|
|
(9 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:2 Jaydev Shulka Kavya Title.jpg | | |cover_image = File:2_Jaydev_Shulka_Kavya_Title.jpg |
| |title = જયદેવ શુક્લની કવિતા<br> | | |title = જયદેવ શુક્લની કવિતા<br> |
| |editor = રાજેશ પંડ્યા<br> | | |editor = રાજેશ પંડ્યા<br> |
| }} | | }} |
|
| |
|
| | <br> |
| | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[જયદેવ શુક્લની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[જયદેવ શુક્લની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[જયદેવ શુક્લની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | | * [[જયદેવ શુક્લની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| == પૃથ્વીકાવ્યો ==
| | * [[જયદેવ શુક્લની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | | }} |
| <poem>
| |
| ૧
| |
| ગ્રીષ્મના
| |
| તોતિંગ તડકામાં
| |
| પૃથ્વીનો
| |
| આ નાનકો દાણો
| |
| ધાણીની જેમ
| |
| ફૂટે તો?
| |
| </poem>
| |
| | |
| <poem>
| |
| ર
| |
| ડાબા હાથની
| |
| વચલી આંગળીને
| |
| પાછળ ખેંચી
| |
| ટેરવેથી
| |
| આ પૃથ્વીની લખોટી
| |
| છોડું...
| |
| ચન્દ્ર
| |
| જો ટિચાય તો?
| |
| </poem>
| |
| | |
| <poem>
| |
| ૩
| |
| પૃથ્વીના
| |
| ગબડતા
| |
| આ દડાને
| |
| ડાબે પગે
| |
| તસતસતી કીક મારું...
| |
| અધવચ્ચે
| |
| સૂર્ય
| |
| ઝીલી લે તો?
| |
| </poem>
| |
| | |
| | |
| | |
| | |
| == પૃથ્વીપુષ્પ ==
| |
| | |
| <poem>
| |
| જળ ઉપર
| |
| બન્ધ આંખે
| |
| ફૂલ બની તરતા હોઈએ.
| |
| ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ.
| |
| ઊઘડતું જાય કમળવન.
| |
| કમળવનમાં આંખો પટપટાવીએ.
| |
| સંભળાય
| |
| લુમઝુમ
| |
| રૂપેરી ઘૂઘરીઓ.
| |
| ઘૂઘરીઓની પાંખે ને આંખે
| |
| પહોંચીએ
| |
| ઊંચે
| |
| ને
| |
| ઊંડે.
| |
| વચ્ચે જળ.
| |
| તરાપો કમળપત્રનો.
| |
| તરાપા પર
| |
| મઘમઘ મોતી.
| |
| મોતીમાં
| |
| તગતગ આકાશ.
| |
| ઝળહળ આકાશ
| |
| પાંખો ફફડાવે.
| |
| હાલકડોલક અરીસામાંથી
| |
| ઊંચકાય
| |
| પૃથ્વીપુષ્પ!
| |
| </poem>
| |
| | |
| == ચાંચમાં રણઝણતી પૃથ્વી ==
| |
| | |
| <poem>
| |
| દિશાઓના દેહ પર
| |
| કેસૂડાં ચીતરતા
| |
| આહિર-ભૈરવના કણ્ઠમાં
| |
| પાંખો ફફડાવે છે
| |
| રક્તિમ સુગન્ધ.
| |
| લીમડાની મંજરીઓ
| |
| સન્તુરમાંથી
| |
| રોમરોમ પર વરસે
| |
| ને લેાહી ખીલી ઊઠે
| |
| કોમલ-રિષભના ઘેનમાં.
| |
| સ્વર્ણિમ સૂર્ય
| |
| બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ
| |
| કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું
| |
| રણકે.
| |
| ભીનું અન્ધારું
| |
| ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું
| |
| ગાન્ધારના સ્પર્શે
| |
| લાલ ગુલાબ બની
| |
| રંગાઈ જાય.
| |
| શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી
| |
| પસાર થતી
| |
| દીપચંદી સવાર
| |
| લેાહીમાં
| |
| સમ પર ખણકે
| |
| રણકે ને રણઝણે...
| |
| | |
| કેસરિયું દ્વાર ખોલી
| |
| પાંખો ફફડાવતો
| |
| હંસ
| |
| ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ
| |
| ઊડે...
| |
| </poem>
| |
| | |
| == વસંત ==
| |
| | |
| <poem>
| |
| કેસરિયા થઈ
| |
| ફરફરે છે
| |
| પવનના છેડા.
| |
| | |
| કંસારાની ‘ટુક્...ટુક્’થી
| |
| ખણખણે છે પૃથ્વીપાત્ર.
| |
| | |
| શાલ્મલિની નગ્ન કાયા પર
| |
| તગતગે છે
| |
| મધ.
| |
| | |
| સોનેરી બુટ્ટાઓથી
| |
| ઝળહળે છે
| |
| દક્ષિણ દિશાનું
| |
| રેશમી વસ્ત્ર.
| |
| | |
| લીમડા પરથી
| |
| ઝરમરે છે
| |
| સોનું.
| |
| | |
| પીળી પછેડી ખભે નાખી
| |
| મલકે છે
| |
| ચલમ સંકોરતો
| |
| ખેડુ.
| |
| | |
| હમણાં જ
| |
| મુક્ત કણ્ઠે કથા માંડી છે
| |
| આમ્રમંજરીએ.
| |
| | |
| અને
| |
| કંકુ વરસાવી
| |
| રહ્યું છે
| |
| મંદાર.
| |
| </poem>
| |
| | |
| == ગ્રીષ્મ ==
| |
| | |
| <poem>
| |
| ફળફળતા
| |
| પિત્તળના ધોધને
| |
| ચીરતી
| |
| ટ્રેન.
| |
| બારી-બારણાંની
| |
| તિરાડમાંથી
| |
| તસુ પણ ન ચસકતી
| |
| સતત ડામ દેતી
| |
| હવા.
| |
| બળબળતાં શરીરોની
| |
| ખારી-કડવી
| |
| વાસ.
| |
| રાખોડી પોતડી
| |
| વીંટાળી
| |
| ફાટે ડોળે
| |
| ડગમગતો
| |
| વૃદ્ધ.
| |
| તળાવની રૂપેરી ચામડી
| |
| બળીને
| |
| ધૂળમાં ઢગલો.
| |
| ચક્કરચક્કર ફરતો,
| |
| ઘુમરડીઓ લઈ
| |
| હજારો જીભ ફેલાવતો,
| |
| ફૂંફાડતો,
| |
| ભડથું કરતો,
| |
| ટ્રેનને છાપરેથી
| |
| ગબડતો
| |
| બારી વચ્ચે...
| |
| બારીમાંથી
| |
| સૂરજ ફેંકવા
| |
| લંબાયેલો હાથ
| |
| ભડભડ
| |
| ભડભડ...
