૮૬મે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
m (Meghdhanu moved page બૃહદ છંદોલય/૮૬મે to ૮૬મે without leaving a redirect)
(+1)
Line 6: Line 6:
|author = નિરંજન ભગત
|author = નિરંજન ભગત
}}
}}
{{Box
|title = પ્રારંભિક
|content =
* [[૮૬મે/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[૮૬મે/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[૮૬મે/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[૮૬મે/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
<br>
{{Box
|title = અનુક્રમ
|content =
* [[૮૬મે/અભિસારિકા-૧|1 અભિસારિકા-૧]]
* [[૮૬મે/અભિસારિકા-૨|2 અભિસારિકા-૨]]
* [[૮૬મે/મળતા નથી, બોલતા નથી|3 મળતા નથી, બોલતા નથી]]
* [[૮૬મે/કોના તોલે તોલવું?|4 કોના તોલે તોલવું?]]
* [[૮૬મે/બંધન–મુક્તિ|5 બંધન–મુક્તિ]]
* [[૮૬મે/તમને જે અજાણ|6 તમને જે અજાણ]]
* [[૮૬મે/બળો છો ને બાળો છો|7 બળો છો ને બાળો છો]]
* [[૮૬મે/દયા ખાશો નહિ|8 દયા ખાશો નહિ]]
* [[૮૬મે/શું તમારું મન મેલું નથી?|9 શું તમારું મન મેલું નથી?]]
* [[૮૬મે/આ મારો અહમ્|10 આ મારો અહમ્]]
* [[૮૬મે/એક જ્યોત|11 એક જ્યોત]]
* [[૮૬મે/ભ્રષ્ટ નહિ કરું|12 ભ્રષ્ટ નહિ કરું]]
* [[૮૬મે/મિથ્યા નથી આ પ્રેમ|13 મિથ્યા નથી આ પ્રેમ]]
* [[૮૬મે/અતિપ્રેમ|14 અતિપ્રેમ]]
* [[૮૬મે/અતિલજ્જા|15 અતિલજ્જા]]
* [[૮૬મે/અંત–અનંત|16 અંત–અનંત]]
* [[૮૬મે/ડોલશો નહિ|17 ડોલશો નહિ]]
* [[૮૬મે/પાછા જવાશે નહિ|18 પાછા જવાશે નહિ]]
* [[૮૬મે/વરસોનાં વરસો|19 વરસોનાં વરસો]]
* [[૮૬મે/તમે ક્યાં વસો છો?|20 તમે ક્યાં વસો છો?]]
* [[૮૬મે/સ્વપ્નમાં|21 સ્વપ્નમાં]]
* [[૮૬મે/મૃત્યુ પૂર્વે મરીએ છીએ|22 મૃત્યુ પૂર્વે મરીએ છીએ]]
* [[૮૬મે/આપણે બે પ્રેત|23 આપણે બે પ્રેત]]
* [[૮૬મે/વિસ્મય|24 વિસ્મય]]
* [[૮૬મે/મિલન, વિરહ|25 મિલન, વિરહ]]
* [[૮૬મે/સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન|26 સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન]]
* [[૮૬મે/ત્યાશીમે (ચિંતન પરીખ માટે)|27 ત્યાશીમે (ચિંતન પરીખ માટે)]]
* [[૮૬મે/ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)|28 ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)]]
* [[૮૬મે/પંચાશીમે|29 પંચાશીમે]]
* [[૮૬મે/છ્યાશીમે|30 છ્યાશીમે]]
* [[૮૬મે/કવિ! તમે ક્યાં છો?|31 કવિ! તમે ક્યાં છો?]]
* [[૮૬મે/ગાઈ રહ્યાં|32 ગાઈ રહ્યાં]]
* [[૮૬મે/અવકાશને માનવતાથી મઢીશ હું|33 અવકાશને માનવતાથી મઢીશ હું]]
* [[૮૬મે/પક્ષીદ્વીપ|34 પક્ષીદ્વીપ]]
* [[૮૬મે/આ ન્યૂ યૉર્ક નામે પંખી|35 આ ન્યૂ યૉર્ક નામે પંખી]]
* [[૮૬મે/સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી|36 સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી]]
* [[૮૬મે/ન-કશાનું નગર|37 ન-કશાનું નગર]]
* [[૮૬મે/બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો|38 બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો]]
* [[૮૬મે/સમય છે અને સમય નથી|39 સમય છે અને સમય નથી]]
* [[૮૬મે/સહ્યા કર્યું|40 સહ્યા કર્યું]]
}}
<br>
{{HeaderNav2
|previous =
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
}}


{{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>|
{{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>|
Line 15: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}


== અભિસારિકા-૧ ==
== અભિસારિકા-૧ ==

Revision as of 01:09, 29 March 2024


86me123.jpg


૮૬મે

નિરંજન ભગત


પ્રારંભિક


અનુક્રમ




અર્પણ:
ભોલાભાઈ ની સ્મૃતિ

વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય, ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય; તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,


અભિસારિકા-૧

પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?
          તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
          તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
          તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
          તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

          તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
          તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
          તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?

૨૦૦૯
 

અભિસારિકા-૨

સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,
          હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.

          હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
          હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
          હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
  
          હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
          હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
          હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.

૨૦૦૯
 

મળતા નથી, બોલતા નથી

સ્ત્રી": એક તો તમે મને મળતા નથી,
          ઓચિંતા જો મળો તો બોલતા નથી;
          ગયા તે ગયા, પાછા વળતા નથી;
          હૃદયમાં શું છે તે ખોલતા નથી.

          એને પથ્થર શું પોચા પડ્યા
          તે વિધાતાએ તમને ઘડ્યા?
          એકેય બાજુ તમે ઢળતા નથી,
          આસનથી ક્યારેય ડોલતા નથી.

          છો હું એકાન્તમાં ડરી જાઉં,
          હું એકલતાથી મરી જાઉં;
          શો તમારો અહમ્ તે ચળતા નથી,
          મેરુની સાથે એને તોલતા નથી.

૨૦૧૧
 

કોના તોલે તોલવું?

પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું?
          હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું?

          વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી,
          પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી;
          ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું?

          વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું,
          પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું;
          તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું?

૨૦૧૧
 

બંધન–મુક્તિ

સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો.

પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો.
          પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ;
          બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ;
          જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો.

          કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા;
          હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા;
          તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો,

૨૦૦૯
 

તમને જે અજાણ

સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત!

પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત!

સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો?
          મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો!
          મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત!

પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું,
          તમને જે અજાણ એવા તમને હું માણું છું;
          એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?

૨૦૧૨
 

બળો છો ને બાળો છો

તમે તો બળો છો ને બાળો છો,
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?

તમારે બળવું હોય તો બળો, ના નથી,
તમે બીજાને પણ બાળો એમાં હા નથી;
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.

પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?

૨૦૧૧
 

દયા ખાશો નહિ

હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.

દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.

હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.

૨૦૧૧
 

શું તમારું મન મેલું નથી?

હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
‘ના, એ ઘેલું નથી.’

જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

૨૦૧૨
 

આ મારો અહમ્

આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો,
વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો.

જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે,
ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે;
રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો.

ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે!
કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે?
અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો.

૨૦૧૨
 

એક જ્યોત

હવે મને કોઈ દુ:ખ નથી,
હવે મને તમારા દેહની ભૂખ નથી.

મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ,
ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ;
એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી?

હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી,
આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી;
હવે આપણે પરસ્પર સન્મુખ નથી.

૨૦૧૦
 

ભ્રષ્ટ નહિ કરું

હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું.
બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું.

ભલે તમે આભ જેવા અચલ હો,
ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો;
તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું.

હું શું છું તે તમે જાણી નહિ શકો,
મારું હૃદય પ્રમાણી નહિ શકો;
એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું.

૨૦૧૨
 

મિથ્યા નથી આ પ્રેમ

તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’
સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ?
આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ,
સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ,
પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ,
કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ,
વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ,
વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ,
સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ,
ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ.

૨૦૦૮
 


અતિપ્રેમ

આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ,
પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ.

વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું,
વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું;
જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ.

હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું,
હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું;
પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ.

૨૦૦૯
 

અતિલજ્જા

મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી,
મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી.

હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો?
તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો?
તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી?

તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર?
તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર?
તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી?

