હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
()
No edit summary
Line 1,007: Line 1,007:


<small>(૧. આ પ્રથમ શેર ગાલિબનો છે. ઓ બનારસ, હું દુઆ કરું છું કે તને કોઈની બૂરી નજર ન લાગે, ઓ પ્રસન્નતાના ઇન્દ્રલોક, ઈશ્વરના આદેશથી તું નિયુક્ત થઈ છે સ્વર્ગપુરી.)</small>
<small>(૧. આ પ્રથમ શેર ગાલિબનો છે. ઓ બનારસ, હું દુઆ કરું છું કે તને કોઈની બૂરી નજર ન લાગે, ઓ પ્રસન્નતાના ઇન્દ્રલોક, ઈશ્વરના આદેશથી તું નિયુક્ત થઈ છે સ્વર્ગપુરી.)</small>
</poem>
== ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬ ==
<poem>
એ રઝળુ છે
દેશદેશાવર ખેડતો રહે છે
વણજવિહારી
ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં
જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરુથળો
ને જનપદોના જિપ્સી અભરખા
વર્ષો બાદ પાછો ફર્યો છે એ
વિરહી, -
હાશ ! હવે ગિરહી
હળવે રહીને એ કાઢે છે
એના મેલાદાટ થેલામાંથી
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર
ગૃહિણી પણ ખોલે છે એના સ્ત્રીધનનો દાબડો :
હળદરના ડાઘવાળો, હિંગના વઘારની ગંધવાળો
આટલા દહાડા જતનથી સાચવી રાખેલો
સ્હેજ ચોળાયેલો
દેશી ચન્દ્ર
અભિસારિકાની જેમ એ
ઘરના હિસાબની ડાયરીમાં
અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર
સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર
ચમકે છે કપૂરના ટુકડા : તિલક કામોદના સ્વરો જેટલા શુદ્ધ
આ દ્વિતીય પ્રહરના તારકો
ઘરમાં
બેઠું છે આશ્લેષા નક્ષત્ર
ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર
આજે એનું ખાસ કશું કામ નથી
પૂનમ હોવા છતાં
એનું રોજિંદું મ્હોં પડવા જેટલું પડી ગયું છે
</poem>
== ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯ ==
<poem>
અમારે વૃદ્ધિ
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી
અમારા અંગરાગ રાખોડી
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી
તમારા રવિભાણ સંપ્રદાયને તો
સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી
નિત ઉદયઅસ્તના રંગહુલાસ
ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ
દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય
પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે
કોઈકે કહ્યું :
જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે
હાસિલ કર ઉસકી રઝા-મંદી
વો ગજબનો તાંત્રિક હૈ : મુરાદ તેરી પૂરી કર દેગો
વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો
ભૂમિતિ બની જાય છે ભૂમા
ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા
રાતું
:: નારંગી
:::::: કેસરી
:::::::::: પીત
આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે
પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત
પણ
હવે ક્યાંથી જડે એ, –
ઇહલોકનો ઇન્દુ
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ
</poem>
== કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧ ==
<poem>
કરુણાભર્યા
હાડકાંના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા
</poem>
== કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭ ==
<poem>
કવિતા
પાણીનું એક ટીપું લે છે
એમાં કરે છે ઝીણો છેદ
સાચવીને કાઢી લે છે બધો ય મીઠો ગરભ
પછી એ પોલાણમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન
ફુલાવે છે
ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા
વેચે છે
તરસ્યા લોકોને
પાણીને ભાવે
</poem>
== કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮ ==
<poem>
કવિતા
રહેમદિલીથી ભોંકી દે છે
જમૈયો
તમારા જિગરમાં
કતલના હેતુ વિશે હોતી નથી કોઈને ખબર
મરનાર ઇસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ
જ્યારે ઊલટતપાસ થાય છે
ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો
ખરે વખત મશગુલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર
છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું
</poem>
== પુત્રવધૂને ==
(ગૃહસ્થસંહિતા શેષ-૨)
<poem>
ભરતમુનિ
નોંધવાની વીસરી ગયા છે
તે સર્વ મુદ્રાઓ તારે હસ્તક :
જરા જેટલી નમેલી ગરદને ફુદીનાની ડૂંખ ચૂંટતી આંગળીઓ
રત્નાકરની સ્મૃતિને સૂકવીને
લવણની અમસ્થી ચપટીમાં રૂપાંતર કરી મૂકતી
તર્જની અને અંગૂઠાની અટપટી જુગલબંદી
ખેલંદાની જેમ
રસોઈઘરમાં ઘૂમતા તારા રસિક હાથ
રાસનો ચોક અને રસોઈઘરનો ચોકો
હવે ઉભય તદાકાર
અઢી વાગ્યાની પેલી રસોઈ શૉની ઍન્કર
ક્યારની બબડ્યા કરે છે તારા કાનમાં
એક ચમચી અજમો
આધા ચમ્મચ ધનિયા ને નમક સ્વાદ અનુસાર
(અક્ષર માત્રા ગણ યતિ ને યમક નાદ અનુસાર
મારા કાનમાં)
મયૂર પર સવાર થઈને આવેલી
રસોઈ શૉની એન્કર
નવી વાનગી ચાખે છે ને મારા અવાજમાં
ડિલિસિયસ ડિલિસિયસ એવું
સાચ્ચા દિલથી બોલે છે
હું રસિકજન છું : આ ભૂખ મારું ભૂખણ છે
(વાંકદેખા નવરસિયા કવિઓ મને ખટસવાદિયો કહે છે)
મને કહેવા દે : તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
મારા કુળની ક્ષુધાને
પૂર્વજોની નવી ભાષામાં
તારી નાભિની ફરતે
લખાઈ રહી છે એક કવિતા :
તેં ઝબ્બે કર્યું છે અંતરીક્ષને
સૃષ્ટિના સકળ આકારો
લયાન્વિત સુખની સાક્ષી પૂરે છે
તારી કૂખમાં
મારી ઇકોતેર પેઢીઓએ ગોખેલાં રંગસૂત્રોથી
તું સિદ્ધ કરવા મથે છે સ્વયંને, નવેસરથી
આરંભે જે અલ્પવિરામ
તારી આનંદગર્ભિત લિપિમાં
તે જ આખરે તાજી કૂંપળ જેવડું આશ્ચર્યવિરામ
છેવટે કનકની ભીંતની તરડમાં કલ્પવલ્લી ઊગી નીકળી છે
ઘરની દીવાલને અબરખની પોપડીઓ બાઝી છે
વળગણીએ મેઘધનુષ સુકાય છે
પરોઢનાં બધાં પંખીઓએ
ગિરવે મૂક્યો છે કેદારો અમારા ઘરમાં, રાજીખુશીથી
પ્રત્યેક સ્વર હવે શ્રુતિરમ્ય
પ્રત્યેક રેખા હવે નયનાભિરામ
વ્યાકરણમાં બેસી ગઈ છે અગાધ ગંધ વિસ્મયની
જો કે કવિઓમાં હું નથી કોઈ ઉશના કવિ
હું તો કેવળ ગૃહસ્થ છું
જેને માથે રાતાં નળિયા ને ઊજળાં પળિયાં
જેને જડી આવ્યો છે એક સુખદ અંત્યાનુપ્રાસ :
ધન્ય ગ્રહસ્થી
ધન્ય નિવાસ
મને કહેવા દે : તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
મારા કુળની તૃપ્તિને
</poem>
== દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ ==
(હિમની અવળવાણીમાં અગ્નિ)
<poem>
ઘૈડિયાં વાતો કરે છે,
આવો શિયાળો તો બાપ, નથી દીઠો બાપજન્મારામાં
કે વાંઝણીને કસુવાવડ થઈ જાય
ને દાયણ ઉકરડે ફજેટી આવે
બરફગરભનાં લોચા.
સૂનકારમાં
સિસોટીભેર સુસવાટા મારતો આ પવન
અણિયાળા સોયાથી
જાણે ખચ્ ખચ્ સાંધ્યા કરે છે
માણસનાં ચામડાને
હિમજુગ સાથે.
સહુની માંસમજ્જામાંથી કેમ ઊઠે છે
કહોવાયેલા બરફની ગંધ?
ને કહોવાયેલા હરફની ગંધ હોઠમાંથી?
મનમાં ઊંડે ઊંડે ઠૂંઠવાયા કરે છે
તે કિયા ઝાડનું અવળમૂળિયું ઠૂંઠું?
આ ઠંડીગાર દેગડીમાં શું ભર્યું છે?
ક્ષુધા કે સુધા?
શાનાં આંધણ મૂક્યા છે અન્નપૂર્ણાએ?
આંધીનાં, આધિના કે વ્યાધિનાં?
