મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૧.પ્રેમાનંદ

Revision as of 11:28, 12 August 2021 by MeghaBhavsar (talk | contribs)


૪૧.પ્રેમાનંદ

રમણ સોની

ગુજરાતીના આ સર્વોત્તમ આખ્યાનકાર કવિનો સર્જકયશ ‘મામેરું’, ‘હૂંડી’, ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’, ‘ઓખાહરણ’, ‘દશમસ્કંધ’ વગેરે ઘણાં આખ્યાનો પર મંડાયેલો છે. શ્રોતા/વાચક-સમુદાયને મંત્રમુગ્ધ કરનારી કથનકળા, માનવમનની ઊંડી સૂઝ ધરાવતું પાત્રાલેખન-કૌશલ, ભાષામાં પ્રગટ થતી નાટ્યત્મકતા અને તળપદ ગુજરાતીતા ઉપરાંત માર્મિક કવિત્વશક્તિએમનાં આખ્યાનોની ગુણસમૃદ્ધિ છે. આ આખ્યાનોમાં, પાત્ર-પરિસ્થિતિની ઉત્કટતાની ક્ષણોને નિરૂપતી વખતે કવિએ કથાઅંશરૂપ કડવાંને ક્યારેક સઘન ઊર્મિસભર પદો રૂપે આલેખ્યાં છે. એમાં લાગણીનું હૃદયદ્રાવક આલેખન, સંગીતમય લયમાધુર્ય તથા રાગઢાળવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. આખ્યાનો ઉપરાંત પ્રેમાનંદ રચેલી લઘુ કૃતિઓમાં, સળંગ કથાનકથી જોડાયેલી પદમાળા ‘દાણલીલા’નાં પદો પણ સુંદર ઊર્મિગીતો છે.

ઓખાહરણ; મામેરું; સુદામાચરિત્ર; નળાખ્યાન; હૂંડી; રણયજ્ઞ; દશમસ્કંધ, દાણલીલા(માંથી પદો;)વિવેક-વણઝારા

ઓખાહરણ

મામેરું

સુદામાચરિત્ર

ચંદ્રાહાસાખ્યાન

અભિમન્યુઆખ્યાન

હૂંડી

રણયજ્ઞ

દશમસ્કંધ અને દાણલીલા

વિવેક વણઝારો