૨૦૦૯
 

અંત–અનંત

તમે ક્હો છો, ‘હવે તમને હું નહિ ચહું,
હવે આ પ્રેમની પીડાને હું નહિ સહું,
સદેહે તમારી સન્મુખ હું નહિ રહું,
આ હાથમાં તમારો હાથ હું નહિ ગ્રહું,
તમારી વિરહવ્યથાને હું નહિ લહું.’
‘તમને નહિ ચહું’ એવું હું નહિ કહું,
વિરહની વ્યથા કદીય હું નહિ વહું,
સદેહે છો ન હો, દેહને હું નહિ દહું.

૨૦૦૮
 

ડોલશો નહિ

બોલવું નથીને? તો બોલશો નહિ,
અમથું અમથું હૃદય ખોલશો નહિ.

હું જે આ બોલું છું તે તો સુણશોને?
મૂંગા મૂંગા તમે એને ગુણશોને?
મારા આ શબ્દને મૌનથી તોલશો નહિ.

હું પણ જો ન બોલું તો શું સૂણશો?
પછી શું ‘પ્રેમ, પ્રેમ,’ એમ ધૂણશો?
ન બોલો, ન સુણો તો હવે ડોલશો નહિ.

૨૦૧૦
 

પાછા જવાશે નહિ

આટલે આવ્યાં પછી પાછાં જવાશે નહિ,
પરસ્પર મળ્યાં તે પૂર્વે જેવાં હતાં તેવાં પાછાં થવાશે નહિ.

આશ્ચર્યો-વિસ્મયોની કથા": આપણો પ્રેમ
હજુ એમ થાય": ‘એ પ્રેમ હતો કે કેમ?’
આયુષ્યની વસંતનાં રહસ્યમય વર્ષો પાછાં લવાશે નહિ.

હવે પછી આપણો પ્રેમ શું ધન્ય થશે?
ભાવિના પડદા પછવાડે શું શું હશે?
આયુષ્યની શરદનું આભ શું આપણા ચિત્તમાં છવાશે નહિ?

૨૦૧૦
 

વરસોનાં વરસો

વરસોનાં વરસો જોતજોતામાં વહી ગયાં,
તમારે ન ભૂત કે ન ભવિષ્ય, તમે એવા ને એવા રહી ગયા.

તમે ક્ષણની સાથે જાતને એવી બાંધી,
કે એ જ ક્ષણ પછી અનંત રૂપે વાધી,
તમે માન્યું જાણે તમને સમાધિ લાધી.
વરસોનાં વરસો તો તમને ‘આ મૃત્યુ છે, મૃત્યુ છે.’ કહી ગયા.

તમે જાતને અનંત સાથે સાંધી ન’તી,
તમારી સમાધિ સહજ સમાધિ ન’તી;
તમે એને તમારા અહમ્થી સાધી હતી.
વરસોનાં વરસો તમે મૃત્યુને જીવન માનીને સહી ગયાં.

૨૦૧૨
 

તમે ક્યાં વસો છો?

તમે ક્યાં વસો છો?
જાણું નહિ કે તમે રડો છો કે હસો છો!
તમે આંસુ સારો,
મને ભીંજવી ન શકે;
તમે સ્મિત ધારો,
મને રીઝવી ન શકે;
એમ તમે નિત દૂર ને દૂર ખસો છો!
પાસે નહિ આવો?
પાછું નહિ વળવાનું?
કશું નહિ ક્હાવો?
મૃત્યુમાં જ મળવાનું?
જાણું નહિ તમે કયા લોકમાં શ્વસો છો!

૨૦૦૯
 

સ્વપ્નમાં

કાલે રાતે સ્વપ્નમાં તમને જોયાં;
શાન્ત એકાન્ત ખંડમાં
સૂની શય્યા પર
તમે નિરાંતે ગાઢ નિદ્રામાં સૂતાં હતાં,
તમારી બે આંખો બંધ હતી
તમારા અધર પર આછું સ્મિત હતું.

તમે પણ સ્વપ્ન જોતાં હતાં?
અને સ્વપ્નમાં તમે મને જોતાં હતાં?
શું હું પણ સ્વપ્ન જોતો હતો
ને સ્વપ્નમાં તમને હું જોતો હતો
એવું શું તમને લાગ્યું હતું?
ને તે પછી જ તમારું સ્વપ્ન ભાંગ્યું હતું?