આ ટાઢીબોળ રાતે
ઊંધી વાળી દીધેલી તાવડી કને
ઠારના લોંદામાંથી
કોણ રોટલાની જેમ ટીપવા મથે છે શિયાળુ ચન્દ્ર?
ઇંધણાં વીણવા ગૈ’તી મોરી જગદંબા –
તે મધરાત લગણ કેમ પાછી વળી નથી?
અમાસની સૂકી રાતનાં
કાળાભમ્મર છોતરાં એકઠાં કરી
હજી ચકમકની માફક કોણ ઘસે છે ક્ષણથી ક્ષણને?
આ ગળી રહ્યાં છે કોનાં સઘળાં અંગ હિમાળે?
પક્ષપાતથી પ્રેમ કર્યાના પાપે પડતું કોણ હિમમાં પરથમપ્હેલું?
અસૂયાના હિમસ્પર્શે કોની ગળી આંગળી?
તને મારી શીતાગાર જઠરના સોગંદ
હે શીતકાળના સાચા સગલા
હે વણસગપણના મરણમરગલા
પરગટ કરી બતાડ તારા ગૂઢારથને ને બોલ
બોલ કે ઠીંગરાયેલું લોક
કેમ રઘવાયું થઈને દોટ મૂકે છે વડવાએ સંતાડેલી આગ શોધતું બધ્ધે
દશે દિશામાં, અહીં તહીં, અડખે પડખે, નીચે ઉપર ને મધ્યે? -
સહુની ભીતર આગ હતી તે ક્યાં ખોવાઈ?
::: મૂળિયાં લગ અગનિને લાગી આજ ઊધાઈ?
::::: કે લાગ જોઈને આગ જ ટાઢ બની પથરાઈ?
</poem>
== વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો ==
<poem>
ભાષા, તને ભોગવીને ભવૈયા
જણે ગાભણા થૈ સવાસો સવૈયા
ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ
અલમ્ હું કલમ ખોતરું છું. ખમૈયા
ગિરવે મૂકી જીભને શબ્દવંશી
ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા
તરસ લાગતાં તીર પણ કોણ તાકે
બધા ઊંઘતા બૂઝવી બાણશૈયા
ખૈયામ, ભાષા, તરસ, તીર, તુક્કો
ખડિયે ફૂટ્યા પુખ્તવયના પવૈયા
તાળી પડે, ઊંઘતી આંખ ઊડે
અને સ્થળસમય કેવળ ભૂલભૂલૈયાં
વલોવ્યા કરે શાહીને નિત્ય ખંતે
નગરવૈશ્ય તું ફેરવ્યા કર રવૈયા
કલમ ખોતરું, ફાંસ વાગે તરસની
તરત ડોક મરડી ટહુકે બપૈયા
બધા ગાભણા, ક્યાં અખોવન પરંતુ
હશે ક્યાં કહો ભીડભંજન કવૈયા
સુંદરધ્રિબાંગોની અક્ષૌહિણીમાં
હણે તો હણે કોણ કોને ગુંસૈયાં
</poem>
== કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની ==
<poem>
પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું
શુભ્રમાં સ્યાહીની રજ મૂકીને નજરાણું ધરું
તત્પુરુષો દૂંટીએ ઢનું કમલ ધારણ કરે
પાંખડી આરૂઢ હું રઢિયાળ ધિંગાણું કરું
બુંદ ઝાકળનું જરી ફોલું તો પર્જન્યો જડે
રજકણે પિંગળ પૂરી વ્યાકુળ વીજાણુ કરું
લે કનકની ભોમ ને વિદ્રમના ખંભો તજી
આ ચણોઠીના કી૨મજી ઘરમાં ઠેકાણું કરું
કે વધેલા નખથી ખોતરતો નભસ્માં દિગ્ગઝલ
ઝૂમખું નક્ષત્રથી કાગળનું તરભાણું ભરું
સ્પર્શથી સુંદરધ્રિબાંગે શેર મક્તાનો કથ્યો
ફૂંક મારીને પ્રજળતું ચંદ્રનું છાણું કરું
</poem>
== તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને  ==
<poem>
તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને
એ ગયાં આઘે અને વરસાદ થૈ આવ્યાં કને
ગંધમાદન ટેકરી પર વાદળાં ઘેરાય છે
એકબે ફોરાં ખરીને મઘમઘે તારાં સ્તને
લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી
તે ચણોઠીલૂમખાં થૈ ઝૂલતી ગાઢાં વને
સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા
ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને
એમના વાવડ લઈને દૂ...રથી આવ્યો હતો
પાંપણે આજે અમે રોકી લીધો વરસાદને
</poem>
== કથા પ્રેમની કહું તને અથથી ઇતિ ==
<poem>
કથા પ્રેમની કહું તને અથથી ઇતિ
वृथा कि करोषि झटिति झटिति
સ્વયં સૂર્ય રૂપે હવે ઝળહળે છે
હતી જળ ને શેવાળની રમ્ય પ્રીતિ
સ્મૃતિની ઘડી છે, સ્વયંવર રચી દો
નથી આજ જોવાં મુહૂર્તો કે મિતિ
હવે અન્ય ગ્રંથો હું શું કામ વાંચું
નયનથી ઝરે ગૂઢ વૈદૂર્યનીતિ
વિકટ શબ્દ વિલસે નરી વ્યંજનામાં
નથી જ્યાં જરી વ્યાકરણ જેવી ભીતિ
</poem>
== હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે  ==
<poem>
હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે
આ વ્યથા એવી સરળ છે કે જવલ્લે સહી શકે
તું મૂકી તો જો સકળ આકાશમાં શ્રદ્ધા પ્રથમ
તે પછીની ક્ષણને તું ઇચ્છે તો સૂરજ કહી શકે
મેં રહસ્યો મારાં વડવાનલનાં સોંપ્યાં છે તને
તું હવે તારા કોઈ પર્વત ભણી પણ વહી શકે
સંગ રહેવું કે વિખૂટા પડવું : તારી મુનસફી
અહીં મને તરછોડી આગળના મુકામે ચહી શકે
છેવટે તો એ રીતે પણ સિદ્ધ એકલતા થશે
મારાં અશ્રુ તુંય લોચનનાં ખૂણે જો લહી શકે
સ્થળ સમયમાં તેં ઉમેરી દૂરતા ને જે રહ્યું
તે સ્મરણ છે, પણ જવા દે, તું એ સમજી નહીં શકે
</poem>
== ઘા ઉપર ચપટી લવણ આપું તને ==
<poem>
ઘા ઉપર ચપટી લવણ આપું તને
પ્રેમની અકસીર ક્ષણ આપું તને
નિષ્પલક આંખોને શું આપી શકું
જળનાં ટીપે જાગરણ આપું તને
મધ્યબિંદુમાં ગહન પથ ઊઘડે
ચાખડી આપું, ચરણ આપું તને
શલ્ય ખૂંપ્યું હોય તારા મર્મમાં
એમ મારું સાંભરણ આપું તને
કે સ્વયં નર્તન છે એનું નામ તો
રણઝણણ નૂપુરશ્ચરણ આપું તને
વિશ્વ છો વિખરાય રઝળુ ગંધમાં
હું કમળ મધ્યે શરણ આપું તને
</poem>
== મુક્તાવલી ==
<poem>
મુઠ્ઠીક રોશની ને મુઠ્ઠીક રાત આપે
ખૈરાત જેમ તમને મુઠ્ઠી પ્રભાત આપે
આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ
ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે
ભૂલેચૂકેય દૃષ્ટિ દર્પણ ભણી ન કરીએ
આંસુની અદબ જાળવીએ, મોજણી ન કરીએ
બત્રીસલક્ષણો તું : માની લીધું, – છતાં પણ
આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ
બત્રીસ લક્ષણો તું માની લીધું, – છતાં પણ
અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
બીજમાં છે વૃક્ષ અઢળક, અઢળક છે પર્ણ વૃક્ષે
ને પર્ણમાં છે અઢળક ખરવાના ઓરતા પણ
રીઝે તો પાનખરની ખાખી જમાત આપે
ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે
અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
રેખા જે સમય આપે તે વાહિયાત આપે
</poem>
== ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા ==
<poem>
:ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
::એક ત્રાજવું ને બે પલ્લાં
:::તંગ બસૂરો
:::માણસ તૂરો
થાપ એક આ, ભિન્ન તબલ્લાં
:::તરલ બગાસું
:::જીવતર ત્રાંસું
પરમ જીભ પર ગલ્લાંતલ્લાં
:::દેખ ધુરંધર
:::દર્પણ સત્વર
બત્રીસે લક્ષણ બૃહનલ્લા
:::તુ જ વિરંચિ
:::શબ્દ પ્રપંચી
ખડિયો ખાલી/છલ્લંછલ્લા
</poem>
</poem>
26,604

edits

Navigation menu