ગાતાં ઝરણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Gata Zarana cover page.jpg


ગાતાં ઝરણાં
ગની દહીંવાલા


અનુક્રમ



સ્વાગત ગીત

આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.

એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.

—ઓમકારનાથ ઠાકુર
૬-૬-૧૯૫૩


Back Cover Gata Zarana.png