મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૫.દયારામ
દયારામ (૧૮મી-૧૯મી ઈ. ૧૭૭૭ – ૧૮૫૩):
૪૧ પદો; રુક્મિણી વિવાહ; પ્રેમરસ ગીતા
મધ્યકાલીન ગુજરાતી કવિતાના છેલ્લા ઉત્તમ કવિ દયારામ અત્યંત લોકપ્રિય છે પ્રેમલક્ષણાભક્તિનીમુખ્યત્વે શૃંગારપ્રધાન રસિક-મધુર પદ-ગરબી-કૃતિઓના કવિ તરીકે. કેવલાદ્વૈતનું ખંડન તથા શુદ્ધાદ્વૈતનું ખંડન કરનાર કૃતિ ‘રસિકવલ્લભ’ ગુરુશિષ્ય-સંવાદરૂપે રચાયેલી નોંધપાત્ર દીર્ઘ કૃતિ છે. એ ઉપરાંત એમણે ઘણી સાંપ્રદાયિક લાંબી-ટૂંકી કૃતિઓ તથા ‘પ્રબોધબાવની’ નામની બોધાત્મક કૃતિ લખી છે. ‘અજામિલાખ્યાન’ જેવી કેટલીક આખ્યાનકૃતિઓઉપરાંત ‘પ્રશ્નોત્તર-માલિકા’, પોતાની વ્રજકૃતિઓ ‘સતસૈયા’ આદિ પરની ટીકા જેવી ગદ્યકૃતિઓ લખી છે.
પરંતુ વ્રજ-હિંદી અને ગુજરાતીમાં લખેલી પદમાળાઓ તથા ગરબી નામે ખ્યાત પદકૃતિઓમાં દયારામની સર્જકતાશિખરસ્થાને છે. ઊર્મિસભર, નાટ્યાત્મક, લોકોક્તિઓ અને ચાટૂક્તિઓવાળી, સંગીતમધુર અને લયમધુર એમની પદકૃતિઓ માર્મિક કવિત્વને કારણે આકર્ષક તેમજ ક્દયવેધક બનેલી છે. એમા આલેખાયેલા કૃષ્ણ-ગોપી-રાધાવિષયક શૃંગારભાવની ઉત્કટતાએ મુનશી જેવાને એમ કહો લલચાવેલા કે, દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. પરંતુ ભક્તિમાર્ગના આ ઉત્તમ કવિએ જાણે કે સાક્ષીભાવે કૃષ્ણ-લીલાનું જ ભાવમધુર ને ભાવસમૃદ્ધ ગાન કરેલું છે. વૈરાગ્યબોધનાં પણ ઘણાં પદો દયારામે લખ્યાં છે.
૪૧ પદો; રુક્મિણી વિવાહ; પ્રેમરસ ગીતા
૪૧ પદો
- પદ (૧)
- પદ (૨)
- પદ (૩)
- પદ (૪)
- પદ (૫)
- પદ (૬)
- પદ (૭)
- પદ (૮)
- પદ (૯)
- પદ (૧૦)
- પદ (૧૧)
- પદ (૧૨)
- પદ (૧૩)
- પદ (૧૪)
- પદ (૧૫)
- પદ (૧૬)
- પદ (૧૭)
- પદ (૧૮)
- પદ (૧૯)
- પદ (૨૦)
- પદ (૨૧)
- પદ (૨૨)
- પદ (૨૩)
- પદ (૨૪)
- પદ (૨૫)
- પદ (૨૬)
- પદ (૨૭)
- પદ (૨૮)
- પદ (૨૯)
- પદ (૩૦)
- પદ (૩૧)
- પદ (૩૨)
- પદ (૩૩)
- પદ (૩૪)
- પદ (૩૫)
- પદ (૩૬)
- પદ (૩૭)
- પદ (૩૮)
- પદ (૩૯)
- પદ (૪૦)
- પદ (૪૧)