સ્વાધ્યાયલોક—૩/ઈનીડ — રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 138: Line 138:
હૉમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યમાં એથી પણ વધુ મહત્ત્વનું એક અન્ય અસામ્ય છે. હોમરનાં મહાકાવ્યો અને વર્જિલનું મહાકાવ્ય ભિન્ન ભિન્ન સમયમાં અને સ્થળમાં, ભિન્ન ભિન્ન સમાજમાં અને સંસ્કૃતિમાં રચાયાં હતાં, બન્નેમાં ભિન્ન ભિન્ન રાજકીય, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને ધાર્મિક ભૂમિકા છે, ભિન્ન ભિન્ન જીવનદર્શન અને વિશ્વદર્શન છે. ભિન્ન ભિન્ન મૂલ્યો, આદર્શો અને ભાવનાઓ, લક્ષ્ય, હેતુ અને આશય છે; બન્નેમાં વીરત્વ અને વીરનાયક વિશેની ભિન્ન ભિન્ન વિચારણા અને વિભાવના છે. એથી હોમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યમાં વસ્તુવિષયનું વિશેષ મહત્ત્વનું અસામ્ય છે. ‘ઇલિયડ’માં એક નગરનું, ટ્રૉયનું વિસર્જન છે. ‘ઈનીડ’માં એક નગરનું, રોમનું સર્જન છે. હોમરના મહાકાવ્યનું શીર્ષક ભલે ‘ઇલિયડ’ હોય પણ એમાં મહત્ત્વ ઇલિયુમનું, ટ્રૉયનું, એક નગરનું નથી; ઍકિલીસનું, એક વ્યક્તિનું છે. વર્જિલના મહાકાવ્યનું શીર્ષક ભલે ‘ઈનીડ’ હોય પણ એમાં મહત્ત્વ ઈનીઍસનું, એક વ્યક્તિનું નથી; રોમનું, એક નગરનું છે. ‘ઇલિયડ’માં ‘સમષ્ટિ નહિ, વ્યક્તિ’ કેન્દ્રમાં છે; એક વ્યક્તિને માટે, ઍક્લીસને માટે, એના અહમ્‌ અને આત્મગૌરવને માટે સમષ્ટિનો, ટ્રૉયનો ત્યાગ છે. ‘ઈનીડ’માં ‘વ્યક્તિ નહિ, સમષ્ટિ’ કેન્દ્રમાં છે; સમષ્ટિને માટે, રોમને માટે એક વ્યક્તિનો, ઈનીઍસનો, એના અહમ્‌ અને આત્મગૌરવનો, એના સુખ અને સર્વસ્વનો ત્યાગ છે. ‘ઇલિયડ’ યુદ્ધનું કાવ્ય છે; એમાં યુદ્ધ છે, યુયુત્સા છે. ‘ઈનીડ’ શાંતિનું, વિશ્વશાંતિનું કાવ્ય છે; એમાં યુદ્ધ છે પણ યુયુત્સા નથી, એમાં શાંતિ અર્થે યુદ્ધ છે, યુદ્ધ દ્વારા અંતે શાંતિ છે. ‘ઇલિયડ’ માત્ર અતીતનું કાવ્ય છે. ‘ઈનીડ’ અતીત, અધુના અને અનાગતનું કાવ્ય છે. ‘ઇલિયડ’માં માત્ર પુરાણકથા છે. ‘ઈનીડ’માં પુરાણકથા ઉપરાંત ઇતિહાસ છે. ‘ઇલિયડ’માં કથા, કાર્ય અને પાત્ર પ્રધાન છે; નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, ફિલસૂફી, જીવનદર્શન, વિશ્વદર્શન ગૌણ છે. ‘ઈનીડ’માં નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, ફિલસૂફી, જીવનદર્શન, વિશ્વદર્શન પ્રધાન છે; કથા, કાર્ય અને પાત્ર ગૌણ છે. હોમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યની તુલના ઉચ્ચાવચતાક્રમ માટે કદી ન હોય. એકનું મહાકાવ્ય અન્યના મહાકાવ્યથી વધુ મહાન છે એવા પ્રતિપાદન માટે કદી ન હોય. એથી તો બન્નેને અન્યાય થાય. પ્રત્યેકની કવિપ્રતિભા અને કાવ્યસિદ્ધિ એકસમાન મહાન છે. હોમરને કારણે વર્જિલ મહાકવિ છે એમાં હોમરની મહત્તા છે. હોમર હોવા છતાં વર્જિલ મહાકવિ છે એમાં વર્જિલની મહત્તા છે. વર્જિલના ‘ઈનીડ’ની પંક્તિએ પંક્તિએ હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’નું એકસાથે સ્મરણ અને વિસ્મરણ થાય છે. એમાં બન્નેની મહત્તા છે. છતાં ખ્રિસ્તી ધર્મના વર્ચસ્‌ના યુગમાં, મધ્યયુગમાં ‘ઈશ્વરેચ્છા બલિયસી’, ‘પ્રભુનું રાજ્ય’, ‘પ્રભુની નગરી’, જગતભરમાં એક જ રાજ્ય, વિશ્વરાજ્ય આદિમાં ‘ઈનીડ’માં મનુષ્યની ઇચ્છાથી નહિ પણ વિધિનિર્માણથી રોમનું એટલે કે વિશ્વરાજ્યનું સર્જનમાંની નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું અનુસંધાન હતું. એથી ‘ઈનીડ’નું બાઇબલ પછી એક મહાન ધર્મગ્રંથ જેવું સ્થાન હતું, પુનરુત્થાન યુગમાં ‘ઈનીડ’માં જે સમાજ અને સંસ્કૃતિ છે, જે જીવનદર્શન અને વિશ્વદર્શન છે એનું અનુસંધાન હતું. એથી ‘ઈનીડ’ સૌ કવિઓ માટે મહાકાવ્યના આદર્શરૂપ હતું. મધ્યયુગમાં ડેન્ટિએ અને પુનરુત્થાન યુગમાં મિલ્ટને વર્જિલની મહાકાવ્યની પરંપરામાં એમનું મહાકાવ્ય સિદ્ધ કર્યું હતું.

‘ઈનીડ’નો સાર આ પ્રમાણે છે:
‘ઈનીડ’નો સાર આ પ્રમાણે છે:
{{સ-મ|ગ્રંથ ૧: ઈનીઍસ તથા ટ્રૉજન સહયાત્રીઓનું કાર્થેજમાં આગમન
ગ્રંથ ૨: ઈનીઍસની કથા ને ટ્રૉયનું પતન
ગ્રંથ ૩: ઈનીઍસની કથાનું અનુસંધાન — ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૪: ડાઈડોની કરુણતા
ગ્રંથ ૫: ઍન્કાઇસિસની મૃત્યુતિથિનો ઉત્સવ
ગ્રંથ ૬: પાતાલલોકમાં ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૭: ઈનીઍસ તથા ટ્રોજન સહયાત્રીઓનું લૅટિયમમાં આગમન, યુદ્ધની પૂર્વભૂમિકા
ગ્રંથ ૮: ભાવિ રોમના સ્થળની યાત્રા, ઇવેન્ડર સાથે સંધિ
ગ્રંથ ૯: ટ્રોજન સૈન્ય પર લૅટિન સૈન્યનું આક્રમણ
ગ્રંથ ૧૦: આક્રમણનો અંત — યુદ્ધ
ગ્રંથ ૧૧: લૅટિન યુદ્ધસભા — દ્વિતીય યુદ્ધ
ગ્રંથ ૧૨: ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ટૂર્નુસનું મૃત્યુ}}

{{Poem2Close}}
<left>ગ્રંથ ૧: ઈનીઍસ તથા ટ્રૉજન સહયાત્રીઓનું કાર્થેજમાં આગમન
ગ્રંથ ૨: ઈનીઍસની કથા ને ટ્રૉયનું પતન
ગ્રંથ ૩: ઈનીઍસની કથાનું અનુસંધાન — ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૪: ડાઈડોની કરુણતા
ગ્રંથ ૫: ઍન્કાઇસિસની મૃત્યુતિથિનો ઉત્સવ
