ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૬. ’૩૧માં ડોકિયું | }} {{Poem2Open}} ઉમાશંકરમાં ‘હું’નું બળ છે જ ને...")
 
No edit summary
Line 63: Line 63:
લેખક પોતે જ લખે છે તેમ, “ ’૩૧માં ગાંધીજીની વિદ્યાપીઠમાં રશિયન ક્રાન્તિનો ઉત્સાહથી થતો અભ્યાસ – ખાસ કરીને બૌદ્ધધર્મના જગપ્રસિદ્ધ વિદ્વાન ધર્માનન્દ કોસંબીની નિખાલસ ક્રાંતિ-તરફી રજૂઆતો, વિદ્યાપીઠમાં ચાલતી ચર્ચાસભા (સેમિનાર), વિદેશી કાપડની ચોકીના અનુભવો, ગાંધીજીનું અખૂટ પ્રેરણાભર્યું સાન્નિધ્ય – એમના શ્વાસોચ્છ્વાસરૂપ પ્રાર્થના અંગેનાં એમનાં નિરૂપણો, જવાહરલાલ નહેરુ સાથેની મુલાકાત – એ સમયના વિવિધ રંગો આ વાસરીમાં ઝિલાયા છે – અલબત્ત, એક તરુણના માનસ દ્વારા, જે વળી એક ઊગવા કરતો સર્જક પણ છે. કઈ કઈ રીતે, કેવી કેવી વસ્તુઓ એની ચેતનાને સ્પર્શી જાય છે, કેવાં બળોના પ્રભાવ વચ્ચે ‘વિશ્વશાંતિ’ રચાય છે, એવી બધી વ્યક્તિગત કથા પણ સ્વાભાવિકપણે વાસરીમાં આવે છે.” (નિવેદન)

અને તેથી જ આ વાસરી લેખકના સમયના જીવનમાં તેમ લેખકના સર્જનાત્મક જીવનખંડમાંયે – લેખકના આંતરજગતમાંયે એક ડોકિયું કરવાની સરસ તક આપે છે. રાધેશ્યામ શર્માએ નવેમ્બર, ૧૯૭૭ના ગ્રંથમાં (પૃ. ૯–૧૩) આ વાસરીનું આસ્વાદલક્ષી સુંદર વિવરણ આપતાં ઉમાશંકરના ડાયરીમાંના લેખન-અભિગમને ‘હૃદયપ્રધાન બૌદ્ધિક અભિગમ’ તરીકે નિર્દેશ્યો છે. રાધેશ્યામે ’૩૧માંના ઉમાશંકરમાં ડોકિયું કરીને નિદ્રાપ્રેમી, શબ્દપ્રેમી, દેશકાળના પ્રકટ-પ્રચ્છન્ન સંસ્કાર-સ્રોતોના સૂક્ષ્મ નિરીક્ષક અને સંવેદક એવા ઉમાશંકરની પ્રસન્નમધુર આંતરછબીને સરસ રીતે ઉપસાવી આપી છે.

ઉમાશંકરે “ ’૩૧માં ડોકિયું” પુસ્તકમાં આરંભે કાળપટ સંદર્ભે આપેલી પંક્તિઓ ઘણી અર્થસભર છે. તેઓ લખે છે :
ઉમાશંકરે “ ’૩૧માં ડોકિયું” પુસ્તકમાં આરંભે કાળપટ સંદર્ભે આપેલી પંક્તિઓ ઘણી અર્થસભર છે. તેઓ લખે છે :{{Poem2Close}}
<poem>
“કાળપટ કોઈની આંગળીઓમાં આવ્યું છે ?
“કાળપટ કોઈની આંગળીઓમાં આવ્યું છે ?
કાળપટનું પોત કોઈએ જોયું છે ?
કાળપટનું પોત કોઈએ જોયું છે ?
Line 69: Line 70:
નવું – નવતેરું અનેરું કાળ-ઉત્તરીય
નવું – નવતેરું અનેરું કાળ-ઉત્તરીય
એ ફરફરાટ કોઈના હૈયે સંઘરાયો છે ?”
એ ફરફરાટ કોઈના હૈયે સંઘરાયો છે ?”
</poem>
{{Poem2Open}}
એતદ્દેશકાળ વિશેની ઉમાશંકરની સંવેદનાનું જે સૂક્ષ્મ રૂપ તે ઉપરની કાવ્યપંક્તિઓમાં સબળ રીતે આકૃત થયું છે. ઉમાશંકરે વિદ્યાપીઠની આ વાસરીને પ્રકટ કરીને કાળ ભગવાન જે રીતે વ્યક્તિ-સમષ્ટિ દ્વારા પોતાના શાશ્વત ચૈતન્યધર્મને અભિવ્યક્ત કરતા રહે છે તેની જ સ્વાનુભવજનિત પ્રતીતિ આપવાનો કવિ તરીકેનો સત્યધર્મ, સ્વધર્મ જ બજાવ્યો છે એમ નિ:સંકોચ કહી શકાય.

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu