મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૦.નિષ્કુળાનંદ
૯૦.નિષ્કુળાનંદ
નિષ્કુળાનંદ ((ઈ.૧૮મી ઉત્તરાર્ધ – ૧૯મી પૂર્વાર્ધ. ૧૭૬૬ – ૧૮૪૮): સહજાનંદના શિષ્ય આ સ્વામિનારાયણી સાધુકવિએ સહજાનંદ-ચરિત્ર આલેખતી ‘ભક્તિચિંતામણિ’ આદિ સામ્પ્રદાયિક તથા ‘ધીરજાખ્યાન’ જેવી પૌરાણિક કથાને ઉપદેશાર્થે યોજતી ઘણી દીર્ધ કૃતિઓ રચી છે. પરંતુ એમની લોકપ્રિયતા તથા એમના કવિયશનો આધાર તો વિવિધ રાગઢાળોમાં લખાયેલાં, સંગીતમધુર પ્રેમલક્ષણાભક્તિનાં તથા ભક્તિવૈરાગ્યના બોધનાં પદો ઉપર છે. દીર્ધ કૃતિઓની જેમજ એમનાં પદોની સંખ્યા પણ ઘણી મોટી છે.