ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 116: Line 116:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભોદય | લાભોદય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભોદય | લાભોદય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ_મુનિ_લીલો | લાલ(મુનિ)/લીલો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ_મુનિ_લીલો | લાલ(મુનિ)/લીલો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ-૧ | લાલ-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ-૧ | લાલ-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ-૧ | લાલ-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલકુશલ-૧ | લાલકુશલ-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલકુશલ-૧ | લાલકુશલ-૧ ]]
Line 163: Line 162:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોહટ_સાહ  | લોહટ(સાહ)  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોહટ_સાહ  | લોહટ(સાહ)  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોંકા_શાહ | લોંકા(શાહ) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોંકા_શાહ | લોંકા(શાહ) ]]
{{Poem2Open}}
'''લક્ષ્મણ''' : જુઓ લખમણ-

'''લક્ષ્મણ-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : શ્રાવક કવિ, ૮૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૬૩/સં.૧૫૧૯ કારતક-), ભાસ એ ચોપાઈબંધમાં ૯૪/૯૭ કડીના ‘મહાવીરચરિત (કલ્પસિદ્ધાંતભાષિત)-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, ફાગણ વદ ૭, સોમવાર; મુ.), ‘ચિંહુગતિ-વેલિ(ર.ઈ.૧૪૬૫), ‘સિદ્ધાંતસાર-પ્રવચનસાર-રાસ’ (ર.ઈ.૧૪૬૫), ૨૫ કડીના ‘ચતુર્વિંશતિજિનનમસ્કાર/ચોવીસતીર્થકર-નમસ્કાર’ (ર.ઈ.૧૫૧૨), ૧૦ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ તથા ૮૨ કડીના ‘શાલિભદ્ર-વિવાહલુ’ના કર્તા.
કૃતિ : ૧. નયુકવિઓ;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૦-‘શ્રી વીરચરિતમ્’ સં. વિજ્યતીન્દ્રસૂરિજી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પ્રાકારૂપરંપરા; ૩. પાંગુહસ્તલેખો;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧{{Right|[કી.જો.]}}

'''લક્ષ્મણ-૨''' [ઈ.૧૭૦૨માં હયાત] : મલધારગચ્છના જૈન સાધુ. વાચક ભગવંતવિલાસના શિષ્ય. ‘છ આરાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, ફાગણ સુદ ૧૩, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[કી.જો.]}}

'''લક્ષ્મણદાસ''' : આ નામે ૫ કડીનું ૧ ભજન(મુ.) તથા ૫-૫ કડીનાં કૃષ્ણભક્તિનાં ૩ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા લક્ષ્મણદાસ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ; પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃકાદોહન : ૭.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લક્ષ્મણદાસ-૧''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નડિયાદના વતની. સંતરામ મહારાજ (અવ. ઈ.૧૮૩૧)ના પટ્ટશિષ્ય. તેમની પાસેથી આરતીઓ (૨ મુ.), ગુરુમહિમાનાં પદ (૮મુ.), ૬ કડીનો ‘ત્રિભંગી છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.).
સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ. {{Right|[ર.સો.]}}

'''લક્ષ્મણરામ''' : જુઓ લક્ષ્મીરામ-૧.

'''લક્ષ્મણશિષ્ય''' [      ] : જૈન. ‘શત્રુંજ્યોદ્ધાર-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

'''લક્ષ્મી(સાહેબ)/લખીરામ''' [અવ.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, કારતક સુદ ૮, શુક્રવાર] : રવિભાણ સંપ્રદાયના સૌરાષ્ટ્રના હરિજન સંતકવિ. તેઓ ત્રિકમસાહેબ (અવ.ઈ.૧૮૦૨)ના શિષ્ય હતા અને તેમના અવસાન પછી કચ્છની ચિત્રોડાની ગાદીના વારસદાર બન્યા હતા. પહેલાં તેઓ ભૈરવના ઉપાસક હતા અને તેની સાધનાના ચમત્કારથી ત્રિકમસાહેબને પજવવાનો પણ પ્રયાસ કરેલો. ભાવનગર પાસે આવેલા ઈંગોરાળા ગામમાં ૧ મેઘવાળ સંત લખીરામ(લક્ષ્મીસાહેબ) થયા હોવાનું નોંધાયું છે. આ લખીરામ અને લક્ષ્મીરામ અને લક્ષ્મીસાહેબ એક હોવાની સંભાવના છે, કારણ કે ગુરુમહિમા ને અધ્યાત્મબોધનું ‘પ્યાલા’ તરીકે જાણીતું ૧ પદ લખીરામ અને લક્ષ્મીસાહેબ બંનેને નામે થોડા પાઠાંતર સાથે મુદ્રિત રૂપે મળે છે. લખીરામ પોતાનું વતન છોડી ચિત્રોડા ત્રિકમસાહેબ પાસે જઈ પાછળથી વસ્યા હોય એમ બની શકે.
‘પ્યાલા તો લખીરામ’ના એ રીતે જાણીતી થયેલી આ કવિની ભજનરચનાઓ (૪ મુ.)માં અધ્યાત્મની મસ્તી અને સદ્ગુરુનો મહિમા વ્યક્ત થયાં છે. લક્ષ્મીસાહેબને નામે ગુરુમહિમાનાં ને અધ્યાત્મપ્રેમનાં બીજાં ૪ ભજન (મુ.) મળે છે.
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૩. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૪. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). {{Right|[કી.જો.]}}

'''લક્ષ્મીકલ્લોલ''' : આ નામે ૨૨/૨૪ કડીની ‘ઉપશમ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘ચૌદબોલનામ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦), ૧૬ કડીનો ‘જ્ઞાનબોધ-છંદ/સારબોલની સઝાય’ (મુ.), ૨૩ કડીની ‘ધન્ના-સઝાય’, ૨૮/૨૯ કડીનો ‘પાર્શ્વનાથ-છંદ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૬ કડીની ‘વ્યવહાર-ચોપાઈ’, ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૩૮) અને ૧૫ કડીની ‘શિખામણ-સઝાય’(મુ.) મળે છે. તેમના કર્તા કયા લક્ષ્મીકલ્લોલ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
કૃતિ : ૧. જૈન કાવ્યપ્રવેશ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. પ્રાછંદસંગ્રહ; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. લોંપ્રપ્રકરણ; ૬. સજઝાયમાલા : ૧(શ્રા); ૭ સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીકીર્તિ''' : આ નામે રાજસ્થાની-ગુજરાતીમાં ‘મંગલકલશ-ચોપાઈ’ (લે.ઈ.૧૮૧૦) એ કૃતિ મળે છે તેના કર્તા લક્ષ્મીકીર્તિ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીકીર્તિ-૧''' [      ] : ખરતરગચ્છના જૈન સાધુ. નવકારમંત્રનું અહર્નિશ ધ્યાન પાપમય જીવનને કેવું નિર્મળ બનાવે છે તેનું વિવિધ દૃષ્ટાંતો આપી નિરૂપણ કરતી અને એ મંત્રનો મહિમા દર્શાવતી ૧૬ કડીની ‘નવકારફલ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : નસ્વાધ્યાય : ૩ (+સં.). {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીકુશલ''' [ઈ.૧૬૩૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલસૂરિની પરંપરામાં જિનકુશલના શિષ્ય. ૬૩ કડીની ‘વૈદ્યકસારરત્નપ્રકાશ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, ફાગણ સુદ ૧૩)ના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’એ ‘વેદસાર’ નામથી આ કૃતિ નોંધી છે.
‘જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોઇસેશન સ્ટાટસલિપ્લિઑથેક’માં ‘દ્વારકા નગરી’ નામની ૧૨ કડીની નેમિનાથવિષયક ગહૂંલી લક્ષ્મીકુશલને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એના અંતમાં આવતી “લક્ષ્મીકુશલ શિવપદ લહે, વિનય સફલ ફલી આશા હો” એવી પંક્તિ મળે છે તેના પરથી આ કૃતિ લક્ષ્મીકુશલશિષ્ય વિનયની હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીચંદ/લક્ષ્મીચંદ(પંડિત)''' [      ] : ૧૩ કડીની ‘કલ્યાણસાગરસૂરિભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીતિલક''' [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. વિદ્યાગુરુ જિનરત્નસૂરિ. ઈ.૧૨૩૨માં દીક્ષા. અપભ્રંશપ્રધાન ગુજરાતીની ૬૦ કડીના ‘શાંતિનાથદેવ-રાસ’ના કર્તા. તેમણે ‘પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર’ (ર.ઈ.૧૨૫૫) અને ‘શ્રાવકધર્મ બૃહદ્-વૃત્તિ’ (ર.ઈ.૧૨૬૧) એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે.
કૃતિ : પ્રાગુકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીદાસ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. મહેમદાવાદના વાલ્મીક બ્રાહ્મણ. પિતાનું નામ ખોખા.
૯ કડવાં અને ૧૯૦ કડીનું તથા ૭ વિવિધ રાગોના નિર્દેશવાળું ‘ગજેન્દ્રમોક્ષ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, જેઠ સુદ ૭, ગુરુવાર) ૪૫ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, શ્રાવણ સુદ ૭, મંગળવાર), ‘લક્ષ્મણાહરણ’ (ર.ઈ.૧૬૦૪) અને ભાગવતના દશમસ્કંધનો ૧૯૫ કડવાંમાં મૂલાનુસારી સંક્ષેપ આપતું પણ રસપ્રદ કથાશૈલીવાળું ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૬૧૮, અંશત: મુ.)-એ લક્ષ્મીદાસની પ્રૌઢ આખ્યાનશૈલીનો પરિચય આપતી કૃતિઓ છે. કવિએ આખું ભાગવત તેમ જ મહાભારત પણ ગુજરાતીમાં ઉતાર્યા હોવાનું નોધાયું છે. ‘કર્ણપર્વ’ નામની, એક સ્થળે ‘લક્ષ્મીદાસ’ નામછાપ દર્શાવતી, અપૂર્ણ કૃતિ મહાભારતનો જ એક અંશ હોવાની સંભાવના છે.
આ ઉપરાંત ‘જ્ઞાનબોધ’ (ર.ઈ.૧૬૧૨), રામભક્તિનું ૧૦ કડીનું ઉપદેશાત્મક પદ(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં અન્ય પદો (થોડાંક મુ.) પણ એમણે રચ્યાં છે. કેટલાંક પદોની ભાષા વ્રજની અસરવાળી છે.
આ સિવાય માલિની વૃત્તની ૨૬ કડીઓમાં ભક્તિબોધ ને જ્ઞાનબોધ આપતું ‘અમૃતપચીસી-રાસ’(મુ.) અને ભુજંગીની દેશીમાં લખાયેલું ૩૨/૩૬ કડીનું ‘રામસ્તુતિરક્ષા’ (મુ.) પણ આ જ લક્ષ્મીદાસની કૃતિઓ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. અપ્રગટ ગુજરાતી પુસ્તક, સપ્ટે.થી નવે. ઈ.૧૮૮૫(+સં.); ૨. કવિચરિત : ૧-૨ (+સં.); ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૬; ૫. ભારતીય વિદ્યા, વર્ષ-૧, અંક ૪ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫;  ૬. ફાત્રૈમાસિક, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૭. એજન, નવે. ૧૯૮૩-‘લક્ષ્મીદાસકૃત દશમસ્કંધ’, કુમુદ પરીખ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ફૉહનામાવલિ.{{Right|[ર.સો.]}}

'''લક્ષ્મીધર''' [ઈ.૧૪૫૧માં હયાત] : પારસી. પિતાનામ બહેરામ. એમણે ઈ.૧૪૫૧માં પારસીઓના મહત્ત્વપૂર્ણ આચારગ્રંથ ‘અર્દાવિરાફનામા’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુલિટરેચર; ૩. પારસી સાહિત્યનો ઇતિહાસ, નોશાકરી પીલાં, ઈ.૧૯૪૯.{{Right|[ર.ર.દ.]}}

'''લક્ષ્મીપ્રભ''' [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : જૈન સાધુ. અમરમણાકિયની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીની ‘ધર્મ-ગીત’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, અસાડ સુદ-), ૫૨૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦?), ‘પુણ્યસાર-ચોપાઈ’ અને ‘મૃગાપુત્ર સંધિ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગભાવિ; ૪. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીભદ્ર(ગણિ)''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. વ્યાકરણશાસ્ત્રના પ્રખર વિદ્વાન. ૧૦ કડીની ‘શ્રી મુનિ સુંદરસૂરિ-વિજ્ઞપ્તિ’ (ર.ઈ.૧૪૪૨; મુ.)ના કર્તા.
આ ઉપરાંત, ગુરુએ રચેલી ‘મિત્રચતુષ્ક-કથા’નું ઈ.૧૪૨૮માં અને રત્નશેખરસૂરિકૃત ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ અર્થદીપિકા’નું ઈ.૧૪૪૦માં એમણે શોધન કર્યું હતું.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીમૂર્તિ-૧''' [      ] : જૈન સાધુ. સકલહર્ષસૂરિના શિષ્ય. ૭૦/૮૪ કડીનું ‘શાંતિજિન-સ્તવન (ભવસ્થિતિ વિચારગર્ભિત કુમારગિરિ મંડન)/શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૭૯ કડીનું ‘કાયસ્થિતિ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીમૂર્તિ-૨/લક્ષ્મીમૂર્તિશિષ્ય''' [      ] : આ બંને નામે ૪૭ કડીની ‘સનત્કુમાર-ચોપાઈ/સનત્કુમાર ચક્રવર્તિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી) મળે છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરત્ન''' : આ નામે ૧૮ કડીની ગૌતમ ગુરુ પાસે અઇમત્તામુનિએ કરેલા ચારિત્રગ્રહણ પ્રસંગને સંક્ષેપમાં નિરૂપતી ‘અઇમત્તામુનિની સઝાય’(મુ.), ૧૦ કડીની બાવીસ પ્રકારની અભક્ષ્ય વાનગીઓને ત્યજવાનો બોધ કરતી ‘અભક્ષ્ય અનંતકાયની સઝાય/અભક્ષ્ય-સઝાય’(મુ.), ૬ કડીની ‘શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સઝાય’(મુ.), ૬ કડીની ‘ગહૂંલી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૧૦ કડીની ‘નવતત્ત્વના ૩૬ બોલની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.) કૃતિઓ મળે છે પણ તે કયા લક્ષ્મીરત્નની છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. જૈસમાલા(શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ; ૭. સઝાયમાલા : ૧ (શ્રા); ૮. સઝાયમાળા(પં); ૯. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩.  જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરત્ન-૧''' [ઈ.૧૫૮૦માં હયાત] : જૈન સાધુ. ‘આઠકર્મરાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, આસો સુદ ૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરત્ન-૨''' [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. હીરરત્નના શિષ્ય. ૬ ઢાળ ને ૧૩૫/૧૪૦ કડીની દુહા-ચોપાઈની, દુષ્કળના વર્ષમાં હડાળાના વતની ખેમા દેદરાણીએ ૧ વર્ષનું અન્નદાન કરી પોતાની દાનશીલતા અને ઉદારતા દાખવીને ચાંપાનેરના નગરશેઠ ચાંપશી મહેતાનું બિરુદ અક્ષત રાખી તેમ જ નગરશેઠના પ્રશસ્તિકાર ભાટનો ટેક જાળવી મહમદ બેગડાને કેવો રાજી કરેલો એનું કથાનક રજૂ કરતી ‘ખેમા હડાળિયાનો રાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૧, માગશર સુદ ૧૫; મુ.) કૃતિના કર્તા.
કૃતિ : ઐરાસંગ્રહ : ૧(+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨. {{Right|[કા.શા.]}}

'''લાક્ષ્મીરત્ન-૩''' [ઈ.૧૬૯૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ભાવપ્રભસૂરિની પરંપરામાં મહિમાપ્રભસૂરિના શિષ્ય. એમનું અપરનામ ભાવરત્ન હોવાનું નોધાયું છે, પરંતુ એ આધારભૂત લાગતું નથી આ કવિએ ૧૩ કડીની ‘ગુરુકલ્પ-ભાસ’, ૫ કડીની ‘ગહૂંલી-ભાસ’, ૩/૭ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત/રાસ’, ૭ કડીની ‘મહિમાપ્રભસૂરિશ્વર-ભાસ’ આદિ રચનાઓ કરવા ઉપરાંત જુદા જુદા તીર્થકરોનાં સ્તવનોની રચના કરી છે, તેમાંના ૧ ‘સુમતિજિન-સ્તવન’માં રચના વર્ષ ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, કારતક સુદ ૭ મળે છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરત્ન-૪''' [      ] : જૈન સાધુ. જ્ઞાનવિમલના શિષ્ય. ૯ કડીની, ચોવીસે તીર્થંકરોના લાંછનોનો નિર્દેશ કરતી, ‘ચોવીશ જિન લંછન-ચૈત્યવંદન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તુસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરત્નશિષ્ય/લક્ષ્મીરત્ન''' [      ] : તપગચ્છના જૈન સાધુ જયકલ્યાણની પરંપરામાં વિમલસોમસૂરિ લક્ષ્મીરત્નસૂરિના શિષ્ય. ૬૮/૬૪ કડીના ‘સુરપ્રિયકુમાર-રાસ/સુરપ્રિયઋષિ-સઝાય’ના કર્તા.
કૃતિની અંતિમ પંક્તિઓ પરથી એના કર્તા લક્ષ્મીરત્ન હોય એવા અર્થ પણ લઈ શકાય અને ઘણી જગ્યાએ એ લક્ષ્મીરત્નને નામે નોંધાઈ પણ છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ: ૧, ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીરામ-૧/લક્ષ્મણરામ''' [ઈ.૧૮૫૭ સુધીમાં] : ૮ કડીના મહાકાળીના ‘સાતવારનો ગરબો’(મુ.) તથા અન્ય માતાજીના ગરબાના કર્તા.
કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧; પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨.સત્સંદેશ શક્તિઅંક-.
સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮;  ૨. ગૂહાયાદી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લક્ષ્મીરામ-૨''' [      ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ગઢડાવાળા, અવટંકે શાસ્ત્રી. ‘લીલાચિંતામણિ’ના કર્તા.
સંદર્ભ : ૧. સત્સંગના સંતો, -; ૨. સદ્વિદ્યા, -. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લક્ષ્મીરુચિશિષ્ય''' [      ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.}}

'''લક્ષ્મીલાભ''' [ઈ.૧૫૪૭માં હયાત] : જૈન સાધુ. ‘ભુવનભાનુકેવલીચરિત્ર-સ્તબક’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.}}

'''લક્ષ્મીવલ્લભ/રાજ/હેમરાજ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમકીર્તિ-લક્ષ્મીકીર્તિની પરંપરામાં સોમહર્ષના શિષ્ય. કવિએ રાજ/હેમરાજ નામછાપથી પણ કૃતિઓ રચી છે.
૬ ખંડને ૭૫ ઢાળમાં વિસ્તરેલી મુખ્યત્વે દુહા અને ચોપાઈ દેશીમાં નિબદ્ધ ‘વિક્રમાદિત્ય પંચદંડ-રાસ/વિક્રમાદિત્યભૂપાલ પંચદંડ છત્ર-ચોપાઈ/વિક્રમ પંચદંડ-ચતુષ્પદી/પંચદંડ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ફાગણ સુદ ૫) કવિની નોંધપાત્ર કૃતિ છે. દેવદમનીના આદેશથી વિક્રમે પ્રાપ્ત કરેલા પાંચ દંડની કથા એમાં કહેવાઈ છે. કૃતિનો વસ્તુબંધ શિથિલ છે. વર્ણનો કવચિત્ કાવ્યમય બન્યાં છે તો અનેક સ્થળે એ અતિવિસ્તારિત થયાં છે. કવિની આ તથા અન્ય બધી કૃતિઓમાં હિન્દીની અસર વરતાય છે.
૧૨ ઢાળની ‘રતનહાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, ચૈત્ર સુદ ૧૫), ૧૭ ઢાળની, દાનનો મહિમા દર્શાવતી ‘અમરકુમારચરિત્ર-રાસ’, ૨૬ ઢાળની ‘રાત્રિભોજન-ચોપાઈ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮, પોષ સુદ ૭), ૯૬ કડીનો ‘મહાવીર ગૌતમ સ્વામી-છંદ’, ૯૯ કડીનો ‘ભરતબાહુબલિ-છંદ’, ૪૬ કડીનો, ત્રિભંગી છંદમાં રચાયેલ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ઝડઝમકભરી, અનુનાસિકતાની પ્રચુરતાને કારણે સંસ્કૃત રણકાવાળી કાવ્યબાનીમાં વર્ણન કરતો વર્ણનપ્રધાન ‘દેશાંતરી-છંદ/ગોડી પાર્શ્વનાથદેશાંતરી-છંદ’ (મુ.) કવિની અન્ય લાંબી રચનાઓ છે.
૧૩ કડીના ‘અધ્યાત્મ-ફાગ’(મુ.)માં આતમહરિ સુમતિ રાધાજી સાથે હોરી ખેલે છે એવા રૂપક દ્વારા અધ્યાત્મમાર્ગ પ્રબોધ્યો છે. કવિએ સ્તવનો અને સઝાયો પણ રચ્યાં છે, જેમાં ૧૫ કડીની ‘આશાતના-સઝાય’(મુ.), ૧૮ કડીની ‘નેમિસર-સઝાય’(મુ.), ૧૩ કડીનું ‘મુહપત્તી-સ્તવન/મુહપત્તી પડિલેહણ વિચાર-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ બૃહત્-સ્તવન’, ૪૭ કડીનું ‘કર્મપ્રકૃતિ નિદાન ગર્ભિત-સ્તવન’, ૫૭ કડીનું ‘તેર સ્થાન ગર્ભિત ઋષભજિન-સ્તવન/ઋષભદેવ-સ્તવન (ત્રયોદશ ક્રિયાસ્થાનક વિચારગર્ભિત)’, ૩૨ કડીની ‘ચેતન-બત્રીસી’ (ર.ઈ.૧૬૮૩), ‘કુંડલિયા-બાવની’, ‘દુહા-બાવની’, ‘ધર્મોપદેશ પર વૃત્તિ’, ‘સવૈયા એકત્રીસા/ચોવીસ જિન-સવૈયા’(મુ.) આદિનો સમાવેશ થાય છે.
‘ભાવના-વિલાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, પોષ વદ ૧૦), ૫૮ કડીની ‘સવૈયા-બાવની’ (ર.ઈ.૧૬૮૨), ‘ઉપદેશ-બત્રીસી’(મુ.), ૧૭૮ કડીની ‘કાલજ્ઞાનપ્રબંધ-વૈધિક’ (ર.ઈ.૧૬૮૫), ૮૨ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૧) વગેરે કવિની હિન્દી કૃતિઓ છે અને ‘કલ્પદ્રમકલિકા/કલ્પસૂત્ર-કલ્પદ્રમકલિકા-ટીકા’ તથા ‘ઉત્તરાધ્યાયન-દીપિકા/વૃત્તિ’ સંસ્કૃત કૃતિઓ છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસ્તમંજુષા; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. પ્રાછંદસંગ્રહ; ૫. પ્રાફાગુસંગ્રહ; ૬. સઝજાયમાલા : ૧ (શ્રા)
સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય;  ૮. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવલ્લભસુત''' [ઈ.૧૭૪૬ સુધીમાં] : જૈન સાધુ. ૩૯ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

