મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૬.ઉદયરત્ન
૪૬.ઉદયરત્ન
આ જૈન સાધુ કવિએ ૨૦ જેટલી રાસકૃતિઓ ઉપરાંત છંદ, બારમાસી, સ્તવન, સઝઝાય –એવાં વિપુલ લેખન કરેલું છે. એમાં ‘નેમિનાથ રાજિમતી તેર માસા’ વધુ નોંધપાત્ર અને જાણીતી કૃતિ છે. કથનની પ્રાસાદિકતા, દૃષ્ટાંતોનું કૌશલ, છંદ-લય પરનું પ્રભુત્વ અને લોકભોગ્ય છટાવાળી પદાવલી એમના વિશેષો છે.