ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
ઉમાશંકરમાં ‘હું’નું બળ છે જ ને તે કવિતામાં અનેક રીતે આવેલું છે. તેમનાથી, આપણે અગાઉ નિર્દેશ્યું તેમ, ‘હું’ને ભૂંસવાનું થઈ શકે કે કેમ એ પ્રશ્ન છે; પણ ‘હું’નો વિસ્તાર કરવાનું તો સતત તેમણે ચાહ્યું છે. તેમનો મોરચો પોતાના હું સામે છે અને આંતરવિરોધ એમાં એવો છે કે જેમ જેમ એ ‘હું’ની સામે મોરચો માંડી સંઘર્ષ ચલાવે છે તેમ તેમ ‘હું’ બળવત્તર થતો જાય છે ! અલબત્ત, એ ‘હું’ની વ્યાપકતા પણ સાથે સાથે સધાતી જણાય છે ખરી. ઉમાશંકર પોતે પણ પોતાના આ ‘હું’-ના વલણથી અનભિજ્ઞ નથી. પોતે જ પોતાના શિક્ષક છે – ‘હું છું શિક્ષક’ (વસંતવર્ષા, પૃ. ૮૭). ‘હું’ને ઘડવા માગનાર ‘હું’થી જ વાત માંડી શકે ! ઉમાશંકર કલાક્ષેત્રેય સભાન પ્રયત્નોને સ્વીકારીને ચાલે છે. કવિકર્મવ્યાપારમાં કવિની સાધનાની સોપાનમાળા ગોઠવાયેલી હોવાનું તેઓ માને છે. કવિતા એક પ્રકારની સાધનાનો – કહો કે, કલાશિક્ષણનોય વિષય છે; અલબત્ત, સો વસા કલા શીખી શકાય એમ માનવું તેમને માટેય મુશ્કેલ તો છે જ. ઉમાશંકરને એમના જમાનાએ ઘડ્યા છે. એમ એ પોતે પોતાનેય ઘડતા ગયા છે. સ્વમાનનો ખ્યાલ તીવ્ર, ઊંચો, પરાભવ સામે લાચાર થઈ બેસી પડવાનું વેઠી ન શકે. પોતાની ‘તળપદી બુલંદ હસ્તી’ની એક મજબૂત અભિજ્ઞાય ખરી ને તેથી તેઓ જે કંઈ જોતા-સાંભળતા-અનુભવતા ગયા તેમાંથી એ પોતાનો ઘાટ પણ ઉતારતા ગયા. એમની આજુબાજુ એવું તો વાતાવરણ હતું, એવા તો માણસો હતા, એવો ઊંચી ઊંચી આકાંક્ષાઓ ને ભાવનાઓનો આત્મચેતનાને ધક્કો લાગ્યા કરતો હતો કે વર્ષોનું ઘડતર મહિનાઓમાં થઈ શકે એવી પરિસ્થિતિમાં આપોઆપ મુકાવાનું – જીવવાનું સદ્ભાગ્ય તેમને મળી ગયું.

ઉમાશંકરનું પહાડો વચ્ચે ઊછરવું એ જો મહત્ત્વની ઘટના છે, તો એમનું વિદ્યાપીઠમાં કેટલાક પહાડ જેવા મનુષ્યો વચ્ચે વિદ્યાર્થી તરીકે હરવું-ફરવું-રહેવું એ પણ એક મહત્ત્વની ઘટના છે. સૂર્ય સમા ગાંધીજી અને એમના નક્ષત્રમંડળની સીધી નજર નીચે વિદ્યાપીઠમાં રાષ્ટ્રીયતાની, કહો કે વિશ્વમાનવીયતાની કેળવણી મળતી હતી. એ કેળવણી વર્ગમાં મળતી હતી તેથી વધુ તો મહાજનોના સંસર્ગમાં મળતી હતી. એ કેળવણીનો આધાર બે-પાંચ નિયત કરેલાં પાઠ્યપુસ્તકો નહોતાં, એનો આધાર હતો રાષ્ટ્રીયસેવાનો અનુભવ, રાષ્ટ્રીય કાર્યક્રમો. ઉમાશંકરે આ કેળવણીનો સારો લાભ લીધો જણાય છે. તેમણે પોતે જ મેઘાણી પરના ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૮ના પત્રમાં લખ્યું છે તે પણ તેમની કેળવણીકથા-ઘડતરકથાની સ્પષ્ટ તરેહ નિરૂપે છે. તેઓ ‘એકશ્લોકી રામાયણ ઢબે આત્મકથા’ આપતાં લખે છે :

::“મારા ટૂંકા જીવનનો ઇતિહાસ ટૂંકાણમાં એ છે કે જેમ જેમ જવાબદારી વધતી ચાલી તેમ તેમ તે ઉઠાવવાની શક્તિ મળી રહે છે. મૅટ્રિક વખતે દયાજનક જંતુ, લાહોર મહાસભાના ઠરાવ માટે લાયક થવા સવારસાંજ કસરત શરૂ કરી ત્યારે એ નિષ્પ્રાણ પ્રાણી, પણ વિરમગામ જોડાયો એટલે અલમસ્ત, યરોડા ઘંટીએ લાગ્યો ત્યારે ૫૬ રતલ સૌથી પહેલાં ફગાવી દેનાર ટોળીનો એક, આમ ચઢતી ભાંજણીએ લેખું ચાલેલું...”<ref> યાત્રી, પૃ. ૨૮. </ref>
::“મારા ટૂંકા જીવનનો ઇતિહાસ ટૂંકાણમાં એ છે કે જેમ જેમ જવાબદારી વધતી ચાલી તેમ તેમ તે ઉઠાવવાની શક્તિ મળી રહે છે. મૅટ્રિક વખતે દયાજનક જંતુ, લાહોર મહાસભાના ઠરાવ માટે લાયક થવા સવારસાંજ કસરત શરૂ કરી ત્યારે એ નિષ્પ્રાણ પ્રાણી, પણ વિરમગામ જોડાયો એટલે અલમસ્ત, યરોડા ઘંટીએ લાગ્યો ત્યારે ૫૬ રતલ સૌથી પહેલાં ફગાવી દેનાર ટોળીનો એક, આમ ચઢતી ભાંજણીએ લેખું ચાલેલું...”<ref> એક અપ્રસિદ્ધ પત્ર. </ref>
વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણીનો મર્મ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય જવાબદારીનાં કાર્યોમાં પલોટવામાં રહેલો ને ઉમાશંકર એમાં સારા પલોટાયા પણ. ઉમાશંકરે વિદ્યાપીઠના એમના ઘડતરકાળ દરમિયાનની ૧૬–૭–૧૯૩૧ના ગુરુવારથી ૮–૧૧–૧૯૩૧ના દિવસ સુધીની વાસરી રાખેલી. આ વાસરી એમના જીવનમાં તો ખરું જ પણ તત્કાલીન વિદ્યાપીઠજીવનમાં પણ ડોકિયું કરવાની તક આપે છે. એમણે આ વાસરીનું “’૩૧માં ડોકિયું” – એ જે શીર્ષક આપ્યું છે તે પણ અર્થસૂચક છે. છેવટે તો વ્યક્તિને આગળ કરીને એનો દેશકાળ જ બોલતો હોય છે. એ દેશકાળનો અવાજ કેવો ઝિલાયો છે તેની પણ ઝાંખી આ વાસરી વાંચતાં થાય છે. ઉમાશંકરે આ વાસરીમાં પોતાના રોજના જીવનનો – પોતાના દૈનિક સમયનો દરેક દૈનિક નોંધને અંતે હિસાબ આપ્યો છે તે પણ જોવા જેવો છે. એ હિસાબ યથાવત્ પ્રકાશિત વાસરીમાં પ્રગટ કરવાનું લેખકે અનિવાર્ય માન્યું જણાતું નથી. અંગત જીવનને સમષ્ટિગત ભૂમિકાએ, રાષ્ટ્રીય ભૂમિકાએ તૈયાર કરવાનો ઉપક્રમ એમાં જોઈ શકાય. કાકાસાહેબનું સાંનિધ્ય અને એમને માટેનું કામ એમના ઘડતરમાં ઉપયોગી થતું જણાય છે. કાકાસાહેબ, ધર્માનંદ કોસાંબી, નરહરિભાઈ, રા. વિ. પાઠક, ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, ચંદ્રશંકર, જવાહરલાલ નેહરુ, પ્રો. ટક્કર વગેરે સાથેની ચર્ચાવિચારણાઓ, એમનાં વ્યાખ્યાનો – અભિપ્રાયો આદિથી દેશ-વિદેશનાં અને જીવનનાં વિવિધ ક્ષેત્રોને લગતા પ્રશ્નોની સારી જાણકારી ઉમાશંકર મેળવતા જણાય છે. અહિંસા ને આંતરરાષ્ટ્રીય શાંતિ, રશિયન ક્રાંતિ, ભારતનો આર્થિક વિકાસ અને યંત્રીકરણ, સંસ્કાર ને સંસ્કૃતિનો સંબંધ ને આવા તો અનેક પ્રશ્નો વિશે બૌદ્ધિક ભૂમિકાએ ઠીક ઠીક છણાવટ થાય છે. ઉમાશંકરની દિનકરભાઈ, રામભાઈ, અંબાલાલ આદિ મિત્રો સાથેની ચર્ચાનાય કેટલાક ધ્યાનાર્હ નિર્દેશો અહીં છે. એમનું વાચન પણ કેવું વૈવિધ્યપૂર્ણ છે, એમનું કાવ્યલેખન ને જીવનચિંતન કેમ ચાલે છે તેનીયે ઝાંખી અહીં થાય છે. આ વાસરીમાં ઉમાશંકરના ચિંતન-મનન-મંથનના અલબત્ત, થોડાક પણ ઉલ્લેખનીય ખંડકો છે.

ઉમાશંકર વિદ્યાપીઠમાં વીરમગામ છાવણીનો બહુમૂલ્ય અનુભવ લઈને આવેલા ને તેથી એમની આંતરિક વિકાસ-સજ્જતાય નોંધપાત્ર કક્ષાએ પહોંચેલી જણાય છે. આમ તો ઉમાશંકરે ૮–૧૦–૧૯૩૧ની વાસરી-નોંધમાં જણાવ્યું છે તે પ્રમાણે ૮–૧૦–૧૯૩૦થી વાસરી લખવાની શરૂઆત કરેલી, (સચવાયું નથી. – ઉમાશંકર) પણ વીરમગામ છોડીને ગામડે ગયા ને તે બંધ થઈ ગઈ. એ પછી પાછી આરંભેલી વાસરીનાં પાનાં અહીં “’૩૧માં ડોકિયું” ગ્રંથમાં મળે છે.