'''લક્ષ્મીવિજ્ય''' : આ નામે ૧૬ કડીની ‘અસઝાય નિવારક-સઝાય’(મુ.), ‘છ અઠ્ઠાઈ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૮), ૩૧ કડીનું ‘વિમલનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી), ૬૮ કડીનું ‘ઋષભદેવ-રાગ-સ્તવન’ તથા ૪ કડીની ‘બીજીની સ્તુતિ’ એ કૃતિઓ મળે છે. તે કયા લક્ષ્મીવિજ્યની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
લક્ષ્મીવિજ્યને નામે મૂળ ૬૧૧ કડીના ભાવદેવસૂરિરચિત ‘પાર્શ્વનાથ-ચરિત્ર’ પદ્યબંધ ઉપરનો ૧૩૦૦૦ કડીનો સ્તબક (ર.ઈ.૧૭૫૧) મળે છે. સમયની દૃષ્ટિએ આ કૃતિ ભાણવિજ્યશિષ્ય લક્ષ્મીવિજ્યની હોવાની સંભાવના છે.
ઈ.૧૭૯૫ પછીના કોઈ વર્ષમાં હયાત એવા લક્ષ્મીવિજ્યે ઢુંઢકમત અર્થાત્ સ્થાનકવાસીસંપ્રદાયના ઉદ્ભવનું નિરૂપણ કરતી ‘ઢુંઢિયા ઉત્પત્તિ/ઢુંઢક મતોત્પત્તિ-રાસ’ (ઈ.૧૭૯૫ પછી) કૃતિ રચી છે. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ લક્ષ્મીવિનય અને લક્ષ્મીવિજ્ય બંનેને નામે નોંધાયેલી છે, પરંતુ ખરેખર કૃતિ લક્ષ્મીવિજ્યની છે પણ એ કયા લક્ષ્મીવિજ્ય છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ : ૧;
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૪. ડિકૅટલૉગબીજે; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિજ્ય-૧''' [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષની પરંપરામાં પુન્યવિજ્યના શિષ્ય ‘શ્રીપાલમયણાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, ભાદરવા સુદ ૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિજ્ય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં લાવણ્યવિજ્યના શિષ્ય. એમણે પોતાની ગુરુપરંપરાના તપગચ્છના જૈન સાધુ શ્રી વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-૧૬૯૩)ની હયાતીમાં એમનો સંક્ષિપ્ત પરિચય કરાવતી ચોપાઈ છંદમાં ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી એટલે તેઓ ઈ.૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. આ ઉપરાંત એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે જેમાં ૫ અને ૭ કડીમાં બે ‘શાંતિજિન-સ્તવન’ (પહેલું મુ.), ૧૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’, અનુક્રમે ૬ અને ૭ કડીનાં બે ‘(અંતરીક્ષ) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૨૮/૩૧ કડીના ‘શાશ્વતા જિનવર-સ્તવન’નો સમાવેશ થાય છે.
કૃતિ : ૧. ઐસમાળા : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિજ્ય-૩''' [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાસસૂરિની પરંપરામાં ભાણવિજ્યના શિષ્ય. અજિતપ્રભસૂરિ કૃત ‘શાંતિનાથચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯ પોષ સુદ ૩)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિજ્ય-૪''' [ઈ.૧૭૯૫માં હયાત] : જૈન સાધુ. ક્ષમાવિજ્યશિષ્ય. મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે રચેલા ૨૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૫/સં.૧૮૫૧, વૈશાખ સુદ ૬; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠાનું સ્તવન’, સં. શ્રી જયંતવિજ્યજી. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિનય''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના ગચ્છમાં લઘુખરતર શાખાના અભયમાણિક્યના શિષ્ય. ૪ ખંડમાં વિભક્ત, અભયકુમાર નામક બુદ્ધિશાળી અમાત્યની ૪ પ્રકારની બુદ્ધિની કથા નિરૂપતી ‘અભયકુમાર મહામંત્રીશ્વર-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, ફાગણ સુદ ૫; મુ.) તથા ‘ભુવનદીપક’ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. જુઓ લક્ષ્મીવિજ્ય.
કૃતિ : અભયકુમાર મહામંત્રીશ્વરનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીવિમલ''' : જુઓ વિબુધવિમલ(સૂરિ).

'''લક્ષ્મીશંકર''' [      ] : ૮ કડીની, શિવજીની સ્તુતિ કરતી ગરબી(મુ.)ના કર્તા.
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લક્ષ્મીસાગર(સૂરિ)''' : આ નામે ૫૮ કડીનો ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’(મુ.) મળે છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ઈ.૧૪૬૨માં જેમને સૂરિ પદ મળ્યું એ લક્ષ્મીસાગરની આ કૃતિ માની છે. પણ બીજા મલધારગચ્છના લક્ષ્મીસાગર ઈ.૧૪૯૨-૧૫૫૬ દરમ્યાન થઈ ગયા છે. આ કૃતિ કયા લક્ષ્મીસાગરની છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. એ સિવાય ૫ કડીની ‘બાવીસ અભક્ષ્ય અનન્તકાવ્ય-સઝાય’ (લે.સં. ૧૯મી સદી) આ નામે ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં નોંધાયેલી છે, પરંતુ તે કૃતિ લક્ષ્મીરત્નની હોવાની સંભાવના છે.
કૃતિ : જૈન સાહિત્ય સંશોધક, સં. શ્રી જિનવિજ્ય, ઈ.૧૯૨૮ (+સં.).
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈનસાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. એજન, જાન્યુ. માર્ચ ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીસાગર(સૂરિ)શિષ્ય''' [લગભગ ઈ.૧૪૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૭૨ કડીની ‘શાલિભદ્ર-ફાગુ’ (ર.ઈ.૧૪૬૯ લગભગ અને ૬ કડીની ‘હીઆલી-ગીત’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧) : ૨. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[કી.જો.]}}

'''લક્ષ્મીસિદ્ધ''' [      ] : જૈન સાધુ. ૪૦ કડીના ‘જિનચંદ્રસૂરિવર્ણન-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીસુંદર-૧''' [ઈ.૧૬૬૮માં હયાત] : ‘સમકીત-સઝાય’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. લક્ષ્મીસુંદર-૨ અને આ કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૫૧; ૨. રાહસૂચી : ૧. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીસુંદર-૨''' [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દીપસુંદરની પરંપરામાં ચતુરસુંદરના શિષ્ય. ૪૫૯ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

'''લક્ષ્મીસૂરિ''' : જુઓ વિજ્યસૌભાગ્યશિષ્ય વિજ્યલક્ષ્મી.

'''લક્ષ્મીસેન (ભટ્ટારક)''' [ઈ.૧૬૪૨ સુધીમાં] : ‘ચોરાશી વૈશ્ય જ્ઞાતિનાં નામ’ (લે.ઈ.૧૬૪૨) એ કૃતિના કર્તા.
સંદર્ભ: પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લખપત''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના શ્રાવક કવિ. ‘ત્રિલોક્યસુંદરી મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નહાટા. {{Right|[કી.જો.]}}

'''લખપતિ''' [      ] : જૈન. ૧૫ કડીની ‘શત્રુંજયચૈત્ય-પરિપાટી’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

'''લખમણ''' : જઓ લક્ષ્મણ-.

'''લખમણ''' : આ નામે ૧ કડીનું ‘ઋષભજિન-ચૈત્યવંદન’(મુ.) મળે છે તેના કર્તા કયા લખમણ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંભવત: તેઓ લક્ષ્મણ-૧ હોય અને આ ચૈત્યવંદન એ કવિની ‘ચતુર્વિંશતિ જિન-નમસ્કાર’નો ભાગ હોય.
કૃતિ : દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧.{{Right|[કી.જો.]}}

'''લખમસીહ''' [ઈ.૧૪૭૫ સુધીમાં] : જૈન. ૧૦૪ કડીની ‘શાલિભદ્ર-ચોપાઈ’ (લે.ઈ.૧૪૭૫)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[કી.જો.]}}

'''લખમો''' : આ નામ શંકરે ગણપતિની હત્યા કરી પછી હાથીનું માથું ચોંટાડી એમને સજીવન કર્યા એ પ્રસંગને આલેખતું ૫ કડીનું ભજન (મુ.) તથા અધ્યાત્મબોધનાં બીજાં બારેક ભજન(મુ.) મળે છે. તેમના રચયિતા કયા લખમો છે તે કહેવું મુશ્કેલ છે. એમના કોઈક ભજનમાં ‘માળી લખમો’ એવી નામછાપ મળે છે અને કેટલાંક ભજનોની ભાષામાં હિંદીની અસર છે. રાજસ્થાનમાં કોઈ લખમો માળી નામના લોકકવિ થઈ ગયા છે. આ ભજનોમાંથી કોઈ એ લખમા માળીના હોય.
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. આાપણી લોકસંસ્કૃતિ, પ્ર. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. ધ્રુવાખ્યાન, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨; ૫. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨, ૬. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૭. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૮. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮; ૯. ભજનસાગર : ૨; ૧૦. યોગવેદાન્ત ભજનભંડાર, ગોવિંદભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૧૧. સતવાણી.
સંદર્ભ : ૧. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૨. હિસ્ટરી ઑફ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦ (અં.);  ૩. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

'''લખિયો''' [      ] : માતાજીની સ્તુતિ કરતું ૩ કડીનું પદ(મુ.) તથા ૨૧ કડીના ગરબા(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

'''લખીડો''' [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘અંબાજીનો છંદ’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. આ કવિ અને લખિયો એક છે કે જુદા તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લખીદાસ''' [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામ-સ્તુતિ’ (લે.ઈ.૧૭૦૨)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}

'''લખીરામ''' : જુઓ લક્ષ્મી(સાહેબ).

