ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
૩. શિવ સંકલ્પ
‘ઉઘાડી બારી’નો અનુગામી એવો આ લઘુલેખોનો – લઘુનિબંધોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ઉમાશંકર કર્મયોગ, અધ્યાત્મ અને પ્રકૃતિપ્રેમ, કેળવણી, વિજ્ઞાન અને સાહિત્ય, લોકશાહી, ભારત અને જગત-રંગ — આ ક્ષેત્રોની વિચારણા આપે છે. પોતાના દેશકાળ સાથેનો ઉમાશંકરનો જે સંવેદનાત્મક સંબંધ, તેના સુભગ પરિણામરૂપ આ ચિંતનલેખો છે. શબ્દની સાથે કામ પાડનારને વાસ્તવમાં તો વિશ્વ સમસ્તના આંતરબાહ્ય ચૈતસિક પ્રવાહો સાથે કામ પાડવાનું બની આવે છે. શબ્દમાં વ્યાપવા માગનારને માનવજીવનમાં અનેક ક્ષેત્રોમાં વ્યાપવું અનિવાર્ય બની જાય છે. આ રીતનું વ્યાપનકર્મ, કહો કે એવો વ્યાપનધર્મ ‘ઉઘાડી બારી’માં આપણે જોઈ શકીએ છીએ ને એ આ ‘શિવ સંકલ્પ’માંય જોવા મળે છે.

ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના તંત્રી તરીકેના દાયિત્વભાન સાથે આ લેખો લખ્યા છે. ઉમાશંકર વ્યષ્ટિની સત્તાની માન-અદબ જાળવતાં, અનિવાર્યતયા સમષ્ટિ સાથેના એના સંવાદ-સંબંધના ચિંતનમાં સરી પડે છે. વ્યષ્ટિના સમષ્ટિ પ્રત્યેના ધર્મનાં ચિંતા-ચિંતનનો તાર આમાં ઠીક ઠીક રણકતો જણાય. તેઓ આ લેખોમાં `¨सहचिन्तनम् करवावहै' – જેવો ઉપક્રમ પણ રચતા લાગે ! એમના સંવાદ-ધર્મનો સંચાર અહીં પણ પ્રતીત કરી શકાય. ઉમાશંકરે સંસ્કૃતિના પહેલા અંકના પહેલા લેખમાં તે વખતની ઘડીને ‘ઘરના ચણતરમાં મોભ ચઢાવવાની ઘડી’<ref> શિવ સંકલ્પ, ૧લી આવૃત્તિ, પૃ. ૩. </ref> તરીકે ઓળખાવી અને એ રીતે શિવસંકલ્પવાન્ થવાની અનિવાર્યતા પણ આપણને ચીંધી. જે અમૃતતત્ત્વ પ્રજાઓમાં રહેલું છે એ વધુમાં વધુ પ્રગટ થાય એની ખેવના એમણે રાખી. આ રીતે ઉમાશંકરે શબ્દ દ્વારા એ શિવસંકલ્પનાં બળ-વિસ્તાર વ્યક્તિ-સમષ્ટિ ઉભયમાં વધે એમ તાક્યું. ઉમાશંકરને મન કવિનો શબ્દ તે સંસ્કૃતિનો શબ્દ, શિવસંકલ્પનિષ્ઠ એવો શબ્દ હોવાનુંયે આપણે તારવી શકીએ.

Navigation menu