પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 267: Line 267:
ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ
ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ
ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।।
ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।।
दूहा
<center>दूहा</center>
नादई तूसइ देवता । धर्मनादथी धारी ।।
नादई तूसइ देवता । धर्मनादथी धारी ।।
सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।।
सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।।
Line 277: Line 277:
આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.
આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.
જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.
જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.
<br>
<br>
<center>'''રાગ ધનાશ્રી'''</center>
<poem>
મદન મહેતો મન વિચારો ।। પરહસ્તે જશે વાતજી ।।
નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧
મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।
પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨
છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।
શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।
પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।
મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪
એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।
લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।
વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।
અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬
</poem>
એજ રીતે સુશિક્ષિત લહિયાઓને હાથે લખાયેલાં પુસ્તકો, જેવાં કે દયારામભાઈની હયાતીમાં તેમના મોટેરા શિષ્ય ઘેલાભાઈ અમીનનાં ઉતારેલાં કામ લાગશે એવું મારું માનવું છે.
જૂની ગુજરાતીમાં ઘણું ખરું પદ્યસાહિત્ય છે. અને ગદ્યસાહિત્ય નહિ જેવું છે, એમ મનાતું આવ્યું છે, પણ રા. દલાલ જણાવે છે કે “ગુજરાતી ગદ્યના નમૂના પણ ભંડારોમાંથી ઘણા મળી આવે છે. ૬૫૦ વર્ષ પહેલાં આપણી ભાષાનું ગદ્ય કેવું હતું, તે તાડપત્રના પુસ્તકોમાંથી બરાબરા જણાઈ આવે છે. ૧૬મા તથા ૧૭મા શતકના ગદ્યના નમુના તો ઘણા છે.” એ પછી સંવત ૧૩૩૦થી માંડીને તે નમૂના આપે છે. ગઈ સાહિત્ય પરિષદમાં તેમનો નિબંધ વંચાએલો તથા તે પછી પ્રસિદ્ધ થયેલો હોવાથી પુનરાવૃત્તિ ન કરતાં એટલું કહું છું કે સં. ૧૪૪૯માં લખાએલા ગણિતસારના નમૂનામાં ‘ઉ’ જૂદો ન લખતાં તેનું ચિહ્ન પાછલા વ્યંજનમાં મેળવી દીધું છે, અને તે ‘ઓ’ દર્શક છે, પણ ‘ઇ’ ‘ઇં’ જુદી લખી છે. વળી જેમાં નીપજાવિઉ, તસુ, કરીઉ, કિહિ, જાણિવા તણઈ (તણે), અર્થિ (અર્થે, ઈ, જુદી નહિ) એવા પ્રયોગ છે. આ સિવાય ઔક્તિકો ને ટબ્બામાં ગદ્યનો ઉપયોગ થયો છે. વળી બ્રાહ્મણધર્મીઓએ વૈદ્યકના ઉતારા ને ગીતાના અર્થ ગદ્યમાં આપેલા મળી આવે છે. મારી પાસે ૧૮મા શતકનો ગીતાના ભાષાંતરનો લેખી ગ્રંથ છે. અખાએ ગુરુશિષ્ય-સંવાદ ગદ્યમાં પણ લખ્યો કહેવાય છે. પ્રેમાનંદસુત વલ્લભે ગદ્યપદ્યસંવાદાખ્યાન નામનો અલંકારનો ગ્રંથ લખેલો છે. સ્વામીનારાયણ પંથના શુકાનંદે ગદ્યમાં લખેલ જણાય છે. દયારામે “શ્રી હરિહરાદિ-સ્વરૂપ-તારતમ્ય” નામક ગદ્યમાં લખેલા ગ્રંથમાંથી રા. નારાયણદાસે નીચે પ્રમાણે ઉતારો મોકલી આપ્યો છે.
“શ્રી હરિ તો સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, અવિસ્મય છે, સ્વયંભૂ છે, અનાદિ છે. સર્વના કર્તા મૂળપુરુષ છે. સર્વના શાસ્તા છે. માયાકાળાતીત છે. આદિપૂજ્ય છે. સર્વપૂજ્ય છે. સર્વને શરણ આપવા યોગ્ય છે. અનંતકોટિ બ્રહ્માંડના નાયક છે. અદ્વિતીય છે. સર્વના સ્વામી છે. સર્વના દુઃખભયભંજન છે. સ્વયંપ્રકાશ છે. નિર્ભય છે. અદ્ભુત છે. જેની માયાએ સર્વ મોહ પમાડ્યું છે. તે સર્વ વસ્તુ કીધી છે. તે માયાના કર્તા પોતે છે. ઇત્યાદિ અનેક લક્ષણના ભરેલા શ્રી. હરિ છે. એ જે કહ્યાં તે લક્ષણ શ્રી. કૃષ્ણ રાધિકારમણ વિના શેષ શિવાદિકમાં નથી. ત્યારે બરોબર શી રીતે કહેવાય. તે જુઓ કે શ્રીહરિએ ધ્રુવાદિકને, વરદાન આપ્યાં છે, તે સદા સર્વદા નિત્ય છે. કોઈ થકી ભંજાય નહી, કોઈ થકી ઉચ્છેદ થાય નહી, ને શિવજીનાં વરદાન આપ્યાં સદા રહેતાં નથી તે જુઓ કે રાવણને બાણાસુરને, ત્રિપુરાસુરને, ભસ્માંગદાદિકને આપ્યાં તે.”
સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે.
પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ11, ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ12, ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.
26,604

edits

Navigation menu