વિવેચનની પ્રક્રિયા
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧) : રમણલાલ જોશીનો વિવેચનસંગ્રહ. લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડનો ‘વિવેચનની પ્રક્રિયા’ અને આઠમા ખંડનો પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખો છે. નવમા ખંડનો ‘મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર’ પણ સિદ્ધાંતચર્ચાનો લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખો છે. ચોથા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખમાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાક તો આધુનિક કવિઓના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી લેખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે.
— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર
અનુક્રમ
ક્રમ
- ૧
- ૨
- ૩
- ૪
- ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા
- વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો
- ખડિંગ ખડિંગ અવાજ
- ‘વમળનાં વન’ વિશે
- ખીલ્યા ગુલમ્હોર જેમ
- આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો
- અર્વાચીન કન્નડ કવિતા
- ૫
- ગુણુસુંદરીનું કુટુંબજાળ
- ‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા
- પ્રતિકાર અને પ્રતિભાવની કથા
- છેલ્લા દાયકાની ગુજરાતી નવલકથા : એક દૃષ્ટિપાત
- સુન્દરમની વાર્તાઓ : સુગંધ અને સંવાદ
- ‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક
- ૬
- ૭
- ૮
- ૯