનો કોળિયો હતો, ભારે અલૂણો હતો.” (પૃ. ૧૦૧), “રાજ્યકર્તા પક્ષ સાંખ્યયોગ (જડ સંખ્યાબળ) પર મદાર બાંધીને બેફામ જીવવા ટેવાયો છે.” (પૃ. ૧૧૩), “આ બધાનો લાભ લેવા સામ્યવાદી પક્ષ આંખમાં તેલ આંજીને ટાંપીને ઊભેલો જ છે.” (પૃ. ૧૨૧) – જેવાં વાક્યોમાં એમનો શબ્દરસ જોવો મુશ્કેલ નથી. ઉમાશંકર ક્યાંક કટાક્ષો – વિનોદની વાણીયે યોજતા હોય છે. (દા.ત., પૃ. ૫૧, ૫૭, ૬૧, ૬૩–૬૪ વગેરે.) તેમના ‘હિમાલય-મોટી મજાક’ (પૃ. ૬૮), ‘દ્વેષઉકાળ’ (પૃ. ૬૯), ‘જંગલભાવ’ (પૃ. ૯૧), “પ્લુતિપ્રકાર ગુણાકાર” (પૃ. ૧૧૨), ‘ધગધગતી તમન્ના’ (પૃ. ૧૬૦) જેવા શબ્દપ્રયોગોનીયે સાર્થકતા સહૃદયો પ્રમાણે જ. ઉમાશંકર તળપદી ઉક્તિલઢણોથી માંડીને આલંકારિક ઉક્તિપ્રયોગો સુધીનું વૈવિધ્ય એમના ગદ્યમાં સિદ્ધ કરે છે. તેમની સમર્થ ગદ્યકારની પ્રતિભા આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આ સંગ્રહ ‘ઉઘાડી બારી’ સાથે જ વાંચવો રહ્યો. ‘ઉઘાડી બારી’ અને આ સંગ્રહનો અભ્યાસ કરનારને ચિંતક ઉમાશંકરની શક્તિપ્રતિભાનો મર્મ ઠીક ઠીક સમજાશે. ઉમાશંકર ભારતીય સર્જક છે. ભારતીયતાના પુરસ્કર્તા એવા સંસ્કૃતિ-વિચારક છે, યુગધર્મપરિપાલન કરવાના ઉત્સાહથી વૈશ્વિક પ્રવાહો સાથે સંપર્ક જારી રાખવા મથનાર સભાન શબ્દોપાસક છે. સમષ્ટિનિષ્ઠ, વ્યષ્ટિસ્વાતંત્ર્યવાદી, કલાધર્મસભાન એવા ઉમાશંકર કલા અને કલાકારના દાયિત્વ બાબત કેવા ને કેટલા ઉન્નત ખ્યાલો સેવે છે તેની માર્મિક સમજ આ લખાણોમાંથીયે મળી રહે છે. તેઓ કલાકારનો શબ્દ શિવ-સંકલ્પપ્રેરિત હોય એમ વાંછનારાઓમાંના એક છે ને આ સંગ્રહ એની સબળ ગવાહી આપી રહે છે.
આ લઘુનિબંધોમાં ઉમાશંકરનું કવિહૃદય અવારનવાર એનો ઉછાળ પ્રગટ કરે છે. ઉમાશંકરની સર્જનપ્રતિભાનો – કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતા અનેક શબ્દપ્રયોગો – વાક્યપ્રયોગો, ગદ્યખંડકો અહીં મળે છે. ‘વત્સદૃષ્ટિ’માં ‘શું કહ્યું તમે ?’ – એ રીતની ઉક્તિલઢણથી જાણે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીતમાં ઊતરતા હોય એ રીતની કથનરીતિ તેઓ અજમાવે છે.<ref> શિવ સંકલ્પ પૃ. ૧૮. </ref> ‘દિવાળી’માં તેઓ “દિવાળી એટલે ઊજળી અમાસ, દિવાળી એટલે માનવસર્જી પૂનમ, માનવજીવનમાં આનંદની પૂનમ” એમ વાક્છટાયુક્ત વાણીમાં દિવાળીનો પરિચય આપે છે.<ref> એજન, પૃ. ૩૩. </ref> ‘જ્ઞાનપંચમી’ ‘લાભપંચમી’ને ‘જ્ઞાનલાભપંચમી’માં સમન્વિત કરવામાંયે એમનો પ્રતિભા-ઉન્મેષ જોઈ શકાય.<ref> એજન, પૃ. ૩૫. </ref> બાળકોની કીકીઓમાં સત્યયુગની, સત્યયુગ કરતાંય અદકી શક્યતાઓ ચમકી રહેલી જોવામાં તેમની સંવેદનશક્તિ કારણભૂત છે એમ કહી શકાય.૬૫ ગુજરાતની સીમારેખાની વાત કરતાં ‘સમુદ્રરેખા લક્ષ્મીની રેખા છે, તો તે ગિરિરેખા ગરીબીની રેખા છે” – એમ નિરૂપણ કરવામાં નિરીક્ષણ-સંવેદન સાથે એમની ભાષાશક્તિનોયે પરિચય થાય છે. “એ અલૂણો કોળિયો પ્રેમનો કોળિયો હતો, ભારે અલૂણો હતો.” (પૃ. ૧૦૧), “રાજ્યકર્તા પક્ષ સાંખ્યયોગ (જડ સંખ્યાબળ) પર મદાર બાંધીને બેફામ જીવવા ટેવાયો છે.” (પૃ. ૧૧૩), “આ બધાનો લાભ લેવા સામ્યવાદી પક્ષ આંખમાં તેલ આંજીને ટાંપીને ઊભેલો જ છે.” (પૃ. ૧૨૧) – જેવાં વાક્યોમાં એમનો શબ્દરસ જોવો મુશ્કેલ નથી. ઉમાશંકર ક્યાંક કટાક્ષો – વિનોદની વાણીયે યોજતા હોય છે. (દા.ત., પૃ. ૫૧, ૫૭, ૬૧, ૬૩–૬૪ વગેરે.) તેમના ‘હિમાલય-મોટી મજાક’ (પૃ. ૬૮), ‘દ્વેષઉકાળ’ (પૃ. ૬૯), ‘જંગલભાવ’ (પૃ. ૯૧), “પ્લુતિપ્રકાર ગુણાકાર” (પૃ. ૧૧૨), ‘ધગધગતી તમન્ના’ (પૃ. ૧૬૦) જેવા શબ્દપ્રયોગોનીયે સાર્થકતા સહૃદયો પ્રમાણે જ. ઉમાશંકર તળપદી ઉક્તિલઢણોથી માંડીને આલંકારિક ઉક્તિપ્રયોગો સુધીનું વૈવિધ્ય એમના ગદ્યમાં સિદ્ધ કરે છે. તેમની સમર્થ ગદ્યકારની પ્રતિભા આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આ સંગ્રહ ‘ઉઘાડી બારી’ સાથે જ વાંચવો રહ્યો. ‘ઉઘાડી બારી’ અને આ સંગ્રહનો અભ્યાસ કરનારને ચિંતક ઉમાશંકરની શક્તિપ્રતિભાનો મર્મ ઠીક ઠીક સમજાશે. ઉમાશંકર ભારતીય સર્જક છે. ભારતીયતાના પુરસ્કર્તા એવા સંસ્કૃતિ-વિચારક છે, યુગધર્મપરિપાલન કરવાના ઉત્સાહથી વૈશ્વિક પ્રવાહો સાથે સંપર્ક જારી રાખવા મથનાર સભાન શબ્દોપાસક છે. સમષ્ટિનિષ્ઠ, વ્યષ્ટિસ્વાતંત્ર્યવાદી, કલાધર્મસભાન એવા ઉમાશંકર કલા અને કલાકારના દાયિત્વ બાબત કેવા ને કેટલા ઉન્નત ખ્યાલો સેવે છે તેની માર્મિક સમજ આ લખાણોમાંથીયે મળી રહે છે. તેઓ કલાકારનો શબ્દ શિવ-સંકલ્પપ્રેરિત હોય એમ વાંછનારાઓમાંના એક છે ને આ સંગ્રહ એની સબળ ગવાહી આપી રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu