નરસિંહથી ન્હાનાલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
NtoN-Fronttitle.jpg


નરસિંહથી ન્હાનાલાલ

નિરંજન ભગત


કૃતિ-પરિચય

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી નિમિત્તે ૨૦૦૫માં, દૈનિક વર્તમાનપત્ર 'ગુજરાત સમાચાર' માટે લખેલી સાપ્તાહિક કોલમનો આ ગ્રંથસ્થ અવતાર છે. ગુજરાતી સાહિત્યનાં ૪૦૦ વર્ષોના ઈતિહાસમાંથી ચૂંટેલા ૧૯ સાહિત્યકારોનાં જીવન અને સાહિત્ય વિશે, તથા પરિષદની જવાબદારી સમજાવતા બીજા ૮ લેખો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. દૈનિક વર્તમાનપત્રના વાચક માટે લખાયેલાં હોઈ, આ લખાણોમાં વિદ્વત્તાપૂર્ણ વિવેચનનો અભાવ તરત જ વર્તાય છે. સામાન્ય વાચક માટે ગુજરાતી સાહિત્યનું વિહંગાવલોકન પ્રસ્તુત કરતું આ પુસ્તક એક આગવી પ્રતિભા ધરાવે છે. - શૈલેશ પારેખ