'''લઘુનાથ''' [      ] : પાટણવાડાના હાંસલપુર ગામના વતની. જ્ઞાતિએ મોચી. તેમનો ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો’(મુ.) મળે છે.
કૃતિ : કાદોહન (+સં.). {{Right|[કી.જો.]}}

'''લછીરામ''' [      ] : પદો (૬ મુ.)ના કર્તા.
કૃતિ : ભસાસિંધુ.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

'''લધા''' [      ] : ખોજા કવિ. અવટંકે શાહ. ૧૧ કડીના ‘ગીનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. {{Right|[કી.જો.]}}

'''લબ્ધિ''' : આ નામે ૬/૭ કડીની ‘આત્માને બોધની સઝાય/જીવને શિખામણની સઝાય’(મુ.), ૧૦ કડીની ‘માણકમુનિની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘જીવશિક્ષાની સઝય’(મુ.), ૧૧ કડીની ‘જીવહિતની સઝાય’(મુ.), ૧૪૩ કડીની ‘પંદર તિથિની સઝાય’ (મુ.), ૮ કડીની ‘રસનાની/જીભલડીની સઝાય’(મુ.), ૯ કડીની ‘નવે દિવસ કહેવાની સઝાય’(મુ.), ૯ કડીની ‘નવકાર પ્રભાવવર્ણન/નોકારવાલીની સઝય’(મુ.), ૧૭ કડીની ‘સ્થૂલિભદ્ર-ભાસ/સ્થૂલિભદ્રની સઝાય’(મુ.), ૧૨ કડીની ‘ધન્નાશાલિભદ્રની સઝાય’(મુ.), ‘સુવચનકુવચનફલ-સઝાય’- એ કૃતિઓ મળે છે. તેમાં સ્થૂલિભદ્ર-સઝાય’ અને ‘માણકમુનિની સઝાય’ ના કર્તા લબ્ધિવિજ્ય હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા લબ્ધિ-છે તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. નસ્વાધ્યાય; ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ; ૬. વર્ધમાન તપ પદ્યાવળી, પ્ર. શાન્તિલાલ હરગોવિંદદાસ, ઈ.૧૯૨૬; ૭. શ્રી નવપદ મહાત્મ્ય ગર્ભિત ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ નવાબ, ઈ.૧૯૬૧; ૮. સજઝાયમાલા : ૧-૨(જા); ૧૦. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિકલ્લોલ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, કારતક વદ ૬] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં વિમલરંગ-કુશલકલ્લોલના શિષ્ય. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા લાડણ શાહ. માતા લાડિમદે. ભૂજમાં અનશન કરી દેહત્યાગ.
જિનચંદ્રસૂરિએ અકબર સાથે કરેલ ધર્મચર્ચા અને અકબર તરફથી એમને મળેલ આદરસન્માનનું વિવિધ દુહાબદ્ધ દેશીઓવાળી ૧૩૬ કડીમાં નિરૂપણ કરતા ‘જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, જેઠ વદ ૧૩; મુ.), ‘રિપુમર્દન (ભુવનાનંદ)-રાસ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, આસો સુદ ૧૦, ગુરુવાર), ૪૦૪ કડીની ‘કૃતકર્મરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો સુદ ૧૦) તથા ગહૂંલીઓ (૩ મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિચંદ્ર(સૂરિ)''' : આ નામે ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.સં.૧૯મી સદી) મળે છે. આ કયા લબ્ધિચંદ્રની કૃતિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિચંદ્ર(સૂરિ)-૧''' [ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ. ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૬૪૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિચંદ્ર(સૂરિ)-૨''' [જ.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ વદ-અવ. ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, કારતક વદ ૧૦] : તપગચ્છની પાર્શ્વચંદ્ર શાખાના જૈન સાધુ. વિવેકચંદ્રના શિષ્ય. જન્મ બીકાનેરમાં. ઓસવાલ છાજંડ ગોત્ર. પિતા ગિરધર શાહ. માતા ગોરમદે. ખંભાતમાં ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, વૈશાખ સુદ ૩ના રોજ દીક્ષા. ઉજ્જૈનમાં ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, માગશર વદ ૫ના દિવસે ભટ્ટારક પદ અને ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, શ્રાવણ વદ ૯ના દિવસે આચાર્યપદ. બીકાનેરમાં અવસાન.
રાજસ્થાનીહિન્દીની છાંટવાળી ભાષામાં ૬ કડીના ‘ફલોધિપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૩; મુ.), ૩ કડીના ‘ઋષભ-સ્તવન’ તથા ૭ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ ઉપરાંત એમણે ‘જ્યોતિષજાતક’ તથા ‘સિદ્ધાચલરત્નિકાવ્યાકરણ’ નામના ગ્રંથો પણ રચ્યા છે, જે કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી.
કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્ર, ઈ.૧૯૨૮.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિમંદિર(ગણિ)''' [      ] : જૈન સાધુ. સિદ્ધસેન દિવાકરકૃત મૂળ સંસ્કૃત સ્તોત્ર ‘કલ્યાણમંદિર’ પરના બાલાવબોધ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિમૂર્તિ''' [      ] : જૈન. ૮૪ કડીના ‘ભાવસ્થિતિ-વિચારગર્ભિત-સ્તવન (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આમના નામે મળતી ‘શાંતિનાથ-વિનતિ’ ઉપર્યુક્ત કૃતિ જ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિરત્ન/લબ્ધિરાજ(વાચક)''' [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં ધર્મમેરુના શિષ્ય. ૧૨ કડીની ‘શીલ-ફાગ/શીલવિષયક કૃષ્ણરુક્મિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ ફાગણ-) તથા ‘નેમિ-ફાગુ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈહાપ્રોસ્ટા. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિરુચિ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. હર્ષરુચિના શિષ્ય. ‘ચંદરાજા-ચોપઈ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, કારતક સુદ ૧૩, ગુરુવાર), ૩૨ કડીના ‘પાર્શ્વનાથજિન-છંદ/શંખેશ્વર પાર્શ્વનાથજિન-છંદ’ (ર.ઈ.૧૬૫૬; મુ.), ૪ કડીની ‘દસમીદિન-સ્તુતિ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’, તથા ‘બીજની સ્તુતિ’ના કર્તા. ૪ કડીની ‘રોહિણી-સ્તુતિ’(મુ.) પણ એમની રચના હોવાનો સંભવ છે. એમને નામે ‘હરિશ્ચંદ્ર-રાસ’ કૃતિ નોંધાયેલી છે પણ તેને હાથપ્રતોનો ટેકો નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવલ્લભ''' [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન. ‘પાર્શ્વનાથજીનો દેશાંતરી છંદ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવર્ધન''' [      ] : જૈન. વિવિધ રાગબદ્ધ ‘નેમિનાથના બારમાસા સવૈયા’ (અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓના વસંતવર્ણન’, મોહનલાલ દ. દેશાઈ. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવિજ્ય''' : આ નામે ‘સનતકુમારચક્રી-રાસ’ (ર.ઈ.૧૮૧૯), ૧૮ કડીની ‘અર્હન્નકઋષિની સઝાય’(મુ.) ૫૬ કડીની ‘ક્ષમા-પંચાવની’ (લે.સં.૧૮-૧૯મી સદી અનુ.), ૩૨ કડીનું ‘ચંદનબાલા-ગીત/સઝાય’(મુ.), ૨૩ કડીની ‘દેવકી સાતપુત્ર-સઝાય’, ૨૨ કડીનો ‘નેમિ-ફાગ’ (મુ.), ૪૨ કડીનું ‘તીર્થંકરવરસીદાન-સ્તવન’, ૧૬ કડીની ‘નંદિષેણ સઝાય’, ૨૦ કડીની ‘વયરસ્વામી-સઝાય’, ૧૩ કડીની ‘શાલિભદ્ર-સઝાય’, ૩૭ કડીની ‘ઝાંઝરિયા મુનિની સઝાય’ (મુ.), ૪ કડીની ‘બીજની સ્તુતિ’(મુ.), ૭ કડીની ‘દીવાની સઝાય’(મુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૨૯ કડીની ‘ભરતબાહુબલિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘પાંચ દૃષ્ટાંત-સઝાય’, ૮ કડીની ‘અષ્ટમહાસિદ્ધિ-સઝાય’ (લે.સં.૧૯૧૩), ૭ કડીની ‘વીસસ્થાનક-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), વ્યક્તિવિષયક ૩ સઝાયો-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા લબ્ધિવિજ્ય છે તે કહેવું મુશ્કેલ છે. એમાં ‘અર્હન્નકમુનિ-સઝાય’ ને ‘લીંબડીના જૈનજ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર’ લબ્ધિહર્ષની ગણે છે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. સઝાયમાલા(શ્રા); ૬. સસન્મિત્ર(ઝ); ૭. સ્નાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં સંયમહર્ષ-ગુણહર્ષના શિષ્ય. ક્યારેક તેઓ પોતાને અમીપાલ-ગુણહર્ષશિષ્ય તરીકે પણ ઓળખાવે છે તે કઈ રીતે તે સ્પષ્ટ થતું નથી. ૪ ખંડ, ૪૯ ઢાળ અને ૧૨૭૪ કડીનો ‘દાન શીલ તપ ભાવના એ દરેક અધિકાર પર દૃષ્ટાંતકથા-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, ભાદરવા સુદ ૬), ૫ ખંડ અને ૪૪ ઢાળ તથા ૧૫૪૦ કડીનો ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, કારતક સુદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ, ૨૯ ઢાળ ને ૧૪૨૦ કડીનો ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, આસો સુદ ૧૦, શુક્રવાર), ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.), ૬૪ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’, ‘સૌભાગ્યપંચમી/જ્ઞાનપંચમી’, ‘પંચકલ્યાણિકાભિધજિન-સ્તવન’, ૪૩ કડીની ‘ગુરુગુણ-છત્રીસી’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; 
૩. જૈગૂકવિઓ : ૨; ૩(૧,૨); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવિજ્ય-૨''' [ઈ.૧૭૫૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિજ્યની પરંપરામાં અમરવિજ્યના શિષ્ય. ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળમાં વિભાજિત ૭૦૦ કડીની દુહાબદ્ધ ‘હરિબલ મચ્છી-રાસ’(ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, મહા સુદ ૨, મંગળવાર; મુ.) કવિની ઉલ્લેખનીય રચના છે. જીવદયાનું ધર્માચરણ કરતા હરિબલમાછીને પ્રાપ્ત થતાં સુખસમૃદ્ધિની રોચક કથા એમાં આલેખાઈ છે. ૪ કડીની ‘ચૈત્રીપૂનમની સ્તુતિ’(મુ.), ‘જંબૂસ્વામી-સલોકો’, ૮ કડીની ‘નેમરાજલની સઝાય (મુ.), ૨૭ કડીની ‘સિદ્ધાચલ-ભાસ’ તથા ૨૬ કડીની ‘સંવત્સરી દાન-સ્તવન’(મુ.) એમની અન્ય રચનાઓ છે.
કૃતિ : ૧. હરિબલ મચ્છી રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯;  ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૪. જૈસસંગ્રહ(ન)
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવિજ્ય-૩''' [ઈ.૧૭૯૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. સોમચંદ્રની પરંપરામાં લવજીમુનિના શિષ્ય. બાવીસમાં તીર્થંકર નેમિનાથના ચરિત્રનું વીગતપૂર્ણ તેમજ કાવ્યત્વયુક્ત નિરૂપણ કરતા ૨૯૫ કડીના ‘નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા-૨૯૫’ (ર.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨, ફાગણ સુદ ૨, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : નેમીશ્વર ભગવાનના બસો પંચાણું ચંદ્રાવલા, પ્ર. ન્હા. રૂ. રાણીનાનો યુનિયન પ્રેસ, ઈ.૧૮૮૫.
સદંર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨,  ૨. જૈગૂકવિઓ ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિવિજ્ય-૪''' [      ] : સંભવત: તપગચ્છના હરિવિજ્યની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય’ (મુ.) તથા ૧૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સઝાયમાળા(પં).

'''લબ્ધિવિમલ''' [ઈ.૧૭૬૩માં હયાત] : જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘ષષ્ઠ કર્મગ્રંથ-તંત્ર’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિશેખર''' [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ્રમોદે ઈ.૧૬૧૭માં ‘ચોપર્વો-ચોપાઈ’ રચી છે. આ આધાર પર લબ્ધિશેખર પણ આ સમયગાળામાં હયાત હોવાનું અનુમાન થઈ શકે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિસાગર''' : આ નામે ‘વીસી’ (લે.ઈ.૧૪૪૨), ‘ચોવીસી’ (લે.ઈ.૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગર્ભિતપલ્યોપમ-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ્તવન’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા લબ્ધિસાગર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિસાગર-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર (અવ.ઈ.૧૫૯૭)ના શિષ્ય. વિવિધ ગચ્છો વચ્ચે થયેલા મતભેદ દરમ્યાન ખરતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા માટે લખેલ ગદ્યકૃતિ ‘ખરતર પ્રતિઇં પૂછવાનઈં ૪ બોલ/ખરતરહુણ્ડી ખરતરગચ્છીને પૂછવાના ૪ બોલ’ (લે.સં.૧૭મી સદીનો પૂર્વાર્ધ અનુ; મુ.)ના કર્તા. ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું સ્વરૂપ કેવું હતું તે જાણવા માટે અને કોઈ ઐતિહાસિક વિષયની શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિ કેવા પ્રકારની હતી તે જાણવા માટે આ કૃતિ ધ્યાનાર્હ છે.
કૃતિ : પુરાતત્ત્વ, આસો ૧૯૮૧-‘જૂની ગુજરાતીમાં એક જૈન ઐતિહાસિક ચર્ચા’, જિનવિજ્યજી (+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિસાગર-૨''' [ઈ.૧૭૧૪માં હયાત] : ખરતરગચ્છની માણિક શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જયનંદનના શિષ્ય. ‘ધ્વજભુજંગકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, આાસો વદ ૫, શનિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

'''લબ્ધિહર્ષ''' [      ] : ૧૮ કડીની ‘અર્હન્નકમુનિ-સઝાય’ના કર્તા. આ કૃતિ અન્ય સૂચિઓમાં લબ્ધિવિજ્યને નામે મળે છે. જુઓ લબ્ધિવિજ્ય.
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''v''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતગચ્છની માણિકશાખાના જિનમાણિક્યસૂરિની પરંપરામાં જ્ઞાનરાજગણિના શિષ્ય. જન્મનામ લાલચંદ દીક્ષાનામ લબ્ધોદય.
જ્ઞાનપંચમીનું માહાત્મ્ય બતાવવા રચાયેલી ‘ગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૯/સં.૧૭૪૫, ફાગણ સુદ ૧૦)માં કવિએ આ પૂર્વે પોતે ૬ ચોપાઈબદ્ધ કૃતિઓ રચી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે કવિની લાંબી ૪ રચનાઓ જ ઉપલબ્ધ છે. તેમાં શીલધર્મનો મહિમા કરવા માટે રચાએલી ૨ કૃતિઓમાં ૩ ખંડ ને ૮૧૬ કડીની ‘પદ્મિની ચરિત્ર-ચોપાઈ’(ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર; મુ.) વિશેષ નોંધપાત્ર છે ચિતોડની રાણી પદ્મિનીના શીલની રક્ષા કરવા માટે સુલતાન અલ્લાઉદ્દીનની સામે ગોરા-બાદલે સાહસ અને ચતુરાઈ બતાવી કરેલા યુદ્ધ અને ગોરાના આત્મબલિદાનની ઘટના કૃતિનો આકર્ષક અંશ છે. બીજી ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૭/સં.૧૭૪૩, આસો વદ ૧૩) કવિની સૌથી લાંબી કૃતિ છે. ૩૮ ઢાળની ‘રત્નચૂડમણિચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, મહા સુદ ૫)માં દાનધર્મનો મહિમા વર્ણવાયો છે. એ સિવાય ૧૩ કડીની ‘ધુલેવા ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, જેઠ વદ ૨, બુધવાર) અને ૧૫ કડીની ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧; માગશર વદ ૮, બુધવાર) કવિની ૨ લઘુ રચનાઓ છે.
કૃતિ : પદ્મિનીચરિત્ર-ચોપાઈ, સં. ભંવરલાલ નાહટા, ઈ.૧૯૩૬ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''લલિતકીર્તિ(ગણિ)(પાઠક)''' [ઈ.૧૬૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૩૦૩૯ કડીનો ‘અગડદત્તમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, જેઠ સુદ ૧૫, રવિવાર) તથા ગુરુમહિમા વર્ણવતા ૯ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’(મુ.) ને ૧૨ કડીના ‘લબ્ધિ-કલ્લોલસુગુરુ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).
{{Right|[ગી.મુ.]}}

'''લલિતપ્રભ(સૂરિ)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં વિદ્યાપ્રભના શિષ્ય. પંચાસરા પાર્શ્વનાથ તથા આસપાસનાં મંદિરોના ઉલ્લેખવાળી અને ૨૭ ઢાળ ને ૨૦૪ કડીની ‘પાટણચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો વદ ૪, રવિવાર; મુ.), ૩૭ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૪ ખંડમાં વહેચાયેલો ‘ચંદ્રકેવલીચરિત/ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, મહા સુદ ૧૦, ગુરુવાર), ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત ૨૫ કડીનું ‘ધંધાણી તીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, મહા વદ ૪) તથા ‘પાક્ષિક-સઝાય’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : પાટણ ચૈત્ય પરિપાટી, સં. મુનિશ્રી કલ્યાણવિજ્યજી, સં. ૧૯૮૨.
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’, ઈ.૧૯૬૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૭. મુપુગૂહસૂચી. {{Right|[ગી.મુ.]}}

'''લલિતસાગર''' : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ‘શનિશ્ચરનો છંદ’(મુ.), ૧૨ કડીની ‘શત્રુંજયતીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, પોષ વદ ૫) તથા ૬ કડીનું ‘અભિનંદન-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા લલિતસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : પ્રાછંદસંગ્રહ; ૨. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[ગી.મુ.]}}

'''લલિતસાગર-૧''' [ઈ.૧૫૫૧માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલી ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧)ના કર્તા.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. {{Right|[ગી.મુ.]}}

'''લલિતસાગર-૨''' [ઈ.૧૬૪૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં.૧૬૯૯, માગશર સુદ ૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા.{{Right|[કી.જો.]}}

'''લલિતસાગર-૩''' [      ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ વિજ્યપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-ઈ.૧૬૯૩)ના હયાતીકાળ દરમ્યાન રચાયેલી જણાય છે તેથી કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
કૃતિ : ઐસમાળા (+સં.). {{Right|[ગી.મુ.]}}

'''લલિતહંસ''' [      ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાળા : ૧. {{Right|[ગી.મુ.]}}

'''લલિતાબેન''' [      ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. તેઓ કનૈયાલાલજી મહારાજશ્રીના અંતરંગ ભક્ત હતાં. તેમણે ‘કિંકરી’ છાપથી પદ તથા ધોળની રચના કરી છે.
સંદર્ભ : ગોપ્રભકવિઓ.{{Right|[કી.જો.]}}

'''લવજી''' [      ] : ‘શિવપુરાણ’ના કર્તા.
સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮. {{Right|[કી.જો.]}}

'''લંઘનદાસ''' [      ] : પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાઇઆ(ઋષિ)શિષ્ય''' [ઈ.૧૫૯૨ સુધીમાં] : હીરવિજ્યસૂરિના સમયમાં કર્ણઋષિશિષ્ય-જગમલશિષ્ય-જગમાલશિષ્ય લહુઆ ઋષિ હતા. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સંભવ છે. ૭૩૫ ગ્રંથાગ્રના ‘મહાબલ-રાસ’ (લે.ઈ.૧૫૯૨)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કૃતિ લાઇઆ ઋષિને નામે નોંધી છે તે ભૂલ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

'''લાક્ષા(પૃથ્વીરાજ)''' [ઈ.૧૫૮૨માં હયાત] : ‘સુબોધમંજરી’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
સંદર્ભ : ૧. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

'''લાખો''' [      ] : કૃષ્ણભક્તિનાં ૩/૪ કડીનાં ૩ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, સં. ૧૯૬૫; ૩. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ;  ૫. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. {{Right|[કી.જો.]}}

'''લાધા(શાહ)''' [સં. ૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. કડૂઆ-કડવાની પરંપરામાં થોભણના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, આસો સુદ ૧૦, શુક્રવાર), ‘સામાયિક-સઝાય’ (ર.ઈ.૧૭૦૭), ‘જંબૂકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, કારતક સુદ ૨, ગુરુવાર), ઐતિહાસિક માહિતી દર્શાવતી ૧૫ કડીની ‘થિરપુર મંડનશ્રી મહાવીર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૮/સં.૧૭૮૩, મહા વદ ૧૩; મુ.), ૫ ઢાળ તથા ૮૧ કડીની ‘સૂરત-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૭૩૭/સં.૧૭૯૩, માગશર વદ ૧૦, ગુરુવાર; મુ.), ૭ ઢાલ તથા ૯૨ કડીની ઐતિહાસિક કૃતિ ‘શિવચંદજીનો રાસ’ (ર.ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, આસો સુદ ૫; મુ.), ગદ્યકૃતિ ‘પૃથ્વીચંદ્ર ગુણસાગરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, માગશર સુદ ૫, રવિવાર), ૧૧ કડીની ‘આઠ મદની સઝાય’, ‘પાટણ ચૈત્યપરિપાટી’, ‘વિચારરત્નાકર-બાલાવબોધ’, ‘સ્ત્રી શિખામણ-સઝાય’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જૈન કથારત્નકોષ : ૭, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૨; ૩. પ્રાતીસંગ્રહ; ૪. સૂર્યપૂર રાસમાળા, કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૫. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘થિરપુરમંડન મહાવીર જિન સ્તવન’, સં. શ્રીવિજ્યયતીન્દ્રસૂરિજી; ૬. એજન, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા.
સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

'''લાધાજી''' [ઈ.૧૮૨૩માં હયાત] : અષ્ટકોટીય બૃહદ્ પક્ષના જૈન સાધુ. તલકસિંહના શિષ્ય. દુહાબદ્ધ ૩૦૧કડી અને ૧૫ ઢાળના મુનિદાનનો મહિમા કરતા ‘ભીમસેન રાજાનો રાસ’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, બીજો આસો વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસારનો રાસ, ભીમસેન રાજાનો રાસ અને શ્રી જિતારી રાજાનો રાસ, પ્ર. કારૂભાઈ દેવજી વગેરે, સં. ૧૯૯૬(+સં.). {{Right|[કી.જો.]}}

'''લાઘારામ''' [      ] : સારસ્વત બ્રાહ્મણ. પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે.
કૃતિ : ભસાસિંધુ. {{Right|[કી.જો.]}}

'''લાઘો''' [      ] : તેમણે સંતમહિમાને લગતાં કેટલાંક ભજન (૩ મુ.) તથા પદની રચના કરી છે.
કૃતિ : ૧. પદસંગ્રહપ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદાસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૪. સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

