18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 266: | Line 266: | ||
{{Right|૧૪-૩-૨૦૦૮}} | {{Right|૧૪-૩-૨૦૦૮}} | ||
{{SetTitle}} | |||
{{Heading|15| }} | |||
<poem> | |||
તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ, | |||
ઝાંઝવાની આ જબરદસ્તી જુઓ. | |||
રુ-બ-રૂ એ થાય એવી છે વકી, | |||
આ બગીચે પુષ્પની વસ્તી જુઓ. | |||
આપ પાછે પગ જરા ચાલી જુઓ, | |||
માત્ર છાપાં ન જુઓ, પસ્તી જુઓ. | |||
મન-મગજની રોજની તકરારમાં, | |||
થાય છે મોંઘી ક્ષણો સસ્તી, જુઓ. | |||
રેતની ગરમી અને ખારો પવન, | |||
એ છતાં ‘ઈર્શાદ’ની મસ્તી જુઓ. | |||
</poem> | |||
{{Right|૨૨-૩-૨૦૦૮}} | |||
{{SetTitle}} | |||
{{Heading|16|}} | |||
<poem> | |||
રણઝણ રણકતા કાન છે, | |||
વૃક્ષો ઉપર ક્યાં પાન છે? | |||
સૂરજ ઉઘાડે બારણું : | |||
ઘરમાં ઘણા મહેમાન છે. | |||
તું યાદ આવે એ ક્ષણો, | |||
નમણી છે, ભીને વાન છે. | |||
બિંબાય જળમાં આભથી, | |||
ક્યાં ચંદ્ર કમ શેતાન છે? | |||
જોયું ન જોયું થાય છે? | |||
એ ક્યારનો બેભાન છે. | |||
જે જે હતું ભરચક બધું, | |||
તું છે છતાં વેરાન છે. | |||
આ પ્રેમ બીજું કંઈ નથી, | |||
‘ઈર્શાદ’ કાચું ધાન છે. | |||
</poem> | |||
{{Right|૨-૪-૨૦૦૮}} | |||
{{SetTitle}} | |||
{{Heading|17|}} | |||
<poem> | |||
તું કહે છે કે હવે હું જાઉં છું, | |||
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું. | |||
તું ખરેખર ખૂબ અઘરો દાખલો, | |||
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું. | |||
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે, | |||
એક પડછાયો બની ફેલાઉં છું. | |||
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું, | |||
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું. | |||
કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે, | |||
છૂટવા ઈચ્છું અને બંધાઉં છું. | |||
</poem> | |||
{{Right|૨૫-૫-૨૦૦૭}} | |||
{{SetTitle}} | |||
{{Heading|18|}} | |||
<poem> | |||
કિનારે જઉં કે નદીમાં તરું? | |||
કશો એક નિર્ણય હવે તો કરું. | |||
હવે લહેરખી હચમચાવે મને, | |||
અને ડાળ પરથી હું ખરખર ખરું. | |||
ઘડામાં તસુભાર જગ્યા નથી, | |||
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું? | |||
ચડે હાંફ, લોહી અટકતું વહે, | |||
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું. | |||
થઇ શ્વાસની કેવી લાંબી શરત? | |||
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું. | |||
</poem> | |||
{{Right|૫-૪-૨૦૦૮}} |
edits