સાત પગલાં આકાશમાં/૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} લાંબા સમયથી લગ્નના આગલા દિવસથી છેક, એક ઇચ્છા મનના ગોપનગૃહમાં સંતાડી રાખી હતી. વચ્ચે વચ્ચે એને બહાર કાઢીને જોઈ લેતી. ક્યાંક એનાં ૫૨ ૨જ ન ચડી ગઈ હોય, ક્યાંક એનું સ્વર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 8: Line 8:
તે દિવસે બપોરે, વ્યોમેશે પોતાની કંપનીના એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણને આમંત્ર્યા હતા. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી ખાણી-પીણીનો કાર્યક્રમ શરૂ થયો. વાતો, વાનગીઓની ગ૨મ ગંધ, ઉલ્લાસ ઘોંઘાટની વચ્ચે બારણાં પર ઘંટડી વાગી તે માત્ર વ્યોમેશે સાંભળી. હળવેથી બારણું ખોલી તે બહાર ગયો ને બે મિનિટમાં પાછો આવી ગયો. મહેમાનનું — કોઈનું ધ્યાન ન ગયું. માત્ર વસુધાએ ‘કોણ હતું?’ના ભાવથી એના તરફ દષ્ટિ માંડી. પણ વ્યોમેશ તો હસીને મિત્રોને ખાવાનો આગ્રહ કરવામાં રોકાઈ ગયો હતો.

પાર્ટી પૂરી થઈ ને બધાં ગયાં, પછી વ્યોમેશ વસુધા પાસે આવ્યો.

“વસુધા, ફૈબા ગુજરી ગયાં.’
‘વસુધા, ફૈબા ગુજરી ગયાં.’
‘ફૈબા? ક્યારે?’ વસુધા ચોંકી ગઈ. ‘તમને કોણે કહ્યું?’

આજે તાર આવ્યો. પાર્ટી ચાલતી હતી ત્યારે.’

Line 25: Line 25:
વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો. વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમ જ બેસી રહી. પછી સાંજ થતાં ઊઠીને અગાસીમાં ગઈ. તેના મનમાં એક જ વાત ઘુમરાતી હતી : આ ફૈબાના મૃત્યુનો તાર હતો. કોઈક દિવસ એ પોતાના મૃત્યુનો પણ હોઈ શકે. તે દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે. ત્યારે પણ તાર વાંચી તેની ગડી વાળી એ ખિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે… આનંદોત્સવમાં જરા સ૨ખીયે તિરાડ પડવા દીધા વિના… પોતે ક્યાંક દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે… અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે — તો એમાં હું શું કરું?

પોતાના જીવનનાં સર્વોત્તમ વર્ષો અર્પી દીધાં, તે આ સંબંધનું અંતે શું આ જ મૂલ્ય ૨હેવાનું હતું?

છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇછ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી?
છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇચ્છ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી?
સૂરજ ડૂબવા લાગ્યો હતો. પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઊઠ્યું હતું. જોતજોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું.

વસુધા આંખ માંડીને જોઈ રહી. તેને આવી હજારો સાંજ યાદ આવી, જ્યારે બીજું કશું જ ક૨વાની ઇચ્છા ન હોય, માત્ર અગાસીમાં બેસી આકાશ જોયા ક૨વાનું મન હોય, એકાંતમાં વિચાર વગરનાં થઈને બેસી રહેવાનું મન હોય!

Line 60: Line 60:
આટલાં વર્ષો પતિ-બાળકોને સાચવવામાં, ઘ૨ ચલાવવામાં, સંસારનાં કર્તવ્યો પૂરાં કરવામાં જે એક સ૨કણું તત્ત્વ વારે વારે દેખા દઈ છટકી જતું હતું, તે મોહક અલપઝલપ દેખાયેલું તેજસ્વી તત્ત્વ પામવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો હતો.

‘આવતી કાલે’… તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું.

α
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu