ગાતાં ઝરણાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
m top: Change site name
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= ગાતાં ઝરણાં - Ekatra Wiki
|title= ગાતાં ઝરણાં - Ekatra Foundation
|keywords= ગાતાં ઝરણાં, ગાતા ઝરણા, ગની દહીંવાલા, ગની દહીંવાળા, અબ્દુલગની દહીંવાલા, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ગની દહીંવાલાની ગઝલો, ગની દહીંવાળાની ગઝલો
|keywords= ગાતાં ઝરણાં, ગાતા ઝરણા, ગની દહીંવાલા, ગની દહીંવાળા, અબ્દુલગની દહીંવાલા, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ગની દહીંવાલાની ગઝલો, ગની દહીંવાળાની ગઝલો
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Gata Zarana cover page.jpg
|image= Gata Zarana cover page.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website

Revision as of 18:34, 18 October 2025



ગાતાં ઝરણાં
ગની દહીંવાલા


પ્રારંભિક

અનુક્રમ



સ્વાગત ગીત

આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.

એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.

—ઓમકારનાથ ઠાકુર


૬-૬-૧૯૫૩