8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 64: | Line 64: | ||
"કેમ?' | "કેમ?' | ||
"તાવ જેવું લાગે છે.'' | "તાવ જેવું લાગે છે.'' | ||
"સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો. | |||
‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ. | ‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ. | ||
Line 109: | Line 109: | ||
"ઓ મૅમ, ક્યાં અટકી ગયાં?” | "ઓ મૅમ, ક્યાં અટકી ગયાં?” | ||
"કદાચ અટકી ગઈ હતી ત્યાંથી આગળ વધુ છું" બોલતી વખતે એની આંખોમાં ચમક હતી. | |||
દૂરથી ખળખળતો ધ્વનિ કાનને કલશોરથી ભરી દેતો હતો. વરસાદી પાણીનું ઝાડીની વચ્ચે રસ્તો કરતું, કૂદતું -રમતું, નાનું ઝરણું વ્હેતું હતું. નજીક જઈ બંનેએ ખોબે ખોબે પાણી પીધું. તરલનાં શર્ટ પર અડધું પાણી ઢોળાયું તોય એ મલકાતી હતી. એ ત્યાં જ પાણીમાં પગ ઝબકોળતી બેસી પડી. નિયોની નજર થોડે દૂર ઝાડીની વચ્ચે એક મોટાં વૃક્ષનાં થડ પર પડી. મોરપીંછ, નીલા રંગનાં પતંગિયાનાં ટોળાં જામ્યાં હતાં. એણે તરત જ તરલનાં શર્ટની બાંય હળવેકથી ખેંચી ચૂપ રહેવાનો ઇશારો કરતા, પતંગિયાઓ તરફ આંગળી ચીંધી. તરલનું મોં ખુલ્લું અને આંખો ફાટેલી જ રહી ગઈ. મોરપીંછ રંગ પર કાળી છાંટવાળા ઊડતાં, ફરફરતાં રંગોનાં ટોળાં! વિચાર્યું પણ ન હોય એવી અદ્ભુત સૃષ્ટિનો એ પણ એક ભાગ હતી? એને માનવામાં નહોતું આવતું. અંદરથી એક જ અવાજ આવતો હતો. પ્રકૃતિ નું અનન્ય નૃત્ય! આંખો દૃશ્ય પીતી રહી એ ઝરણું બની વહેતી રહી. અંદરથી ખાલી થતાં નવેસરથી ભરાતી રહી. અસર એટલી ઘેરી હતી એ પાછા ફરતાં આખો રસ્તો બંને કશું બોલ્યાં નહિ. ઝાડ વચ્ચેથી રસ્તો કરતાં કિનારે બેસી પડ્યાં. | દૂરથી ખળખળતો ધ્વનિ કાનને કલશોરથી ભરી દેતો હતો. વરસાદી પાણીનું ઝાડીની વચ્ચે રસ્તો કરતું, કૂદતું -રમતું, નાનું ઝરણું વ્હેતું હતું. નજીક જઈ બંનેએ ખોબે ખોબે પાણી પીધું. તરલનાં શર્ટ પર અડધું પાણી ઢોળાયું તોય એ મલકાતી હતી. એ ત્યાં જ પાણીમાં પગ ઝબકોળતી બેસી પડી. નિયોની નજર થોડે દૂર ઝાડીની વચ્ચે એક મોટાં વૃક્ષનાં થડ પર પડી. મોરપીંછ, નીલા રંગનાં પતંગિયાનાં ટોળાં જામ્યાં હતાં. એણે તરત જ તરલનાં શર્ટની બાંય હળવેકથી ખેંચી ચૂપ રહેવાનો ઇશારો કરતા, પતંગિયાઓ તરફ આંગળી ચીંધી. તરલનું મોં ખુલ્લું અને આંખો ફાટેલી જ રહી ગઈ. મોરપીંછ રંગ પર કાળી છાંટવાળા ઊડતાં, ફરફરતાં રંગોનાં ટોળાં! વિચાર્યું પણ ન હોય એવી અદ્ભુત સૃષ્ટિનો એ પણ એક ભાગ હતી? એને માનવામાં નહોતું આવતું. અંદરથી એક જ અવાજ આવતો હતો. પ્રકૃતિ નું અનન્ય નૃત્ય! આંખો દૃશ્ય પીતી રહી એ ઝરણું બની વહેતી રહી. અંદરથી ખાલી થતાં નવેસરથી ભરાતી રહી. અસર એટલી ઘેરી હતી એ પાછા ફરતાં આખો રસ્તો બંને કશું બોલ્યાં નહિ. ઝાડ વચ્ચેથી રસ્તો કરતાં કિનારે બેસી પડ્યાં. | ||
એ બોલી, ’'મોબાઇલ નથી, કેમેરો નથી, છતાં આ દૃશ્ય મારી અંદર હંમેશાં જીવતું રહેશે. જગતના અજ્ઞાત ખૂણે આ એક એવો સમય વહેતો હતો જેને ક્યારેય કોઇએ વાંચ્યો નહોતો, જોયો નહોતો.'’ એની આંખો દરિયાને જોવા છતાં ક્યાંક બીજે જોતી હોય એવી ભાસતી હતી. | એ બોલી, ’'મોબાઇલ નથી, કેમેરો નથી, છતાં આ દૃશ્ય મારી અંદર હંમેશાં જીવતું રહેશે. જગતના અજ્ઞાત ખૂણે આ એક એવો સમય વહેતો હતો જેને ક્યારેય કોઇએ વાંચ્યો નહોતો, જોયો નહોતો.'’ એની આંખો દરિયાને જોવા છતાં ક્યાંક બીજે જોતી હોય એવી ભાસતી હતી. | ||
“મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો. | |||
"તું જે ખવરાવ એ." | "તું જે ખવરાવ એ." | ||
''ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?" | ''ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?" |