રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવેચક રા. વિ. પા.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 87: Line 87:
રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે :
રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે :
“કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.”
“કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.”
(સાહિત્યવિમર્શ, પૃ. ૨૩)
<br>{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૨૩)}}
રામનારાયણ ‘કલામાં વિશિષ્ટનું જ મહત્ત્વ છે, સામાન્યનું નહીં’ એમ કહે છે ખરા, પરંતુ વસ્તુતઃ તો એમને નૈયાયિકની પેઠે બંનેયનો સમન્વય ઇષ્ટ છે; કેમ કે જે ‘કલાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ મૂર્ત રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને?’<ref>૧૦૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૪.</ref> — આ એમના બુનિયાદી પ્રશ્નો છે.

રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે — એ બંને મતોનું સમાધાન કરી શકે છે.<ref>૧૦૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬.</ref> તેઓ ભારતીય કાવ્યમીમાંસા ને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના સિદ્ધાંતો વચ્ચે રહેલો મેળ બતાવવામાંયે ઠીક ઠીક વિચક્ષણતા દાખવે છે. ઉદાહરણ તરીકે, ‘કાવ્ય રસનિષ્પત્તિ માટે છે’ એમાં જ તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાન્ત જુએ છે.<ref>૧૦૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૦.</ref> વળી તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ ઇલ્યુઝન’ના સિદ્ધાન્તનો શંકુકના ચિત્રતુરગન્યાયની સાથે મેળ જુએ છે.<ref>૧૦૪. આકલન, ૫. ૧૦.</ref> વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ કૉન્ટેમ્પ્લેટિવ’ના ખ્યાલનું અને કાવ્યજગતનો અનુભવ સાધારણીકૃત છે તેમાં ‘ઑલ આર્ટ ઇઝ યુનિવર્સલ’ના ખ્યાલનું પ્રવર્તન જુએ છે.<ref>૧૦૫. એજન, પૃ. ૧૨.</ref> તેઓ ‘કલા એ જીવનનું આવિષ્કરણ છે’ (‘આર્ટ ઇઝ એક્સ્પ્રેશન ઑફ લાઇફ’) એ સૂત્રનો બધો અર્થ ‘આત્મા એ જ સ્થાયી છે’ એમાં આવી ગયેલો જુએ છે.<ref>૧૦૬. એજન, પૃ. ૨૨-૨૩.</ref>

આમ રામનારાયણની કલામીમાંસા સમન્વયધર્મી છે. એ મીમાંસાનું મુખ્ય બળ ભારતીય કાવ્યવિચારણાનું જ છે અને ગોવર્ધનરામ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર આદિ દ્વારા પ્રવર્તેલી આપણી કાવ્યચર્ચાની પરંપરા સાથેય તેનું સાતત્ય છે; પરંતુ જે રીતે જીવનની અખિલાઈનો સંદર્ભ સાચવીને કલાની સ્વાયત્તતાની એમણે જિકર કરી એમાં એમની વિશેષતા છે. તેમણે સાહિત્યકળાની સર્જનકૃતિના મૂળમાં સમસ્ત જીવન સાથેનો સંબંધ રહેલો સ્વીકાર્યો છે, પણ પછી તેઓ માર્મિકપણે જણાવે છે કે ‘સાહિત્યની સર્જનકૃતિ જન્મવા સાથે તેનો પોષક તત્ત્વો સાથેનો સર્વ સંબંધ બંધ પડે છે.’૧૦૭ જોકે આપણે ઉમેરવું જોઈએ (જે એમને અભિપ્રેત પણ છે જ) કે સાહિત્યની સર્જનકૃતિનું જે પ્રકારે આસ્વાદગ્રહણ ભાવક દ્વારા થાય છે ત્યાં ફરીથી સમસ્ત જીવનના સાથેના સંબંધનું વિલક્ષણ રીતે અનુસંધાન થાય જ છે.
આમ રામનારાયણની કલામીમાંસા સમન્વયધર્મી છે. એ મીમાંસાનું મુખ્ય બળ ભારતીય કાવ્યવિચારણાનું જ છે અને ગોવર્ધનરામ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર આદિ દ્વારા પ્રવર્તેલી આપણી કાવ્યચર્ચાની પરંપરા સાથેય તેનું સાતત્ય છે; પરંતુ જે રીતે જીવનની અખિલાઈનો સંદર્ભ સાચવીને કલાની સ્વાયત્તતાની એમણે જિકર કરી એમાં એમની વિશેષતા છે. તેમણે સાહિત્યકળાની સર્જનકૃતિના મૂળમાં સમસ્ત જીવન સાથેનો સંબંધ રહેલો સ્વીકાર્યો છે, પણ પછી તેઓ માર્મિકપણે જણાવે છે કે ‘સાહિત્યની સર્જનકૃતિ જન્મવા સાથે તેનો પોષક તત્ત્વો સાથેનો સર્વ સંબંધ બંધ પડે છે.’<ref>૧૦૭. સાહિત્યવિમર્શ, પૃ. ૪૨.</ref> જોકે આપણે ઉમેરવું જોઈએ (જે એમને અભિપ્રેત પણ છે જ) કે સાહિત્યની સર્જનકૃતિનું જે પ્રકારે આસ્વાદગ્રહણ ભાવક દ્વારા થાય છે ત્યાં ફરીથી સમસ્ત જીવનના સાથેના સંબંધનું વિલક્ષણ રીતે અનુસંધાન થાય જ છે.
 
<ref>૧૦૭. સાહિત્યવિમર્શ, પૃ. ૪૨.</ref>

રામનારાયણે હિન્દીના ખ્યાતનામ કવિઓને સાર્વજનિક સન્માન આપવાના પ્રસંગે વ્યાખ્યાન આપતાં કવિ પાસેથી આ અપેક્ષા રાખી હતી :
રામનારાયણે હિન્દીના ખ્યાતનામ કવિઓને સાર્વજનિક સન્માન આપવાના પ્રસંગે વ્યાખ્યાન આપતાં કવિ પાસેથી આ અપેક્ષા રાખી હતી :
“હમારા કવિવર્ગ ભાવના ઔર રાત્ય પર પૈર સ્થિર રખ કર શબ્દ- સંધાનસે સૌન્દર્યમત્સ્યકા વેધ કરને મેં સફલતા પ્રાપ્ત કરે વહી મેરી પ્રાર્થના હૈ.”
“હમારા કવિવર્ગ ભાવના ઔર રાત્ય પર પૈર સ્થિર રખ કર શબ્દ- સંધાનસે સૌન્દર્યમત્સ્યકા વેધ કરને મેં સફલતા પ્રાપ્ત કરે વહી મેરી પ્રાર્થના હૈ.”
(આકલન, પૃ. ૨૦૪)
<br>{{right|(આકલન, પૃ. ૨૦૪)}}<br>
રામનારાયણ કલાનું–કાવ્યનું લક્ષ્ય સૌન્દર્ય છે એમ તો માને છે, તેનું ગુરુત્વમધ્યબિંદુયે એને જ માને છે. સૌન્દર્ય સાથેનો કલા-કાવ્યનો એવો સંકુલ-ઊંડો સંબંધ છે. આ કલાગત-કાવ્યગત સૌન્દર્ય તે સત્ય, શિવ, જ્ઞાન ઇત્યાદિથી વિભિન્ન કે વિરુદ્ધ નથી; બલકે ઉત્તમ કાવ્યકૃતિમાં તો ‘ટ્રુથ ઇઝ બ્યુટી ઍન્ડ બ્યુટી ટ્રુથ’ એવું સમીકરણ સિદ્ધ થઈને રહે છે. તેમના મતે કાવ્યનું શુદ્ધ સ્વરૂપ જ કવિની સત્યનિષ્ઠાને આભારી છે. તેઓ લખે છે : ‘કાવ્યમાં સત્યનું સૂક્ષ્મ સ્વરૂપ જીવંત થઈ કવિના હૃદયમાં સુંદર રૂપ લઈ પ્રગટ થાય છે.’૧૦૮ તેઓ અન્યત્ર આ વસ્તુ વિશેષ રીતે સમજાવતાં લખે છે :
રામનારાયણ કલાનું–કાવ્યનું લક્ષ્ય સૌન્દર્ય છે એમ તો માને છે, તેનું ગુરુત્વમધ્યબિંદુયે એને જ માને છે. સૌન્દર્ય સાથેનો કલા-કાવ્યનો એવો સંકુલ-ઊંડો સંબંધ છે. આ કલાગત-કાવ્યગત સૌન્દર્ય તે સત્ય, શિવ, જ્ઞાન ઇત્યાદિથી વિભિન્ન કે વિરુદ્ધ નથી; બલકે ઉત્તમ કાવ્યકૃતિમાં તો ‘ટ્રુથ ઇઝ બ્યુટી ઍન્ડ બ્યુટી ટ્રુથ’ એવું સમીકરણ સિદ્ધ થઈને રહે છે. તેમના મતે કાવ્યનું શુદ્ધ સ્વરૂપ જ કવિની સત્યનિષ્ઠાને આભારી છે. તેઓ લખે છે : ‘કાવ્યમાં સત્યનું સૂક્ષ્મ સ્વરૂપ જીવંત થઈ કવિના હૃદયમાં સુંદર રૂપ લઈ પ્રગટ થાય છે.<ref>૧૦૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૫૪.</ref> તેઓ અન્યત્ર આ વસ્તુ વિશેષ રીતે સમજાવતાં લખે છે :
 
<ref>૧૦૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૫૪.</ref>

“સાહિત્યને સત્ય સાથે હમેશાં જીવંત સંબંધ રહે જ એમ હું માનું છું. એ સંબંધ શબ્દ દ્વારા રહે, તેમ જ ગમે તેટલું કલ્પનોત્પાદ્ય વસ્તુ પણ વાસ્તવિક જગતના સત્યને વફાદાર રહે જ, એ રીતે પણ રહે. પણ સર્વથી વિશેષ તો એ કે જે ભાવને એ વ્યક્ત કરે તે તો ચિત્તનો પૂર્ણ શુદ્ધ સ્વભાવાંશ હોવો જોઈએ, સત્ય સાથેનો સંબંધ એ રીતે તો હંમેશાં રહે જ અને રહેવો પણ જોઈએ. ખરું તો ચેતનના એ સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર એ જ સર્જન અને સાહિત્યપરિશીલનનો એક સમાન પ્રાણ અને પ્રેરણા છે.”  

(સાહિત્યાલોક, પૃ. ૩૧)
<br>{{right|(સાહિત્યાલોક, પૃ. ૩૧)}}<br>
રામનારાયણની કલાપક્ષે સત્યની આવી ભૂમિકાની અપેક્ષા હોવાથી કલા-કવિતાનું સમસ્ત માનવજીવનમાં તેઓ ઊંચું મૂલ્ય આંકે છે. તેઓ એક અર્થમાં ‘નીતિનિષ્ટ’ છતાં પ્લેટોની જેમ કાવ્ય-વિરોધ સુધી જવાની જરૂર તેમને જણાઈ નથી. ઊલટું, ‘મહાન સત્ય તો એક પરિપૂર્ણતાની શ્રદ્ધા છે.’૧૦૯ એમ દર્શાવી એ સત્ય સાથેનો કલાનો અંતરતમ સંબંધ હોવાનું તેઓ પ્રતિપાદિત કરે છે. સચ્ચાઈ જ જેનો ‘ખરો પ્રાણ’૧૧૦ છે એવું ‘સાહિત્ય તેના સર્જક કરતાં પણ વધારે સાચાબોલું’૧૧૧ હોવાનું તેઓ જણાવે છે. તેઓ કાવ્યમાં આવતા કલ્પનાના તત્ત્વને પણ સત્ય અને તેથી જ તેને ‘આરોગ્યાવહ અને ભાવનાને બલપ્રદ’ લેખે છે. સાહિત્યકલાની પ્રતિષ્ઠા કરતાં સવિવેક તેઓ લખે છે :
રામનારાયણની કલાપક્ષે સત્યની આવી ભૂમિકાની અપેક્ષા હોવાથી કલા-કવિતાનું સમસ્ત માનવજીવનમાં તેઓ ઊંચું મૂલ્ય આંકે છે. તેઓ એક અર્થમાં ‘નીતિનિષ્ટ’ છતાં પ્લેટોની જેમ કાવ્ય-વિરોધ સુધી જવાની જરૂર તેમને જણાઈ નથી. ઊલટું, ‘મહાન સત્ય તો એક પરિપૂર્ણતાની શ્રદ્ધા છે.’<ref>૧૦૯. આકલન, પૃ. ૩૮.</ref> એમ દર્શાવી એ સત્ય સાથેનો કલાનો અંતરતમ સંબંધ હોવાનું તેઓ પ્રતિપાદિત કરે છે. સચ્ચાઈ જ જેનો ‘ખરો પ્રાણ’<ref>૧૧૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૫.</ref> છે એવું ‘સાહિત્ય તેના સર્જક કરતાં પણ વધારે સાચાબોલું’<ref>૧૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮.</ref> હોવાનું તેઓ જણાવે છે. તેઓ કાવ્યમાં આવતા કલ્પનાના તત્ત્વને પણ સત્ય અને તેથી જ તેને ‘આરોગ્યાવહ અને ભાવનાને બલપ્રદ’ લેખે છે. સાહિત્યકલાની પ્રતિષ્ઠા કરતાં સવિવેક તેઓ લખે છે :
“સાહિત્ય જેવું, જીવનને શુદ્ધ અને ઉદાત્ત આનંદ આપનાર, જીવનને સમૃદ્ધ કરનાર, સત્યની ઝાંખી કરાવનાર અને માનવની દૃષ્ટિએ દૂરગામી, ગહન અને વિશાલતર બનાવનાર બીજું કશું નથી. જીવનમાં એનું સ્થાન, વાસ્તવિક દુનિયાના સાધુ અને ઉદાત્ત જીવનથી જ માત્ર ઊતરતું છે. અને એવા જીવનના સંસર્ગના અભાવે એવા જીવનનો પ્રત્યક્ષ પરિચય આપવાને એના જેવું બીજું સમર્થ સાધન નથી.”

(સાહિત્યાલોક, પૃ. ૨)
<br>{{right|(સાહિત્યાલોક, પૃ. ૨)}}<br>
રામનારાયણ ‘ખરેખરાં મહાન સાહિત્યો એ જગતના જેવાં જ’ હોવાનું માને છે. એ સાહિત્યો ‘આપણા જગતનો એક ભાગ છે, અને તે પણ ઉત્તમ ચેતનવંતો ભાગ, તેનું ઉત્તમાંગ છે.’ આ સાહિત્યો જ ‘જગતના સંસ્કારોનો કઈ રીતે અર્થ કરવો એ આપણને શીખવે છે.’ ‘જગતની શાંતિ માટે જગતના ઉત્તમ સાહિત્ય જેવો બીજો ઉપાય નથી.’—એમ તેઓ જણાવે છે. તેઓ મેથ્યુ આર્નોલ્ડની રીતે કાવ્યને સમસ્ત જીવનની સમીક્ષારૂપે તેમ ‘જીવનના પ્રકટીકરણ’૧૧૨ રૂપે પણ જુએ છે. કાવ્યકલાને ‘જીવનની એક પુણ્યપ્રવૃત્તિ’ - ‘આત્માની એક ઉત્તમોત્તમ પ્રવૃત્તિ’૧૧૩ રૂપે પણ તેઓ વર્ણવે છે. રામનારાયણ કાવ્ય જીવન જેવું અવ્યાખ્યેય હોવાનું સ્વીકારીને જ એના શાસ્ત્રવ્યાપારમાં ગતિ કરે છે.
રામનારાયણ ‘ખરેખરાં મહાન સાહિત્યો એ જગતના જેવાં જ’ હોવાનું માને છે. એ સાહિત્યો ‘આપણા જગતનો એક ભાગ છે, અને તે પણ ઉત્તમ ચેતનવંતો ભાગ, તેનું ઉત્તમાંગ છે.’ આ સાહિત્યો જ ‘જગતના સંસ્કારોનો કઈ રીતે અર્થ કરવો એ આપણને શીખવે છે.’ ‘જગતની શાંતિ માટે જગતના ઉત્તમ સાહિત્ય જેવો બીજો ઉપાય નથી.’—એમ તેઓ જણાવે છે. તેઓ મેથ્યુ આર્નોલ્ડની રીતે કાવ્યને સમસ્ત જીવનની સમીક્ષારૂપે તેમ ‘જીવનના પ્રકટીકરણ’૧૧૨<ref>૧૧૨. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> રૂપે પણ જુએ છે. કાવ્યકલાને ‘જીવનની એક પુણ્યપ્રવૃત્તિ’ - ‘આત્માની એક ઉત્તમોત્તમ પ્રવૃત્તિ’૧૧૩<ref>૧૧૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૬.</ref> રૂપે પણ તેઓ વર્ણવે છે. રામનારાયણ કાવ્ય જીવન જેવું અવ્યાખ્યેય હોવાનું સ્વીકારીને જ એના શાસ્ત્રવ્યાપારમાં ગતિ કરે છે.
 
<ref>૧૦૯. આકલન, પૃ. ૩૮.</ref>
<ref>૧૧૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૫.</ref>
<ref>૧૧૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮.</ref>
<ref>૧૧૨. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref>
<ref>૧૧૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૬.</ref>

