મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો
લોક-ગીતકારો
લોકગીત કોઈ એક વ્યક્તિ/કવિનું સર્જન નહીં પણ ધાર્મિક-સામાજિક લોક-ઉત્સવો, મેળા, લગ્ન, સીમંત, મરણ, વગેરે પ્રસંગે થયેલું એક પ્રકારનું સામુદાયિક સર્જન ગણાય. ક્યારેક કોઇનું વ્યક્તિગત સંવેદન પણ સમુદાયની પડછે લોકગીત રૂપે પ્રગટે. લોકગીતમાં નાજુક ઊર્મિઓ ઘણી માર્મિકતાથી ને છતાં સહજ અને પારદર્શક રૂપે પ્રગટેલી હોય છે – એ એનું કાવ્યમૂલ્ય ને કાવ્યસૌંદર્ય. પણ લોકગીતો અર્વાચીન સંસ્કૃતિ-સમય પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.