બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,637: Line 1,637:
૧૮૮૬માં ગ્રંથ બંધ પડ્યું એ પછી સમીક્ષાના સ્વતંત્ર સામયિકની ખોટ વરતાતી હતી. ૧૯૯૧માં શરૂ થયેલું ત્રૈમાસિક સામયિક પ્રત્યક્ષ એ દિશામાં પ્રયત્નશીલ છે. પહેલાં બે વર્ષ જયદેવ શુક્લ અને નીતિન મહેતા સાથે હતા, ને હવે સ્વતંત્ર રીતે રમણ સોની એનું તંત્ર-સંપાદન સંભાળે છે. ૧૯૯૫માં પ્રગટ થયેલો એનો ‘સંપાદક-વિશેષાંક’ બહોળો સ્વીકાર પામેલો, ઉપયોગી પુરવાર થયેલો અંક હતો.

વિષય-વિશેષનાં આ સામયિકોની, પ્રત્યેકની મુદ્રા અલગ છે – એમના દરેકના અલગ ક્ષેત્રે એ આંકી આપેલી છે ને એ એનો વિશેષ છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનું પરબ, ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ, ક્ષિતિજ સંશોધન કેન્દ્રનું એતદ્‌, ચારુતર વિદ્યામંડળનું વિ તથા સ્વતંત્ર સાહસરૂપે ચાલતાં ઉદ્દેશ, ખેવના, સમીપે, તથાપિ, તાદર્થ્ય, કંકાવટી વગેરે સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરતાં વ્યાપક સાહિત્યિક સામયિકો છે.( ઉદ્દેશ, સંપા. પ્રબોધ જોશી (આદ્ય સંપા. સદ્‌ગત રમણલાલ જોશી; ખેવના, સંપા. સુમન શાહ; સમીપે, સંપા. શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર; તથાપિ, સંપા. જયેશ ભોગાયતા; તાદર્શ્ય, સંપા. પૂર્વી ઓઝા (આદ્ય સંપા. સદ્‌ મફત ઓઝા); કંકાવટી, સંપા. રતિલાલ અનિલ.)  

ગુજરાતીમાં આજે લખાતું સહિત્ય વિવિધ સ્વરૂપની સાહિત્યકૃતિઓ – આ દરેક સામયિકમાં લગભગ સમાન સ્તરે પ્રગટ થાય છે. તો શું આ બધાંને એક જ સામયિકના વિવર્તોરૂપ ગણવાં? આપણા એક વરિષ્ઠ સાહિત્યકારે કહેલું એમ સંપાદકોની શક્તિ વિવિધ સામયિકોમાં વહેંચાયેલી રહે એને બદલે થોડાંકને સમેટી લઈને કોઈ એક-બે સામયિકોમાં જ કેન્દ્રિત થવી જોઈએ - એ સાચું વલણ, સાચી પ્રતિક્રિયા છે? આ બાબતોમાં તથ્ય હોવા છતાં, બાહ્ય દૃષ્ટિએ સમાન સ્વરૂપનાં, સરખી ભૂમિકા ભજવતાં દેખાતાં હોવા છતાં આ દરેકની – દરેકની નહીં તો મોટા ભાગનાંની – મુદ્રા નોખીનોખી છે. સંસ્થાગત નીતિ અને સંપાદકીય વલણો ઝાઝાં વ્યાવર્તક ન હોવા છતાં કંઈક દૃષ્ટિભેદ, કંઈક પદ્ધતિભેદ તો એમાં દેખાય જ છે. લેખકવર્તુળ વ્યાપક હોવા છતાં કેટલાંકમાં અમુક સાહિત્યિક વલણો બનાવનાર લેખકોનું જૂથ જુદું પણ દેખાવાનું. એક આખા દાયકાને સમયખંડ લઈને પ્રત્યેક સામયિકમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં કૃતિઓ-લેખોની યાદી કરીને સરખાવીએ તો દરેક સામયિકની વિભિન્ન મુદ્રાઓનો કંઈક અંદાજ આવે.

ત્રીજા પ્રકારનાં – વિવિધ વિષયોનાં, પણ સાહિત્યની મુખ્યતાવાળાં સામયિકોનું પ્રમાણ હવે ઘટતું ચાલ્યું છે. આપણાં બધાં જ મહત્ત્વનાં પૂર્વકાલીન સામયિકો મહદંશે આવા વ્યાપક પ્રકારનાં હતાં – બુદ્ધિપ્રકાશ, સુદર્શન, વસંત, પ્રસ્થાન, સંસ્કૃતિ આદિ. કૌમુદીથી કેવળ સાહિત્યના સામયિકની દિશા વધારે સ્પષ્ટ થતી ચાલી જે સ્વાતંત્ર્યોત્તર સામયિકોમાં વધુ કેન્દ્રિત બનતી ગઈ. છતાં આજે પણ કુમાર, નવનીતસમર્પણ આદિ સામયિકો આ પ્રકાનાં છે જેમાં સાહિત્યકૃતિઓ અગ્રિમ સ્થાને છે. સાહિત્યિક પત્રકારત્વની આ સૌથી વ્યાપક, ખુલ્લી દિશા છે ને આ પ્રકારનાં સામયિકોનો ગ્રાહક-વાચકવર્ગ પણ સ્વાભાવિક જ વધુ રહેવાનો.

{{સ-મ||<big>'''*'''</big>}}
{{સ-મ||<big>'''*'''</big>}}

Navigation menu