પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 276: Line 276:
ઋષભદાસના સમયમાં ખંભાતના કવિ શિવદાસે ‘હંસાચારખંડી’ નામની વાર્તા કવિતાબદ્ધ રચી છે. તેની ભાષા શામળભટની વાર્તાઓ સાથે લગભગ મળી રહે છે. એ વાર્તા ‘સાહિત્ય’ માસિકમાં હું છપાવું છું, તેથી તેમાંના નમૂના આપવાની જરૂર નથી.
ઋષભદાસના સમયમાં ખંભાતના કવિ શિવદાસે ‘હંસાચારખંડી’ નામની વાર્તા કવિતાબદ્ધ રચી છે. તેની ભાષા શામળભટની વાર્તાઓ સાથે લગભગ મળી રહે છે. એ વાર્તા ‘સાહિત્ય’ માસિકમાં હું છપાવું છું, તેથી તેમાંના નમૂના આપવાની જરૂર નથી.
આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.
આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.
જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.
જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.{{Poem2Close}}
<br>
<br>
<br>
<br>
Line 282: Line 282:
<center>'''રાગ ધનાશ્રી'''</center>
<center>'''રાગ ધનાશ્રી'''</center>
<poem>
<poem>
મદન મહેતો મન વિચારો ।। પરહસ્તે જશે વાતજી ।।
''''''મદન મહેતો મન વિચારો ।। પરહસ્તે જશે વાતજી ।।'''
નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧
નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧'''
મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।
'''મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।'''
પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨
'''પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨'''
છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।
'''છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।'''
શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।
'''શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।'''
પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।
'''પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।'''
મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪
'''મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪'''
એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।
'''એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।'''
લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।
'''લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।'''
વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।
'''વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।'''
અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬
'''અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬'''
</poem>
</poem>
{{Poem2Open}}
એજ રીતે સુશિક્ષિત લહિયાઓને હાથે લખાયેલાં પુસ્તકો, જેવાં કે દયારામભાઈની હયાતીમાં તેમના મોટેરા શિષ્ય ઘેલાભાઈ અમીનનાં ઉતારેલાં કામ લાગશે એવું મારું માનવું છે.
એજ રીતે સુશિક્ષિત લહિયાઓને હાથે લખાયેલાં પુસ્તકો, જેવાં કે દયારામભાઈની હયાતીમાં તેમના મોટેરા શિષ્ય ઘેલાભાઈ અમીનનાં ઉતારેલાં કામ લાગશે એવું મારું માનવું છે.
જૂની ગુજરાતીમાં ઘણું ખરું પદ્યસાહિત્ય છે. અને ગદ્યસાહિત્ય નહિ જેવું છે, એમ મનાતું આવ્યું છે, પણ રા. દલાલ જણાવે છે કે “ગુજરાતી ગદ્યના નમૂના પણ ભંડારોમાંથી ઘણા મળી આવે છે. ૬૫૦ વર્ષ પહેલાં આપણી ભાષાનું ગદ્ય કેવું હતું, તે તાડપત્રના પુસ્તકોમાંથી બરાબરા જણાઈ આવે છે. ૧૬મા તથા ૧૭મા શતકના ગદ્યના નમુના તો ઘણા છે.” એ પછી સંવત ૧૩૩૦થી માંડીને તે નમૂના આપે છે. ગઈ સાહિત્ય પરિષદમાં તેમનો નિબંધ વંચાએલો તથા તે પછી પ્રસિદ્ધ થયેલો હોવાથી પુનરાવૃત્તિ ન કરતાં એટલું કહું છું કે સં. ૧૪૪૯માં લખાએલા ગણિતસારના નમૂનામાં ‘ઉ’ જૂદો ન લખતાં તેનું ચિહ્ન પાછલા વ્યંજનમાં મેળવી દીધું છે, અને તે ‘ઓ’ દર્શક છે, પણ ‘ઇ’ ‘ઇં’ જુદી લખી છે. વળી જેમાં નીપજાવિઉ, તસુ, કરીઉ, કિહિ, જાણિવા તણઈ (તણે), અર્થિ (અર્થે, ઈ, જુદી નહિ) એવા પ્રયોગ છે. આ સિવાય ઔક્તિકો ને ટબ્બામાં ગદ્યનો ઉપયોગ થયો છે. વળી બ્રાહ્મણધર્મીઓએ વૈદ્યકના ઉતારા ને ગીતાના અર્થ ગદ્યમાં આપેલા મળી આવે છે. મારી પાસે ૧૮મા શતકનો ગીતાના ભાષાંતરનો લેખી ગ્રંથ છે. અખાએ ગુરુશિષ્ય-સંવાદ ગદ્યમાં પણ લખ્યો કહેવાય છે. પ્રેમાનંદસુત વલ્લભે ગદ્યપદ્યસંવાદાખ્યાન નામનો અલંકારનો ગ્રંથ લખેલો છે. સ્વામીનારાયણ પંથના શુકાનંદે ગદ્યમાં લખેલ જણાય છે. દયારામે “શ્રી હરિહરાદિ-સ્વરૂપ-તારતમ્ય” નામક ગદ્યમાં લખેલા ગ્રંથમાંથી રા. નારાયણદાસે નીચે પ્રમાણે ઉતારો મોકલી આપ્યો છે.
જૂની ગુજરાતીમાં ઘણું ખરું પદ્યસાહિત્ય છે. અને ગદ્યસાહિત્ય નહિ જેવું છે, એમ મનાતું આવ્યું છે, પણ રા. દલાલ જણાવે છે કે “ગુજરાતી ગદ્યના નમૂના પણ ભંડારોમાંથી ઘણા મળી આવે છે. ૬૫૦ વર્ષ પહેલાં આપણી ભાષાનું ગદ્ય કેવું હતું, તે તાડપત્રના પુસ્તકોમાંથી બરાબરા જણાઈ આવે છે. ૧૬મા તથા ૧૭મા શતકના ગદ્યના નમુના તો ઘણા છે.” એ પછી સંવત ૧૩૩૦થી માંડીને તે નમૂના આપે છે. ગઈ સાહિત્ય પરિષદમાં તેમનો નિબંધ વંચાએલો તથા તે પછી પ્રસિદ્ધ થયેલો હોવાથી પુનરાવૃત્તિ ન કરતાં એટલું કહું છું કે સં. ૧૪૪૯માં લખાએલા ગણિતસારના નમૂનામાં ‘ઉ’ જૂદો ન લખતાં તેનું ચિહ્ન પાછલા વ્યંજનમાં મેળવી દીધું છે, અને તે ‘ઓ’ દર્શક છે, પણ ‘ઇ’ ‘ઇં’ જુદી લખી છે. વળી જેમાં નીપજાવિઉ, તસુ, કરીઉ, કિહિ, જાણિવા તણઈ (તણે), અર્થિ (અર્થે, ઈ, જુદી નહિ) એવા પ્રયોગ છે. આ સિવાય ઔક્તિકો ને ટબ્બામાં ગદ્યનો ઉપયોગ થયો છે. વળી બ્રાહ્મણધર્મીઓએ વૈદ્યકના ઉતારા ને ગીતાના અર્થ ગદ્યમાં આપેલા મળી આવે છે. મારી પાસે ૧૮મા શતકનો ગીતાના ભાષાંતરનો લેખી ગ્રંથ છે. અખાએ ગુરુશિષ્ય-સંવાદ ગદ્યમાં પણ લખ્યો કહેવાય છે. પ્રેમાનંદસુત વલ્લભે ગદ્યપદ્યસંવાદાખ્યાન નામનો અલંકારનો ગ્રંથ લખેલો છે. સ્વામીનારાયણ પંથના શુકાનંદે ગદ્યમાં લખેલ જણાય છે. દયારામે “શ્રી હરિહરાદિ-સ્વરૂપ-તારતમ્ય” નામક ગદ્યમાં લખેલા ગ્રંથમાંથી રા. નારાયણદાસે નીચે પ્રમાણે ઉતારો મોકલી આપ્યો છે.
Line 300: Line 301:
સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે.
સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે.
પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ11, ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ12, ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.
પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ11, ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ12, ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.
<br>
<br>
<center>'''નવું સાહિત્ય'''</center>
નવું સાહિત્ય
પૂર્વે જણાવ્યા પ્રમાણે નવા સાહિત્યની ઉત્પત્તિ અંગ્રેજી ઢબની કેળવણી શરૂ થયા પછી થઈ, અને વર્તમાનપત્રો, માસિકો, નિબંધો, નવલકથાઓ, પાઠ્ય પુસ્તકો અને બીજા ઉપયોગી ગ્રંથો ગદ્યમાં લખાવા લાગ્યા. છેલ્લાં બે શતકની જૂના સાહિત્યની ભાષા શરૂઆતના નવા સાહિત્યમાં બહુધા વપરાઈ છે. દલપતરામ, વ્રજલાલ શાસ્ત્રી, રણછોડભાઈ ગિરધરભાઈ, મોહનલાલ, પ્રાણલાલ, ભોગીલાલ નંદશંકર, મહીપતરામ, વગેરે સાદી ને સરળ ગુજરાતી વાપરનારા હતા. સંસ્કૃત શબ્દોનો બહુ વાપર કરવાનું કે તદ્ભવ શબ્દો સુધારવાનું વલણ તે વખતે થયું નહોતું. ગ્રામ્ય અને પ્રાંતિક ભેદની મારામારી ચાલતી નહોતી, અને જોડણી પણ લોકભાષાને અને જૂનાં સાહિત્યને અનુસરીને સાદી રીતે કરવામાં આવતી. દલપતરામ અને વ્રજલાલ શાસ્ત્રી ગદ્ય પણ સાદી ભાષામાં લખતા. ભાષાંતરો ને અનુવાદો એવી સરળ ભાષામાં થતાં કે તે સાધારણ ભણેલા પણ સમજી શકે; દાખલા તરીકે ‘બાળમિત્ર’, ‘શાળોપયોગી નીતિગ્રંથ’, ‘હિંદુસ્તાનનો ઇતિહાસ’, ‘ચરિત્રનિરૂપણ’ (તેના એક લેખક પારસી ગૃહસ્થ હતા), ‘યંત્રશાસ્ત્ર’, ‘ત્રિકોણમિતિ’, વગેરે ગ્રંથો મોજૂદ છે. એ પછી મી.ટી.સી. હોપ સાહેબના પ્રમુખપણા નીચે વાંચનમાળા વગેરે પાઠ્ય પુસ્તકો રચાયાં, તેમાં પણ સાદી ને સરળ ભાષા વપરાઈ અને શબ્દોની જોડણી મુકરર થઈ. રણછોડભાઈના નાટકો, ‘કરણઘેલો’, ‘ભટનું ભોપાળું’ એમની ભાષા ડોળઘાલુ નહોતી. નર્મદનાં ગદ્યપદ્યનાં પુસ્તકો એ ઉત્તમ ગુજરાતીના નમૂના છે. મહીપતરામે ઘણાં પુસ્તકો સાદી ભાષામાં લખ્યાં છે. કરસનદાસની ભાષા સાદી પણ મુબંઈગરીના ભેગવાળી છે. ‘બુદ્ધિપ્રકાશ’, ‘ધર્મપ્રકાશ’ અને ‘બુદ્ધિવર્ધક’ માસિકો ને વર્તમાનપત્રો શુદ્ધ ભાષામાં લખાતા નહોતાં, પરંતુ તેમની ભાષા આડંબર વગરની હતી. નવલરામ અને નર્મદાશંકરની ભાષામાં પાછળથી થોડા સંસ્કૃત શબ્દો ઉમેરાયા.