| |
| </poem>
| |
| | |
| == વૈશાખ ==
| |
| | |
| <poem>
| |
| લીમડા પર હસતો લીલો
| |
| આંબા પર ઢાળાયેલો વેરાયેલો ખાટો લીલો
| |
| ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો
| |
| ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો
| |
| ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો
| |
| શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો
| |
| રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો કાળો
| |
| બકુલ પરથી ખરી પડતો મઘમઘતો કથ્થાઈ-બદામી
| |
| આંબાને ભીંજવતો કોયલ-કાળો
| |
| આકાશને દઝાડતો બાળતો ગુલમહેારી લાલ
| |
| બાગમાં બટકી લીલાશ પર ખીલેલા સો સો ચન્દ્રનો વાચાળ સફેદ-રૂપેરી
| |
| ખૂલેલો ને ખીલેલો
| |
| દઝાડતો ને બાળતો
| |
| કાળોકાળોલાલરૂપેરીલીલો
| |
| કાબરચીતરા નગરમાં
| |
| ઑગળતો
| |
| કાળો લીલો લાલ કાળો કથ્થાઈ
| |
| ને
| |
| રૂપેરી...
| |
| </poem>
| |
| | |
| == ઉનાળામાં ઘર ==
| |
| | |
| <poem>
| |
| કાંસાના ધધખતા રસમાં
| |
| બૂડતા ઘરનો
| |
| બૂડબૂડાટ ને વરાળ ચારેકોર ....
| |
| તળિયે
| |
| ઊ
| |
| ત
| |
| ર
| |
| તા
| |
| જતા
| |
| ડોલતા ઘરની
| |
| અગાશી ટોચે
| |
| સક્કરખોરની ઝીણી સિસોટી... સી... સી...
| |
| ઘર આખ્ખું
| |
| ચમકતા ઘેરા-ભૂરા રંગથી છલોછલ!
| |
| સક્કરખોર ઊડ્યું...
| |
| ઘર ઊંચકાયું.
| |
| પતંગની દોર પર
| |
| ડોલતા ફાનસની જેમ
| |
| ડોલતું ડોલતું
| |
| ઘર
| |
| જઈ બેઠું
| |
| આછાં-પીળાં ફૂલોભરી
| |
| સરગવાની ડાળ પર!
| |
| </poem>
| |
| | |
| == પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી ==
| |
| | |
| <poem>
| |
| ચપટી
| |
| :: ઝરમર
| |
| {{Space}} ઝર... ઝર...
| |
| {{Space}} ઝ... ર... મ ...ર
| |
| વૃક્ષ પર, ઘાસ પર,
| |
| વાડના તાર પર,
| |
| પીળી માટીના રસ્તા પર,
| |
| ધાબા પર.
| |
| દરજીડો
| |
| ઝરમર લઈ
| |
| સીવતો જાય
| |
| માળો.
| |
| હવા
| |
| કાળિયોકોશી બની
| |
| હાંફે.
| |
| ટપક્
| |
| :: ટીપાં ને ઝરમર
| |
| :: ઝીલી
| |
| ખૂણે સંતાય
| |
| પૃથ્વી.
| |
| જાંબુડિયું મોરપિચ્છ આકાશ
| |
| ટહુકે,
| |
| :: ચમકે
| |
| ટપકે
| |
| બોદું અગાશી પર.
| |
| કાનમાં
| |
| ઘરના પતરાંના છાપરા પર
| |
| માથું નમાવી દોડતાં
| |
| લવારાં જેવી વર્ષા
| |
| બરકે...
| |
| ::: છત
| |
| :: ટપકે
| |
| ::: ટપક્
| |
| :::: ફપ્...
| |
| </poem>
| |
| | |
| == દરજીડો ==
| |
| | |
| <poem>
| |
| ‘પપ્પા, દરજીડો કેવો હોય ’
| |
| ‘ખૂબ નાનકું પંખી.’
| |
| ‘પણ કેવું?’
| |
| ‘ચાલ ચીતરીએ : જો,
| |
| આ માથું ને પીઠ, આછાં લીલાં.
| |
| કપાળ પર લોખણ્ડના કાટ જેવી કથ્થાઈ લાલાશ.
| |
| આ ... એની પૂંછડી ઊંચી,
| |
| પણ સહેજ માથા તરફ ત્રાંસી.’
| |
| | |
| આછો ફરફરાટ મારી બન્ને બાજુએ...
| |
| | |
| ‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ,
| |
| જંપીને બેસે જ નહીં.’
| |
| ‘એની ચાંચ કેવી?’
| |
| ‘શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી.
| |
| બોલે ‘ટુવિટ્, ટુવિટ્.’
| |
| ‘આ ‘ટુવિટ’ તો સંભળાયું, પણ ચીતરોને.’
| |
| બન્ને હાથને પાંખ બનાવી
| |
| આગળ નમી
| |
| ઓરડામાં
| |
| આમતેમ નાને પગલે કૂદું છું.
| |
| હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્ ...ટુવિટ, ટુવિટ્’
| |
| ‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’
| |
| </poem>
| |
| | |
| == બિલાડી, બચ્ચું, લખોટી અને તું ==
| |
| | |
| <poem>
| |
| બિલાડી.
| |
| કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ!
| |
| બચ્ચું.
| |
| ધોળું, જાણે રૂનું રમકડું,
| |
| ઊછળે દડાની જેમ.
| |
| લખોટી.
| |
| કાળી, પાણીદાર,
| |
| સરે રેલાની જેમ.
| |
| | |
| સરકતા રેલા પર
| |
| ઊછળતો દડો તરાપ મારે,
| |
| નાનકો વાઘ
| |
| ચોકી કરે.
| |
| | |
| બચ્ચું
| |
| લખોટી પકડી છોડી દે છે તરત.
| |
| ‘પપ્પા, આટલા નાના બચ્ચાને
| |
| નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’
| |
| ‘તને લોહી તો નથી નીકળ્યું ને?’
| |
| પૂછતાં ખૂલી જાય છે આંખો.
| |
| | |
| ત્રાટકે છે કાળો વાઘ.
| |
| </poem>
| |
| | |
| == અંધારું ધસી પડે છે ==
| |
| | |
| <poem>
| |
| બારી પાસેના એકલિયામાં
| |
| મારી જોડે આવી સૂતાં
| |
| ધૂળવાળાં, બચુકડાં પગલાં.
| |
| પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં
| |
| રાક્ષસ, પરી, રાજકુમાર,
| |
| વાંદરો ને મગર,
| |
| ‘એક હતી બીકણ સસલી...’
| |
| ‘પછી... પછી શું થયું પપ્પા?’
| |
| ‘જૂઈ જેવી પાંખોવાળી પરી
| |
| જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ...
| |
| ત્યાં એની રૂપેરી પાંખો...’
| |
| ‘મને ઊંઘમાં પણ સંભળાય
| |
| એમ મોટ્ટેથી કહેજો હં...
| |
| હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’
| |
| ‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો...
| |
| કહે ‘ખાઉં...ખાઉં...’
| |
| ‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં
| |
| રડતો રડતો
| |
| તું મને વળગી પડે છે...
| |
| | |
| આંસુ લૂછવા
| |
| ઊંચકાયેલા હાથ પર
| |
| અંધારું ધસી પડે છે...
| |
| </poem>
| |
| | |
| == બૂટ પરથી ધૂળ રેલાય ==
| |
| | |
| <poem>
| |
| ધૂળવાળા કાળા વરસાદી ગમબૂટ.
| |
| બૂટમાં છંટાયેલા પાઉડર અને રબરની ભેગી ગન્ધ.
| |
| બૂટના ખુલ્લા ભૂંગળામાંથી સંભળાય :
| |
| ‘પપ્પા, તમે આવો ત્યારે
| |
| વરસાદના બૂટ ભૂલતા નહીં...’
| |
| | |
| બૂટમાં રોપાયેલા પગ
| |
| જાણે કમળ-દણ્ડ!
| |
| ‘બૂટને પણ આપણી જેમ
| |
| વરસાદમાં મઝા પડતી હશે?’
| |
| | |
| કાદવવાળા, ભીના, ધૂળવાળા બૂટનાં પગલાં
| |
| આસપાસ ચકરાય
| |
| વીંટળાય...
| |
| | |
| બૂટને તળિયે
| |
| સુકાયેલી ધૂળ-માટી
| |
| હળવેથી
| |
| આંગળી વડે ખોતરું છું...
| |
| ‘પપ્પા, પપ્પા મને બહુ જ ગીલીગોટા થાય છે,
| |
| બસ, મારાથી રડી...’
| |
| | |
| બૂટ પરથી ધૂળ રેલાય...
| |
| </poem>
| |
| | |
| == પપ્પા, બોલો ને! ==
| |
| | |
| <poem>
| |
| ‘કોણ? હલો પપ્પા! કેમ છો?’
| |
| ‘મઝામાં બેટા.’
| |
| ‘તમારો પત્ર આજે જ મળ્યો.’
| |
| ‘હં...’
| |
| ‘પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે?’
| |
| ‘તને ખૂ...બ યાદ કરે છે.’
| |
| ‘તમે?’
| |
| ‘...’
| |
| ‘પપ્પા! પુરુકાકાની બારીમાં મધ પાછું બેઠું છે?
| |
| આ વખતે પરેશકાકાના આંબા પર
| |
| કેરી આવી છે?’
| |
| ‘...’
| |
| ‘તમે સાંભળો છો ને પપ્પા?’
| |
| ‘હા...હં..સાં...’
| |
| ‘પંખીઓ માટે પાણીની ઠીબ ભરો છો ને?’
| |
| ‘બેટા, રોજ રોજ ભરાય છે.
| |
| પણ બેટા, તને ચશ્માં ફાવી ગયાં?’
| |
| ‘તમે નવા નમ્બર કઢાવવાના હતા તે?
| |
| ધ્યાન રાખજો...હં....’
| |
| ‘...’
| |
| ‘એક વાત તો પૂછવી જ ભૂલી ગયો.
| |
| આપણી વાડમાં બુલબુલે
| |
| માળો બનાવી
| |
| આ વખતે ઈંડાં મૂક્યાં છે?’
| |
| ‘આ વખતે તો બેટા!
| |
| બચ્ચાંને ક્યારે પાંખો આવી
| |
| ને ક્યારે
| |
| ઊ...ડી...
| |
| ....’
| |
| ‘પપ્પા, પપ્પા!
| |
| બોલો ને!...’
| |
| </poem>
| |
| <br> | | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content =* [[જયદેવ શુક્લની કવિતા/પૃથ્વીકાવ્યો|પૃથ્વીકાવ્યો]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પૃથ્વીપુષ્પ|પૃથ્વીપુષ્પ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ચાંચમાં રણઝણતી પૃથ્વી|ચાંચમાં રણઝણતી પૃથ્વી]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/વસંત|વસંત]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ગ્રીષ્મ|ગ્રીષ્મ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/વૈશાખ|વૈશાખ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ઉનાળામાં ઘર|ઉનાળામાં ઘર]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી|પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/દરજીડો|દરજીડો]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/બિલાડી, બચ્ચું, લખોટી અને તું|બિલાડી, બચ્ચું, લખોટી અને તું]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/અંધારું ધસી પડે છે|અંધારું ધસી પડે છે]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/બૂટ પરથી ધૂળ રેલાય|બૂટ પરથી ધૂળ રેલાય]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પપ્પા, બોલો ને!|પપ્પા, બોલો ને!]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/રસ્તો ઓળંગતી વેળા|રસ્તો ઓળંગતી વેળા]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/મા|મા]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/વ્રેહસૂત્ર|વ્રેહસૂત્ર]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પ્રતીક્ષા|પ્રતીક્ષા]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/હજી તો...|હજી તો...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/આગમન|આગમન]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ|કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ભેજલ અન્ધકારમાં|ભેજલ અન્ધકારમાં]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/મલ્હાર ઢોળાયો...|મલ્હાર ઢોળાયો...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પરોઢ|પરોઢ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/જલસો|જલસો]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/સ્તનસૂક્ત|સ્તનસૂક્ત]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ગબડાવી દે, ફંગોળી દે...|ગબડાવી દે, ફંગોળી દે...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/એક પીળું ફૂલ|એક પીળું ફૂલ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/માગશરની અમાવાસ્યા|માગશરની અમાવાસ્યા]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ધુમાડો|ધુમાડો]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/૨૬ જુલાઈ ૨૦૦૮|૨૬ જુલાઈ ૨૦૦૮]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/હા ભઈ હા, બધેબધ પડે જ છે...|હા ભઈ હા, બધેબધ પડે જ છે...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/તાળું|તાળું]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/કાંટો|કાંટો]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/વાડ|વાડ]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પિલ્લું|પિલ્લું]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/આપણી જ એક આંખમાં આંસુ જોઈને...|આપણી જ એક આંખમાં આંસુ જોઈને...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/જાવન-આવન|જાવન-આવન]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/રાહ જોવી|રાહ જોવી]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/પણ, આમ કેમ બનતું હશે?|પણ, આમ કેમ બનતું હશે?]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/ગોદારને...|ગોદારને...]] |
| | * [[જયદેવ શુક્લની કવિતા/તાલ-કાવ્યો|તાલ-કાવ્યો]] |
| | }} |
|
| |
|
| == રસ્તો ઓળંગતી વેળા ==
| |
|
| |
| <poem>
| |
| તે સાંજે
| |
| આપણે વાતો કરતા ચાલતા હતા.
| |
| તારા પ્રશ્નનો ઉત્તર
| |
| આપવાને બદલે,
| |
| રસ્તો ઓળંગતી વેળાએ,
| |
| પોચા પોચા ખભા પર
| |
| મારી આંગળીઓનો દાબ પડ્યો હતો.
| |
| તારો ઉછાળ
| |
| જરા સંકોચાયો હતો.
| |
| આપણે સામે પહોંચી ગયા હતા.
| |
|
| |
|
| પછી તો તને ચંપલ ન ગમતાં.
| |
| હાફપેન્ટ નાનાં પડતાં.
| |
| તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો.
| |
| તારાં ટેરવાં નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો.
| |
|
| |
| આજે,
| |
| ભૂખરી સાંજે
| |
| વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ.
| |
| એક મોટરબાઇક ફડફડાટ પસાર થઈ જાય છે.
| |
| મારા પગ અટકી જાય છે
| |
| ને હાથ ઊંચકાય...
| |
|
| |
| અચાનક
| |
| પહેલી જ વાર
| |
| લોહી છલકતી, કરકરી, સચિન્ત હથેળી
| |
| મારા સહેજ ઢીલા ખભા પર
| |
| દબાય છે.
| |
| બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે.
| |
|
| |
| હું સામે પાર પહોંચી જાઉં છું.
| |
| </poem>
| |
|
| |
| == મા ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| ખળખળતી નદીને
| |
| આ કાંઠે
| |
| તું, હું, આપણે સૌ
| |
| રોજ હસતાં, રમતાં, ગોઠડી કરતાં...
| |
|
| |
| તારા હાથમાંની
| |
| રાખોડી રંગની લાકડીને
| |
| નેવું વર્ષે પણ
| |
| તારો ટેકો હતો.
| |
|
| |
| તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ
| |
| લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ!
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ૨
| |
| ઊભો છું
| |
| આ
| |
| લાકડી પકડી.
| |
|
| |
| લાકડીના લીસ્સા હાથા પરથી
| |
| તારી મ્હેકતી હથેળી
| |
| ધીમે ધીમે
| |
| મારી હથેળી સાથે
| |
| ગુંથાઈ ગઈ.
| |
|
| |
| આજે
| |
| ફોરે છે
| |
| આખ્ખું ઘર!
| |
|
| |
| હું લાકડીને
| |
| જોરથી વળગી પડું છું.
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ૩
| |
| આ લાકડી
| |
| હવે ઊભી છે
| |
| એકલી.
| |
| પથારીની ડાબી બાજુએ
| |
| તું બેસતી
| |
| તે જગા પરનો આછો દાબ
| |
| આજે પણ
| |
| એમ જ છે.
| |
| ટાઇલ્સ પર
| |
| તારાં પગલાં ઘસાવાનો
| |
| ને લાકડીનો નજીવો અવાજ જાગ્યો...
| |
| એકદમ નજીક
| |
| આવી પહોંચી છે
| |
| તારા શરીરની ગન્ધ!
| |
| તારો રોજનો પ્રશ્ન :
| |
| ‘ભાઈ, કેટલા વાઈગા?’
| |
| હું શું જવાબ આપું?
| |
| </poem>
| |
|
| |
| == વ્રેહસૂત્ર ==
| |
|
| |
| <poem>
| |
| મૂળને સૂંઘતો
| |
| વૃક્ષને સંવેદતો
| |
| વનરાજિમાં પ્રસરતો
| |
| આનન્દથી વરસતો
| |
| પ્રતિપળ તરસતો
| |
| ટળવળતો
| |
| ગાતો, વાતો
| |
| ખડખડ હસતો,
| |
| ભાગતો, વાગતો, ખાળતો
| |
| ચાલી રહ્યો છું...
| |
| વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી
| |
| અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો
| |
| ને ગૂઢ-ઘેરા વનમાં
| |
| વલવલતો
| |
| પસાર થતાં
| |
| ઊભો રહી જાઉં છું
| |
| ડધાઈને.
| |
| તાકી રહું છું.
| |
| આરપાર પ્રાણશંકર બની.
| |
| અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે
| |
| મને ને મારી સાત પેઢીના પ્રાણને.
| |
| વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી
| |
| વેરાઈ જાઉં.
| |
| રાઈ રાઈ થઈ...
| |
| ત્યાં
| |
| સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું
| |
| આકાશમાં કંઈ ઊગે...
| |
| મોદકની ઝંખા જાગે
| |
| ટેરવાંમાં હણહણાટ
| |
| પલનો, વલવલનો, તલનો
| |
| અન્ધાર-જલનો...
| |
| ભૂલો પડી
| |
| શોધ્યા કરું છું
| |
| ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો
| |
| આ બૃહદારણ્યમાં
| |
| દમયંતીને.
| |
| ૦
| |
| પૂર્વ
| |
| માથે દીર્ઘ શિખા રાખી
| |
| તાપીમાં સ્નાન કરી
| |
| ચાર છેડે પીતામ્બર ધારણ કરી
| |
| સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી
| |
| યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો
| |
| પાઈ પાઈ માટે
| |
| જોજન જોજન ચાલતો
| |
| હું કોને શોધી રહ્યો હતો?
| |
| કોણ છે એ કશ્યપ?
| |
| શા માટે છે એ કશ્યપ?
| |
| એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ
| |
| કયા અન્ધાર-જલમાં
| |
| ભૂલી પડી ગઈ છે...
| |
| ભૂલો પડેલો
| |
| બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે
| |
| શોધું છું.
| |
| ૦
| |
| એ ઉન્નત અભિરામ ગ્રીવા
| |
| એ ચમ્પકવરણો દેહ
| |
| પ્રવાલસમ ઓષ્ઠદ્વય
| |
| કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો...
| |
| અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે.
| |
| હું કયા ભોંયરામાં થઈ
| |
| ક્યાં નીકળું તો
| |
| ભેદી શકું છેદી શકું
| |
| આ તળ-અતળ...
| |
| ભોંયરાનાં છમછમતાં અન્ધારાં
| |
| એવાં તો કર્બુર
| |
| કે ઓળખી શકાતી નથી
| |
| કૃષ્ણા કે તૃષ્ણા...
| |
| ૦
| |
| મારી પ્રમાતાનાં
| |
| સ્વપ્નોની ઉપત્યકાઓમાં
| |
| કોણ ગબડી રહ્યું છે?
| |
| ગર્ભ સમયે
| |
| જાંબુવન જોવાના દોહદ
| |
| કોણ જગાડે છે
| |
| આમ, રાતોની રાતો
| |
| સદીઓની સદીઓમાં...?
| |
| ૦
| |
| યાજ્ઞવલ્ક્ય
| |
| પાણિનિ
| |
| ને
| |
| દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો
| |
| ખોલાતો
| |
| અટકી જાઉં છું
| |
| વિ-સર્ગ આગળ.
| |
| અન્ધારાં જલ ઠલવાતાં જાય છે
| |
| ચારેકોર
| |
| લય પ્ર-લય
| |
| કયો?
| |
| કયા મન્વન્તરમાં જોયા હતો?
| |
| સાંભળ્યો હતો?
| |
| સૂંઘ્યો હતો?
| |
| ચાખ્યો હતો?
| |
| સ્પર્શ્યો હતો?
| |
| તે... તો...
| |
| ૦
| |
| કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા?
| |
| કોણ વનલતા સેન?
| |
| કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે
| |
| એવા અન્ધારાની પેશીએ પેશી
| |
| ચશ્યશીને
| |
| કર્ણિકારની દીપશિખાએ લઈ
| |
| ઊંડે ને ઊંડે
| |
| ઊતરી પડવા મથું છું....
| |
| ત્યાં
| |
| આ કોના,
| |
| કોના શ્વાસની આંચથી
| |
| અટકી જાઉં છું?
| |
| કોણ છે એ?
| |
| કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી?
| |
| કોણ હરી ગયું છે આકાશને મારામાંથી?
| |
| કોણ ચૂસી ગયું છે વાયુને...
| |
| કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને
| |
| ને હું....
| |
| મૂળને સૂંઘતો
| |
| વૃક્ષને સંવેદતો
| |
| વનરાજિમાં પ્રસરતો
| |
| તરસતો
| |
| ટળવળતો
| |
| પંચકેશ ને વલ્કલ ધારણ કરી
| |
| યજ્ઞવેદીઓમાં
| |
| આજ્યની આહુતિઓ અર્પતાં
| |
| મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો
| |
| इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च)
| |
| બોલતો
| |
| હાથમાં સ્રૂચિ ધારણ કરતો
| |
| ઊભો છું.
| |
| યુગોથી.
| |
| અગ્નિ.
| |
| કયો અગ્નિ?
| |
| કોણ અગ્નિ?
| |
| કોણ જમદગ્નિ?
| |
| કોણ કોને આહુતિ આપે?
| |
| ૦
| |
| મૂળને સૂંઘતો
| |
| પ્રસરતો, તરસતો
| |
| વરસતો
| |
| ટળવળતો,
| |
| કયા મનવન્તરમાં
| |
| કયા ઋષિને ત્યાં
| |
| વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું?
| |
| </poem>
| |
|
| |
| == પ્રતીક્ષા ==
| |
|
| |
| <poem>
| |
| ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
| |
| ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
| |
| પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
| |
| પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
| |
| બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
| |
| ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
| |
| દાઢી માંજી.
| |
| સ્ટવની દીવેટ ખેંચી.
| |
| ઘડિયાળમાં જોયું.
| |
| સામેની બારીના સળિયા ગણ્યા :
| |
| એક...બે...ત્રણ...
| |
| ફરી જોયું.
| |
| શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
| |
| ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
| |
| ચાવી આપી.
| |
| ટક્...ટક્...ટક્...
| |
| ટક્...
| |
| </poem>
| |
|
| |
| == હજી તો... ==
| |
|
| |
| <poem>
| |
| સેકન્ડ, મિનિટની વાત જવા દઈએ
| |
| તોય પૂરા અગિયાર કલાક...
| |
| અગિયાર કલાકમાં
| |
| બે-ત્રણ વાર બ્લૅક કૉફી
| |
| સાથે મેથીના સક્કરપારાનો
| |
| વધ્યોઘટ્યો ભૂકો...
| |
| ગમતું પુસ્તક ખોલી મથવાનું...
| |
| અસ્તવ્યસ્ત ઘર વ્યવસ્થિત કરવાનું...
| |
| ક્યારામાં ગોડ કરવાની... ઘાસ...
| |
| અવકાશ ઝંઝેડવાનો.
| |
| પછી....
| |
| પછી જો લોહીમાં બોલતાં તમરાં જરી જંપે તો...
| |
| સવારે સોનેરી લીંબોળીની પીમળમાં ફરફરવાનું...
| |
| હા, યાદ રાખી દાઢી કરવાની.
| |
| ‘આ આફટર શેવની સુગન્ધ મને બઉ એટલે બઉ જ ગમે...’
| |
|
| |
| ટેબલ પરથી ધૂળ ઝાપટીએ.
| |
| પથારી પર ફૂલોની ચાદર પાથરીએ.
| |
| હાથ ધોવા બેઝીન પાસે જઈએ...
| |
| આમળાં-અરીઠાંની સુગન્ધ
| |
| ને જળશીકરોમાંનું મેઘધનુષ જોઈ
| |
| હાથ લંબાવીએ...
| |
| હાથ પર બેઠેલી લોખંડી માખી
| |
| હાથ અમળાવી નાખે.
| |
| આછો ટહુકો લોહીને જગાડે :
| |
| ‘કૉફી પીએ?’
| |
| ‘હા...હોં’ સાથે ઊભા થઈએ.
| |
| અરીસામાં ઑગળેલા
| |
| ધૂળિયા અન્ધકારને લૂછી
| |
| ચહેરો જોવા મથીએ.
| |
| વાડામાં જઈએ.
| |
| ઘાસ ખેંચી કાઢીએ....
| |
| એલાર્મની બન્ધ ક્ષણોને
| |
| ચાવી આપીએ.
| |
| કાંડાઘડિયાળ જોઈએ :
| |
| હજી તો...
| |
| હજી તો દસ કલાક ને પચાસ મિનિટ...
| |
| </poem>
| |
|
| |
| == આગમન ==
| |
|
| |
| <poem>
| |
| ભાઈસાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને!
| |
| કોણ ધૂળ-કચરો કાઢવાની તસ્દી લે?
| |
| ચાનાં ઢગલો કપ-રકાબી
| |
| આમતેમ રવડતાં હશે.
| |
| કબાટને લૉક કરવાનું તો શીખ્યો જ નથી.
| |
| કો’ક દી બધ્ધું...
| |
| ‘ભાઈ તારી રીક્ષા આમ
| |
| ડચકિયાં ખાતી કેમ ચાલે છે?
| |
| આના કરતાં તો
| |
| હું ચાલતી
| |
| વહેલી પહોંચું.’
| |
| ટેબલ-પલંગ પર ઊંધાંચત્તાં પુસ્તકોના ઢગલા...
| |
| ને સિગરેટની રાખથી
| |
| ઊભરાતું હશે ઘર.
| |
|
| |
| કૂંડામાં પાણી...
| |
| દૂધ નિયમિત ગરમ કરવાનું,
| |
| અથાણું જોઈ તેલ નાખવાનું
| |
| યાદ કરાવ્યું
| |
| ત્યારે
| |
| ‘આટઆટલી સૂચનાને બદલે
| |
| તું જો જવાનું માંડી વાળે...’
| |
| તદ્દન નાનકુડા છોકરા જેવો
| |
| થોડા દી’ પણ...
| |
|
| |
| કમરે છેડો વીંટાળી
| |
| તાળું ખોલું છું.