૨૦૦૮
 

મૃત્યુ પૂર્વે મરીએ છીએ

આપણે આ શું કરીએ છીએ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત,
એ અંતથી પાછો આરંભ, આ તે શો તંત?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યુ ભર્યુ વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

૨૦૧૧
 

આપણે બે પ્રેત

આપણે બે પ્રેત માત્ર પરસ્પરની સ્મૃતિમાં ભમી રહ્યાં,
અને આ સામે સદેહે જે છે તેને સદા દિનરાત દમી રહ્યાં.

વર્ષો લગી જ્યારે મળ્યાં ત્યારે કેવું હસ્યાં, કેવું રડ્યાં, કેવું લડ્યાં,
પરસ્પરમાં ક્યારેક એવું તો ખોવાઈ ગયાં, શોધ્યાં નહિ જડ્યાં;
જાણે સ્થળને સીમા કે કાળને અંત ન હોય એમ રમી રહ્યાં.

આજે હવે હોઠ વિના હસવાનું અને આંખ વિના રડવાનું,
મળ્યાં વિના મળવાનું, ન લડવાનું, ન ખોવાઈને જડવાનું;
આપણે બે પડછાયા, હવે ધીરે ધીરે શૂન્યતામાં શમી રહ્યાં.

૨૦૦૯
 

વિસ્મય

‘તમે મને ચાહો છો, ભલેને હું તમને ન ચાહું, હું ધન્ય!
અહો, આ કેવું મળ્યું ચિરકાલનું સૌભાગ્ય, કેવું અનન્ય!
‘તમને હું ચાહું છું, ભલેને તમે મને ન ચાહો, હું ધન્ય!
અહો, આ કેવું ચિરકાલનું સાર્થક્ય, એવું ન અન્ય!’
જે આદિમ ક્ષણે વિધાતાએ વિશ્વનું સર્જન કર્યુ હશે
એ ક્ષણે ‘વિશ્વથી માત્ર ચહવાવું? વિશ્વને માત્ર ચાહવું?’
એવું કોઈ વિસ્મય એમના મનમાં ક્યાંક ઠર્યુ હશે,
એ ક્ષણથી મનુષ્યને માટે પણ એ જ વિસ્મય રહ્યું છે;
‘મારે શું અન્યથી માત્ર ચહવાવું, અન્યને માત્ર ચાહવું?’
અહીં બે પ્રેમીજનોએ મુગ્ધભાવે એ જ વિસ્મય લહ્યું છે.

૨૦૦૮
 

મિલન, વિરહ

મિલનને માણવાનું હોય,
એમાં સ્પર્શસુખથી પરસ્પરના પૂર્ણત્વને જાણવાનું હોય.

સંસારની વચમાં વસીને,
કૈં કૈં અનુભવોથી કસીને
પરસ્પરના સુવર્ણ સમા પ્રેમના મૂલ્યને નાણવાનું હોય.

ને વિરહને ગાવાનો હોય,
એમાં જે સન્મુખ નથી એવા પ્રિયજનના પ્રાણને ચ્હાવાનો હોય.

એકાંતમાં એકાકી વસીને
સુખનાં સ્મરણોથી રસીને
પ્રેમનાં ગાન ગાઈ એનો અમૃતરસ પોતાને પાવાનો હોય.
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.

મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.

હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે?
સેઈન્ટ પીટર્સબર્ગ

૧૮ મે, ૨૦૦૮
 

સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન

ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.
મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.
હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે ?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે ?
સેઈન્ટ પીટર્સબર્ગ

૧૮ મે, ૨૦૦૮
 

ત્યાશીમે (ચિંતન પરીખ માટે)

‘શતં જીવ શરદ:’–ત્યાશીમા જન્મદિને તમે કહ્યું.
તમારી શુભેચ્છામાંથી મેં શું ગ્રહ્યું?
તમે આયુષ્યની અવધ જે આંકી રહ્યા
એમાંથી સત્તર વર્ષો હવે બાકી રહ્યાં.
આયુષ્યનું ઋતુચક્ર ત્યાશી વર્ષો કેવું ચાલ્યું?
ક્રમે ક્રમે ફૂલ્યું-ફાલ્યું":
શૈશવનું સ્વર્ગ– એ હેમંત,
મૈત્રીનું માધુર્ય– એ શિશિર,
પ્રેમનું મિલન– એ વસંત,
વિરહનું એકાંત– એ ગ્રીષ્મ,
કવિતાનું પુનશ્ચ– એ વર્ષા,
આ પાંચે ઋતુના અંતરાલે
પ્રથમથી જ હતી શરદ,
લપાતી, છુપાતી, પ્રચ્છન્ન, ગોપન,
એ આજે હવે પ્રગટ થાય,
હવેથી મારું મન-હૃદયનું આકાશ
નિરભ્ર, નિર્લેપ, શુભ્ર, શાન્ત–એ શરદ.

૧૮ મે, ૨૦૦૮
 

ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)

ઉમાશંકર હતા ત્યારે એમણે વારેવારે
મને પૂછ્યું હતું, ‘કંઈ લખ્યું છે? લખાશે? તો ક્યારે?"’
‘ના’ એટલું જ માત્ર મેં એમને કહ્યું હતું,
ત્રીસેક વર્ષ અમે એ ‘ના’નું દુ:ખ સહ્યું હતું.
આજે તેઓ હોત... એમને મેં હોંસેહોંસે કહ્યું હોત,
‘જુઓ, લખાયું છે; લ્યો આ રહ્યું!’ એમણે કેટલા સુખથી એ ગ્રહ્યું હોત!

તે પછી સાતેક વર્ષ પૂર્વે જન્મદિને શુભેચ્છામાં
તમે પણ મને પૂછ્યું હતું, ‘શાને આ પ્રલંબ મૌન ધરી રહ્યા?
એવી કઈ મહેચ્છામાં
કોઈ ઉચ્ચતર સ્તરની કે કોઈ ઉત્તમની ઉપાસના,
કોઈ અભૂતપૂર્વની આરાધના
આમ વર્ષો લગી કરી રહ્યા?
હવે તમારી એ ઉપાસના–આરાધના પરિપૂર્ણ થજો!
હવે ફરી એકવાર પૂર્વવત્ કાવ્ય-ગાન હજો!
અમારું આ સ્વપ્ન, એને સાકાર શું નહિ કરો?
હવે વધુ મૌન શાને ધરો?’

આજે તમારી એ શુભેચ્છા હું સ્મરી રહ્યો
તમારું એ સ્વપ્ન આજે હવે સાકાર હું કરી રહ્યો,
વચ્ચેનાં વર્ષોમાં મારું એ પ્રલંબ મૌન ફળી રહ્યું,
મારું હૃદય હવે કવિતાની પ્રતિ પુનશ્ચ ઢળી રહ્યું;
એથી હવે તમારી શુભેચ્છાને પાત્ર હું મને લહી શકું,
એથી હવે ‘વધુ મૌન નહિ ધરું,’ એમ તમને હું કહી શકું.

મારું એ પ્રલંબ મૌન નિષ્ક્રિય ન હતું,
પ્રત્યક્ષ ભલેને નિષ્ક્રિય હોય, પ્રચ્છન્ન સક્રિય જ હતું.
મૌનને ક્યાંય ક્યારેય નિષ્ક્રિય માનવું
એ ભારે મોટી ભૂલ એમ જાણવું.
મૌનની અકળ ગતિમાં હૃદયના ભાવનું સતત ભ્રમણ
ને મૌનની રહસ્યમય સ્થિતિમાં મનના વિહારનું સતત ચંક્રમણ.
શબ્દ મૌનમાંથી જ ઉદ્ગમે
ને અંતે મૌનમાં શમે.
કોઈ કોઈ મૌન ઘણું બધુ કહી જાય,
ક્યારેક તો શબ્દથીય ઘણું વધુ કહી જાય.
આવું મારું મૌન હવે સદા શબ્દમહીં ભળી જશે,
આયુષ્યના અંત લગી કાવ્યરૂપે ફળી જશે.
મૃત્યુ પણ હવે મને મૂંગો નહિ કરી શકે,
એથી મારું કાવ્ય હવે મૃત્યુનેય હરી શકે.

૧૮ મે, ૨૦૦૮
 

પંચાશીમે

હજુ પંદર વર્ષો બાકી છે,
ભલેને હોય! મારી જિજીવિષા યે ક્યાં થાકી છે?

જો કર્મ કરવું આપણા હાથમાં હોય,
જો નિયતિ એમાં આપણા સાથમાં હોય;
તો દૃષ્ટિ ‘શતં શરદ’ના લક્ષ્ય પર તાકી છે.

કર્મ વિશે નિયતિ તો મૌન જ રહેશે,
જો કહેશે તો માત્ર એટલું જ કહેશે":
‘મેં કર્મમાં જ કર્મના રહસ્યની રેખા આંકી છે.’