છેલ્લા જમાનાથી એટલે આશરે ત્રીશેક વર્ષથી ભાષાનું વલણ બદલાવા લાગ્યું. જ્યારથી મહાપાઠશાળાઓમાં સંસ્કૃત દાખલ થયું ત્યારથી તે ભાષાના વિદ્વાનોની સંખ્યા વધતી ગઈ, તેની સાથે ગુજરાતીમાં સંસ્કૃત શબ્દો ઉમેરવાનું ને તદ્ભવ શબ્દોને શુદ્ધ કરવાનું કામ વધી પડ્યું. એ પવન બંગાળાથી અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યો. બંગાળી ને મરાઠી મૂળની ભાષા ગુજરાતી જેવી જ સાદી હતી; પણ જ્યારથી સંસ્કૃત પંડિતો લેખક થયા, ત્યારથી તેમણે ભાષા સંસ્કૃતમય કે સંસ્કારી કરી નાખી. જરૂર પડે ત્યાં સંસ્કૃત કે યાવની શબ્દો વાપરવા વિષે કોઈ સમજુ માણસ વાંધો લઈ ન શકે; પરંતુ જાણીબુઝીને પોતાની પંડિતાઈ બતાવવા સારુ કે માતૃભાષાના અપૂર્ણ જ્ઞાનને લીધે કિંવા શબ્દભંડોળ વધારી દેવાની ખાતર, યા ભાષાને સંસ્કારી કરવાના હેતુથી જ્યાં ને ત્યાં ભાષાના શબ્દો હોય તે છતાં તેમને ઠેકાણે સંસ્કૃત નવા શબ્દો મૂકવા, કે તદ્ભવો સુધારી નાખવા, એ બરોબર નથી. સાક્ષરવર્ગને માટે કે તેમાં રસ લેનારા માટે વિદ્વાનો સંસ્કૃમય ભાષામાં થોડું સાહિત્ય પેદા કરે તે ઇષ્ટ છે; કેમ કે ભાષામાં જુદી જુદી શૈલીનાં સાહિત્ય હોવાં જોઈએ. ગહન વિષય લખવામાં સંસ્કૃત આદિના શબ્દોની જરૂર પડે એ વાત જુદી છે. પરદેશી નવા વિચારો – ભાવનાઓ – કલ્પનાઓ દર્શાવવામાં પણ તેમ કરવું પડે; પરંતુ એક સંસ્કૃત ‘રસસાર’ નામના ગ્રંથ વિષે પ્રો. રોય જણાવે છે, કે “આ ગ્રંથમાં ન સમજાય એવા પારિભાષિક શબ્દો મળી આવે છે. વસ્તુની ગંભીરતા દેખાડવાને આ રીત યુરોપ તેમજ હિંદુસ્તાનમાં પ્રચલિત હતી.” એવી રીત લેખકે ગ્રહણ કરવી ન જોઈએ. સંસ્કૃતમય શૈલી જનસમૂહને કામ ન લાગે. સાહિત્ય સર્વત્ર અને સર્વ લોકોમાં ચાલે, તો જ તેનો ખરો ઉપયોગ છે, અને તો જ દેશની ઉન્નતિ થવાની છે. આના સંબંધમાં વિદેશી અને દેશી વિદ્વાનો શું કહે છે તે જોઈએ.
સાન્વય વ્યાકરણના કર્ત્તા મી. બીમ્સ લખે છે, કે “ભાષાશાસ્ત્ર વિષેની આજ સુધીની શોધો ઉપરથી એ સ્પષ્ટ છે, કે સર્વ ભાષાઓના વિકાસનું વિવર્ધન થાય છે, તે કઠોર ગૂંચવણ ભરેલાથી કુમળા ને સાદા રૂપમાં થાય છે. આ તત્ત્વ પ્રમાણે ગુજરાતી ભાષાને સંસ્કૃત પ્રાકૃત આદિ રૂપોમાં ફેરવવી એ અયોગ્ય છે એમ ઠરે છે.” બીમ્સ આગળ જતાં લખે છે કે અંતરવેધ (ગંગા જમના વચ્ચેનો પ્રદેશ), જ્યાં જુદા જુદા વિચારસૂચક સંસ્કૃત શબ્દો હયાત હતા, ત્યાં હમેશના ઉપયોગ વડે તે ધીમે ધીમે સાદુ રૂપ પકડતા ગયા, અને તે પ્રદેશની ભાષા – હિંદી – આ પ્રમાણે તદ્ભવ રૂપોમાં ગબ્બર થઈ. બ્રાહ્મણોની એક મોટી કલ્પના એવી છે, કે દેશી ભાષાઓને, દાખલા તરીકે બંગાળીને, શુદ્ધ કરવા ને સુધારવા માટે દરેક શબ્દને તેનાં સંસ્કૃત મૂળ રૂપમાં લઈ જવો, અને નદીને તેના મૂળ તરફ વહેવરાવવી. તેમને કમનસીબે પણ સકળ દુનિયાને સદ્ભાગ્યે બોલાતી ભાષા વિષે તેમ થઈ શકે એમ નથી; પણ તે કંઈક અંશે ગ્રંથોમાં – ખાસ કરીને શાળાઓમાં ચાલતાં પુસ્તકો, જે અંગ્રેજોએ લખાવ્યા હતાં તેમાં થઈ શક્યું. એ વિચાર એટલો પૂર્ણ રીતે પ્રચારમાં આવ્યો કે ખરા જૂના તદ્ભવોનો પુસ્તકમાંથી કેવળ બહિષ્કાર થયો, અને સંખ્યાબંધ તત્સમોને તેમની ઘોરોમાંથી ખોદી કાઢવામાં આવ્યા અને તેમનું પુનઃજીવન રોજના ઉપયોગમાં આવ્યું. બંને પ્રાંતોમાં પ્રજાની ભાષાને પુસ્તકોમાંથી દેશવટો આપ્યો, અને તે હવે લોકોના મોંમાં વાસ કરી રહી છે. મરાઠીમાં તત્સમ શબ્દોનું અધિકપણું સ્પષ્ટ જણાઈ આવે છે. એ ભાષા સર્વથી બેડોળ હતી, તેને ઉન્નત કરવા માટે સંસ્કૃત શબ્દોને સજીવ કરવાનો માર્ગ લેવાયો.
મી. ગ્રિઅર્સન બંગાળી વિષે કહે છે કે “બોલવાની અને લખવાની ભાષામાં બહુ ફેર છે. સાહિત્યની ભાષામાં જેમ સંસ્કૃતનું ભરણું છે, તેમ તેના વ્યાકરણમાં પણ તફાવત છે. ગઈ સદીની શરૂઆતથી અંગ્રેજીની અસર નીચે સાહિત્યની ભાષા શરૂ થઈ, ત્યાં સુધી તળપદા કાવ્યસાહિત્યમાં બોલાતી ભાષા શુદ્ધ સ્વરૂપમાં વપરાતી. અંગ્રેજો આવ્યા પછી ગદ્યની જરૂર પડી, અને તે પૂરું પાડવાનું કામ સંસ્કૃત પંડિતોને હાથ આવ્યું. ઓગણીશમી સદીના પ્રથમ અર્ધ ભાગમાં ગદ્યભાષા ઉત્પન્ન થઈ તેનાં કરતાં વધારે કંટાળા ભરેલ – ભયંકર (‘મોન્સ્ટ્રસ’) ભાષા ધારવી મુશ્કેલ છે. ઉત્તમ વિષયોને ઉમદા વિચારોનાં પુસ્તકો લખાયાં, પણ તે એવી ભાષામાં કે જેમાંથી ખરા બંગાળી શબ્દો આશરે ૯૦ ટકા બાદ થયા અને તેમને ઠામે સંસ્કૃત શબ્દો એવા લેવાયા કે જેમના ઉચ્ચાર લખનાર પોતે પણ કરી ન શકે. પાછલા ૫૦ વર્ષમાં આ બેહદ સંસ્કૃત તત્ત્વ કમી કરવા યત્ન થાય છે. પણ તે ફતેહમંદ થતા નથી. આમ થવાથી ખાસ શીખવ્યા સિવાય બંગાળી બંગ સાહિત્ય સમજી શકતો નથી. બંગાળીઓ પુસ્તકની સંસ્કૃતમય ભાષાને સાધુ–ઊંચી ભાષા કહે છે; પણ તેમની ખરી ભાષાને જે વિશેષણ અપાય છે, તેનો અર્થ મધુર ભાષા થાય છે, તેને લખતી વખતે તજવામાં આવે છે. આ તો ‘ઇતિહાસ ફરી ફરીને કથન કરે છે’ તેનો એક દાખલો છે.”
મરાઠી ભાષાના સંબંધમાં એ જ વિદ્વાન કહે છે કે “તેમાં લોકપ્રિય એવું પુષ્કળ સાહિત્ય છે. કવિઓ ખરી દેશી ભાષામાં લખતા, અને બહુ ભાગે તદ્ભવ શબ્દોનો ઉપયોગ કરતા. તેને પરિણામે હાલ પણ તેવા શબ્દોમાં તે ભાષા સઘન છે. મહારાષ્ટ્રી પંડિતોએ જો કે પાછલા વખતમાં તત્સમ શબ્દોનો ઉપયોગ કરીને ભાષા બુલંદ કરવાના યત્નમાં કેટલીક ફતેહ મેળવી છે, તથાપિ તે બંગાળીઓ જેવા પૂર્ણ રીતે ફાવ્યા નથી.”