| |
| પગથિયાં ચઢતાં જ
| |
| ‘સ્વાગતમ્’નું ચિતરામણ.
| |
| ધૂપસળીની સુવાસ
| |
| ને ચાંદી જેવું ચોખ્ખું
| |
| ઘર...
| |
| ‘લુ...ચ્ચો...’
| |
| </poem>
| |
|
| |
| == કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો.
| |
| એ સ્ટેશન પર.
| |
| થોડીક બીક સાથે
| |
| હાથ મળતાં
| |
| બધું ઝળાંહળાં...
| |
|
| |
| આપણી વ્યક્તિ સાથે
| |
| રેસ્તૂરાંમાં જવું
| |
| આમ તો સહેલું, પણ...
| |
| અઘરું હોય છે
| |
| શ્વાસમાં શ્વાસ ઊછળે
| |
| આંખમાં આંખ ઓગળે
| |
| એટલું નિકટ બેસવું.
| |
| ઘણી બધી બેઠેલી આંખો,
| |
| હરતી-ફરતી આંખો
| |
| સીધું યા ત્રાંસું
| |
| કોતરતી હોય છે આપણને.
| |
| રૅપ સંગીતના હણહણાટથી
| |
| ધ્રૂજી ઊઠે છે દીવાલો.
| |
| સ્ટ્રોબેરી આઇસક્રીમનો
| |
| મરુન-લાલ ટુકડો
| |
| મોંમાં ૨ચે મેઘધનુષ.
| |
| મન્દ મલકાટ ચૂમી લેવા
| |
| પાસે સરું.
| |
| ચમચીમાંથી આઇસક્રીમ
| |
| પેન્ટ પર,
| |
| બધેબધ રેલાઈ ગયું,
| |
| આજની જેમ જ.
| |
|
| |
| ૨
| |
| મેં કહ્યું : ‘ના...ના...નાઆ...’
| |
| તેં કહ્યું : ‘આવડી જશે. પછી તો સરર સર્ કરતી સાઈકલ...’
| |
| હાથમાં, આંખમાં પરસેવો.
| |
| ધ્રૂજતા હાથે
| |
| કાળા હાથા વિનાનુંં
| |
| લીસ્સું હેન્ડલ માંડ પકડ્યું...
| |
| ને પાછળથી ધક્કો.
| |
| તેં ‘બક્ અપ...બક્ અપ’-ના નારા ગજવ્યા.
| |
| થોડી હિમ્મત
| |
| ::: થોડો સંકોચ ફાટફાટ...
| |
| હૃદય આખ્ખું
| |
| ઊછળીને
| |
| નસોમાં, મસ્તકમાં...
| |
| પસાર થતાં વાહનોનો ફટ્ફટાટ્...
| |
| લોહીમાં પલીતો ચંપાયો.
| |
| સન્તુલન જાળવવા
| |
| જોરથી હેન્ડલ ભીંસ્યું...
| |
| સાથે અંગૂઠો
| |
| ઘંટડી પર પડતાં
| |
| ટણણણન્... ટણનન્...
| |
| નજર સામે
| |
| ફુવારો
| |
| આકાશ આંબતો હતો
| |
| </poem>
| |
|
| |
| == ભેજલ અન્ધકારમાં ==
| |
|
| |
| <poem>
| |
| ગભારામાં હીજરાતા
| |
| તાંબાના નાગને
| |
| કચડતો
| |
| ફૂલોની ગન્ધવાળો
| |
| ભેજલ અન્ધકાર.
| |
| નાગને માથે
| |
| ખીલેલું
| |
| જાસૂદનું ફૂલ.
| |
| દીવાની સ્થિર સળગતી જ્યોત.
| |
| મન્દ્ર ગાન્ધારમાં
| |
| કડકડાટ મહિમ્ન બોલતો
| |
| વરસાદ.
| |
|
| |
| નગારાં બજી ઊઠે છે.
| |
| આરતી પ્રગટે છે.
| |
| બેઠેલો નન્દી ઉછળે છે.
| |
|
| |
| ભેજલ અન્ધકારમાં
| |
| આગિયા રેલાય છે...
| |
| </poem>
| |
|
| |
| == મલ્હાર ઢોળાયો... ==
| |
|
| |
| <poem>
| |
| રાત આખી
| |
| મારા પર
| |
| મલ્હાર ઢોળાયો...
| |
| રેલાયો...
| |
| સવારે ઊઠીને
| |
| અરીસામાં જોયું :
| |
| આંખ કાન નાક
| |
| કેવળ મોગરા મોગરા ને મોગરા!
| |
| </poem>
| |
|
| |
| == પરોઢ ==
| |
|
| |
| <poem>
| |
| સન્તુરમાંથી ફોરતા
| |
| પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ
| |
| તારા દેહમાં રોપાયો.
| |
| ચીતરાયો.
| |
| મીંડમાં રેલાતું
| |
| લેાહી
| |
| કાનના ગુલાબો પર વરસ્યું.
| |
| મસૃણ ટેકરીઓ
| |
| નાચી ઊઠી
| |
| દ્રુત-ત્રિતાલમાં.
| |
| રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી
| |
| ભૈરવી-મઢ્યું પરોઢ
| |
| પાંખો ફફડાવતું
| |
| ઊડ્યું!
| |
| </poem>
| |
|
| |
| == જલસો ==
| |
|
| |
| <poem>
| |
| મારા મસ્તિષ્કમાં
| |
| સન્તુર વસે છે
| |
| હું સન્તુરને નમું છું.
| |
| મારા શ્વાસમાં
| |
| તાનપુરો વસે છે
| |
| હું તાનપુરાને નમું છું.
| |
| મારા હૃદયમાં
| |
| મૃદંગ વસે છે
| |
| હું મૃદંગને નમું છું.
| |
| મારી નાભિમાં
| |
| ષડ્જ વસે છે
| |
| હું ષડ્જતે નમું છું.
| |
| મારાં ચરણોમાં
| |
| થાપ વસે છે
| |
| હું થાપને નમું છું.
| |
| મારા હાથમાં
| |
| બે તુંબડાવાળી સિતાર વસે છે
| |
| હું સિતારને નમું છું
| |
| ::: ચૂમું છું.
| |
| અગાંગ એક સાથે બજી ઊઠે છે!
| |
| </poem>
| |
|
| |
| == સ્તનસૂક્ત ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| હરિણનાં શિંગડાંની
| |
| અણી જેવી
| |
| ઘાતક
| |
| તામ્ર-શ્યામ ડીંટડીઓ
| |
| ખૂંપી ગઈ
| |
| છાતીમાં
| |
| પ્હેલ્લી વાર!
| |
|
| |
| છાતી પર
| |
| સદીઓથી
| |
| ધબકે છે
| |
| એ ક્ષણોનાં
| |
| ઘેરાં નિશાન!
