સાહિત્યચર્યા

From Ekatra Wiki
Revision as of 06:10, 14 July 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત