સાહિત્યચર્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


કૃતિ-પરિચય

૧૯૪૯થી ગદ્યલેખનમાં પ્રવૃત્ત થયેલા નિરંજન ભગત, ગદ્યને ગ્રંથસ્થ કરવામાં હંમેશા શિથિલ અભિગમ ધરાવતા હતા. ૧૯૯૭માં ‘સ્વાધ્યાયલોક’ના ૮ ભાગમાં ૪૮ વર્ષમાં લખેલાં મોટા ભાગનાં લખાણોને પ્રગટ કર્યા પછી, ૨૦૦૪માં, તેઓ ‘સાહિત્યચર્યા’ પ્રગટ કરે છે જેમાં ૧૯૯૭ પહેલાં લખાયેલાં પણ ‘સ્વાધ્યાયલોક’માં ન સમાવાયેલા તેમ જ ૧૯૯૭ અને ૨૦૦૪ વચ્ચે લખાયેલા લેખોનો સમાવેશ કરે છે. લેખક નિવેદનમાં કહે છે કે,

‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે.'

— શૈલેશ પારેખ