| |
|
| |
| ૨
| |
| મોગરા જેવી
| |
| રૂપેરી મધરાતે
| |
| ચન્દ્રના આક્રમણથી બચાવવા
| |
| વ્યાકુળ હથેળીઓ
| |
| તળે
| |
| લપાવ્યાં
| |
| ભાંભરતાં સ્તનો.
| |
|
| |
| બન્ને હથેળીમાં
| |
| આજેય
| |
| ફરી રહી છે
| |
| લોહિયાળ
| |
| શારડી!
| |
|
| |
| ૩
| |
| તંગ હવાના પડદા પર
| |
| કાણાં પાડી
| |
| ટગર ટગર નેત્રે
| |
| સ્તનો
| |
| ઉચ્ચારે છે
| |
| વશીકરણ મન્ત્ર!
| |
|
| |
| ૪
| |
| ખુલ્લી પીઠ પર
| |
| તોફાની સ્તનોએ
| |
| કોતર્યા
| |
| સળગતા
| |
| રેશમી ગોળાર્ધ.
| |
|
| |
| ૫
| |
| તે
| |
| જાંબુકાળી સાંજે
| |
| છકેલ ડીંટડીઓએ
| |
| આખા શરીરે
| |
| ત્રોફેલાં
| |
| છૂંદણાંમાં
| |
| ટહુક્યા કરે છે
| |
| કોયલકાળો
| |
| પંચમ!
| |
|
| |
| ૬
| |
| લાડુની બહાર
| |
| મરક મરક
| |
| ડોકિયું કરતી
| |
| લાલ દ્રાક્ષ જેવી...
| |
| દેહ આખ્ખો
| |
| રસબસ
| |
| તસબસ...
| |
|
| |
| ૭
| |
| ચૈત્રી ચાંદની.
| |
| અગાશીમાં
| |
| બંધ આંખે
| |
| સ્પર્શ્યા હતા હોઠ
| |
| તે તો લૂમખાની
| |
| રસદાર
| |
| કાળી દ્રાક્ષ!
| |
|
| |
| ૮
| |
| કાયાનાં
| |
| તંગ જળમાં
| |
| ડોલે છે
| |
| એ તો ફાટફાટ થતાં
| |
| કમળો જ!
| |
|
| |
| ૯
| |
| નાવડીમાં
| |
| તરતાં-ડોલતાં
| |
| કમળો
| |
| સૂંઘતાં સૂંઘતાં જોયું :
| |
| ક્ષિતિજે
| |
| લાલ લાલ સૂર્ય!
| |
|
| |
| ૧૦
| |
| આછા પ્રકાશમાં
| |
| ને હવામાં
| |
| ગોબા પાડતાં
| |
| રઘવાયાં સ્તનો
| |
| હણહણ્યાં....
| |
| દેહ
| |
| રણઝણ રણઝણ.
| |
|
| |
| ૧૧
| |
| ગન્ધકની ટોચ જેવી,
| |
| સહેજ પાસાદાર ડીંટડીઓ
| |
| હવામાં
| |
| તણખા વેરતી
| |
| આ તરફ...
| |
| તણખો
| |
| અડે તે પહેલાં જ
| |
| શરીર
| |
| ફુરચે ફુરચા...
| |
|
| |
| ૧૨
| |
| રણઝણતી ટેકરીઓ પર,
| |
| સર્વત્ર
| |
| શરદપૂનમનો
| |
| તોફાની ચાંદો
| |
| આખ્ખે આખ્ખો
| |
| વરસ્યો...
| |
| આકાશ ભરપૂર ખાલી ખાલી...
| |
| </poem>
| |
|
| |
| == ગબડાવી દે, ફંગોળી દે... ==
| |
|
| |
| <poem>
| |
| ગાય માટે કાઢેલું
| |
| ભૂંડને ખાતાં જોઈ
| |
| ઉગામેલો હાથ
| |
| અચાનક
| |
| હવામાં સ્થિર.
| |
|
| |
| ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
| |
| હાથ ફેરવવા
| |
| હથેળી વાંકી ડોકે
| |
| જરી લંબાય.
| |
|
| |
| ચૂંચી આંખે
| |
| લાંબા નાકે
| |
| ઉકરડા ચૂંથતા ભૂંડને
| |
| ઊંચકી લેવા
| |
| લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
| |
|
| |
| સતત
| |
| લોલકની જેમ
| |
| ડોલતી
| |
| ક્યારેક ઊછળતી
| |
| ટૂંકી પૂંછડી
| |
| આટલી વહાલી કેમ લાગતી હશે?
| |
|
| |
| ચરબીથી લથબથ
| |
| તસતસતાં આંચળ જોઈ
| |
| હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?
| |
|
| |
| ‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
| |
| સળગી ગયેલાં અંગોમાં
| |
| આજે, પેલ્લી વાર
| |
| ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...
| |
|
| |
| વરાહ! વરાહ!
| |
| હવે ગબડાવી દે,
| |
| ફંગોળી દે,
| |
| ઘા કરી દે
| |
| :: દૂર
| |
| :::: દૂ...ર...
| |
| ડુબાડી દે
| |
| ફરી ડુબાડી દે
| |
| પેલા આદિમ સમુદ્રમાં
| |
| આ બોડા, ધુમાડિયા ગોળાને,
| |
| આ હિરણ્યાક્ષોને.
| |
| </poem>
| |
|
| |
| == એક પીળું ફૂલ ==
| |
|
| |
| <poem>
| |
| લોક બધું રંગ-સુગંધથી છલકાય.
| |
| ભૂખરી-ભૂરી સાંજ ફેલાતી જાય.
| |
| આકાશ રંગરંગી ને પછી
| |
| ધુમાડાથી છવાય.
| |
| લચકાતી ચાલે ચાલતી
| |
| શિયાળુ હવાનો રુઆબ
| |
| શેરીઓમાં છંટાય.
| |
| ફટાકડાના ધડાકાથી
| |
| દીવા ઓલવાય.
| |
| ધુમાડિયું અંધારું દોડતુંક ઘરમાં ઠલવાય.
| |
|
| |
| દૂર પૂર્વમાંથી
| |
| ભીની ફુગાયેલી, સડેલી હવા વીંઝાય.
| |
| કપરકાબીના ખણકાર
| |
| ને
| |
| કાળીચૌદસે તળાતાં વડાંની સોડમ વિનાની
| |
| સાંજ ઓલવાતી જાય.
| |
|
| |
| ગણગણતું, હસતું
| |
| હૉર્નની કિકિયારીમાં ઊછળતું લોક
| |
| ઠલવાતું જાય અહીંતહીં.
| |
|
| |
| તારામંડળ
| |
| મધરાતે બારીમાંથી
| |
| વાતો કરતું કરતું ઢળી જાય.
| |
| સવારે :
| |
| કારેલીના વેલા પરનું
| |
| એક પીળું ફૂલ
| |
| દાઝી ગયું હતું.