સન ૧૯૦૧ના વસ્તી પત્રકના વૃત્તાંત (‘રિપોર્ટ’)માં જણાવ્યું છે કે “ચાલુ બંગાળી પુસ્તકમાં ગણતરી કરતાં સેંકડે ૮૮ ટકા શુદ્ધ સંસ્કૃત શબ્દો માલમ પડે છે, તે જેમ જરૂરના નથી, તેમ તેમને ઠામે તળપદા શબ્દો મળી આવે છે. તેનું પરિણામ ઘણું જ શોકજનક આવ્યું છે, કેમ કે સંસ્કૃત ન જાણનાર તે સમજી શકતા નથી, એટલે લોકોનો મોટો સમૂહ એથી વિમુખ રહે છે. બીજી ભાષાઓમાં હિંદીને પણ એવો ચેપ લાગ્યો છે, કેમ કે તેનું મધ્યબિંદુ જે કાશી તે સંસ્કૃત વિદ્વાનોના હાથમાં છે. હિંદીનો શબ્દભંડાર અને વિચાર દર્શાવવાની શક્તિ અંગ્રેજી કરતાં ઊતરતી નથી, તો પણ હમણાંહમણાં એવું વલણ પકડાયું છે કે લાખો લોકોને વાંચવા માટે નહિ, પણ થોડા સાક્ષરોને પોતાની વિદ્વત્તા બતાવવા માટે ગ્રંથકાર પુસ્તક લખે છે.”
ઈતલીના પ્રખ્યાત દેશભક્ત અને કવિ મેઝિનિના સાહિત્ય સંબંધે વિચારો “નવજીવન”માં પ્રસિદ્ધ થયા છે. તેમાં જણાવ્યું છે કે “સાહિત્યે પ્રજાજીવન ઉત્પન્ન કરવું હોય, તો દેશની રગેરગમાં તે વ્યાપી જવું જોઈએ, મજૂરોનાં ઘર સુધી અને ગામડિયાનાં ઝુંપડાં સુધી એણે પહોંચી જવું જોઈએ.”
દશમા બંગાળી સાહિત્ય સંમેલનના પ્રમુખ શ્રીયુત આસુતોષ મુકરજી પોતાના અમૂલ્ય ભાષણમાં જણાવે છે કે “દેશના જનસમાજને જો ખરે રસ્તે ચડાવવો હોય, તેને મનુષ્યત્વ આપવું હોય, બંગાળી જાતિને એક મહાન જાતિમાં ફેરવી નાખવી હોય, તો જે વડે તેમના મનની સંપત્તિ ઉત્તરોત્તર વધતી રહે તેવો ઉપાય કરવો જ જોઈએ.” વળી તેઓ કહે છે કે “કેળવાયેલ તરીકે ઓળખતા મુઠ્ઠીભર બંગ-સંતાન પોતાના જ્ઞાનભંડારથી ગમે તેટલા વિભૂષિત હોય, તો પણ તેમની પાછળ અને ચારે બાજુ ફરતા જે આ કરોડો બંગાળીઓ છે, તેમને જ્યાં સુધી તેઓ પોતાની સાંનિધ્યમાં ખેંચી નહિ લાવે, ત્યાં સુધી બંગાળનો ખરેખરો અભ્યુદયે થવાનું માની શકાશે નહિ.”
બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાઓ લખનાર બંકિમચંદ્ર ઊછરતા વિદ્વાનોને સાદી સરળ ભાષા વાપરવાનો બોધ કરે છે, અને જગતવિખ્યાત કવિ રબીંદ્રનાથ બાબુ ઘણી ખરી સાદી જ ભાષા વાપરે છે.
આપણા સાક્ષરો એવું કેમ કરી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે બચપણમાં તેઓ ચોથા ધોરણ જેટલું ગુજરાતીનું જ્ઞાન મેળવીને અંગ્રેજી ભણવું શરૂ કરે છે; તેમને અંગ્રેજી જેવી અઘરી ભાષાની સાથે બીજી ભાષા ફ્રેંચ કે ફારસી (સહેલાઈને માટે) અથવા સંસ્કૃત લેવી પડે છે, તથા સર્વ જ્ઞાન અંગ્રેજી દ્વારા મેળવવું પડે છે. તેથી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાને તક જ મળતી નથી. ગુજરાતીમાં કંઈ લખવું હોય, ત્યારે પ્રથમ વિચાર તેઓ અંગ્રેજીમાં ગોઠવે છે અને પછી તેને ગુજરાતીમાં ઉતારવા જાય છે, ત્યારે ભાષાના શબ્દ નહિ જડવાથી તેઓ ફારસી, સંસ્કૃત કે વખતે અંગ્રેજી શબ્દો મૂકી દે છે. અંગ્રેજી ને ગુજરાતી છાપાં આવે તો તેઓ ગુજરાતી વાંચવાની ભાગ્યે જ દરકાર કરશે; પણ અંગ્રેજી છાપું ચિત્ત દઈને અથઇતિ વાંચી જશે. ગુજરાતી પુસ્તકો ખરીદવાની કે વાંચવાની તેઓ દરકાર કરતા નથી. તેમના ઘરની પુસ્તકશાળા (જો હોય તો તે)માં ગુજરાતી ગ્રંથો ક્વચિત જ જોવામાં આવશે. તેમને ગુજરાતી લેખ લખવા કહીએ, તો તેઓ કહેશે કે અમને ગુજરાતીમાં લખવું નહિ ફાવેઃ કહો તો અંગ્રેજીમાં લખી આપીએ. માતૃભાષાનો ઊંડો અભ્યાસ કર્યા વગર તેઓ તેમાં સારું લખી ન શકે એ દેખીતું છે.
સન ૧૯૧૧ના વસ્તીપત્રક ઉપરથી જણાય છે કે દશ હજાર ઉપરાંત કસ્બાઓને શહેરોમાં લેખીએ તો પણ શહેરોની વસ્તી માત્ર ૭x૧/૩ થાય છે, અને તેમાં પણ નોકરીચાકરી અર્થે, મહેનત મજૂરી માટે કે અન્ય કારણે ગામડાંના લોકો આવી વસેલા હોય, તે બાદ કરીએ તો શહેરીઓની વસ્તી પાંચ ટકાથી પણ કમી થાય, અને નાગરિકોમાં પણ સુશિક્ષિતની સંખ્યા બે ટકાથી વધુ હોતી નથી. મતલબ કે ગામડાંના લોકોની વસ્તી સેંકડે ૯૨x૨/૩થી ૯૫ ટકા ગણાય, એટલે ૯૫ ટકા બોલનારની ભાષાની અવગણના કરવી એ યોગ્ય નથી. પુરવાસીઓને ગામડાની ભાષાનો પરિચય બહુ થોડો હોય છે. શબ્દોનો મોટો જથ્થો ગામડાંમાં વપરાય છે, પણ તેમને આપણા સાક્ષરો ગામડિયા કે ગ્રામ્ય ગણી હસી કાઢે છે, અથવા તળપદા શબ્દોની મજાક કરે છે, સ્થાનિક અને પ્રાંતિક શબ્દો માટે પણ અણગમો બતાવે છે. ગામડામાં જે બહુ અશુદ્ધ શબ્દો વપરાતા હોય તેને ભલે સુધારો કે છોડી દો; પણ એ વિષે ભાષાશાસ્ત્રી મી. બીમ્સ કહે છે કે “ગામડિયા બોલીમાં ભાષાનાં અધમ કે ભ્રષ્ટ રૂપો છે એમ માનવું તે ભૂલ છે. એવી બોલીઓ – શાખાઓ પ્રાચીન કાળથી ચાલી આવેલી બહુધા જણાય છે. તેમાંની એક સુધરે, તેમાં સાહિત્ય ઊપજે, કે બીજી ભાષાઓની મદદથી તે વિકાસ પામે; અને બીજીઓ તેમની મૂળ સ્થિતિમાં જ રહે; તથાપિ વિકાર પામ્યા છતાં ઘણીવાર શબ્દોનાં જૂનાં ને શુદ્ધ રૂપ જે ખેડાએલી બોલીએ છોડી દીધાં હોય, તે તેમણે જાળવી રાખ્યાં હોય છે. ભાષાની શાખાઓ–બોલીઓમાંથી ઘણું શીખવાનું મળે છે. શબ્દોનાં મૂળ અને વ્યાકરણપ્રયોગો શોધવામાં બોલીઓ ઉપયોગી થઈ પડે છે. દાખલા તરીકે ‘ભૂ’ (ભવામિ, ભવસિ, ભવતિ, ઇ.) ઉપરથી ‘હોના’ કેમ થયું. તે ભોજપુરીમાં ચાલતા ‘ભા’ ને ‘ભયા’ ઉપરથી શોધી કઢાય. કેટલીકવાર ભાષાની સ્થાનિક ખાસિયતો તેમાંથી મળી આવે છે, અને જણાવે છે કે “હિંદી જેમ સ્થાનિક શબ્દોના ભરણા માટે જાણીતી છે, તેમ પંજાબી, બંગાળી, મરાઠી ને ગુજરાતી પણ છે. સ્થાનિક શબ્દોનો સંગ્રહ કરવામાં આવે તો ભાષાનો કોશ ઘણો સઘન થશે. એવા શબ્દોની ખાસ ખૂબી એ છે કે તે ઘણું કરીને તેમનાં જૂનાં રૂપ બતાવે છે. હાલની ભાષાઓનું મૂળ ખોળી કાઢવાનું કામ સંતોષકારક રીતે પાર પાડવું હોય, તથા જો સંસ્કૃત અને આજની ભાષાના વચલા વખત ઉપર જે અંધકાર-પિછોડી છવાઈ રહી છે, તે દૂર કરવી હોય, તો ગામડાની બોલીઓ દ્વારા થઈ શકશે, એવી મારી ખાતરી છે. ઘણીવાર હલકા વર્ગોના મોંમાંથી નીકળતાં તુચ્છકારવા જેવાં વચનોથી અણધાર્યા તેમ અતિકઠિન પ્રકારના પ્રશ્નો (‘પ્રોબ્લેમ્સ’)નો નિકાલ થઈ જશે.”