એ કર્મ શું મોહથી થશે? જ્વરથી થશે?
કે પછી એમાં પ્રજ્ઞા જેવું કંઈક હશે?
સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે.

એ પાત્રમાં નથી નથી કંઈ પ્રેય નર્યુ,
એ પાત્રમાં તો છે શ્રેય પણ ભર્યુંભર્યું;
એ પાત્રને ખોલો, હે સૂર્ય! હવે ક્ષણ પાકી છે.

૧૮ મે, ૨૦૦૮
 

છ્યાશીમે

તમારા કિરણોનું તેજ, હે પૂષન્! મારા જીવનમાં ભળી રહ્યું,
દિનપ્રતિદિન મારાં સૌ કર્મોમાં અદૃશ્યરૂપે એ ફળી રહ્યું.

એથી સ્તો મૈત્રીમાં
જગતને નિકટથી જાણી શક્યો,
ને પ્રેમમાં
ક્ષણેકમાં જાતને પ્રમાણી શક્યો,
વળી કવિતામાં
એ બન્નેને એકસાથે માણી શક્યો.

હવે તમારા સહસ્ર કિરણોને હરી લેજો!
તમારું સમગ્ર સ્વરૂપ મારી સમક્ષ ધરી દેજો!
જેથી જે તમારામાં છે
તે જ મારામાં છે
એવા સોઢ્ઢહમ્ના સ:ને હું જોઈ શકું
ને એ સ:માં મારા અહમ્ને હું ખોઈ શકું.

૧૮ મે, ૨૦૧૨
 

કવિ! તમે ક્યાં છો?

કવિ! તમે ક્યાં છો?
ના, તમે જોડાસાંકોમાં નથી,
નથી તમે સદર સ્ટ્રીટમાં,
કે નથી તમે શાંતિનિકેતનમાં,
ના, તમે પતિસરમાં નથી,
નથી તમે શાજાદપુરમાં,
કે નથી તમે શિલાઈદહમાં ય.
તો ક્હો કવિ! તમે ક્યાં છો?

જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં
શિશુઓ ફૂલની જેમ ખૂલતા-ખીલતા હોય,
જ્યાં કૈંક ચારુલતાઓનાં છાનાં આંસુથી
એમની સાડીનો પાલવ ભીંજાતો હોય,
જ્યાં મનુષ્ય ભયશૂન્ય ચિત્તે
ઉચ્ચ શિરે વિચરતા—વિહરતા હોય,
‘સબાર પિછે, સબાર નીચે
સબહારાદેર માઝે’ જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય,
ને ખેડૂતો ‘જેથાય માટિ ભેંગે કરે છે ચાષા-ચાષ’,
મજૂરો ‘પાથર ભેંગે કાટછે જેથાય પથ’,
ને જ્યાં ‘સામ્રાજ્યેર ભગ્નશેષ પરે
ઓરા કાજ કરે’,
જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય,
જ્યાં પદ્મા શાન્ત ગભીર ગતિથી વહેતી હોય,
જ્યાં વાયુ ખુલ્લાં ખેતરો વચ્ચે લહેરાતો હોય,
જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મ્હોરતી હોય,
જ્યાં વસંત પણ રુદન કરતી હોય,
જ્યાં શાન્ત મૂગાં વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતાં હોય,
જ્યાં બલાકાની પાંખની ‘હેથા નય અન્ય કોથા’
વ્યાકુલ વાણીની સાથે સમગ્ર વિશ્વ ઊડતું હોય,
કવિ! કહો, તમે ત્યાં ત્યાં નથી?
હા, કવિ! તમે ત્યાં ત્યાં છો.
હવે નહિ પૂછું, ‘કવિ! તમે ક્યાં છો?’

શાન્તિનિકેતન

૩ માર્ચ, ૨૦૦૬
 

ગાઈ રહ્યાં

બાંગ્લાર માટી, બાંગ્લાર જલ,
બાંગ્લાર વાયુ, બાંગ્લાર ફલ,
એ સૌ તમારા ચિત્તમાં છાઈ ગયાં,
હે રવીન્દ્ર! તમે સૌને ગાઈ ગયા.

બાંગ્લાર માટી, બાંગ્લાર જલ,
બાંગ્લાર વાયુ, બાંગ્લાર ફલ,
સૌની પરે આજે તમે છાઈ રહ્યા,
તમે જે ગાયું આજે સૌ ગાઈ રહ્યાં.