| |
| </poem>
| |
|
| |
| == માગશરની અમાવાસ્યા ==
| |
|
| |
| <poem>
| |
| આકાશનાં
| |
| લાખ્ખો, કરોડો,
| |
| અબ્બજો કાણાં
| |
| ચમકતા બરફથી
| |
| પુરાઈ ગયાં છે.
| |
| કાંટાળા અન્ધકારમાં
| |
| એ
| |
| અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
| |
| આંખ જેવાં
| |
| ચમકે છે.
| |
| ગોટેગોટ અન્ધકાર
| |
| વધુ ને વધુ છવાતો જાય છે.
| |
|
| |
| કાળા કાળા ગઠ્ઠા
| |
| આમતેમ અથડાય છે.
| |
| શ્વાસ ડચુરાય છે.
| |
|
| |
| જો સૂરજ ઊગે તો...
| |
| કદાચ...
| |
| સવારે
| |
| સૂરજ પણ બરફનું ગચ્ચું બની જાય તો?
| |
|
| |
| કાંટાળા અન્ધકારમાં
| |
| દીવા-સળી શોધું છું
| |
|
| |
| વાટ જડતી નથી.
| |
| </poem>
| |
|
| |
| == ધુમાડો ==
| |
|
| |
| <poem>
| |
| હજી ધુમાડો નીકળે છે.
| |
|
| |
| ધુમાડાની આ બાજુ હું.
| |
| ધુમાડો મારી સામે.
| |
| ધુમાડાની પાછળથી
| |
| તાકી રહી છે
| |
| મારી આંખો.
| |
|
| |
| બોલાતા શબ્દો
| |
| બની જાય છે ધુમાડો.
| |
| આ ચોખ્ખોચણાક
| |
| દેખાતો માણસ
| |
| એકાએક ધુમાડો.
| |
|
| |
| આંખો કોરીકટ્ટ
| |
| તાકી રહી છે
| |
| ધુમાડાના ગોટેગોટાને.
| |
| આરપાર.
| |
| મને.
| |
| મૃત્યુને.
| |
| </poem>
| |
|
| |
| == ૨૬ જુલાઈ ૨૦૦૮ ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| બ્લાસ્ટમાં
| |
| વધેરાઈ ગયેલાં
| |
| ને
| |
| ઘવાયેલાં
| |
| સ્ક્રીન પર.
| |
|
| |
| જખ્મી બાળકના
| |
| લોહિયાળ પગ પર
| |
| લીલી, ભૂખરી, કાળી માખીઓ
| |
| બણબણે છે.
| |
| બણબણતી માખીઓ
| |
| ઉડાડવા
| |
| મારો ઉદાસ હાથ
| |
| ફાંફા મારે છે,
| |
| ને ભીંત સાથે
| |
| અથડાય છે
| |
| ધડામ્.
| |
| </poem>
| |
|
| |
| == હા ભઈ હા, બધેબધ પડે જ છે... ==
| |
|
| |
| <poem>
| |
| ‘હવે
| |
| બહાર જો.
| |
| જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
| |
| સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
| |
| વચ્ચે વરસાદ.
| |
| નાગો વરસાદ!’
| |
| ‘આ ઋતુમાં પેલ્લી વાર,
| |
| પણ એની ક્યાં નવાઈ?’
| |
| ‘જુઓ તો ખરા.’
| |
| ‘થોડી ઠંડક થશે...’
| |
| ‘ના થાય. અન્દરની બાફ જોઈ?
| |
| લાવા રેલાતો જાય છે, જાણે.’
| |
| ‘ક્યાં છે લાવા?
| |
| ઘડીમાં વરસાદ,
| |
| નાગો વરસાદ
| |
| ને વળી લાવા?’
| |
| ‘વાઉ... આટલા બધા ભોળા?
| |
| ક્હે છે ભોળા ને ભોઠ...
| |
| સાનમાં સમજો.’
| |
| ‘સાનબાનની વાત
| |
| હવે પડતી મેલો.
| |
| ઘણું થયું.
| |
| ફોડ પાડીને ક્હો તો જ...’
| |
| ‘આ તડકો હવાઈ ગયો
| |
| નાગા વરસાદમાં.
| |
| ખવાતો જાય છે
| |
| આ સોનેરી પ્રકાશ...’
| |
| ‘વળી પાછું આ...’
| |
| ૦
| |
| ‘જુઓ, આ બાજુ જુઓ.
| |
| આવો, તમાશા...બજાર યહાં...વહાં...’
| |
| ‘ક્યાં? કૈસા?’
| |
| ‘આ સેલનું પાટિયું દેખો.’
| |
| ‘ક્યાં છે?’
| |
| ‘જરા ઝીણી આંખે જુઓ :
| |
| કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બુલ...
| |
| વાહ...વાહ!’
| |
| ‘સબ કુછ ઓપનમેં.’
| |
| ‘શું... ક્યા ચીજ છે!’
| |
| ‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
| |
| ‘બધું હપ્તેથી?’
| |
| ‘જુઓ, સેન્ટની બોતલ...
| |
| તીન બોતલ પર એક ફ્રી...’
| |
| ‘મારે છ જોઈએ.’
| |
| ‘ઇ મારે દસ.’
| |
| ‘બોલો, તમારે...
| |
| બસ વાપરો, છાંટો...’
| |
| ‘છાંટો, બધેબધ છાંટો.’
| |
| બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
| |
| ‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
| |
| ઘર, શેરી, સડક
| |
| શહેરો ને નગરો વટાવતોક ને
| |
| દિલ્લી!
| |
| ત્યાં તો વળી અચરજ!’
| |
| ‘શું?’
| |
| ‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
| |
| બીજાનાં ગજવાં બોતલ...બોતલ...
| |
| દરેકના હાથમાં બોતલ!
| |
| સૌ એકબીજા પર કંઈ છાંટે...
| |
| છાંટંછાંટ...છાંટંછાંટ...
| |
| જાણે ધૂળેટી!’
| |
| ‘અઇલા, તાં હો નાગો વરહાદ?
| |
| બધેબધ એક હાથે?
| |
| વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’
| |
| ૦
| |
| ‘આ નાગો વરસાદ.’
| |
| ‘ક્હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
| |
| ‘હવે એની જરૂર છે જ ક્યાં?
| |
| મોબાઇલ ટુ મોબાઇલ ફ્રી’
| |
| ‘ન્યાલ થઈ ગયા, વાહ!’
| |
| ‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
| |
| ‘એનું એટલું તો સુખ ને...’
| |
| ‘પણ સાંભળે કોણ?’
| |
| ૦
| |
| ‘જુઓ તો ખરા.’
| |
| ‘તે પેલો વરસાદ
| |
| હજીય પડે છે?’
| |
| ‘હા ભઈ હા, બધેબધ
| |
| પડે જ છે,
| |
| પડે જ...’
| |
| </poem>
| |
|
| |
| <center>◼</center>
| |
| <br> | | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = |
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| | }} |