ગ્રંથ ૬: પાતાલલોકમાં ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૭: ઈનીઍસ તથા ટ્રોજન સહયાત્રીઓનું લૅટિયમમાં આગમન, યુદ્ધની પૂર્વભૂમિકા
ગ્રંથ ૮: ભાવિ રોમના સ્થળની યાત્રા, ઇવેન્ડર સાથે સંધિ
ગ્રંથ ૯: ટ્રોજન સૈન્ય પર લૅટિન સૈન્યનું આક્રમણ
ગ્રંથ ૧૦: આક્રમણનો અંત — યુદ્ધ
ગ્રંથ ૧૧: લૅટિન યુદ્ધસભા — દ્વિતીય યુદ્ધ
ગ્રંથ ૧૨: ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ટૂર્નુસનું મૃત્યુ</left>
{{Poem2Open}}
‘ઈનીડ’નું ત્રિવિધ વિભાજન શક્ય છે: ૧. બે વિભાગમાં — ગ્રંથ ૧-૬, પૂર્વાર્ધ, ઈનીઍસની યાત્રા અને ગ્રંથ ૭-૧૨, ઉત્તરાર્ધ, ઈનીઍસનું યુદ્ધ. ૨. ત્રણ વિભાગમાં ગ્રંથ — ૧-૪, ઈનીઍસને ‘વિરાટ કાર્ય’ માટે આદેશ; ગ્રંથ ૫-૮, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ માટેની સજ્જતા અને ગ્રંથ ૮-૧૨, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ની સિદ્ધિ, ૩. છ વિભાગમાં — બેકી સંખ્યાના ગ્રંથોમાં નાટ્યાત્મકતા, સંઘર્ષ, ત્વરિત ગતિ અને એકી સંખ્યાના ગ્રંથોમાં કથનાત્મકતા, વિશ્રાંતિ, મંદ ગતિ. ‘ઈલિયડ’નો જ્યાં અંત છે ત્યાંથી જેમ ‘ઑડિસી’નો આરંભ છે તેમ ત્યાંથી જ ‘ઈનીડ’નો પણ આરંભ છે. ‘ઇલિયડ’માં જેમ ઑડિસ્યૂસ ગૌણ પાત્ર છે અને ‘ઑડિસી’માં પ્રધાન પાત્ર છે તેમ જ ‘ઇલિયડ’માં ઈનીઍસ ગૌણ પાત્ર છે અને ‘ઈનીડ’માં પ્રધાન પાત્ર છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી જેમ ‘ઑડિસી’માં ઑડિસ્યૂસની સમુદ્રયાત્રા છે તેમ જ ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ‘ઈનીડ’માં ઈનીઍસની સમુદ્રયાત્રા છે. હોમરે જેમ ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઑડિસી’ રચ્યું છે તેમ જ વર્જિલે ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઈનીડ’ રચ્યું છે. ઇથાકામાંથી ઑડિસ્યૂસની વિદાયમાં ‘ઑડિસી’નો અંત છે પણ લૅટિઅમમાં એટલે કે રોમમાં ઈનીઍસના આગમનમાં ‘ઈનીડ’નો અંત છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ટ્રૉયનું વિસર્જન છે પણ ‘ઈનીડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ઈનીઍસની સમુદ્રયાત્રા, તે પછી વળી યુદ્ધ અને અંતે શાંતિ પછી રોમનું સર્જન છે. હોમરમાં એક મહાકાવ્યમાં પ્રથમ યુદ્ધ અને પછી અન્ય મહાકાવ્યમાં સમુદ્રયાત્રા છે પણ વર્જિલમાં એક જ મહાકાવ્યમાં પ્રથમ સમુદ્રયાત્રા અને પછી યુદ્ધ છે. આમ, વર્જિલે હોમરનાં મહાકાવ્યોમાં જે વસ્તુવિષય છે તેનો વ્યુત્ક્રમ કર્યો છે અને હોમરનાં બન્ને મહાકાવ્યોનો એક જ મહાકાવ્યમાં સમાસ કર્યો છે.