શિલાઈદહ

૧૨ માર્ચ ૨૦૦૬
 

અવકાશને માનવતાથી મઢીશ હું

અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો,
ત્યારે મેં તને હિમાદ્રિને મારા પદચિહ્નથી મઢ્યો;
ઊન્નત જે ઊર્ધ્વ મસ્તકે ઊભો યુગોથી દૃઢ, તું ન ખસ્યો,
છતાં મને તારા મસ્તક પરનું માનવછોગું કહી તું મને હસ્યો:
પદાક્રાન્ત એવો તું જાણે કે મારું દ્યૌ ખૂંદનારનું પદચિહ્ન લૂછી રહ્યો,
ને મસ્ત થૈને મને ભલા માનવને તું પૂછી રહ્યો":
‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
આ તારી ગૌરવગાથાને ક્યાં લગી પઢીશ તું?

કાલિદાસે તને દેવતાત્મા નગાધિરાજ કહી લડાવ્યો,
પછી અનેક કવિઓએ તને મોઢે ચડાવ્યો;
ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે,
એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું,
સૌના કવનની કૃતાર્થતા જેવું,
તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણવિરામ હશે.

પણ જો! મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી
મારા કૌતુક અને કુતૂહલને યે કોઈ ઓવારો નથી;
મારા સ્વપ્ન અને સાહસને યે કોઈ વિશ્રામ નથી,
મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણવિરામ નથી.

હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી
ભૂમિ પર વસ્યો ને સત્ય-સુન્દરની સહાયથી વિકસ્યો,
આજે હવે હું પૃથ્વીની ભ્રમણરેખાને છેદી
અકલ્પ્ય કો અનાગતમાં, અવકાશમાં ખસ્યો.

તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર
એવી આ છે મારી અવિરત, અવિશ્રામ જીવનયાત્રા દુર્દમ્ય, દુર્નિવાર;
તેં મને પૂછ્યું હતુંને": ‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું.

ઑક્ટોબર ૨૦૦૩
 

પક્ષીદ્વીપ

આલ્ગૉન્કીન જાતિનું મેનહેટ્ટા—ટેકરીઓનો ટાપુ,
એ પ્રત્યેક ટેકરીની ટચૂકડી ટચૂકડી ટોચે
સપનું સેવ્યું, ‘અંતરીક્ષને માપું,
મારો પ્રાણ અરે, ક્યારેક તો અવકાશમાં પહોંચે!’

એ જ થયું ડચ લોકોનું ન્યૂ એમ્સ્ટર્ડામ,
એમાં અનેક દેવળો, પ્રત્યેકની તીણી તીણી ટોચે
ઝંખ્યું, ‘પૃથ્વીની પાર પણ હશે પવિત્ર ધામ,
મારું હૃદય હા, ક્યારેક જો અવકાશમાં પહોંચે!’

એ જ થયું ન્યૂ યૉર્ક, જ્યાં માનવતા પચરંગી,
એમાં કૈંક સ્કાયસ્ક્રેપરો, એ પ્રત્યેકની ઊંચી ઊંચી ટોચે
અંતે અનુભવ્યું, ‘પૃથ્વીની ભ્રમણરેખાને ઉલ્લંઘી,
મારી ચેતના જુઓ, ઓ અવકાશમાં પહોંચે!’

આ પક્ષીદ્વીપ, આરંભથી હતી એની ઊર્ધ્વદૃષ્ટિની આંખો,
હવે ઊડું ઊડું થૈ રહી એની ભવિષ્યોન્મુખ પાંખો!

૨૦૦૪
 

આ ન્યૂ યૉર્ક નામે પંખી

આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?

નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન;
તે ગયું હશે શું ડંખી?

જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!

૧૯૮૫
 

સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી

તું ક્રાન્તિની પુત્રી,
મુદ્રાલેખ જે ત્રિસૂત્રી
એમાં તું પ્રથમ સ્થાને;
સમતા, બન્ધુતા તારી આજ્ઞા માને.

તારો જન્મ પૅરિસમાં, બાર્થોલ્ડીને ઘેર,
તારી પર ઇફેલ અને હ્યુગોની મ્હેર.

તું બે મહાપ્રજાઓ વચ્ચેની મૈત્રીનો સ્મૃતિસભર ઉપહાર,
વર્ષો પૂર્વે તારી સમુદ્રયાત્રા ઍટ્લાન્ટિકની પાર;
આજે હવે તું સ્વયં અભિવાસી ઊભી દ્વીપ પરે ન્યૂયૉર્કના પ્રવેશદ્વારે,
વર્ષોથી તું એ જ માર્ગે આ પૃથ્વીની સૌ પ્રજાઓને સત્કારે.

