બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,582: Line 1,582:
એમને લખવું પડ્યું છે કે ‘નબળી કૃતિની સ્પષ્ટ ને આકરી ટીકા કરનાર સમીક્ષકો પર નૈતિક ને માનસિક દબાણો વધતાં જાય છે એ ચિંતાજનક છે.’ (૨.૧) આગળ વધતાં કહે છે કે ‘સંવેદનશીલ અભ્યાસી વિવેચકને માથે દબાણ વધતાં જાય છે ને એને કોઈનો ખુલ્લો ટેકો નથી. કોઈ ખોંખારીને એને પડખે રહેતું નથી.’ (૨.૧) છેવટે સ્પષ્ટ કહે છે – ‘સ્થાપિતોની લોકપ્રિયતાની મગરૂરીના છાકમાં વિવેચનમાત્ર વિશે એલફેલ બોલનારાઓની જોહૂકમી ને ધાક વધવા માંડ્યાં છે. (૨.૧) અને ‘આથી જ નિર્ભીક વિવેચનની ક્યારેય ન હતી એવી આજે જરૂર છે.’ એવા દૃઢ નિશ્ચય પર એ આવે છે. રમણ સોનીની આ નિશ્ચયાત્મક કામગીરીને લક્ષમાં લેતાં રાધેશ્યામ શર્માએ પ્રત્યક્ષ વિશે પ્રમાણ ઉચ્ચાર્યું છે કે, લેખક કે પ્રકાશક ગમે એટલા પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત હોય એની સ્પૃહા કે શેહમાં પડ્યા સિવાય મહદંશે વસ્તુલક્ષી ધોરણ જળવાયું છે. (૩.૨)

[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭]     ચંદ્રકાન્ત ટોપીવાળા

૦ ૦ ૦
૦ ૦ ૦<br>
હવે આગળ–
હવે આગળ–<hr>
ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત
ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત
ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત
<hr>
રમણ સોની
{{Heading|ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત|રમણ સોની}}
{{Poem2Open}}
મુદ્રણયંત્ર આવ્યું ને વર્તમાનપત્રો તથા સામયિકો શરૂ થયાં – એવું વિધાન એક તથ્ય લેખે ખોટું નથી, તોપણ એક ઘટના લેખે આ વાત એટલી સરળ અને સીધી નથી. અલબત્ત, મુદ્રણયંત્ર સાધન ઉપરાંત એક મહત્ત્વનું પરિબળ પણ હતું; પરંતુ સૌથી મોટું પ્રેરક પરિબળ તો નવજાગૃતિને કારણે આવેલી સક્રિયતા હતું જેણે આ વર્તમાનપત્રો અને સામયિકોની સામગ્રીનું તેમજ એમના સ્વરૂપનું ઘડતર કર્યું. એ આખીય પ્રક્રિયા અંગ્રેજી સંસ્કૃતિનાં દેખીતાં અનુસરણોથી માંડીને સ્વતંત્ર મથામણો અને પ્રવૃત્તિઓ સુધી વિસ્તરેલી હતી; એટલે કે ઠીકઠીક સંકુલ હતી.

ભારતમાં તેમ ગુજરાતમાં મુદ્રણયંત્રો – પહેલાં તો શીલાછાપ યંત્રો – આવતાં જ મુદ્રિત સામગ્રીનો વિસ્ફોટ થવા માંડેલો. ઈ. ૧૭૮૦માં બંગાળીમાં બંગાળ ગૅઝેટ નામે વર્તમાનપત્ર પ્રગટ થયું અને ગુજરાતમાં રૂસ્તમજી કદેરશાસ્પજી નામના પારસી સજ્જને પહેલી વાર છાપખાનું સ્થાપીને ઈ.૧૭૮૦નું પંચાંગ છાપેલું.

Line 1,596: Line 1,597:
ઈ. ૧૮૫૦માં બુદ્ધિપ્રકાશ શરૂ થયું ત્યારથી માંડીને આજસુધીનાં દોઢસો વર્ષોનાં સામયિકોનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. એ એક બૃહદ અધ્યયનનો વિષય છે. એટલે અહીં તો એક ઝડપી વિહંગદર્શન થઈ શકે. મુખ્ય સામયિકોનાં લાક્ષણિકતા અને વલણોની પણ એક રેખા જ ઉપસાવી શકાય.

૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો – કેટલીક વિશેષ વિગતો
{{સ-મ|'''૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો – કેટલીક વિશેષ વિગતો'''}}
 
ગુજરાતી સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના તેમજ વર્તમાન સમયની સર્વ બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રસારવાના એલેક્‌ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સના સદાશયથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના મુખપત્રરૂપે શરૂ કરાયેલું બુદ્ધિપ્રકાશ(૧૮૫૦) શરૂઆતમાં ૧૬ પાનાંનું પાક્ષિક હતું ને ઘણાબધા સામાજિક વિષયોને સામગ્રી તરીકે આલેખતું હતું. પણ ૧૮૫૫થી દલપતરામ એના તંત્રી થતાં એમાં સાહિત્યની સામગ્રી પણ ઉમેરાઈ. તે સમયનાં લગભગ સર્વ સામાજિક તેમજ સાહિત્યિક સંચલનોનું પ્રતિબિંબ આ માસિક સામયિકમાં ઝિલાયેલું છે. દલપતરામની સાહિત્ય-પ્રેરકતાનું તેમજ તેમના વૈચારિક ગદ્યના વિકાસનું પણ એ વાહક હતું. આજ સુધી અખંડ ચાલતું રહેલું, સંશોધન-અધ્યયનની દિશામાં જઈને વળી સાહિત્યના સર્વસામાન્ય રસનું માસિક બનેલું બુદ્ધિપ્રકાશ ગુજરાતીનું સૌથી લાંબો આયુષ્યકાળ ધરાવતું સામયિક છે.

એ સમયે પણ વધુ ઉત્તેજક સામયિકો તો હતાં સત્યપ્રકાશ (૧૮૫૫) અને ડાંડિયો (૧૮૬૪), કેમકે એમણે ધાર્મિક-સામાજિક ક્ષેત્રે ઘણો મોટો ઊહાપોહ – ક્યારેક વિવાદ પણ – જગવ્યો. કરસનદાસ મૂળજી જેવા અત્યંત નિર્ભીક પત્રકાર-સુધારકે સત્યપ્રકાશ દ્વારા ધાર્મિક પાખંડો સામે અવાજ ઊંચક્યો હતો. વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ની નિર્ણાયક સફળતામાં અન્ય પરિબળો-વ્યક્તિઓ ઉપરાંત સત્યપ્રકાશનો પણ ઘણો મોટો ફાળો હતો. જોકે આ સામયિકનાં લખાણોની ભાષા, એની લખાવટ, પ્રાથમિક અને ઠીકઠીક અણ-ઘડ હતી.

Line 1,608: Line 1,608:
આનંદશંકરની સમન્વયવાદી દૃષ્ટિએ સામાજિક-ધાર્મિક વિચારણાને એકપક્ષી મતાગ્રહમાંથી મુક્ત ને મોકળી કરી. એટલું જ નહીં, મૂળ સત્ય સુધી પહોંચતી એમની ઊંડી તત્ત્વજિજ્ઞાસાએ એને પરિશુદ્ધ રૂપ પણ આપ્યું. વસંતમાં વિષયોની વ્યાપકતા જ કેટલી મોટી હતી – અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, કેળવણી, રાજકારણ, સમાજ, વિજ્ઞાન, માનસશાસ્ર, કૃષિવિજ્ઞાન, ઉદ્યોગ, સંગીત, ખગોળ અને સાહિત્ય! માનવજ્ઞાન અને કળાની અનેક શાખાઓ પરનાં નોંધપાત્ર લખાણો વસંતમાં સ્થાન પામતાં રહ્યાં. આનંદશંકરનાં, પછી ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલાં મૂલ્યાવાન પુસ્તકોનાં મોટા  ભાગનાં લખાણો વસંતનાં પાને આવિષ્કાર પામેલાં હતાં. ઉમાશંકરે ૧૯૪૭માં સંસ્કૃતિ શરૂ કર્યું ત્યારે એમના મનમાં વસંત એક આદર્શ નમૂના (મૉડેલ) રૂપે રહ્યું હતું, એ પણ વસંતના વ્યાપક ફલકનો અને એના પ્રદાનનો ખ્યાલ આપે છે.

