અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા


No-Book.svg


અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

સંપાદક:
ગુણવંત વ્યાસ

હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા



અનુક્રમ

ડૉ. હર્ષદ મ. ત્રિવેદી

પ્રા. ચંદ્રકાંત ટોપીવાલા

પ્રા. ચન્દ્રકાન્ત શેઠ

વ્રજલાલ દવે

પ્રિયકાન્ત મણિયાર

જયદેવ શુક્લ

નીતિન મહેતા

લાભશંકર પુરોહિત

પ્રા. રાજેન્દ્ર દવે

એમ. આઈ. પટેલ

ડૉ. નીતિન વડગામા

વિનોદ જોશી

નીતિન મહેતા

ડૉ. દીપક રાવલ

પ્રા. રાજેશ પંડ્યા

ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ

પ્રા. વિનાયક રાવલ

જગદીશ ગૂર્જર

રમેશ મહેતા

વિનોદ ગાંધી

દર્શના ધોળકિયા

સતીશ વ્યાસ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

પિનાકિની પંડ્યા

શિરીષ પંચાલ

હૃષિકેશ રાવલ

પિનાકિની પંડ્યા

તીર્થંકર રોહડિયા

મણિલાલ હ. પટેલ

નિસર્ગ આહીર

ડૉ. નયના એસ. આંટાળા

પ્રા. ડૉ. કે. જે. વાળા

જિજ્ઞેશ ઉપાધ્યાય

ધ્વનિલ પારેખ

અનિરુદ્ધસિંહ ગોહિલ

ડૉ. બિપિન આશર

ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ

ડૉ. જશુ પટેલ

પ્રા. અશોક પટેલ

ડૉ. અરુણ જે. કક્કડ

સનત ત્રિવેદી

દિક્પાલસિંહ જાડેજા

રાજશ્રી જોશી

પ્રા. મહેશ જાદવ

ડૉ. ભરત સોલંકી

ડૉ. દશરથ પટેલ

અનિલ વાળા

પીયૂષ ચાવડા

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

ડૉ. પીયૂષ ચાવડા

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ

ડૉ. જશુપુરી બી. ગોસ્વામી

જિગ્નેશ ઠક્કર

– સંજય પટેલ

ગુણવંત વ્યાસ

ચંદ્રકાન્ત શેઠ

ડૉ. સુનીતા કણઝરીયા

ડૉ. બી. બી. વાઘેલા

ગિરીશ ચૌધરી

ડૉ. રાજેન્દ્રકુમાર કે. રોહિત

‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.'

- જયંત પાઠક
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’
- શિરીષ પંચાલ
‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.'.
-ભોળાભાઈ પટેલ
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’
-હસુ યાજ્ઞિક
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે' મઠે તો એમને ફાંસી પણ આપી.'
-અજિત ઠાકોર
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'
-પ્રવીણ દરજી
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.'
-સંજુ વાળા