મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૨.પ્રેમસખી પ્રેમાનંદ
Revision as of 11:52, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૨.પ્રેમસખી પ્રેમાનંદ|}} {{Poem2Open}} પ્રેમસખી પ્રેમાનંદ (૧૮મી સદ...")
૯૨.પ્રેમસખી પ્રેમાનંદ
પ્રેમસખી પ્રેમાનંદ (૧૮મી સદી ઉત્તરાર્ધ –૧૯મી પૂર્વાર્ધ)
સહજાનંદ સ્વામી પાસેથી ‘પ્રેમસખી’નું લાડનામ પામેલા આ સ્વામિનારાયણી કવિનાં પદો ‘પ્રેમસખી’ તથા ‘પ્રેમાનંદ’ એવાં બન્ને નામે મળે છે. વિપુલ પ્રમાણમાં એમણે ગુજરાતી તેમજ હિંદી પદો રચ્યાં છે. પ્રેમલક્ષણાભક્તિનાં એમનાં પદોમાં કૃષ્ણ તેમજ સહજાનંદ પણ પ્રિયતમને રૂપે આલેખન પામ્યા છે. એમાં મિલન અને વિયોગનો શૃંગાર ઉત્કટતા અને કાવ્યગુણ ઉભયની રીતે નોંધપાત્ર છે. એનું ભાવમાધુર્ય અને સંગીતમાધુર્ય પણ આકર્ષક છે. આ ઉપરાંત એમણે સામ્પ્રદાયિક વૈરાગ્ય-બોધનાં પદો તથા સહજાનંદના જીવન-કાર્ય-પ્રસંગોને આલેખતી કેટલીક ટૂંકી પદમાળાઓ તેમજ ‘તુલસીવિવાહ’, ‘નારાયણચરિત્ર’ આદિ લાંબી પદમાળાઓ પણ રચી છે.