૨૦મી સદી પૂર્વાર્ધ : સાહિત્યિક પત્રકારત્વની નવી દિશાઓ
{{સ-મ|'''૨૦મી સદી પૂર્વાર્ધ : સાહિત્યિક પત્રકારત્વની નવી દિશાઓ'''}}
 
વસંતે વિચારલક્ષી વ્યાપકતા અને મોકળાશ ઊભાં કર્યાં ને ૨૦મી સદીના ચારેક દાયકા સુધી એ પ્રવૃત્ત રહ્યું એ બરાબર પરંતુ એ વિદ્વદ્‌-પરંપરાનો વિસ્તાર કરનારું, ગંભીર પ્રકારનું સામયિક હતું. સરળતા અને રસિકતા દ્વારા વ્યાપક સાહિત્યરસિક વર્ગનાં વિસ્મય-જિજ્ઞાસાને જગાડવા-પોષવાનું કામ વીસમી સદી (૧૯૧૬)એ કર્યું. એ આપણું પહેલું સચિત્ર (ઇલસ્ટ્રેટેડ) સાહિત્યિક-સામયિક હતું. એમાં સચિત્રતા કેવળ સુશોભન કે આકર્ષણ માટે ન હતી કેમકે એ ચિત્રો વિખ્યાત ચિત્રકળાકારોનાં હતાં -મુનશીની નવલકથા હોય ને એનાં પ્રતાપી પાત્રોનાં ચિત્રરેખાંકનો રવિશંકર રાવળે કરેલાં હોય. કલકત્તામાં તૈયાર થતું એનું બહુરંગી મુખપૃષ્ઠ પણ નીવડેલા ચિત્રકારનું રહેતું. સાહિત્યની ગુણવત્તાનું કે રુચિનું ધોરણ નીચે ઉતાર્યા વિનાની સાચી લોકપ્રિયતા બલકે લોકલક્ષિતા એના સંપાદક હાજીમહંમદ અલારખિયા શિવજીનું ધ્યેય હુતું. એ ધ્યેય પાર પાડવા એમણે ઉત્તમ લેખકો પાસેથી જહેમતપૂર્વક લખાણો કઢાવ્યાં, મુદ્રણ આદિની ઉત્તમ વ્યવસ્થા નિપજાવી, ખર્ચ કરવામાં ખુવાર થઈ જવા સુધી પાછું વળીને ન જોયું. પરિણામે વીસમી સદી હાજીમહંમદના અકાળ અવસાન સાથે અકાળે જ બંધ પડ્યું. પરંતુ એ ચાર વર્ષમાં એણે સાહિત્યિક પત્રકરાત્વનો એક નવો ચહેરો ઉપસાવ્યો.

વીસમી સદી નું અધૂરું કામ બે સામયિકોએ જુદી જુદી રીતે ઉપાડી લીધું – ગુજરાત(૧૯૨૨) દ્વારા મુનશીએ તથા કુમાર(૧૯૨૪) દ્વારા રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે.

Line 1,619: Line 1,618:
પંડિતયુગીન સામયિકો જેવી પ્રશિષ્ટતા ધરાવતું રામનારાયણ પાઠકનું પ્રસ્થાન(૧૯૨૬) એની નીવડેલી પ્રયોગશીલતાથી આગવી વિશેષતા ધરાવતું બનેલું. મૉડર્ન રિવ્યૂને આદર્શ (મૉડેલ) તરીકે સ્વીકારીને વ્યાપક પ્રશ્નોને એણે હાથ ધર્યા હતા. તેમ છતાં સાહિત્ય એના કેન્દ્રમાં રહ્યું હતું. રામનારાયણ પાઠક (‘દ્વિરેફ’)ની પ્રયોગલક્ષી વાર્તાઓ એમાં જ પ્રગટેલી તેમજ વિવેચક રામનારાયણ અને રસિકલાલ પરીખના અભ્યાસલેખોથી એ સમૃદ્ધ થયેલું. નવી પેઢીના લેખકોની તેજસ્વિતાને માટે પણ પ્રસ્થાન પ્રેરક બનતું રહેલું.

સ્વાતંત્ર્યોત્તર સમયનાં સામયિકો : દૃષ્ટિકોણ અને વલણોનું વૈવિધ્ય
{{સ-મ|'''સ્વાતંત્ર્યોત્તર સમયનાં સામયિકો : દૃષ્ટિકોણ અને વલણોનું વૈવિધ્ય'''}}
 
પંડિતયુગ સાથે પૂર્વ-અનુસંધાન રાખીને વસંત ગાંધીયુગીન સાક્ષરી પરંપરા અને વ્યાપક વિચારલક્ષિતા સુધી વિસ્તર્યું એ જ રીતે ૧૯૪૭માં આરંભાયેલું સંસ્કૃતિ સાહિત્ય અને સંસ્કૃતિના વ્યાપક ફલક પર, પ્રશિષ્ટતા સાથે અનુસંધિત રહીને એ પછી બદલાતાં રહેલાં યુગપરિબળો સાથે – અદ્યતન સાહિત્ય-સમય સાથે – પણ મોકળાશથી છતાં ઉત્તમતાના આગ્રહપૂર્વક પ્રવર્તતું રહેલું એક પ્રમુખ સામયિક બન્યું. અગ્રણી સાહિત્યકાર અને સંપાદક તરીકેની ઉમાશંકર જોશીની શ્રદ્ધેયતાએ પણ બદલાતી પેઢીઓના તેજસ્વી સાહિત્યકારો-વિચારકોને સંસ્કૃતિ સાતે જોડેલા રાખ્યા. એના ૪૦૦ ઉપરાંત અંકો તથા ‘વિવેચન વિશેષાંક’, ‘શેક્‌સ્પિયર વિશેષાંક’, ‘કાવ્યાયન’, ‘સર્જકની આંતરકથા’, ‘પ્રતિભા અને  પ્રતિભાવ’ નામના (પછી ઉત્તમ સંચયગ્રંથોનું રૂપ પામેલા) વિશેષાંકો એની સાહેદી પૂરે છે. છેલ્લા, ‘પૂર્ણાહુતિ વિશેષાંક’-માંની, ‘સંસ્કૃતિ વિદાય માગે છે’  નામની નિવેદન-કેફિયત, વ્યાપકભાવે પણ આપણી સામયિક-પ્રવૃત્તિ વિશે માર્મિક નિરીક્ષણો આપતો એક મૂલ્યવાન લેખ બની રહે છે.

૧૯૫૦માં આરંભાયેલું મિલાપ ઉત્તમ વાચનના દોહનનું અ આપણું એક નમૂનેદાર ડાયજેસ્ટ-સામયિક હતું. બહોળા વર્ગની વાચનરુચિને પ્રેરવા-કેળવવાની એના સંપાદક મહેન્દ્ર મેઘાણીની શક્તિ આ સામયિક દ્વારા પ્રગટી-વિકસી હતી ને એ અનેક ઉપયોગી સંપાદન-પુસ્તિકાઓ સુધી વિસ્તરી હતી. ૨૮ વર્ષ ચલાવીને મિલાપ ને એમણે સમેટ્યું એ પછી પણ એમની આ ઉપયોગી દોહન-સંપાદનપ્રવૃત્તિ ચાલુ જ છે. (‘અડધી સદીની વાચનયાત્રા’માં એ પ્રતિફલિત થતી રહી છે.)

