નરસિંહથી ન્હાનાલાલ
2005નું વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દીનું વર્ષ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905ના જૂનની 30મીએ અમદાવાદમાં કરવામાં આવી હતી. 2005ના વર્ષના આરંભે પરિષદની શતાબ્દી નિમિત્તે મારે લેખો લખવા અને/અથવા વ્યાખ્યાનો કરવાં એનો વિચાર મને સૂઝ્યો હતો. એ વિચાર મિત્રો સમક્ષ અવારનવાર પ્રગટ કર્યો હતો. આ સમય દરમિયાન એક દિવસ મારા મિત્ર અને ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી શ્રેયાંસ શાહ મને અચાનક મળી ગયા. મારો વિચાર એમના સુધી પહોંચ્યો હશે એથી એમણે મને પૂછ્યું, ‘તમે પરિષદની શતાબ્દી નિમિત્તે લેખો લખવાનો વિચાર કર્યો છે?’ મેં ‘હા’ કહી એટલે એમણે કહ્યું, ‘તમારા લેખો માટે ‘ગુજરાત સમાચાર’નાં પાનાં ખુલ્લાં છે.’ મેં એમની આ ઑફરનો સ્વીકાર કર્યો. આમ, આ લેખો પરિષદની શતાબ્દીના વર્ષ(2005-2006) દરમિયાન લખાયા હતા અને ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ – ‘રવિપૂર્તિ’ –માં પ્રગટ થયા હતા. હવે આ લેખો અહીં ‘નરસિંહથી ન્હાનાલાલ’ના શીર્ષકથી ગ્રંથરૂપે પ્રગટ થાય છે. આ લેખો ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ કરવા માટે શ્રી શ્રેયાંસ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લેખોનું ગ્રંથરૂપે પ્રકાશન કરવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ના શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. પ્રૂફ વાંચવા માટે શ્રી શિવજી આશરનો અત્યંત આભારી છું. 18 મે, 2016 - નિરંજન ભગત
- પ્રારંભિક
- નરસિંહ
- મીરાં
- અખો
- પ્રેમાનંદ
- દયારામ
- દલપતરામ
- નર્મદ
- હરિ હર્ષદ ધ્રુવ
- કેશવ હર્ષદ ધ્રુવ
- ગોવર્ધનરામ
- નરસિંહરાવ
- બાલાશંકર
- મણિલાલ
- કાન્ત
- કલાપી
- આનંદશંકર
- રમણભાઈ
- બલવન્તરાય
- ન્હાનાલાલ
- ગુજરાતી સાહિત્ય પરિષદ: એક સદીને અંતે
- ગુજરાતી સાહિત્ય પરિષદનો આદર્શ: ફ્રેન્ચ એકૅડેમી
- ફિલસૂફી અને સાહિત્ય
- ઇતિહાસ અને સાહિત્ય
- વિજ્ઞાન અને સાહિત્ય
- ફિલસૂફી, ઇતિહાસ અને વિજ્ઞાન પરત્વે પરિષદનું ઉત્તરદાયિત્વ
- ગાંધીજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
- ટાગોર અને ગુજરાતી સાહિત્ય પરિષદ
- પરિશિષ્ટ — દિવાળીબાઈના પ્રેમપત્રો