‘ઈનીડ’માં રોમનું વિધિનિર્માણ બે સ્તરે સિદ્ધ થાય છે. દેવ-દેવીઓના સ્તરે અને મનુષ્યોના સ્તરે. આ બન્ને સ્તરો પ્રત્યક્ષપણે અને કેટલાંક મનુષ્યેતર પાત્રો તથા સ્વપ્નો, દર્શનો, ભવિષ્યદર્શનો, સંદેશાઓ, ચમત્કારો આદિ પ્રસંગો દ્વારા પરોક્ષપણે એકમેક સાથે ઓતપ્રોત છે. વિધાતાની ઇચ્છાથી રોમનું વિધિનિર્માણ થયું છે એથી એ વિધિનિર્માણ અંતે સિદ્ધ થવું અનિવાર્ય છે. એની વચમાં કોઈ દેવ-દેવી–દેવાધિદેવ જ્યૂપિટર સુધ્ધાં– અને કોઈ મનુષ્ય — ઈનીઍસ સુધ્ધાં–આવી શકે જ નહિ, ફાવી શકે જ નહિ. અનેક દેવ-દેવીઓ, મનુષ્યેતર પાત્રો અને મનુષ્યો આ વિધિનિર્માણને અનુકૂળ છે. તો અનેક દેવ-દેવીઓ, મનુષ્યેતર પાત્રો અને મનુષ્યો આ વિધિનિર્માણમાં અનેક વિઘ્નો, બાધાઓ, અવરોધો, અંતરાયો રચે-રચાવે છે, અને પ્રતિકૂળ થવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે અને અંતે એમને માટે અનુકૂળ થવાનું અનિવાર્ય થાય છે. ‘ઈનીડ’માં નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું પરિમાણ છે. હોમરનાં મહાકાવ્યોમાં આ પરિમાણ નથી. મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ વિધાતાની ઇચ્છાથી —  અલબત્ત, મનુષ્ય દ્વારા — રોમનું વિધિનિર્માણ સિદ્ધ થાય છે એથી એ રોમ અમર છે, એનો કદી નાશ નથી. વળી જ્યૂપિટરના રહસ્યદર્શનમાં, ઍન્કાઇસિસના ઇતિહાસદિગ્દર્શનમાં અને વલ્કનની ચિત્રાવલિમાં સૂચન છે તેમ એ રોમ એક નગર માત્ર નથી, પણ સામ્રાજય છે, વિશ્વનગર છે. એથી રોમ એ શાશ્વત અને વૈશ્વિક નગર — eternal and universal city છે, શાશ્વત વિશ્વરાજ્ય છે. મનુષ્ય દ્વારા આ વિધિનિર્માણ સિદ્ધ થાય છે એથી એ મનુષ્ય એક આદર્શ મનુષ્ય હોય એ અનિવાર્ય છે. ઈનીઍસ આરંભમાં અપૂર્ણ મનુષ્ય છે પણ ક્રમે ક્રમે ઉત્તરોત્તર આત્મવિલોપન દ્વારા એની આત્મોપલબ્ધિ થાય છે. વ્યક્તિનિષ્ઠ વ્યક્તિત્વના ત્યાગ દ્વારા એને સમષ્ટિનિષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને અંતે એ લગભગ સંપૂર્ણ મનુષ્ય છે,આદર્શ મનુષ્ય છે; પ્રતીકરૂપ, અપવાદરૂપ મનુષ્ય છે, વિશિષ્ટ મનુષ્ય છે, મનુષ્યવિશેષ છે, વિધિવર્યો મનુષ્ય — man of destiny છે, વ્યક્તિ નહિ પણ વિશ્વમાનવી છે. (અગાઉ વિગતે નોંધ્યુ તેમ, વર્જિલના સૌ સમકાલીનો માટે આ રોમ અને આ મનુષ્યની સંબદ્ધતા હતી. તો આજ પૂર્વેના, આજના અને આજ પછીના વર્જિલના સૌ અનુકાલીનો માટે એથી યે વિશેષ સંબદ્ધતા છે.)

Navigation menu