વિદ્વાનો ગામડાના કે પ્રાંતિક શબ્દોને ભ્રષ્ટ ગણે છે; પરંતુ આધુનિક સર્વ આર્ય ભાષાઓ એક રીતે ભ્રષ્ટ જ છે. તેઓ પ્રાકૃતમાંથી અપભ્રંશ દ્વારા ઊતરી આવી છે. તેમાં ચાલતા શબ્દોને ભ્રષ્ટ કહેવા કરતાં કોમળ ને મધુર કહેવા જોઈએ. એમ છતાં જે અતિભ્રષ્ટ હોય, તેમાં થોડો સુધારો કરીને પણ તે વાપરવા જોઈએ. સેંકડો ને હજારો શબ્દો સુધાર્યા વગર ચાલી શકે એમ છે. જો સ્થાનિક ને પ્રાંતિક શબ્દો બીજા શબ્દો સાથે ભેગા કરવામાં આવે, તો ગુજરાતી કોશ એક લાખ કરતાં પણ વધારે શબ્દોનો થાય, એવો મારો અડસટ્ટો છે. જેને અતિભ્રષ્ટ ગણવામાં આવે, તે પણ ભાષાશાસ્ત્રીઓને કામના થઈ પડે છે. દાખલા તરીકે ગામડામાં બાળકોને બિવડાવી છાનાં રાખવા કહે છે કે ‘ઓ પેલા મણમઠિયાને બોલાવું કે?’ મણમઠિયો તે મન્મથનો અપભ્રંશ છે. દરો જમવાનું નોતરું આપતાં ‘અંગહનું કહું છું’ એમ બૈરાં બોલે છે. અંગહ તે અન્નગ્રસ (અન્ન=કાચું ધાન્ય–કૂલર વગેરે+ગ્રસ=ખાવું) ઉપરથી થાય છે. બેસતા વર્ષના દિવસને ઝાલ (ઝાર) પટોળાં કહેવામાં આવે છે. તે જુહાર પ્રતિપદા બતાવે છે. ‘પેલા ફળિયામાં ઝાવસોઈ મચી છે, ને પેલી પોળમાં આહીદોષ ચાલે છે.’ એ બંને શબ્દોનું મૂળ મોહોરમમાં વપરાતો યાહુસેન શબ્દ છે. (કદાચ અહીસોનું મૂળ પણ તેમ હશે.) નવાઈ સરખું તો એ છે કે અંગ્રેજ સિપાઈઓ (‘સોલજરો’) એ હુસેન-હોસેન શબ્દો સાંભળીને હોબસનજોબસન મોહોરમ તહેવારોને લગાડી દીધા. શબ્દ જેમ ભ્રષ્ટ કે વિકારી થાય છે, તેમ તેના અર્થમાં ફેર પડે છે, એટલે કેટલીક વાર તે ચઢતો ને ઘણીવાર ઊતરતો અર્થ બતાવે છે. કોઈ રજપૂતને ટેડાને બદલે તિર્યક્ કહીએ, કે બંકા-બાંકાને બદલે વક્ર કહીએ તો તે ગુસ્સે થઈ જશે. એ જ રીતે ખતરી – ખાતરીને ઠામે ક્ષત્રિય કે રાણા – રણાને ઠેકાણે રાજા વાપરીએ તે ચાલે નહિ. ગોરને ગરોડો; વિકારવુંને વકારવું, ભટ્ટ, ભટ ને ભાટ; પંડિત ને પંડ્યા; સ્નાન, સનાન, નહાવણ ને નાહ (નાસ), એ સમાનાર્થે વપરાતા નથી. પ્રાંતફેર શબ્દો લઈએ તો એક વસ્તુ માટે અનેક શબ્દો મળી આવે છે. દાખલા તરકે થોડા તાવને તપત, ધખણી (ઉત્તર ગુજરાતમાં), ધીકડી, બળાગર કહે છે. સ્ત્રીઓ ઓવારણાં ઉતારે છે તેને વારણાં, વારીજાઉં, બલા લઉં, હંમર (ઉ.ગુ.) કહે છે, કાછિયાને ઉ.ગુ.માં ખંભાર, ઢાકડો, ધાકડો, પસ્તાગિયો, અગરિયો કહે છે. કપડાં શીવનારને દરજી, સુઈ (સઈ), મેરાઈ, ગાંભુ, ચુકણ (ઉ.ગુ.); શેરડીના ચૂસવા લાયક કડકાને ગંડેરી (સુ) ગબવા–ગબુવા–(મધ્ય ગુ.) માદળિયો (કાઠી.) અને પીતાં–પૈતાં (ઉ.ગુ.); પૈસાને સવાકો-દોઢિયું (સુ), જંઈ, જનાદી, જનાવાદી (મધ્ય ગુ.) અને કાવડિયું (કાઠી); એ સર્વ એક અર્થે ચાલે છે. વળી બચ્ચી, ચૂમી, બોકી, બોસો, કોકા (ઉ.ગુ.) સમાનાર્થ છે. એક ઠેકાણે ઢગ એટલે બહુ, બીજે સ્થળે વાદળાં, ને ત્રીજી જગાએ બળદિયો કહેવાય છે. જાડી હલકી ડાંગરને સુરત તરફ કડો, પૂર્વ ને ઉત્તર ગુજરાતમાં વરી, મધ્ય ગુજરાતમાં સાઠી અને કાનમમાં ઢુંઢણી કહે છે. કેટલીક વાર એક પ્રાંતના શબ્દ ઉચ્ચારતાં બીજા પ્રાંતવાળાને હસવું આવે છે. મોટા વાંદરાને મેં બૂઢ (વૃદ્ધ ઉપરથી) કહ્યો તેથી સુરત જીલ્લાના સાંભળનાર હસી પડ્યા. સુરત તરફથી એક બાઈએ વડોદરા સ્ટેશને કહ્યું કે મારી છોકરી વીઆઈ છે, તેથી સાંભળનારા હસવા લાગ્યા. સારા ઘરની દીકરીને છોકરી કહેવા જતાં કાઠિયાવાડના લોકોને માઠું લાગે છે. સ્થાનિક અને પ્રાંતિક શબ્દોની સંખ્યા ઘણી મોટી છે, તેમાંથી થોડાક દાખલા નીચે આપું છું; એમાંના કોઈ શબ્દ બીજા પ્રાંતમાં પણ વપરાય છે.
ઉત્તર ગુજરાત અર્થ કાઠીઆવાડ અર્થ
કીચુડિયું હિંદોળો પારેઠ આખડી ગાય
ખોટ ઢેકું વરોલ વાંઝણી
જેદર ઘેટું સોડવું સડવા, હોહવા દેવું
ટૂંબો મહેણું રેઢું રવડતું
તીરથ ગધેડું હટાણા બજાર ખરીદી
તોલડ મૂર્ખ અભોલ ઠોઠ
પખાલ જુલાબ ડટ્ઠર બહેર મારી ગયેલ
પેંડાર ગોવાળિયો ગભુ છેક નાની
ભેંડો તડાકો ઉકરાટા કમકમી
મગદળિઓ ખોટી સાક્ષી ખીસર ઉતરાણ
પુરનાર
વહાવું ધોળપું ટબુડી ટોયલી
ફોકો રબારી ધડકી ગોદડી
રાયલી ગોદડી કાટલાં વસાણાના લાડુ
રાઘો ઘેલછાવાળો બજર તમાકુ
રેડો વાછડો ખીજડો સમડો
દક્ષિણ ગુજરાત અર્થ પૂર્વ ગુજરાત અર્થ
ઘરેડ ચીલો સઢો ખપરડાથી આંતરો
ભરી લેવો તે
ગાલ્લી નાની ગાડી કડા વાંસના ખપરડા
અથવા ૩૦ મણ
આંક ધરી ચોપાડ પરસાળ
પોરિયો છોકરો મનખ દાસી, ગોલી
કેથે કહીં વડારણ સદર
વીરભોણ વીરણ ભમરલાલ બાલ કુમાર
કાછો ઘરપાસેનો વાડો ઓઠણ નવાણ પાસે
ઢોર બેસવાની જગા
ફદિયું પૈસાથી હલકુ નાણું
ઝાંસવું નાખવું ઉસ નખોદ
ઉંબાડિયું ઉંધિયું બણગુ હીક, સણક
વાંકડો પહેરામણી ધોયરો ચંદન ઘો
સુપડાં આણું વળાવતાં ભામ ચામડાં માટે મરેલાં
કન્યાને આપે છે તે ઢોર લઈ જવાનું
કાસ
ખાંજણ છીછરી ખાડી ખાજરુ લગ્ન વેરો ખેડૂતો
પાસે
ભાત ડાંગર દાંતી ડુંગરી
થર ચૂડાનો તિરિયો સફેદ ચળકતો
પત્થર
છાપોર જમીન પર તરી
આવેલી પત્થરની
છાટ
મધ્ય ગુજરાત અર્થ મધ્ય ગુજરાત અર્થ
કંટવાં ચોથિઉં થોલ લાગ
ઝુલડી નાની અંગરખી વાલરુ વાલ, ચોળા, તુવેર
આંગલું વગેરેનું ભેગું વાવણુ
જેહુ-જેસુ ધૂળ નઘરોળ બેદરકાર
ધાબું મોટું કુલ્લું ચોબગળુ ચારચેણવાળી બંડી
તરછટ તદ્દન જગધું છોકરું
સરોતરી વાજબી કુચલમારી ફિસાદ
બરછટ કરકરું દરબલી નાની કોઠી
અંગ્રેજી શબ્દોના અર્થ આપતાં (કીડ) એટલે બકરીનું બચ્ચું, (લેમ્બ)–ઘેટાનું બચ્ચું, (કાઉહર્ડ)–ગાયનું ટોળું એવું મુંબઈના એક લખનારે છાપ્યું હતું; કેમ કે બકરીના બચ્ચાને લવારું ઘેટાના બચ્ચાને હલવાન, ગાયના ટોળાને ગોર, ધણ (કાઠિ.) કહે છે તે તેના જાણવામાં નહિ હોય. કાઠિયાવાડમાં બળદના ટોળાંને બાળદું અને ભેંસના ટોળાને ખાડું કહે છે. ઉત્તર ગુજરાતમાં ઊંટના બચ્ચાને બોતડો કહે છે. સંસ્કૃતમાં પોત (કરિપોત) એ હાથીના બચ્ચાનું અને હસ્તિક એ હાથીના ટોળાનું નામ છે. (પેરેપેટ વોલ)ને કાઠિયાવાડમાં હૈયારખી કહે છે, (હેમલેટ)ને (પૂ.ગુ.માં) મુઆંડું, (કેચમેંટ)ને આવણું, કાઠીઆવાડમાં (શોપિંગ)ને હટાણું, પૂ.ગુજરાતમાં (ર્ક્વોર્ટ્ઝ)ને તિરિયો, ટુવાલને અંગુછો-અંગલુછો (ચરોતર) તથા હજુરિયો (ચરોતર) કહે છે. ઊભા રહેવું, નાતરું કરવું એવા બે શબ્દને ઠામે ઊભવું, ઘરગવું એવા કાઠિયાવાડી એક શબ્દથી ચલવી લેવાય છે.
પ્રાચીન કવિઓ ગામડાના ને પ્રાંતિક શબ્દો તથા રૂપો છૂટથી વાપરતા અને તે અદ્યપિ મૂળ રૂપે કે થોડા ફેરફાર સાથે ચાલે છે. દાખલા તરીકે પદ્મનાભ, ભીમ, શિવદાસ, મુનિશ્રી ગંગવિજયના ગ્રંથોમાંથી થોડાક નીચે આપું છું.
‘કાન્હડદે પ્રબંધ’ – પાહિ–પાહે (પાસે); રિખી–રિસી–રૂસી; સુધી–સીધી; પીઆરા–પરાયા; તિણી–તિણે–તેણે; કેથું–કેથે; પાતિગ–પાતક; સરૂપ–સ્વરૂપ; આજ–હજી; વખ્યાત–વિખ્યાત; માડિસી–માંડીશ; પઈસિ–પેશી.
‘ષોડશ કળા’ – ભેમ–ભીમ; વેનતિ–વિનતી; આક્ષાન–આખ્યાન; ચુથી–ચોથી; માગેસ–માગીશ; કરેશ–કરીશ.
‘હંસા ચારખંડી – સાબધી–સર્વ; કુણ–કોણ; પછે–પછી; દખી–દુઃખી: ભેભીત–ભયભીત; થાશું–થઈશું; કરતો–કરત; લાવિશ–લાવેશ; ગણેશ–ગણીશ.
‘કુસુમશ્રી રાસ’ – વેંટી–વીંટી; ખિણ–ક્ષણ; કિમ–કેમ; પરજા–પ્રજા; ઉપગાર–ઉપકાર; કહેસ–કહીશ; આંખ્યું–આંખો; વખારૂં–વખારો
વળી ‘મુગ્ધાવબોધ ઔક્તિક’માં આપેલાં રૂપ, જેમાં લહિયાથી બગાડ થયો નથી, અને જે પંદરમા શતકના મધ્ય ભાગમાં વપરાતાં તેમાંનાં થોડાંક વિશેષ મુકાબલા માટે નીચે આપ્યાં છે.
પ્રાચીન રૂપ ગામડિયા રૂપ સં. મૂળ
તિહાં તિહાં તત્ર
જિહાં જીહાં યત્ર
કાલિ કાલીં કલ્યે
ગિઈ ગીઈ ગત
અજી અજી-હજી અદ્યાપિ
દૂઉં હુઉં અસ્તુ-ભવતુ
ઓલિઉ આલ્યું અર્વાચીન
હવડાં હવડાં–અવણાં અધુના
માહરઉ માહરો મમ
ઊપિલું ઉપિલું-ઉફેરૂં ઉપરિતનં
અનેરઇ દીસિ અનેરે દીસે અન્યેદ્યુસ
કેટલીક વાર શહેરી કરતાં ગામડિયા શબ્દો વધારે શુદ્ધ હોય છે. જુઓ પિતૃષ્વસ ઉપરથી પ્રાકૃત પુપ્ફા ઉપરથી ફઈ, ફઈઅર (જૈન સાહિત્ય) ફુઓ, (હીંદીમાં ફુફી-ફફુ) ને શહેરીમાં ફોઈ. કુત્ર – કેત્થે (સુતર ભણી), ક્યાં–ક્યહાં (શહેરી), ભૂમિ–ભુંઈ, ભોં, ભોમ અને શહેરી ભોંય, કાઠિયાવાડ ચાંદલો ને આપણો ચાંલ્લો. આપણી ચકલી ને સુરતી ચલ્લીમાંથી કયો શબ્દ શુદ્ધ?
વિદ્વાનો જો ટીકા કરવાને બદલે તળપદા ને પ્રાંતિક શબ્દોને પસંદ કરે, તો તેમનું અનુકરણ બીજાઓ જરૂર કરશે. એક સાક્ષરે પમરવું જેવો ભ્રષ્ટ શબ્દ વાપર્યો; કે તે બીજાઓએ ઝડપી લીધો. એ જ રીતે મહેકવું, મઘમઘવું, સોડવું, સોડમ, બોહડો જેવા શબ્દો પણ વાપરવામાં આવી શકે. બસેં ત્રણસેં વર્ષ થયાં પેટીપટારા સેવતો “અનેરો” શબ્દ એકે પસંદ કર્યો. તેને બીજાઓએ વધાવી લીધો. એવીજ રીતે મુદ્દા, હેલામાં, ઉધડકવું, ઉચલવું, પયાસ, આફણીએ આપોપું, લાછ, ક્યહું વગેરે પ્રાચીન કવિઓએ વાપરેલા શબ્દો ઉપયોગમાં લેવાય. સ્વ. ઝવેરીલાલે ‘ઉભે છે એલો’ પ્રયોગ શકુંતલા નાટકમાં પ્રથમ વાપર્યો ત્યારે તે વિષે ટીકા થઈ હતીઃ પણ તે વપરાશમાં આવતો થયો છે. એક વિદ્વાને પરકંબા શબ્દનો ઉપયોગ કર્યો, તે બીજાઓને નાપસંદ પડ્યો, પણ ગુજરાતીમાં તો પરકમ્મા (જૈન સાહિત્યમાં પણ) ને પરકંબા શબ્દો જ ચાલે છે. કોઈ પરિક્રમણ નથી કહેતું. એક સાક્ષરે “પાશેરામાં પહેલી પૂણી” એવી ઘરગથુ કે બૈરાંની કહેવત કામમાં લીધી, તો બીજાઓ આંટી ઉકેલવી કોકડું ઘૂંચાયું, પેટ બાળીને સાંચ્યું ને દીવો બાળીને કાંત્યું, પાયો ટેર્યો, ટાપશી પૂરી જેવી કહેવતોને ઉપયોગમાં લેશે. આમની સભામાં રાજકીય ભાષણ આપતાં એક વિદ્વાને આંટ ઉકેલવી (‘ટુ અન્રેવલ ધી સ્કીન’) એવી કહેવત વાપરી હતી. જોનસન અને મેકોલે જે લાતિન અને ગ્રીક શબ્દોનું ભરણું કરીને પ્રૌઢ કે સંસ્કારી ભાષા લખતા હતા, તેમના વારા વહી ગયા છે. હવે ભાષણો, લેખો ને પુસ્તકો સાદી ભાષામાં જ લખાય છે (જુઓ કેમ્બ્રિજનાં વિજ્ઞાન સંબંધી નવાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો). સ્વતંત્ર સંસ્થાનના નામાંકિત પ્રમુખ વિલ્સન રાજકીય જેવા કઠણ વિષયો બહુ સાદી ભાષામાં લખે છે.
કોઈ વાર એમ કહેવામાં આવે છે કે સાદી ભાષા એ વિચારવાની સાદાઈ–ગરીબી બતાવે છે, તેની વિરુદ્ધ ઉપલાં દૃષ્ટાંત બસ થશે.
સાદી ભાષાની તરફેણમાં મેં ઘણા ઉતારા આપ્યા છે, કેમ કે મારું દૃઢ મત એવું છે કે જનસમૂહના હિતને અર્થે સાહિત્યનો મોટો ભાગ એવી ભાષામાં હોવો જોઈએ. મારો હેતુ સાક્ષર વર્ગને ગેરઇનસાફ આપવાનો નથી. અંગ્રેજીમાં જે અર્થે ‘મેન ઓફ લેટર્સ’ વપરાય છે, તે જ અર્થે સાક્ષર શબ્દ વપરાય છે, અને તેનો અર્થ ભણેલા–વિદ્વાન એવો થાય છે; પછી ભલે તે સંસ્કૃત, અંગ્રેજી, ફારસી કે અન્ય ભાષાનો વિદ્વાન હોય. એમ છતાં હાલ ગુજરાતીમાં કેટલાક લોક સાક્ષર એટલે સંસ્કૃત જાણનાર વિદ્વાન એવો અર્થ કરીને તેમને નિંદે છે પણ ખરા; પરંતુ એ તેમની ભૂલ છે. સંસ્કૃત જાણનાર લેખકો ભાષાના ભૂષણ રૂપ છે. તેમને માટે હું ઊંચું મન અને ભારે માન ધરાવું છું. આજ સુધી તેમણે બજાવેલી સેવા પ્રશંસાપાત્ર છે. સ્વ. મનઃસુખરામ, ગોવર્ધરામ, મણિલાલ દ્વિવેદી, વગેરેએ સાહિત્યની ઉત્તમ સેવા બજાવી તેમ હાલના સાક્ષરો પણ માતૃભાષા પ્રત્યે પોતાનું કર્તવ્ય રૂડી રીતે બજાવી રહ્યા છે; કેટલાક સાક્ષરો સાદી ભાષામાં, કેટલાક વચલા વચલા વડની ભાષામાં અને કેટલાક સંસ્કારી ભાષામાં અમુક હેતુથી લખે છે. આ પરિષદની સ્થાપના અને અસ્તિત્વ આપણા સાક્ષરોને જ આભારી છે. સંસ્કારી ભાષા લખનાર પણ ધારે તો સાદી ભાષામાં લખી શકે, કેમ કે તેમણે ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરેલો હોય છે; અને તેથી જ તેમને મારી નમ્ર વિનંતી સાદી ભાષા તરફ પણ વલણ કરવા માટે છે. સંસ્કૃતમય અથવા પ્રૌઢ ભાષામાં પણ થોડા સાહિત્યની અગત્ય છે, એમ હું જણાવી ચૂક્યો છું.
<br>
<br>
<center>'''જૈન સાહિત્ય'''</center>
અપભ્રંશથી માંડીને જૂની ગુજરાતીમાં તથા નવી ગુજરાતીમાં જૈન સાહિત્ય વિશાળ છતાં તે ઉપર આજ સુધી ઘણું થોડું લક્ષ અપાયું છે. ગુજરાતીમાં ‘પ્રાચીન કાવ્યમાળા’, ‘બૃહત્ કાવ્યદોહન’ અને બીજાં પુષ્કળ પુસ્તકો પ્રસિદ્ધ થતા સુધી જૈન ભાઈઓ જાગૃતિમાં આવ્યા નહિ; પરંતુ હવે તેમની આંખો ઊઘડી છે. રાજકોટમાં ભરાયેલી પરિષદમાં રા. મનઃસુખ વિ. કીરતચંદ મહેતાએ જૈન સાહિત્ય વિષે વાંચેલા નિબંધ અને સુરતની પરિષદમાં વાંચેલો સ્વ. દલાલનો નિબંધ એ બંનેએ જૈન સાહિત્ય ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પ્રાચીન કાવ્યમાળામાં ‘શીલવતી રાસ’ છપાયા પછી કેટલાક છૂટા ગ્રંથ બહાર પડ્યા છે, પૈકી ‘જૈન કાવ્યદોહન’ પ્રથમ ભાગ રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાએ, ‘ઐતિહાસિક રાસમાળા’ (પ્રથમ પુષ્પ) અધ્યાત્મજ્ઞાનપ્રચારક મંડળીએ, ‘માધવાનળની કથા’ ‘સાહિત્ય’ માસિકે, ‘વિમળપ્રબંધ’ રા. મણીલાલ બકોરભાઈએ છપાવ્યા છે. વળી, શ્રી. ‘આનંદકાવ્યમહોદધિ’નાં મૌક્તિકો રા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ પ્રસિદ્ધ કરવા માંડ્યા છે. પરંતુ આ તો માત્ર ચંચૂપ્રવેશ ગણી શકાય. રા. મનઃસુખલાલે ‘જૈન રાસમાળા’ની પ્રથમ ટીપ છપાવી તેમાં ૩૬૩ પુસ્તકોનાં નામ આપેલાં છે, અને તે પછી તેની પુરવણી રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ સં. ૧૯૭૦માં પ્રગટ કરી, તેમાં બીજા ૨૭૮ ગ્રંથનાં નામ જાહેર થયાં છે. એ શિવાય હજી બીજા ઘણા ગ્રંથ જૈન ભંડારમાં ને અન્યત્ર પડી રહેલા છે. રા. મોહનલાલ જણાવે છે કે જૈન કાવ્યસામગ્રી એટલી બધી છે કે ગુજરાતી છાપખાનામાં પ્રગટ થયેલ ‘બૃહત્કાવ્યદોહન’ જેવા ઓછામાં ઓછા સો ભાગ સહજ પ્રગટ થઈ શકે એમ છે, કે જૈનોએ ગુર્જર સાહિત્ય ઓછું ખિલવ્યું નથી, બલ્કે જૈનેતર પ્રજા કરતાં પણ અનેકધા વિશેષ ખિલવ્યું છે.
જૈનબંધુઓ સમૃદ્ધિવાન છે, તેથી આશા રાખવામાં આવે છે કે તેમના બાપદાદાઓએ રચેલા તથા ભંડારોમાં સાચવી રાખેલ ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કરવામાં તેઓ પાછી પાની કાઢશે નહિ. જૈન સાહિત્ય જેમ ભાષાનો ઇતિહાસ ને વિકાસ જાણવા માટે અગત્યનું છે, તેમ તેમાંના ઇતિહાસ, રાસા, પ્રબંધ, ચરિત્ર અતિ ઉપયોગી થઈ પડે એમ છે. વાર્તાઓમાં ‘વિક્રમચરિત્ર’, ‘વૈતાળપંચવીસી’, ‘નંદબત્રીશી’, ‘પંચદંડ’ અને ‘સિંહાસન બત્રીશી’નાં નામ જોતાં એમ લાગે છે કે કવિ સામળભટને આપઉઠાવથી ગ્રંથોનું વસ્તુ ઉત્પન્ન કરવાનું જે માન આપવામાં આવે છે તે યોગ્ય છે, કે તેમણે વસ્તુ જૈન ગ્રંથોમાંથી લીધાનો સંભવ છે? આમ જણાવીને સામળ સરખા પ્રથમ વર્ગના કવિની મહત્તા ઘટાડવાનો મારો હેતુ નથી. એમ તો જૈન કવિઓ – સમયસુંદર, મેઘરાજ, ઋષિવર્દ્ધન અને હર્ષરત્ને ‘નળદમયંતી રાસ’ રચ્યા છે. તેથી કવિ ભાલણે અને પ્રેમાનંદે ‘નળાખ્યાન’ વસ્તુ સદર જૈન કવિઓનું લીધું હશે એવો તેમના પર આરોપ મૂકી શકાય; પરંતુ જૈન અને જૈનેતર કવિઓએ મૂળ વસ્તુ મહાભારતમાંથી લીધેલ જણાય છે.
કેટલાક જૈનબંધુઓ નરસિંહ મહેતાને આદિ કવિ ગણવાની ના પાડે છે; કારણ કે મહેતાની પૂર્વે જૈન કવિઓ ઘણા થઈ ગયા છે. આદિ કવિ ગણવામાં જેમ કાળ મુખ્ય ભાગ લે છે, તેમ જેની કવિતા ઘેર ઘેર પ્રસરી ગઈ હોય, એટલે દેશમાં સર્વત્ર સામાન્ય થઈ ગઈ હોય તે આદિ પદને વધારે શોભે છે. વળી જૈન કવિઓની પેઠે જૈનેતર કવિઓ નરસિંહ મહેતા પૂર્વે થયા હતા એ વાતે અજવાળામાં આવતી જાય છે. જો જૈન બંધુઓની પેઠે બ્રાહ્મણધર્મીઓને રાજ્યાશ્રય મળ્યો હોત અને તેમણે ગ્રંથો સાચવી રાખવાની કાળજી રાખી હોત તો તેમના પણ ઘણા પ્રાચીન ગ્રંથો હયાતી ભોગવતા હોત. બ્રાહ્મણધર્મીઓના ગ્રંથભંડાર પ્રભાસપાટણ વગેરે સ્થળે હતા, તેમનો નાશ અલ્લાઉદ્દીન ખૂનીએ કર્યો હતો, એમ છતાં જૈન ધર્મીઓએ ગુજરાતી સાહિત્યની અનુપમ સેવા બજાવી છે એમાં શક નથી, અને તેને માટે સાહિત્યપ્રેમીઓ તેમને ધન્યવાદ હમેશ આપશે.
ખેદકારક વાત એ છે કે ધર્માંધપણાથી દોરાઈને લોકો અન્ય ધર્મ કે પંથના પુસ્તકો ઉપર દૃષ્ટિપાત પણ કરતા નથી. સાહિત્યને ધર્મ સાથે સંબંધ રાખવાની જરૂર નથી, તેમ ધર્મના સંબંધ વગરના પુસ્તકો વાંચવાને તો બાધ પણ હોઈ ન શકે.
જૈન બંધુઓમાં પંડિત બહેચરદાસ, પંડિત લાલન, રા. જીવણચંદ ઝવેરી, રા. ગોકુળદાસ, વગેરે વિદ્વાનો અને યોગનિષ્ટ શાસ્ત્રવિશારદ શ્રી. બુદ્ધિસાગરસૂરિ (જેમના બાવન ગ્રંથ બહાર પડી ચૂક્યા છે), પૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિ, વગેરે જૈનાચાર્યો પ્રાચીન અને અર્વાચીન સાહિત્યમાં ઘણો વધારો કરશે એવી આશા છે.
<br>
<br>
<center>'''પારસી સાહિત્ય'''</center>
પારસી લોકો પોતાનો દેશ છોડી સંજાણ આવ્યા, ત્યારે ત્યાંના રાજાની આજ્ઞાનુસાર પોતાની પેહલવી અને પાજંદ ભાષાનો ત્યાગ કરીને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને જે જે સમયે જેવી ગુજરાતી ચાલતી હતી, તે તે સમયે તેવી ગુજરાતી તેઓ વાપરતા ગયા. તેમનો સહવાસ શરૂઆતમાં હલકા તથા ગામડિયા લોકો સાથે વિશેષ હોવાથી તથા ગુજરાતી પોતાની મૂળની ભાષા ન હોવાથી તેઓ અશુદ્ધ ગુજરાતીનો ઉપયોગ કરે એ દેખીતું છે. મોબેદ નેર્યોસંગ ધવલ, જેઓ હજારેક વર્ષો ઉપર થઈ ગયા, તેમણે ‘ઇજસ્ને’ના એક ભાગનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું. તેની છેવટમાં સંસ્કૃત સાથે ગુજરાતી ભાષા ભેળવી છે તે કદાચ પાછળથી કોઈની કૃતિ હોય એવો શક રહે. તેથી તે વાત આપણે છોડી દઈશું. પરંતુ પારસી લેખકોએ સં. ૧૪૭૧માં ‘ખુર્દ અથસ્તાર્થ’, અને સં. ૧૫૦૭માં ‘અર્દાગ્વીરા’ તે વખતની ચાલતી ભાષામાં લખેલ છે, એવું રા. નરસિંહરાવે ‘વસંત’માં છપાવ્યું છે. સં. ૧૫૭૬નો રાણા સંગને વજીફો ભેટ કર્યાનો દસ્તાવેજ તથા દીવમાં રહેતા પારસીઓ ઉપર નવસારીથી લખાયેલો પત્ર એ બે મેં ‘વસંત’માં આપેલા છે. વળી સં. ૧૭૩૯ અને સં. ૧૭૪૬ના બે નમૂના રા. પાહલનજી દેસાઈએ પોતાના લેખમાં પ્રસિદ્ધ કર્યા છે તથા તેમણે આજથી ૨૩૩ અને ૨૨૮ વર્ષ પર રચાયેલા ‘સ્યાવકનામા’ તથા ‘જરતોસ્તનામા’માંથી કવિતાના નમૂના એ લેખમાં આપેલ છે, તે ઉપરથી પારસીભાઈઓ પણ હિંદુઓની માફક પાંચસો વર્ષથી જૂની ગુજરાતીમાં લખતા આવ્યા છે એવી ખાતરી થશે.
<br>
<br>
<center>'''નવી ગુજરાતી'''</center>
નવું સાહિત્ય ઉત્પન્ન કરવાનું પ્રથમ માન પારસી ભાઈઓને ઘટે છે; કેમ કે બાપુદેવ શાસ્ત્રીએ ‘ઇસપનીતિ’નું ભાષાંતર સન ૧૮૨૮માં પ્રગટ કર્યું, તે અગાઉ મી. ફરદુનજી મરજબાને સ. ૧૮૧૪માં પ્રથમ છાપખાનું કાઢ્યું, અને ગુજરાતીનાં બીબાં પોતાને હાથે તૈયાર કર્યાં; તેમજ તેમણે સન ૧૮૨૧માં ‘મુંબઈ સમાચાર’ નામના વર્તમાનપત્રને જન્મ આપ્યો. સન ૧૮૪૮માં જ્ઞાનપ્રસારક મંડળીએ ‘જ્ઞાનપ્રસારક’ નામનું માસિક બહાર પાડ્યું, તથા એ મંડળીમાં ઉપયોગી વિષય ઉપર ભાષણો ગુજરાતીમાં આપતાં હતાં. એ સંસ્થાના સરનશીન હિંદના દેશભક્ત દાદાભાઈ નવરોજી હતા. હિંદુઓની બુદ્ધિવર્ધક સભા ને તે નામનું ચોપાનિયું એ પછી આઠ વર્ષે હયાતીમાં આવ્યાં હતાં. સન ૧૮૫૭માં ચૌદ વર્તમાનપત્રો બહાર નીકળતાં હતાં, તેમાંનાં માત્ર બે – ‘સત્યપ્રકાશ’ અને ‘સમશેર-બહાદુર’ સિવાય બાકીનાં સર્વ પારસીઓ કાઢતા હતાઃ એમાં રોજંદાં ત્રણ હતા, ને તે ત્રણે પારસીઓનાં હતાં. ‘રાસ્તગોફ્તર’ સ. ૧૮૫૨માં જન્મ પામ્યું. મહિલાઓને માટે ‘સ્ત્રીબોધ’ નામના માસિકને જન્મ આપનાર પણ પારસી જ હતા. આજથી આઠેક વર્ષ ઉપર તપાસ કરી, ત્યારે એકલા પેટિટ ઇન્સ્તિત્યુતમાં પારસીઓના રચેલા ગ્રંથ પાંચસેં જોવામાં આવ્યા હતા, મતલબ કે પારસીઓનું નવું સાહિત્ય વિશાળ છે.
‘ભારતનો ટંકાર’નું વિવેચન કરતાં રા. રંજિતલાલ પંડ્યા લખે છે કે “ગુજરાતના સાહિત્યનો કોઈ પણ ભાગ જો ગુજરાતી સાહિત્યના રસિકોને સૌથી વધારે અજ્ઞાત હોય, તો તે ગુજરાતનું પારસી સાહિત્ય છે.” તે વિદ્વાન વળી જણાવે છે કે “અત્યંત આવેગભર્યું, અત્યંત રમતિયાળ અને અત્યંત હસમુખુ ગુજરાતનું પારસી સાહિત્ય શુદ્ધ ગુજરાતના સાહિત્યની અત્યંત ઉપયોગી પુરવણી કરે છે.”
પારસીઓને માથે એવો દોષ મૂકીએ છીએ કે તેઓ બહુ અશુદ્ધ ભાષા લખનાર છે. તેમની અશુદ્ધતાના કારણ મેં પૂર્વે દર્શાવ્યાં છે. આપણે પોતે ઘરઘરની જોડણી, પ્રયોગો અને અશુદ્ધ શબ્દો પણ વાપરનારા છીએ. એ વાત લક્ષમાં રાખવા જેવી છે કે તેમને આપણે ઉત્તમ પ્રતિનાં કોશ, વ્યાકરણ વગેરે પ્રમાણભૂત સાધનો પૂરાં પાડ્યાં છે પણ ક્યાં? પારસીઓએ શરૂઆત અશુદ્ધ લખાણથી કરી હતી, પણ તેમાં દિવસે દિવસે ઘણો સુધારો થતો આવ્યો છે, અને રા. કાબરાજી જેવાના પ્રયાસથી ગુજરાતીનો સારો અભ્યાસ કરનાર લેખકોથી તેમની ભાષા સુધરતી ચાલી છે. માત્ર અશુદ્ધતાને કારણે તેમના સાહિત્યની અવગણના કરવી યોગ્ય થશે નહિ, તેમ તેમનું સાહિત્ય કેવળ અલગ પડી જાય એ પણ ઇચ્છવા લાયક નથી. આપણે તેમના સાહિત્યની દરકાર કરતા નથી, તેમ આપણાં સંસ્કૃતમય નવા સાહિત્યની તેઓ દરકાર રાખતા નથી. આવી ન ઇચ્છવા લાયક સ્થિતિ દૂર કરવા માટે રા. નરસિંહરાવ પોતાના ભાષણમાં ભલામણ કરે છે કે “પારસી લેખક બંધુઓ સંસ્કૃત તેમજ ફારસીનો સંસ્કાર પ્રાપ્ત કરશે, અને બીજે પક્ષે આપણે કેવલ આડંબર માટે જ સંસ્કૃતમય શૈલીનો આશ્રય કરતા અટકીશું, તો બંને પક્ષ વચ્ચેનું અંતર કાળક્રમે તૂટશે.” આ કીમતી સલાહ ઉભય પક્ષ ધ્યાનમાં લે તો કેવું સારું? અમારા સાક્ષરોએ પ્રથમ પહેલ કરવી જોઈએ, પરંતુ તેની શરઆત “નવજીવન” સિવાય અન્યત્ર થયેલી જોવામાં આવતી નથી. ઊલટું તેમનું અનુકરણ કરવાનો પવન ટૂંકભંડોળિયા હિંદુ લેખકોમાં સંચરવા લાગ્યો છે. પારસી ભાઈઓની ભાષામાં આવકારદાયક ફેર પડેલો જોવામાં આવે છે. સાહિત્યસભાઓની માફક મુંબઈનું પારસી લેખકમંડળ કંઈ કંઈ ઉપયોગી કામ કર્યે જાય છે. પારસી લેખકો સ્વ. મલબારી, સ્વ.તારાપુરવાળા, સ્વ. જહાંગીર પોલીસવાળા, રા. ખબરદાર, રા. પાહલનજી દેશાઈ, ડો. જીવણજી મોદી, દા. ધનજીશાહ, રા. રતનજી શેઠના, ખા.બા. દલાલ, રા. મહેરવાનજી આદરજી, રા. બહેરામજી મહેરવાનજી, રા. હોરમજી દોસાભાઈ, મિસીસ કાબરાજી, મિસ પાલમકોટ, વગેરેના જેવી લખવામાં કાળજી રાખનારા ઘણા પારસી બંધુઓ તૈયાર થશે, તો પારસી ગુજરાતી સુધર્યા વગર રહેશે નહીં. કેટલાક હિંદુ સાક્ષરોની પેઠે કેટલાક પારસી સાક્ષરો ફારસી-અરબી ઘણા શબ્દો વાપરવામાં તથા તદ્ભવ શબ્દોને સુધારવામાં માન સમજે છે, પરંતુ તે બરાબર નથી.
<br>
<br>
<center>'''મુસલમાની સાહિત્ય'''</center>
ગત પરિષદ વખતે રા. નરસિંહરાવે ઇસારો આપતાં સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃતાન્ત’માંથી બે નમૂના વાનગી દાખલ આપ્યા છે. એક વૃદ્ધ ખોજા સ્ત્રીના ભજનોનુ પુસ્તક પોતા પાસે છે, એમ તેમણે જણાવ્યું છે. મુસલમાની સાહિત્ય વિષે ભાગ્યે જ કોઈ કંઈ જાણે છે, તેથી તે વિષે કંઈક વિસ્તારથી કહેવાની મને જરૂર લાગે છે.
<br>
<br>
<center>'''ખોજા સાહિત્ય'''</center>
ખોજાઓ મૂળ હિંદુઓ હતા. તેમનામાં મુખ્ય બે ધર્મ ચાલે છે. ૧. આગાખાની ને ર. ઈસના અશરી (બાર ઈમામને માનનારા). એ સિવાય કેટલાક સુન્ની, સ્વામિનારાયણિયા, ભગત, મસ્જીદિયા, ખાનાઈ, તનાસરી, વગેરે છે. આગાખાની પંથનાં મૂળપુસ્તકો સિંધી લિપિમાં છે, અને તેની ભાષા ગુજરાતી, કચ્છી અને સિંધીથી ભેળસેળ થયેલી છે. તેઓ પોતાને સતપંથી કહેવડાવે છે. અને પીરાણા (અમદાવાદ પાસે)નો ધર્મ પણ સતપંથના નામથી ઓળખાય છે. કેટલાક કહે છે કે તે આગાખાનીમાંથી પેદા થએલો છે. ‘સતપંથ’ શાસ્ત્ર જે રા. એદલજી કાબાએ છપાવ્યું છે, તે સિંધી લિપિમાંથી ઉતારેલું છે, અને તેમાં જે પીરોનાં નામ જણાવ્યાં છે, તેમાંના પીર ઈમામુદ્દીન – ઈમામશાહ – એ પીરાણા પંથના સ્થાપક છે, એમ જણાય છે. ‘સતપંથ’ ગ્રંથમાં પીરોની કવિતા છે, તેમાં ઈમામુદ્દીન કૃત ‘નારાયણના દશ અવતાર’ વાંચનારનું ધ્યાન વિશેષ ખેંચે છે. તેની ભાષા ક્લિષ્ટ છે. એ ગ્રંથ પૈકીના દશમા અવતારનું લેખી પુસ્તક કાવિઠાના પંડિત કાલીદાસ નાથાભાઈ તરફથી કુરાઈના શેખ મૂળજી હીરાભાઈ મારફત મળ્યું (બીજા કેટલાક લેખી ગ્રંથો સાથે). ભાષા શુદ્ધ ને સારા અક્ષરે લખેલી છે. ખોજા કે પીરાણા પંથના ગ્રંથોમાં સાલ આપેલી હોતી નથી. રા. કાબા જણાવે છે કે તેમના જૂના ગ્રંથ ઘણું કરીને ૧૦૦ વર્ષ પૂર્વના નથી. ‘સતપંથ’ ગ્રંથને શાસ્ત્ર ગણવામાં આવે છે. તેમાં પીરોની કવિતા છે. પીર નુરૂદ્દીન, પીર કબીરૂદ્દીન અને પીર ઈમામુદ્દીન એ મુખ્ય છે. દશ અવતારમાં હિન્દુઓના મચ્છ કચ્છ આદિ નવ અવતાર વર્ણવી દશમો અવતાર અરબસ્તાનમાં મહંમદ પેગંબરનો થયો એમ જણાવ્યું છે. પીર સમસુદ્દીને ૨૮ ગરબીઓ નવરાત્રીમાં ગાવા માટે રચી છે. મુમુન ચેતામણી, ચંદ્રભાણ, સુરભાણ, રાજા ગોપીચંદ આખ્યાન, વગેરે બાબતો સમાવી છે, આ સિવાય ખોજા કોમમાં ગવાતાં ધોળ, આરતીઓ, વગેરે ‘ખોજા સર્વસંગ્રહ’માં આપેલ છે. તેમાં હિંદુસ્તાની ભાષા પણ વપરાઈ છે. સમસુદ્દીનની ગરબીઓમાંથી થોડીક કડીઓ આપું છું.
ગુરૂ આવીઆ બીજી રાત કે આવી નાચીઆરે લોલ,
તારે બોલીયા મીઠા બોલ કે અંબરત વાણીમારે લોલ;
તમે સુણજો સરવે સાથ કે ચેતી ચાલજોરે લોલ,
એ તો સારા મકર છે ભરપુર કે નીસ્ટેં જાણજોરે લોલ.
<br>
<br>
<center>'''નવું સાહિત્ય'''</center>
ખોજા કોમનું નવું સાહિત્ય સર્વથી વધારે ધ્યાન ખેંચનારું છે. રા. કાબાની યાદીમાં છપાએલા ૧૪૦ ગ્રંથનાં નામ છે. તેમાં જીવનચરિત્રો ને ઐતિહાસિક ગ્રંથ ૩૫, વાર્તાઓ નવલકથાઓ ૩૨, ધર્મસંબંધી ૩૭, ને બાકીના નીતિ વગેરેના પરચુરણ ગ્રંથો છે. એ સિવાય શેઠ લાલજી દેવરાજે કેટલાંક પુસ્તકો છપાવ્યાં છે.
<br>
<br>
<center>'''પીરાણા પંથનું સાહિત્ય'''</center>
દશમા અવતારની ઉપર હકીકત આવી છે. એ સિવાય બીજા ૬ ગ્રંથ મને કાવિઠેથી મળ્યા છે. તેમાંનો માત્ર એક લઘુ ગ્રંથ “શ્રી ઈમામશાહ બાવા પ્રછા” નામનો છાપેલો છે. બે જ્ઞાનોદયના તેમાંનો એક તૂટક છે, ને બીજામાં મહમદ સાહેબનાં ૯૯ નામ, ‘બાજનામું’, ‘દોવા’, ‘રતનનામું’, ‘પેગંબરી નુરનામું’ જુદા જુદા વેદની ગાયત્રીઓ, વગેરે છે. એક ગ્રંથમાં ધોળ, પંદરતિથિ, ગરબા, ‘નુરનામું’, ‘મોટું નુરનામું’ (ગદ્યમાં) છે. ગદ્યની વાનગીઃ “તે દુનિઆમાં વેપાર કરતા, એણે તોલ રાખાં, વળી બે માપ રાખાં ને લેવાનું મોટું અને આપવાનું નાનું. એણે જાણ્યું જે ચતુર થઈને છેતરૂ છે. એણે સાહેબની બીક ન રાખી, તે માટે એને પેટની તજારક દીધી છે.” એક પુસ્તકમાં ધોળ વગેરે કવિતા છે. એક નાની ચોપડી સીસાપેનથી લખેલી છે, તેમાં સાસતર, ધોળ, આરતી વગેરે છે. પીરાણા પંથના બીજા ગ્રંથો પણ છે, એવી બાતમી મળી છે.
<br>
<br>
<center>'''માંગરોળના પીરોનું સાહિત્ય'''</center>
નવસારી પ્રાંતમાં આવેલા માંગરોળની ગાદીના સજ્જાદાનશીન પીરજાદા મોટા મિયાં સાહેબે કૃપા કરી વડોદરાના જમાદાર બચ્ચુમિયાં મારફતે કેટલાક ગ્રંથ પુરા પાડ્યા છે. તેમના એક વડિલ પીર કાયમદીન બાવા, જેમનો રોજો પાદરા તાલુકાના એકલબારા ગામે છે, તેમના શિષ્યો કાનમ ને સુરત અઠ્ઠાવીશીના વોહોરા વગેરે છે. તેમણે જ્ઞાનનું ઉમદા પુસ્તક ‘નુરરોશન’ નામનું સન ૧૧૧૧ (હીજરી)માં ઉર્દુમાં રચેલું, તેનો તરજુમો – ઉતારો ગુજરાતી ઉર્દુમાં ભગત સુલેમાન મહંમદે કરેલો છે. તેમાંથી ગુજરાતીનો નમૂનોઃ{{Poem2Close}}
<br>
<br>
<center>'''રાગ ધનાશરી'''</center>
<poem>
'''મારો ન્યારો છે તે ભેદ; નહી જાણે સઉ કોઈ રે અલ્લા. ।।ટેક।।'''
'''જહારે પવન સંચરે નહીરે, તહાં નુર અપાર; ।।'''
'''પ્રેમ પીયાલો પીતાં ભુલ્યા, જોયું નુર દીદાર; ।।ન જાણેઃ।।'''
'''અગમ અકાસમાં નુર નુર, તાસે લાગે પ્રીત, ।।૧।।'''
'''સુરત પગથીએ સીડી ચડીએ, તો લીધો અગમ ગઢ ઝીત. ।।'''
'''ન જાણે ।।૨।।'''
'''ન જાણે કોઈ જોગી સન્યાસીઃ ન જાણે સંસાર. ।।'''
'''જાણે કોઈ વીરલો ભેદુઃ આસક મસ્ત દીદાર. ।।ન જાણે.।। ૩।।'''
</poem>
{{Poem2Open}}
બીજો એક અગત્યનો મોટો ગ્રંથ નાગરી સુંદર અક્ષરે લખેલો છે, તેમાં ૮૮ અંગ ૧૬ સ્તુતિ વર્ણવી છે. કર્તા કોઈ વસ્તા હોય એમ જણાય છે, તેની રચ્યા સાલ ૧૮૩૧, ને ઉતાર્યા સાલ ૧૯૦૩ છે, તેની ભાષામાં કોઈ કોઈ હિંદુસ્તાની શબ્દો ને રૂપો આવે છે. જુઓઃ{{Poem2Close}}
<poem>
'''શ્રી ગુરૂદેવને વંદિયે ।। આવાગમન મિટ જાય ।।'''
'''અવર વંદન જ્યાથે ટલે ।। આવાગમન મિટ જાય ।।'''
'''બુદ્ધ સુદ્ધ દાતા થયો ।। રીદ્ધ સિદ્ધ દાતા જેહ ।।'''
'''સ્વરૂપ દાતા સચિદાનંદ ।। પ્રીતે વેંદૂં તેહ ।।'''
'''ગુરૂ સેવા સબથે બડિ ।। તાથે બડી ન કોય ।।'''
'''સરવ ધરમકો એક ધરમ ।। ગુરૂ જ્ઞાનિ બુઝે સોય ।।'''
'''દેવ સકલ ગુરૂદેવમાં ।। ધરમ સકલ સબ માંહે ।।'''
'''શ્રી ગુરૂદેવ ઉપાસતાં ।। અવર ધરમ કો નહિં ।।'''
</poem>
{{Poem2Open}}
પીર કાયમુદ્ધીન બાવા સાહેબના ખાસ મુરીદ (શિષ્ય) અભરામ બાવા, ઉમર બાવા, જીવન મસ્તાન, નબીમીયાં, પુંજા બાવા, રતનબાઈ, વગેરેને પીર સાહેબના પ્રતાપથી જ્ઞાનની પ્રસાદી મળી હતી. તેમના કલામ (ભજન) ઘણાં ગવાય છે. ભક્તિમાં નિમગ્ન થએલ રતનબાઈ અભણ હતી, છતાં તેની કવિતા નૈસર્ગિક ને ઉચ્ચ ભાવના શુદ્ધ ગુજરાતીમાં બતાવનારી છે. જુઓઃ{{Poem2Close}}
<poem>
'''અરે નરનાર, ભજો કિરતાર, સરજનહાર સાચો છે;'''
'''મનુષ્ય અવતાર, નો આધાર, અરે ઓ યાર કાચો છે. ટેક.'''
'''અભિમાની, તું થા જ્ઞાની, આ નાદાની કહ્યું માની;'''
'''છોડી દે, યાર, થા હુશિયાર, ગરૂરીને તમાચો છે. અરે.૧'''
'''ઓ મન મોજી, સમો સમજી, જુઠી બાજી ન થા રાજી.'''
'''સમજ મન સાર, છોડી દે ખાર, અગાડી મોત માચો છે. અરે. ૨'''
</poem>
<center>'''*'''</center>
<br>
<br>
<center>'''રાગ પ્રભાત'''</center>
<poem>
'''માળા જપું છું નાથ તમારી, આવો ને મંદિર મારે રે;'''
'''દયા કરીને વહેલા પધારો, આનંદ ઉરમાં ભારે રે. ટેક.'''
'''સેજ સમારી વાટડી જોતી, વહેલા આવો ગીરધારી રે;'''
'''દરસન દોને મુજને વાલા, જાઉં તમો પર વારી રે માળા.'''
'''વાળી ઝાડી ઘર કીધું ચોખું, પાંચ પચીસને કાઢી રે;'''
'''આવો મારા સ્યામ સલુણા, વાટ જોઉં છું દહાડો રે; માળા.'''
</poem>
<center>'''*'''</center>
<br>
<br>
<center>'''કલામ'''</center>
<poem>
'''ફરો ભમતા તમે શું ભાઈ, સાહેબ બેઠો પોતાની માંઈ. ટેક.'''
'''મક્કે જાય ને મદીને જાએ, જાએ દુવારકા કાશી રે;'''
'''મનનું તીરથ સરવથી મોટું, મટી જાએ ચોરાશીરે, સા.૧'''
'''કુરાન પઢે ને ગીતા વાંચે, ખોલે વેદ પુરાણો રે;'''
'''અંતર ખોલ્યા વિના પાર ન આવે, ભાર નકામો તાણો. સા.૨'''
</poem>
<center>'''*'''</center>
{{Poem2Open}}
26,604

edits