મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૦. વિશ્વનાથ


૪૦. વિશ્વનાથ

વિશ્વનાથ જાની (૧૭મી ઉત્તરાર્ધ): આખ્યાનકાર તથા પદકવિ. ઈ. ૧૬૫૨માં રચાયેલાં ‘સગાળ-ચરિત્ર’ અને ‘મોસાળાચરિત્ર’ આખ્યાનો પૈકી બીજું પાત્રચિત્રણ અને પ્રસંગનિરૂપણની રીતે વધુ કાવ્યગુણ ધરાવે છે. ‘ચતુરચાલીસી’ નામની કૃતિ જયદેવના ‘ગીતગોવિંદ’ને અનુસરતી ૪૦ પદો ધરાવતી સંવાદકેન્દ્રી કૃતિ છે. પણ એમની ઉત્તમ કૃતિ તો છે, ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય કરતી પદમાળારૂપ ‘પ્રેમપચીસી’. ગોપીઓના શૃંગારભાવ કરતાં એમાં નંદજશોદાના વાત્સલ્યનું આલેખન વધુ ઉત્કટતાવાળું ને કવિત્વશક્તિવાળું છે.

પ્રેમપચીસી; ચતુરચાલીસા; મોસાળાચરિત્

પ્રેમપચીસી


ચતુરચાલીશી


મોસાળાચરિત્ર