તારી પીઠીકા પર અંકિત જે ‘ધ ન્યૂ કોલોસસ’નું ગાન
એમાં સૌ આગંતુક અભિવાસીઓને તારું આહ્વાન":
‘આપો મને તમારા સૌ ક્લાન્ત, અકિંચન, અસ્તવ્યસ્ત
કોટિ કોટિ માનવો, જે ઝંખે મુક્ત શ્વાસ લેવા;
મોકલી આપો હોય જે ગૃહહીન, ઝંઝાગ્રસ્ત,
તમારા વિસ્તીર્ણ તટ પર હતભાગી, બહિષ્કૃત જેવા;
સુવર્ણના દ્વારે પ્રદીપ ધરે આ ઊર્ધ્વ મારો હસ્ત.’

તારા શિર પરે મુકુટ જે સોહે, એમાં સપ્ત તેજબિંદુ,
એનો અખંડ પ્રકાશ પામે સપ્ત ખંડ, સપ્ત સિંધુ;
તારા ચરણતલે દુ:શાસનની શૃંખલા તું ભાંગે,
સ્વાતંત્ર્યની પ્રતિમા તું, તારું નામ સાર્થક શું લાગે;
તારા સમતલ વામ હસ્તે ‘સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર’ તું ધરે,
એથી તો તું આજ લગી આમંત્રી ર્હૈ મનુષ્યોને વસવાને મુક્ત ભૂમિ પરે;
તારા નભોન્મુખ દક્ષિણ હસ્તે પ્રદીપ તું ધરે, એમાં ઊર્ધ્વ જ્યોત પ્રકાશે,
એથી તો તું આજે હવે પ્રેરી રહી મનુષ્યોને ઊડવાને ભવ્ય અવકાશે.

૨૦૦૪
 

ન-કશાનું નગર

વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,
કોઈને ખબર નથી
એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,
એ તો જોકે એમને પણ ખબર નથી
કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.

વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
કોઈને ખબર નથી
કે શાથી એ રાતે વણીને દ્હાડે ઉકેલી રહ્યો,
પણ એને શું ખબર નથી
કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો?
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.

વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો,
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.

૨૦૦૭
 

બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો

અન્ન તો એંઠું,
શુદ્ધ ફળ ને દૂધ!
ક્યાંથી આ પેઠું?

ભક્તિ તો ભ્રષ્ટ,
શુદ્ધ શાસ્ત્ર ને વિધિ!
શાથી આ કષ્ટ?"

૨૦૦૪
 

સમય છે અને સમય નથી

ક્લબમાં કલાકો રમી રમવાનો,
કારમાં જ્યાં ને ત્યાં અકારણે ભમવાનો સમય છે;
ટોળાંટોળીમાં ટીંખળ કરવાનો,
ટુકડે ટુકડે ધીમું ધીમું મરવાનો સમય છે.

કોઈને કદી ‘કેમ છો?’ પૂછવાનો,
કોઈનું એકાદ આંસુ યે લૂછવાનો સમય નથી;
પરસ્પર ગૂજગોષ્ઠિ માણવાનો,
શાન્ત એકાન્તમાં જાતને જાણવાનો સમય નથી.

જો સમય છે અને સમય નથી
તો સમય શું છે એ સમજાવવું રહ્યું કથી કથી;
જો સમય છે અને સમય નથી
તો સમય શું છે એ સમજવું યે રહ્યું મથી મથી.

૨૦૦૫
 

સહ્યા કર્યું

જન્મીને જનમભર એકાન્તમાં સહ્યા કર્યું,
ક્યારેય કોઈનેય કશુંય નથી કહ્યા કર્યું.

દુ:ખ તો મરુભૂમિ જેમ વિસ્તર્યું,
સુખ જેને માન્યું મૃગજળ ઠર્યું;
સુખદુ:ખ સમજવા સમતોલ રહ્યા કર્યું.

એથી સુખદુ:ખ ચિત્તમાં ન ધર્યું,
તે ચિત્ત તો આનંદથી ભર્યું ભર્યું;
જે કૈં સહ્યા કર્યું તેને આનંદથી ગ્રહ્યા કર્યું.

૨૦૦૭