શેક્‌સ્પિયર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Shakespere Book Cover.jpg


શેક્‌સ્પિયર

સંતપ્રસાદ ભટ્ટ



અનુક્રમ


આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...

આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.

ઉમાશંકર જોશી