રામનારાયણ ‘જીવનને ખાતર કલા’-પક્ષના અનુયાયી કહેવાય. તેઓ ‘કલાને ખાતર કલા’—પક્ષના મર્મને જાણતા નથી એવું તો નથી; પરંતુ એ સિદ્ધાન્તથી – ‘કાવ્યને ખાતર કાવ્ય’ એવા સિદ્ધાન્તથી કાવ્યની કશી વિલક્ષણતા સિદ્ધ નહીં થતી હોવાનું તેમનું મંતવ્ય છે.૧૧૪ તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે ‘કલા કલા ખાતર છે એમ કહેવાથી તેનો અન્યથા હોય તે કરતાં સમસ્ત જીવન પરનો હક કે દાવો જરા પણ વધી જતો નથી.’૧૧૫ રામનારાયણ કોઈ પણ વાદની કલાક્ષેત્રે જે મર્યાદા હોય છે તે બરોબર સમજે છે અને તેથી જ જણાવે છે કે જો કલા નહિ હોય, તો કોઈ પણ વાદ તેને કલા બનાવી શકવાનો નથી. તેઓ એવા સાહિત્યની શક્યતા જુએ જ છે કે જે પ્રત્યાઘાતી કે પ્રગતિશીલ – બેમાંથી એકેય ન હોય, એ બંને પ્રત્યે ઉદાસીન હોય ને છતાં સારું હોય.
રામનારાયણ ‘જીવનને ખાતર કલા’-પક્ષના અનુયાયી કહેવાય. તેઓ ‘કલાને ખાતર કલા’—પક્ષના મર્મને જાણતા નથી એવું તો નથી; પરંતુ એ સિદ્ધાન્તથી – ‘કાવ્યને ખાતર કાવ્ય’ એવા સિદ્ધાન્તથી કાવ્યની કશી વિલક્ષણતા સિદ્ધ નહીં થતી હોવાનું તેમનું મંતવ્ય છે.૧૧૪<ref>૧૧૪. સાહિત્યવિમર્શ, પૃ. ૨૨. </ref> તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે ‘કલા કલા ખાતર છે એમ કહેવાથી તેનો અન્યથા હોય તે કરતાં સમસ્ત જીવન પરનો હક કે દાવો જરા પણ વધી જતો નથી.’<ref>૧૧૫. એજન, પૃ. ૧૫. </ref> રામનારાયણ કોઈ પણ વાદની કલાક્ષેત્રે જે મર્યાદા હોય છે તે બરોબર સમજે છે અને તેથી જ જણાવે છે કે જો કલા નહિ હોય, તો કોઈ પણ વાદ તેને કલા બનાવી શકવાનો નથી. તેઓ એવા સાહિત્યની શક્યતા જુએ જ છે કે જે પ્રત્યાઘાતી કે પ્રગતિશીલ – બેમાંથી એકેય ન હોય, એ બંને પ્રત્યે ઉદાસીન હોય ને છતાં સારું હોય.
રામનારાયણને માટે કલા અને નીતિના વિરોધનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; અને તેનું કારણ કલાને જીવનના જ એક આવિષ્કાર તરીકે, તેના અનુસંધાનમાં, એક અખંડ એવી—સાતત્યપૂર્ણ ભૂમિકામાં જોવાનો તેમનો સંવાદનિષ્ઠ દૃષ્ટિકોણ છે. તેઓ લખે છે : ‘કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિન્દુમાંથી પ્રગટ થાય છે.’૧૧૬ તેઓ કલા અને નીતિને માણસની ડાબી અને જમણી આંખોની ઉપમા આપે છે, અને લખે છે : ‘જ્યારે નીતિ અને કલાની આંખો એક જ દૃશ્ય જુએ—નીતિને જે શ્રેય લાગે તે જ કલાને સુંદર લાગે, ત્યારે સમજવું કે યથાર્થ દર્શન થયું છે.’૧૧૭ આ સંદર્ભમાં તેઓ સ્ટીરિયોસ્કોપનું સુંદર ઉદાહરણ આપે છે. ‘કાવ્યજીવન હીન વૃત્તિ વહે તો આત્માને હણે’૧૧૮ એ તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે. કલાક્ષેત્રે કલાકાર હલકા ધ્યેયની સિદ્ધિ કરતાં મહાન ધ્યેયને લક્ષ્ય કરે એને તેઓ મહત્ત્વનું લેખે છે. રામનારાયણ કાવ્યાત્મકતાની સાથે નૈતિકતા –આધ્યાત્મિકતાનો મેળ સહજસિદ્ધ માને છે. ‘કવિએ જગતના સંસ્કારો ઉત્તાન હૃદયે ઝીલવા જોઈએ અને તેનું રહસ્ય તટસ્થ રહી સમજવું જોઈએ.’૧૧૯ —એવો તેમનો આગ્રહ છે. તેઓ માને છે કે ‘સાહિત્યકાર સાધારણ પરિસ્થિતિને અતિક્રમી જ્યારે કોઈ સત્યનું દર્શન કરે, અને તેને સાહિત્યની કૃતિમાં મૂકે ત્યારે જ સાચી કલાની કૃતિ થાય.’૧૨૦ રામનારાયણ તો જે સત્ય છે તે જ નીતિમય છે, તે જ સુંદર છે એમ કહી સમસ્ત જીવનના સંદર્ભમાં કાવ્યની એક સંવાદનિષ્ઠ ભૂમિકા હોવાનો બળવાન સંકેત આપે જ છે.૧૨૧ આ રીતે જોઈ શકનારી શક્તિને જ તેઓ કવિમાં અનિવાર્ય એવી પ્રજ્ઞાશક્તિ તરીકે ઓળખાવે છે.૧૨૨ આ પ્રજ્ઞાશક્તિ જ આત્માનાં સત્યોનો — વિજ્ઞાનનાં બાહ્ય સત્યથી ભિન્ન એવાં આંતર સત્યોનો સાક્ષાત્કાર કરનારી શક્તિ છે.

<ref>૧૧૪. સાહિત્યવિમર્શ, પૃ. ૨૨. </ref>
રામનારાયણને માટે કલા અને નીતિના વિરોધનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; અને તેનું કારણ કલાને જીવનના જ એક આવિષ્કાર તરીકે, તેના અનુસંધાનમાં, એક અખંડ એવી—સાતત્યપૂર્ણ ભૂમિકામાં જોવાનો તેમનો સંવાદનિષ્ઠ દૃષ્ટિકોણ છે. તેઓ લખે છે : ‘કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિન્દુમાંથી પ્રગટ થાય છે.<ref>૧૧૬. કાવ્યની શક્તિ, પૃ. ૩૬-૩૭.</ref>તેઓ કલા અને નીતિને માણસની ડાબી અને જમણી આંખોની ઉપમા આપે છે, અને લખે છે : ‘જ્યારે નીતિ અને કલાની આંખો એક જ દૃશ્ય જુએ—નીતિને જે શ્રેય લાગે તે જ કલાને સુંદર લાગે, ત્યારે સમજવું કે યથાર્થ દર્શન થયું છે.’<ref>૧૧૭. એજન, પૃ. ૧૮૨.</ref> આ સંદર્ભમાં તેઓ સ્ટીરિયોસ્કોપનું સુંદર ઉદાહરણ આપે છે. ‘કાવ્યજીવન હીન વૃત્તિ વહે તો આત્માને હણે’<ref>૧૧૮. એજન, પૃ. ૩૯.</ref>એ તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે. કલાક્ષેત્રે કલાકાર હલકા ધ્યેયની સિદ્ધિ કરતાં મહાન ધ્યેયને લક્ષ્ય કરે એને તેઓ મહત્ત્વનું લેખે છે. રામનારાયણ કાવ્યાત્મકતાની સાથે નૈતિકતા –આધ્યાત્મિકતાનો મેળ સહજસિદ્ધ માને છે. ‘કવિએ જગતના સંસ્કારો ઉત્તાન હૃદયે ઝીલવા જોઈએ અને તેનું રહસ્ય તટસ્થ રહી સમજવું જોઈએ.’ <ref>૧૧૯, અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૩.</ref> —એવો તેમનો આગ્રહ છે. તેઓ માને છે કે ‘સાહિત્યકાર સાધારણ પરિસ્થિતિને અતિક્રમી જ્યારે કોઈ સત્યનું દર્શન કરે, અને તેને સાહિત્યની કૃતિમાં મૂકે ત્યારે જ સાચી કલાની કૃતિ થાય.’<ref>૧૨૦. આલોચના, પૃ. ૧૯૬.</ref> રામનારાયણ તો જે સત્ય છે તે નીતિમય છે, તે સુંદર છે એમ કહી સમસ્ત જીવનના સંદર્ભમાં કાવ્યની એક સંવાદનિષ્ઠ ભૂમિકા હોવાનો બળવાન સંકેત આપે જ છે.<ref>૧૨૧. આકલન, પૃ. ૩૭.</ref> આ રીતે જોઈ શકનારી શક્તિને જ તેઓ કવિમાં અનિવાર્ય એવી પ્રજ્ઞાશક્તિ તરીકે ઓળખાવે છે.<ref>૧૨૨. એજન, પૃ. ૩૫-૩૬. </ref> આ પ્રજ્ઞાશક્તિ જ આત્માનાં સત્યોનો — વિજ્ઞાનનાં બાહ્ય સત્યથી ભિન્ન એવાં આંતર સત્યોનો સાક્ષાત્કાર કરનારી શક્તિ છે.
<ref>૧૧૫. એજન, પૃ. ૧૫. </ref>
<ref>૧૧૬. કાવ્યની શક્તિ, પૃ. ૩૬-૩૭.</ref>
<ref>૧૧૭. એજન, પૃ. ૧૮૨.</ref>
<ref>૧૧૮. એજન, પૃ. ૩૯.</ref>
<ref>૧૧૯, અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨૩.</ref>
<ref>૧૨૦. આલોચના, પૃ. ૧૯૬.</ref>
<ref>૧૨૧. આકલન, પૃ. ૩૭.</ref>
<ref>૧૨૨. એજન, પૃ. ૩૫-૩૬. </ref>
 
