Ggb
‘એકત્ર' સંકલિત શ્રેણી
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
એકત્ર ફાઉન્ડેશન થકી ગુજરાતી સાહિત્યને ઓનલાઇન મૂકી આપવાની સફળ જહેમત બાદ અમે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ – દુનિયાભરનાં જુદા જુદા વિષયનાં હાલનાં શ્રેષ્ઠ પુસ્તકો સંક્ષેપમાં ગુજરાતી વાચક સુધી પહોંચાડવાનું સાહસ. પોતપોતાના ક્ષેત્રના આગળપડતા વિચારકોએ લખેલાં આ પુસ્તકો સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોની સચોટ, વિશ્વસનીય ઝલક આપે છે. આજે જ્યારે હાથવગી માહિતીથી તૃપ્ત થઈ જવાનું વલણ છે અને અભિપ્રાયો, તારણો અને ઉપરછલ્લાં વર્ણનોનો મારો થઈ રહ્યો છે ત્યારે દુનિયાને ખરે જ સમજવી હોય તો જ્ઞાનનો પાયો નક્કર જોઈએ અને આવું નક્કર જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. આવાં પુસ્તકોના સારાંશ તે ખોટ પૂરશે એવી અમને ખાતરી છે. સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પસંદ કરાયેલા વિશિષ્ટ વિષયોનો આ ગુચ્છ અનેક વિષયોના સંકુલ વિચારો સમજવા માટેનો દરવાજો ખોલી આપશે.
સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવી જ્ઞાનની સતત વિસ્તરતી શાખાઓ, વ્યક્તિત્વ વિકાસ, ઉત્સાહવર્ધક અને પ્રેરણાપોષક વાતો, ઉત્પાદકતાવર્ધન, ટૅક્નૉલૉજી અને ભવિષ્યની વાતોથી દુનિયા સતત ઉત્ક્રાંત થઈ રહી છે ત્યારે જ્ઞાન અને ડહાપણનો આ ખજાનો આપણો માર્ગદર્શક બની શકે તેમ છે; પણ ભાષાની મર્યાદાને કારણે આ કીમતી જ્ઞાન-ખજાના સુધી બધા ગુજરાતી વાચક વંચિત રહી જવા પામે છે. પણ ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’ નીવડેલાં પુસ્તકોનું સત્ત્વ ગુજરાતીઓ માટે લાવીને તે ખાઈ પૂરશે.
આજના ગુજરાતી વાચકોને ખાસ ધ્યાનમાં રાખીને આ નવીન પ્રકલ્પ દુનિયાભરનાં જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકોના સંક્ષેપનો સંચય ઊભો કરવા પ્રયત્નશીલ છે. આ સંચયમાં સાહિત્યનાં મોતી, ઐતિહાસિક દસ્તાવેજ, શિક્ષણના વૈશ્વિક પ્રવાહો, વિજ્ઞાનના આવિષ્કાર, મનોવિજ્ઞાનની અંતર્દૃષ્ટિ, દર્શનની વિચારણાઓ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વિચારોત્તેજક અને વ્યક્તિત્વવિકાસની માર્ગદર્શિકાઓ, ઉત્સાહવર્ધક–પ્રેરણાપોષક લખાણ, ઉત્પાદકતા વધારવાની ચાવીઓ તથા તકનિકીનાં અન્વેષણો અને આવતીકાલની દુનિયા… જેવા વિષયો હશે.
આ અનુવાદના પ્રકલ્પને કુશળ એવાં ગુજરાતી તથા અંગ્રેજી એમ બેઉ ભાષાના નિષ્ણાતોનો સહયોગ સાંપડ્યો છે. જેથી મૂળ કૃતિનાં સત્ત્વ અને ઊંડાણ ઝીલવાની સાથે સાથે સામાન્ય ગુજરાતી વાચકને સમજાય તેવી પ્રવાહિતાવાળા અનુવાદ મળવાના છે. ચિત્તાકર્ષક વર્ણનો, ખળભળાવી નાખનારા વિચાર અને વ્યક્તિને બદલી નાખનારું જ્ઞાન જેમાં હોય તેવાં પ્રભાવી નૉન-ફિક્શન પુસ્તકોનું રસાળ વાંચન પૂરું પાડવું તે આ પ્રકલ્પનો ઉદ્દેશ છે.
માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટેનો આ ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે.
તો આવો! ‘ગ્રંથસાર' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે.
— અતુલ રાવલ
સંભાષણકળાનાં કૌશલ્યો વિશ્વના અગ્રણી વક્તાઓનાં વક્તવ્યોની |
વિચારવલોણું, તેજ અને મંદ અંતઃપ્રેરણા કે વિચાર-વિમર્શ? ક્યારે મગજ |
જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી સવાર, |
મેઈડ ટુ સ્ટિક શા માટે કેટલાંક વિચારો, સૂત્રો દીર્ઘકાલીન હોય |
શાશ્વત પ્રેમની ખોજ સ્થાયી પ્રેમની શોધમાં ખરેખર મહત્વનું શું છે? |
એટોમીક હેબીટ્સ સુક્ષ્મ આદતો–નાની ટેવો |
તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ? જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નોના |
વોટ આઈ ટોક અબોઉટ વ્હેન આઈ ટોક અબાઉટ રનીંગ એક જાપાની લેખક-કમ |
મૂઠીઊંચેરા માનવીઓ જગથી જુદેરા ને મૂઠીઊંચેરા |
તમારી વિચાર તરેહને બદલી નાખનારા ૧૦૧ નિબંધો.. જીવન-પરિવર્તક તત્ત્વજ્ઞાન |
બિગ મેજિક ડરની પેલે પાર, રચનાત્મક |
ડીપ વર્ક વિક્ષેપો વચ્ચે |
માઈન્ડસેટ સફળતાનું નવું મનોવિજ્ઞાન |
નાપસંદ હોવાનું સાહસ જીવનમાં પરિવર્તન અને અસલી |
સાધુની જેમ વિચારીએ મગજને શાંતિ અને ઉદ્દેશ |
હૂ મૂવ્ડ માય ચીઝ? તમારા જીવન અને કામમાં પરિવર્તનોનો |
જીવનના ૧૨ નિયમો અરાજકતા નિવારણના ઉપાય |
પૈસા અંગેની આપણી માનસિકતા સંપત્તિ, લોભ અને સુખ-સમૃદ્ધિ |
ચાર કરાર.....જાત સાથેની ચાર સમજૂતી. વ્યક્તિગત મુક્તિની ટૉલ્ટેક માર્ગદર્શિકા |
રસાયણશાસ્ત્રી સ્વપ્ન, ભાગ્ય અને કાલાતીત પ્રજ્ઞા તરફની |
યુદ્ધકૌશલ્ય અથવા યુદ્ધકળા રાજકારણ, બીઝનેસ અને દૈનિક જીવન |
અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને |
વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે |
સિસિફસનું મિથક જીવનની અર્થહીનતાને જીવવા લાયક સાબિત |
ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય સાથે |
જરથુષ્ટ્રનાં બોધ વચન.... તમારી પૂર્વધારણાઓને પડકારે તેવી |
મારી જીવનકથા અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની |
ધ ડાયરીઑફ એ યંગ ગર્લ બીજા વિશ્વયુદ્ધ વખતે સંતાઈ અને ગુપ્તવાસમાં |
મહારાજાધિરાજ એલેકઝાન્ડ્ર મેકેડૉનીઅન જે વિશ્વવિજેતા બન્યા. |
બિકમિંગ યુનાઈટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીના |
જીવનના અર્થની ખોજ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી યાતના |
શિક્ષિતા ટેરા વેસ્ટોવરની સ્મરણગાથા |
કાઈટ રનર (પતંગ પકડનાર) ૧૯૭૦ના દાયકાના અફઘાનિસ્તાનની વિશ્વાસઘાત |
જીવન સંસ્મરણો - પાબ્લો નેરુદા ચીલીના કવિ, રાજદૂત અને રાજકારણી - પાબ્લો નેરુદાના |
હેન્રીએટ્ટા લેક્સની અમર જીવનકથા એક સ્ત્રીના રક્તકોષે, વૈજ્ઞાનિક વિચારણાને |
સેપિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ |
તથ્યપૂર્ણતા દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ |
ધ સેકન્ડ સેક્સ સ્ત્રી જાતિ, કહેવાતી ‘બીજી’ (પ્ર)જાતિ. |
ધ સિલ્ક રોડ્સ વૈશ્વિક વેપાર-વાણિજ્યના (રેશમ) માર્ગો |
ધ ટીપિંગ પોઈન્ટ નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત |
યુદ્ધ અને શાંતિ નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવો |
મારો પોતાનો ઓરડો, એ મારી પોતાની દુનિયા એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની |
ગાંધીજી પછીનું ભારત. દુનિયાની સૌથી મોટી |
લગભગ બધી વસ્તુઓનો સંક્ષિપ્ત ઇતિહાસ આ સૃષ્ટિ કેવી રીતે રચાઈ, અને આજે |
સામ્યવાદનું ઘોષણાપત્ર કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંજલ્સ કૃત |
સર્જનાત્મકતા શોધો અને આવિષ્કારોનું માનસશાસ્ત્ર |
ઇલિયડ ટ્રોજન યુદ્ધના અંત અને એકિલસના |
એક સંગીતકારની નજરે સર્જનાત્મકતા સર્જનાત્મક પ્રક્રિયા વિશે મ્યુઝીક પ્રોડ્યુસર |
અધ્યાપકની જેમ સાહિત્યવાચનની રીત બે લાઈનોની વચ્ચેનું વાંચતા શીખવતું |
હોમો ડ્યુસ આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ |
એકવીસમી સદી માટે એકવીસ બોધ તોળાતા ભવિષ્ય સામે આત્મરક્ષણની તૈયારી |
સુપર ઇન્ટેલિજન્સ માર્ગ, જોખમ, વ્યૂહ |
વેલકમ ટુ ધ યુનિવર્સ અન એસ્ટ્રોફિઝીકલ ટૂર |
તમારું જીવન-સ્વાસ્થ્ય, તમારા હાથમાં શારીરિક અને સાંવેગિક સમસ્યાઓ માટે વ્યવહારુ |
રિચ ડૅડ, પૂઅર ડૅડ પાવરફુલ લેસન્સ ઇન પર્સનલ ચેન્જ |
વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે? |