વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(33 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:

{{Box
|title = પ્રારંભિક
|content =
* [[વિનોદ જોશીનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા|વિનોદ જોશીની કવિતા]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

{{Box
|title = અનુક્રમ
|content = * [[વિનોદ જોશીનાં કાવ્યો/કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના|કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સખી ! હું સોળ વરસની થઈ...|સખી ! હું સોળ વરસની થઈ...]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સખી! મારો સાયબો...|સખી! મારો સાયબો...]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ને સાયબો આવ્યો નંઈ!|ને સાયબો આવ્યો નંઈ!]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/તું જરાક જો તો, અલી!|તું જરાક જો તો, અલી!]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/આ રીતે મળવાનું નંઈ!|આ રીતે મળવાનું નંઈ!]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પરપોટો ઊંચકીને|પરપોટો ઊંચકીને]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/કૂંચી આપો, બાઈજી!|કૂંચી આપો, બાઈજી!]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ખડકી ઉઘાડી હું તો|ખડકી ઉઘાડી હું તો]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ઝાલર વાગે જૂઠડી|ઝાલર વાગે જૂઠડી]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/એણે કાંટો કાઢીને|એણે કાંટો કાઢીને]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/થાંભલીનો ટેકો|થાંભલીનો ટેકો]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ટચલી આંગલડીનો નખ|ટચલી આંગલડીનો નખ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/હો...પિયુજી!|હો...પિયુજી!]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રોષિતભર્તૃકા|પ્રોષિતભર્તૃકા]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/કારેલું... કારેલું|કારેલું... કારેલું]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/તો અમે આવીએ|તો અમે આવીએ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/કાચી સોપારીનો કટ્ટકો|કાચી સોપારીનો કટ્ટકો]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સૂડી વચ્ચે સોપારી|સૂડી વચ્ચે સોપારી]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/વચળી ફળીમાં|વચળી ફળીમાં]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સાત હાથ સીંચણ|સાત હાથ સીંચણ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/કૂવાકાંઠે|કૂવાકાંઠે]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/રે વણઝારા|રે વણઝારા]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ફાંસ જરા શી વાગી ગઈ|ફાંસ જરા શી વાગી ગઈ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/મને ભૂલી તો જો !|મને ભૂલી તો જો !]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/સંકેલી લેશું ચોપાટને|સંકેલી લેશું ચોપાટને]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પટેલ-પટલાણી|પટેલ-પટલાણી]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ઘચ્ચ દઈ|ઘચ્ચ દઈ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/હાથે કરીને|હાથે કરીને]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ઝેરી કાળોતરો|ઝેરી કાળોતરો]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/તને ગમે તે|તને ગમે તે]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/ECSTASY|ECSTASY]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર|પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/‘શિખંડી’નો અંશ|‘શિખંડી’નો અંશ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ|‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/‘સૈરન્ધ્રી’નો અંશ|‘સૈરન્ધ્રી’નો અંશ]]
* [[વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીના કાવ્યસંચયો|વિનોદ જોશીના કાવ્યસંચયો]]

== કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના ==
<poem>
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
{{Space}}{{Space}}કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
{{Space}}{{Space}}વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
{{Space}}{{Space}}અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
{{Space}}{{Space}}અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
{{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
{{Space}}{{Space}}લેખી જોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
{{Space}}{{Space}}પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
{{Space}}{{Space}}પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
{{Space}}{{Space}}અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
{{Space}}{{Space}}પરથમ પૂજ્યાની લાજું રાખજો.
</Poem>
== સખી ! હું સોળ વરસની થઈ... ==
<poem>
પોઢણ દીધાં મલમલનાં
{{Space}}ને નીંદર દીધી નંઈ,
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
અમથાં પીધાં ઝળઝળિયાં
{{Space}}ને નજરું પીધી નંઈ,
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
વાવડ લીધા પડખામાં
{{Space}}ને અટકળ લીધી નંઈ,
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
</poem>
== સખી! મારો સાયબો... ==
<poem>
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
{{Space}}હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.
એક તો માઝમ રાતની રજાઈ
{{Space}}ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
{{Space}}પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
{{Space}}હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.
એમ તો સરોવરમાં બોળી ચાંચ
{{Space}}ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
{{Space}}એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
{{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.
</poem>
== ને સાયબો આવ્યો નંઈ! ==
<poem>
દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
{{Space}}સળિયું ભાંગીને રાત કાઢી,
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
{{Space}}અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાંઘોર
{{Space}}અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
{{Space}}પાંપણ લૂછીને રાત કાઢી
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
ઓશીકે ઊતરીને આળોટી જાય
{{Space}}મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
{{Space}}તરે ઓશિયાળા આંસુની હોડલી;
દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
{{Space}}પાંગત છોડીને રાત કાઢી,
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
</poem>
== તું જરાક જો તો, અલી! ==
<poem>
તું જરાક જો તો, અલી!
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી
ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
હું હવા વગર હલબલી!
ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી!
કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
હું તળિયામાં છલછલી!
</poem>
== આ રીતે મળવાનું નંઈ! ==
<poem>
જો, આ રીતે મળવાનું નંઈ!
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
{{Space}}{{Space}}આ રીતે ભળવાનું નંઈ!
પાંદડી ગણીને તને અડક્યો, ને
{{Space}}મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
{{Space}}એક એક રૂંવાડે પાડે તું ધાડ;
છીંડું તો હોય, તેની ઊભી બજારેથી
{{Space}} આ રીતે વળવાનું નંઈ!
એમ કાંઈ એવું કહેવાય નહીં,
::: કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
જેમ કે અનેક વાર તારામાં
::: ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;
જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને
{{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ!
</poem>
== પરપોટો ઊંચકીને ==
<poem>
{{Space}}પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
{{Space}}{{Space}} હવે દરિયો લાવું તો કેમ લાવું?
વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
{{Space}}ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડ્યમાં
{{Space}}તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;
વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
{{Space}}હવે અમથી આવું તો કેમ આવું?
નખની નમણાશ મારી એવી કે
{{Space}}પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
{{Space}}પછી એનાંથી હું જ ઓલવાતી;
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
{{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું?
</poem>

{{HeaderNav2
|previous =
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ

Latest revision as of 02:11, 28 May 2024

3 Vinod Joshi Kavya Title.jpg

વિનોદ જોશીનાં કાવ્યો

સંપાદક: ઉત્પલ પટેલ

પ્રારંભિક

અનુક્રમ