રામનારાયણે ભટ્ટ તૌતની રીતે જ કાવ્યમાં વર્ણન-દર્શનની અનિવાર્યતા ને અવિયોજ્યતા સ્વીકારી છે. તેઓ કલાકૌશલને કલામાં અનિવાર્ય માને છે પણ તેની મર્યાદાયે સમજે છે. ‘કૌશલ્ય વિના કલા ન સંભવે, પણ એકલું કૌશલ્ય તે કલા નથી’ એમ સ્પષ્ટપણે તેઓ જણાવે છે. એમના મતે કાવ્યની પ્રભાવકતા કવિના વિશિષ્ટ દર્શનનું જ બહુમૂલ્ય પ્રદાન હોય છે.૧૨૩
રામનારાયણ સત્ય અને ધર્મના એકત્વમાં સૌન્દર્યનું પ્રભવસ્થાન જુએ છે અને તેથી સત્ય-ધર્મના વિકાસના સાતત્યમાં, તત્ત્વદર્શનના અનુસંધાનમાંયે સાહિત્ય-કળાની ગતિ-વિધિને જોવાનું પસંદ કરે છે. તત્ત્વજ્ઞાનની જેમ કાવ્ય આખા વિશ્વને પોતાના આકલનમાં લે છે.૧૨૪ બંનેનો વિષય પણ કેટલીક રીતે એક જ છે. પરંતુ કાવ્યમાત્ર ફિલસૂફીથી, વિશેષ લાગે છે તેનું કારણ તેની પદ્ધતિ વધુ કાર્યકારી છે એ છે.૧૨૫ રામનારાયણ કાવ્ય દ્વારા સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાય છે એમ માને છે.
રામનારાયણ જ્ઞાન અને કલ્પના વચ્ચે વિરોધ સમજતા નથી, બલકે બંનેની પરસ્પરોપકારકતા પ્રતીત કરે છે. તેઓ ‘પુનઃ પુનઃ પરામર્શથી જ્ઞાન જ્યારે યોગ્ય ઉચિત આકાર પામે ત્યારે તે સુંદર બને છે અને તે જ કલા છે’ એમ પણ વિધાન કરે છે.૧૨૬ રામનારાયણ માનવ-અંતઃકરણની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે મૂળભૂત એવું સામંજસ્ય જોતા હોવાથી જ જ્ઞાન, વિજ્ઞાન, કલા આદિના સમ્યગ વિકાસમાં માનવચેતનાની એક વ્યાપક, ઉત્સાહ-પ્રેરક સંઘટનાને પ્રતીત કરે છે. તેઓ સમસ્ત જ્ઞાનવ્યાપારને ઉત્તરોતર ચઢતી જતી કોટિનો સર્જનવ્યાપાર લેખે છે૧૨૭, અને ‘સાચી કલા ખરા જ્ઞાન વિનાની હોતી નથી’ એમ પણ જણાવે છે.
 
<ref>૧૨૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૪.</ref>
<ref>૧૨૪. એજન, ૨૩. </ref>
<ref>૧૨૫. કાવ્યની શક્તિ, પૃ. ૩૭.</ref>
<ref>૧૨૬. કાવ્યની શક્તિ, પૃ. ૧૮૧-૨. </ref>
<ref>૧૨૭. સાહિત્યવિમર્શ’, પૃ. ૩૮ વળી જુઓ આલોચના, પૃ. ૨૧૨.</ref>

રામનારાયણે ભટ્ટ તૌતની રીતે જ કાવ્યમાં વર્ણન-દર્શનની અનિવાર્યતા ને અવિયોજ્યતા સ્વીકારી છે. તેઓ કલાકૌશલને કલામાં અનિવાર્ય માને છે પણ તેની મર્યાદાયે સમજે છે. ‘કૌશલ્ય વિના કલા ન સંભવે, પણ એકલું કૌશલ્ય તે કલા નથી’ એમ સ્પષ્ટપણે તેઓ જણાવે છે. એમના મતે કાવ્યની પ્રભાવકતા કવિના વિશિષ્ટ દર્શનનું જ બહુમૂલ્ય પ્રદાન હોય છે.<ref>૧૨૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૪.</ref> રામનારાયણ સત્ય અને ધર્મના એકત્વમાં સૌન્દર્યનું પ્રભવસ્થાન જુએ છે અને તેથી સત્ય-ધર્મના વિકાસના સાતત્યમાં, તત્ત્વદર્શનના અનુસંધાનમાંયે સાહિત્ય-કળાની ગતિ-વિધિને જોવાનું પસંદ કરે છે. તત્ત્વજ્ઞાનની જેમ કાવ્ય આખા વિશ્વને પોતાના આકલનમાં લે છે.<ref>૧૨૪. એજન, ૨૩. </ref> બંનેનો વિષય પણ કેટલીક રીતે એક જ છે. પરંતુ કાવ્યમાત્ર ફિલસૂફીથી, વિશેષ લાગે છે તેનું કારણ તેની પદ્ધતિ વધુ કાર્યકારી છે એ છે.<ref>૧૨૫. કાવ્યની શક્તિ, પૃ. ૩૭.</ref> રામનારાયણ કાવ્ય દ્વારા સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાય છે એમ માને છે.
રામનારાયણ જ્ઞાન અને કલ્પના વચ્ચે વિરોધ સમજતા નથી, બલકે બંનેની પરસ્પરોપકારકતા પ્રતીત કરે છે. તેઓ ‘પુનઃ પુનઃ પરામર્શથી જ્ઞાન જ્યારે યોગ્ય ઉચિત આકાર પામે ત્યારે તે સુંદર બને છે અને તે જ કલા છે’ એમ પણ વિધાન કરે છે.<ref>૧૨૬. કાવ્યની શક્તિ, પૃ. ૧૮૧-૨. </ref> રામનારાયણ માનવ-અંતઃકરણની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે મૂળભૂત એવું સામંજસ્ય જોતા હોવાથી જ જ્ઞાન, વિજ્ઞાન, કલા આદિના સમ્યગ વિકાસમાં માનવચેતનાની એક વ્યાપક, ઉત્સાહ-પ્રેરક સંઘટનાને જ પ્રતીત કરે છે. તેઓ સમસ્ત જ્ઞાનવ્યાપારને ઉત્તરોતર ચઢતી જતી કોટિનો સર્જનવ્યાપાર લેખે છે<ref>૧૨૭. સાહિત્યવિમર્શ’, પૃ. ૩૮ વળી જુઓ આલોચના, પૃ. ૨૧૨.</ref>, અને ‘સાચી કલા ખરા જ્ઞાન વિનાની હોતી નથી’ એમ પણ જણાવે છે.

રામનારાયણ જીવનના અને કલાના અનુભવમાં પણ કોઈ તાત્ત્વિક ભેદ જોતા નથી; ભેદ છે તે માત્ર શુદ્ધતાના સંબંધમાં છે. તેઓ કાવ્યાનુભવનું –કલાલાનુભવનું સ્વરૂપ કલાકારની ભૂમિકા લઈને સમજાવતાં લખે છે :
રામનારાયણ જીવનના અને કલાના અનુભવમાં પણ કોઈ તાત્ત્વિક ભેદ જોતા નથી; ભેદ છે તે માત્ર શુદ્ધતાના સંબંધમાં છે. તેઓ કાવ્યાનુભવનું –કલાલાનુભવનું સ્વરૂપ કલાકારની ભૂમિકા લઈને સમજાવતાં લખે છે :
“આ કલાકારનો અનુભવ એક દૃષ્ટિએ જોતાં કલાકારના વ્યક્તિત્વ ઉપર અત્યંત આધાર રાખતો, તેના વ્યક્તિત્વના ભાગરૂપ, અત્યંત વિશિષ્ટ પ્રકારનો હોય છે તે અનુભવ પોતાના કે સમાજના કોઈ પણ વ્યાવહારિક પ્રયોજનથી અબાધિત હોય છે, તેથી તે વધારે શુદ્ધ સ્વરૂપનો હોય છે અને તેથી જીવનયોજનામાં તેનું મહત્ત્વ, તેનું રહસ્ય સવિશેષ રીતે તેના અનુભવમાં આવેલું હોય છે.”  

(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે, પૃ. ૩-૪)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે, પૃ. ૩-૪)}}<br>
 
આવો કાવ્યમાં છે તેવો શુદ્ધ અનુભવ વ્યવહારજીવનમાં શક્ય જ નથી એવું તો રમનારાયણ માનતા નથી, કાવ્યાનુભવ ને વ્યવહારાનુભવ વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ તે અહંકારવિગલનનું છે. વ્યવહારાનુભવમાંથી અહંકાર વિગલિત થાય તો એ અનુભવ કાવ્યાનુભવ બની રહે છે અને એવા કાવ્યાનુભવને વ્યાપક અર્થમાં સૌન્દર્યાનુભવમાં ઘટાવવામાં આવે તો એ રામનારાયણને વાંધાજનક નહિ, બલકે ઇષ્ટ જ હોવાનું સમજાય છે.૧૨૮

રામનારાયણના મતે સામાજિક કાવ્યસૃષ્ટિનો, કવિની પેઠે, સર્વજ્ઞ છે. તે કૃતિ દ્વારા જે ભાવ અનુભવે છે તે જ ખરેખર આખી કૃતિનો રસ છે. રામનારાયણ રસને કૃતિનું ‘સૌથી આંતરતત્ત્વ’ માને છે, અને ‘જે કાવ્યમાં વધારે રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચું’ એમ પણ કહે છે. રામનારાયણ કાવ્યના રસને ‘અનુભવ લેતાં થતા એક વિશિષ્ટ આનંદ૧૨૯-રૂપે પણ વર્ણવે છે, તે રીતે ‘વ્યક્તિભોગ્ય’ એવા સુખથી ‘સર્વોપભોગ્ય” એવા કળાના આનંદની વિભિન્નતાયે નિર્દેશે છે.૧૩૦ તેઓ વિવિધતામાં એકત્વ અનુભવવામાં રસાનુભવનો મર્મ નિહાળે છે.૧૩૧ કાવ્યાનંદમાં તત્ત્વતઃ જીવનનો આનંદ જ અનુસ્યૂત હોવાની તેમની પ્રતીતિ જણાય છે.