Line 1,630: Line 1,628:
૧૯૬૬માં શરૂ થયેલા સંજ્ઞાની એક લાક્ષણિકતા એના સંપાદક જ્યોતિષ જાનીની કલ્પનાશક્તિ સક્રિયતા હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કહેલું એમ એ ‘dynamic’ હતું. સામયિકની લાક્ષણિક સાઇઝ, એનું એવું જ લાક્ષણિક મુદ્રણ અને મુખપૃષ્ઠ એની આગવી ઓળખ હતાં. સામગ્રીમાં, એની રજૂઆતમાં અને સંપાદકીય કૌશલમાં એક પ્રકારની સૂઝવાળી અ-રૂઢતા હતી – સુરેશ જોશીની લાંબી (છતાં અધૂરી રહેલી) વિશિષ્ટ, ઉત્તેજક મુલાકાત એનું એક મહત્ત્વનું દૃષ્ટાંત છે. એક દાયકો ચાલેલા સંજ્ઞાએ કેટલાક સ્મરણીય અંકો આપ્યાં. પણ, જ્યોતિષ જાનીનું આ સંપાદન-કૌશલ સંજ્ઞા પછીનાં એમનાં સામયિક-સંપાદનોમાં જોવા ન મળ્યું.

આજનાં સામયિકો : માત્ર પ્રકારલક્ષી નિર્દેશો
{{સ-મ|'''આજનાં સામયિકો : માત્ર પ્રકારલક્ષી નિર્દેશો'''}}
 
આજે ચાલતાં – જૂનાં ચાલુ તેમજ છેલ્લા એક દોઢ દાયકાથી આરંભાયેલાં સામયિકોની વાત એમને ત્રણેક પ્રકારમાં વહેંચીને કરવી સગવડરૂપ બનશે ; (૧) કોઈ એક વિષય-વિશેષને વરેલાં – કેવળ કવિતાનાં, ગદ્યનાં કે વિવેચનનાં; (૨) સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરનારાં અને (૩) વ્યાપક પ્રકારનાં – વિવિધ વિષયનાં પણ સાહિત્યની મુખ્યતાવાળાં.

બે-અઢી દાયકાથી ચાલતું કવિતા આકર્ષક, કંઈક વૈભવી નિર્માણવાળું, કવિઓના ફોટોગ્રાફ પણ છાપનારું ને હસ્તાક્ષર-વિશેષાંકો કરનારું; વિદેશી કવિઓની કવિતાના અનુવાદો પણ પ્રગટ કરનારું; લાક્ષણિક નિર્માણ-કૌશલ ઉપરાંત સર્વપ્રિય કવિતાથી લોકપ્રિય બનેલું, સુરેશ દલાલસંપાદિત સામયિક છે એની સામે કવિલોક સાદું છતાં સુઘડ, મુદ્રણસજ્જાની પણ સૂઝવાળું, સામ્પ્રત કવિતા ઉપરાંત કવિતાવિષયક થોડાંક ટૂંકાં, ક્યારેક સઘન વિવેચનલખાણો પણ પ્રગટ કરનારું ગુજરાતી કવિતાનું ઋતુપત્ર છે. વર્ષો સુધી રાજેન્દ્ર શાહે એ ચલાવ્યું – પછી ધીરુભાઈ પરીખ (વચ્ચે થોડોક વખત હેમંત દેસાઈ) એના સંપાદક છે. રશીદ મીર સંપાદિત ધબક કેવળ ગઝલનું સામયિક છે.

Line 1,642: Line 1,639:
  ગુજરાતીમાં આજે લખાતું સહિત્ય વિવિધ સ્વરૂપની સાહિત્યકૃતિઓ – આ દરેક સામયિકમાં લગભગ સમાન સ્તરે પ્રગટ થાય છે. તો શું આ બધાંને એક જ સામયિકના વિવર્તોરૂપ ગણવાં? આપણા એક વરિષ્ઠ સાહિત્યકારે કહેલું એમ સંપાદકોની શક્તિ વિવિધ સામયિકોમાં વહેંચાયેલી રહે એને બદલે થોડાંકને સમેટી લઈને કોઈ એક-બે સામયિકોમાં જ કેન્દ્રિત થવી જોઈએ - એ સાચું વલણ, સાચી પ્રતિક્રિયા છે? આ બાબતોમાં તથ્ય હોવા છતાં, બાહ્ય દૃષ્ટિએ સમાન સ્વરૂપનાં, સરખી ભૂમિકા ભજવતાં દેખાતાં હોવા છતાં આ દરેકની – દરેકની નહીં તો મોટા ભાગનાંની – મુદ્રા નોખીનોખી છે. સંસ્થાગત નીતિ અને સંપાદકીય વલણો ઝાઝાં વ્યાવર્તક ન હોવા છતાં કંઈક દૃષ્ટિભેદ, કંઈક પદ્ધતિભેદ તો એમાં દેખાય જ છે. લેખકવર્તુળ વ્યાપક હોવા છતાં કેટલાંકમાં અમુક સાહિત્યિક વલણો બનાવનાર લેખકોનું જૂથ જુદું પણ દેખાવાનું. એક આખા દાયકાને સમયખંડ લઈને પ્રત્યેક સામયિકમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં કૃતિઓ-લેખોની યાદી કરીને સરખાવીએ તો દરેક સામયિકની વિભિન્ન મુદ્રાઓનો કંઈક અંદાજ આવે.

ત્રીજા પ્રકારનાં – વિવિધ વિષયોનાં, પણ સાહિત્યની મુખ્યતાવાળાં સામયિકોનું પ્રમાણ હવે ઘટતું ચાલ્યું છે. આપણાં બધાં જ મહત્ત્વનાં પૂર્વકાલીન સામયિકો મહદંશે આવા વ્યાપક પ્રકારનાં હતાં – બુદ્ધિપ્રકાશ, સુદર્શન, વસંત, પ્રસ્થાન, સંસ્કૃતિ આદિ. કૌમુદીથી કેવળ સાહિત્યના સામયિકની દિશા વધારે સ્પષ્ટ થતી ચાલી જે સ્વાતંત્ર્યોત્તર સામયિકોમાં વધુ કેન્દ્રિત બનતી ગઈ. છતાં આજે પણ કુમાર, નવનીતસમર્પણ આદિ સામયિકો આ પ્રકાનાં છે જેમાં સાહિત્યકૃતિઓ અગ્રિમ સ્થાને છે. સાહિત્યિક પત્રકારત્વની આ સૌથી વ્યાપક, ખુલ્લી દિશા છે ને આ પ્રકારનાં સામયિકોનો ગ્રાહક-વાચકવર્ગ પણ સ્વાભાવિક જ વધુ રહેવાનો.

*
{{સ-મ||<big>'''*'''</big>}}
આપણાં સાહિત્ય-સામયિકોની આ પરિચયરેખા આછી-પાતળી છે. પણ એના પરથી આપણી સામયિક-પ્રવૃત્તિનો એક પાયાનો નકશો તો મળવાનો. સાહિત્ય વિશેના, સાહિત્યની જીવન સાથેની નિસબત વિશેના દૃષ્ટિકોણની ભિન્નતાએ આપણા સાહિત્યિક પત્રકારત્વને અનેક-પરિમાણી તો બનાવ્યું જ છે, ભલે એનાં કેટલાંક પરિમાણો કાચાં કે નબળાં રહી ગયાં હોય. સંપાદકોનાં જહેમત અને (ખુવાર થવા સુધીની) સમર્પણશીલતા, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને વલણો બાબતેનું એમનું નેતૃત્વ, એમની યુયુત્સા અને સમન્વયશીલતા, એમની સૂઝ અને એમના અભિનિવેશો, એ બધાંએ – ભલે દરેકેદરેક સંપાદકે ચિરકાલીન પ્રભાવ ન પાથર્યો હોય, પણ સાહિત્યના પટ ઉપર એક વિશિષ્ટ-આકર્ષક ભાત તો ઉપસાવી જ છે.

પત્રકારત્વની જુદું પડી રહેતું અને વર્તમાનપત્રોમાં ચાલતી સાહિત્યચર્ચાઓ કરતાં વધુ પ્રભાવક રહેલું આ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યની તત્ક્ષણનો હિસાબ આપવા ઉપરાંત અને વિશિષ્ટ આબોહવા રચવા ઉપરાંત સાહિત્યના ઇતિહાસને રચનારી પણ એક મહત્ત્વની પીઠિકા બની રહે છે.

{{Poem2Close}}
{{સ-મ||<big> ૦ ૦ ૦</big>}}

Navigation menu