'''લાભ''' : આ નામે ૧૩ કડીનું ‘ચોત્રીસ-અતિશય-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે તેના કર્તા કયા લાભ-છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભઉદય''' [      ] : ૫ કડીના ‘પાર્શ્વનાથ જિનપ્રભાતી-સ્તવન’(મુ.) અને ૯ કડીના સિદ્ધાચળને લગતા ૧ પદ (મુ.)ના કર્તા. સિદ્ધાચળને લગતા પદમાં ‘લાભઉદય’ એવા શબ્દો મળે છે પણ તે કર્તાનામ જ છે તેમ ચોક્કસ કહી શકાતું નથી. આ લાભઉદય અને ભુવનકીર્તિશિષ્ય લાભોદય એક છે કે કેમ તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભકુશલ''' [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં વૃદ્ધિકુશલના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર અવચૂરિ/સ્થૂલિભદ્રની ચોપાઈ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, ચૈત્ર વદ ૧૦, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : (દેર) કુમારપાલપ્રતિબોધ, સં. લુડવિગ આલ્સફોર્ડ, ઈ.૧૯૨૮ (જ.).
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભમંડન''' [ઈ.૧૫૨૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૬૧મા પટ્ટધર ભાવસાગરસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘ધનસાર-પંચશાલિ-રાસ’ (ર.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભવર્ધન/લલચંદ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ.સાધુરંગની પરંપરામાં શાંતિહર્ષના શિષ્ય. ‘ઉપપદી’ (ર.ઈ.૧૬૫૫), ‘વિક્રમ/૯૦૦ કન્યા/ખાપરાચોર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા સુદ ૧૩, બુધવાર), ૨૯ ઢાલ અને ૬૧૯ કડીની ‘લીલાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, કારતક સુદ ૧૪), ૫૯૪ કડીની ‘ખાપરાચોરની ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, ભાદરવા સુદ ૧૧), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, ફાગણ-), ‘ભાષાલીલાવતી-ગણિત’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬ અસાડ વદ-), ૮૯ ઢાલ અને ૫૨૬ કડીની ‘ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૬), ‘સ્વરોદયભાષા’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, ભાદરવા સુદ-), ૧૫૦ ઢાળ અને ૨૭૫૧ કડીની ‘પાંડવચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧), ૫૬૪ કડીની ‘શુકનદીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૩ કડીની ‘નવપદ દ્રૂપદ’ અને ૭ કડીના ‘સીમંધર જિનસ્તવન’ના કર્તા. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર’માં લાલચંદને નામે નોંધાયેલો ‘મલયસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૮૭) રચનાસમય જોતાં પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. ‘ખાપરાચોરની ચોપાઈ’ અને ‘વિક્રમ-ચોપાઈ’ એક હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદજી નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. રાહસૂચી : ૧, ૨; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભવિજ્ય''' : આ નામે ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦), ૧૨ કડીની ‘અપરવાર-સઝાય’ અને ૪ કડીની ‘મૌન અગિયારસની સ્તુતિ(મુ.), ‘રોહિણીની સ્તુતિ એ કૃતિઓ મળે છે. ‘સુદર્શનશ્રેષ્ઠિ સઝાય’ના કર્તા લાભવિજ્ય-૧ હોવાની શક્યતા છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અનુસાર વિનયકુશલકૃત ‘મંગલ-પ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬), હેમવિજ્યકૃત ‘ઋષભ-શતક’ (ર.ઈ.૧૬૦૦) અને દેવવિજ્યકૃત ‘જિન-સહસ્ત્રનામ’ અને તેની ‘સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૨) નામની ટીકા લાભવિજ્યગણિ દ્વારા સંશોધાઈ હતી. આ બધી કૃતિઓના કર્તા કયા લાભવિજ્ય છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ.
સંદર્ભ : જૈસાઇતિહાસ. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શોભવિજ્યના શિષ્ય. ૪ ઢાળ અને ૪૨ કડીની ‘વિજયાનંદસૂરિની સઝાય’ (ર.ઈ.૧૬૫૫ અથવા તે પછી; મુ.), ૧૪ કડીની ‘ક્યવન્નાની સઝાય’(મુ.), ૪ કડીની ‘રોહિણીની સ્તુતિ’(મુ.) અને ૧૯ કડીની ‘ઘીના ગુણની સઝાય’(મુ.)ના કર્તા. વિજ્યાનંદનો સ્વર્ગવાસ ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, અસાડ વદ ૧ના રોજ થયાનો ‘વિજ્યાનંદસૂરિની સઝાય’માં નિર્દેશ હોઈ તે કૃતિ ઈ.૧૬૫૫ અથવા તે પછીના અરસામાં રચાઈ હશે.
કૃતિ : ૧. જેઐરાસમાળા : ૧, ૨. જૈસસંગ્રહ (ન); ૩. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૪. મોસસંગ્રહ.
સંદર્ભ : જૈસાઇતિહાસ. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભશેખર''' [      ] : ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’, (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભસાગર''' [ઈ.૧૬૧૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રવિસાગરના શિષ્ય. વિજ્યદેવસૂરિના સમકાલીન. ૩૧ કડીના ભુજંગીની દેશીમાં લખાયેલા ‘પાર્શ્વજિન-સ્તવન-ભુજંગપ્રયાત છંદોબદ્ધ’ (મુ.)ના કર્તા. ઈ.૧૬૧૫માં સ્વર્ગવાસ પામેલા વિજ્યદેવસૂરિના જીવનકાળ દરમ્યાન આ કૃતિ રચાઈ છે એટલે કવિ એ સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘શ્રી લાભસાગરકૃત પાર્શ્વજિન-સ્તવન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભહર્ષ''' [ઈ.૧૬૭૦માં હયાત] : જૈન. ૧૯ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૦)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાભોદય''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ] : જૈન સાધુ. ભુવનકીર્તિના શિષ્ય. ૧૫ કડીના ‘નેમિરાજીમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (શંખેશ્વર) (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, માગશર વદ ૯) અને ૧૦ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ના કર્તા.
કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલ(મુનિ)/લીલો''' [ઈ.૧૫૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલની પરંપરામાં હેમસોમના શિષ્ય. આ આ કવિ સાગરપુરમાં રહેતા હતા એવી માહિતી ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આપે છે. ૩૫૮ કડીના ‘સુંદરશ્રેષ્ઠી/સુંદરશેઠની વાર્તા/રૂપસુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, કારતક સુદ ૫)ના કર્તા. આ કર્તા અને લાલ-૧ બંને એક હોવાની સંભાવના ‘જૈન ગૂર્જરકવિઓ : ૩’માં કરવામાં આવી છે.
સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

'''લાલ-૧''' [ઈ.૧૫૬૮મા ંહયાત] : ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિએ પોરવાડ વણિક. ૪૭૯ કડીની ‘વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

'''લાલકુશલ''' : આ નામે સિદ્ધસેન દિવાકરના મૂળ સંસ્કૃતમાં રચાયેલ ૪૪ કડીના ‘કલ્યાણ-મંદિર-સ્તોત્ર’ના સ્તબક અડિયલ, હાટકી, રુડિલ વગેરે છંદોમાં બદ્ધ ૨૧ કડીનો ‘મણિભદ્રજીનો છંદ’(મુ.), ૫ કડીની ‘મંગલમાલિકા’ (લે.સં.૧૮મી સદી), વિજ્યસિંહસૂરિની હયાતી (ઈ.૧૬૦૮-ઈ.૧૬૫૩)માં રચાયેલ ‘વિજ્યદેવસૂરિ સ્વાધ્યાયત્રિક’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘વિજ્યસિંહસૂરિ-સઝાયયુગલ’ (૫ કડીની મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા લાલકુશલ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગરપ્રેસ, સં. ૧૯૪૦.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલકુશલ-૧'''[ઈ.૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સિદ્ધપંચાશિકાપ્રકરણ’ ઉપરના ૩૮૨ ગ્રંથાગ્રના સ્તબક (ર.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, માગશર સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચી’માં આ કર્તાનો ગચ્છ ભૂલથી કૃષ્ણગચ્છ ગણવામાં આવેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલકૃષ્ણ''' [      ] : પદોના કર્તા.
સંદર્ભ : ગૂહયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ/લાલચંદ્ર''' : આ નામે ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૮ કડીનું ‘જિનવાણીનું સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા લાલચંદ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૧૨, શ્રાવણ સુદ ૫), ૯૫ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તિ-ચતુષ્પદિકા’ (ર..૧૬૧૯), ૮૨૭ કડીની ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, કારતક સુદ ૧૫) અને ‘વૈરાગ્યબાવની’ (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, ભાદરવા સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ. ૨. જૈગૂકવિઓ : ૧. ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ-૨''' : જુઓ લાભવર્ધન.

'''લાલચંદ્ર(ગણિ)-૩''' [ઈ.૧૭૧૫ પછી] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ધર્મવિજ્યના શિષ્ય. ભીમવિજ્ય (અવ.ઈ.૧૭૧૫/સં.૧૭૭૧, ભાદરવા વદ ૧૫, રવિવાર) વિષયક ૧૦૨ કડીના ‘ભીમવિજ્યગણિશિષ્ય-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘ભીમવિજ્યગણિરાસકા સાર’, ભંવરલાલજી નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ્ર-૪''' [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ(પાઠક)-૫''' [ઈ.૧૭૪૭ સુધીમાં] : ખરતરગચ્ચના જૈન સાધુ. ૮ કડીના ‘જિનકુશલસૂરિ-ગીત’ (લે.ઈ.૧૭૪૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ-૬''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. તેમની પાસેથી ‘દશદ્રિવ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, માગશર વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી મિશ્રમાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, જેઠ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. રાજસ્થાન ભારતી, ઑક્ટોબર-ડિસે. ૧૯૭૭-‘કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ’, સં. અગરચંદ નાહટા. (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;
૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ(ઋષિ)-૭''' [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ચંદ્રભાણના શિષ્ય. ૧૭ કડીના ‘ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ.૧૯૬૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ-૮''' [ઈ.૧૭૮૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંભવત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગહૂંલી’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૪. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલચંદ(ઋષિ)-૯''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪-, શુક્રવાર; મુ.) અને ૧૭ કડીની ‘શ્રીવિજ્યકુમાર અને વિજ્યાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ.૧૮૧૨; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલજી-૧''' [જ.ઈ.૧૭૧૦] : પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના નાનીબારુ ગામમાં જન્મ. પિતા કુંવરજી. અવટંકે શુકલ. અત્યારે ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કૃતિ ૪૭ કડીનો ગરબો(મુ.) પ્રશ્નોરા નાગરોની પ્રાચીનતમ પદ્યચના ગણાય છે. કૃષ્ણભક્તિ અને માતાની ભક્તિનો સમન્વય કરતી રચના તરીકે પણ એ ધ્યાનાર્હ છે. નવરાત્રિમાં ગરબા ગાવા નીકળેલી ગોપીઓ સાથે રહેલા બાળકૃષ્ણ પોતાનું પુરુષરૂપ છોડી શક્તિનું રૂપ ધારણ કરી કેવી રીતે ગોકુળ વાસીઓ અને જસોદાના મન હરી લે છે એનું આલેખન કવિએ એમાં કર્યું છે.
કૃતિ : અહિચ્છત્ર કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.).
સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલજી-૨''' [      ] : પિતા કરસનજી. અવટંકે વ્યાસ. ૫૮ કડીની ‘રામનાથનો ગરબો’ (મુ.) કૃતિના કર્તા.
કૃતિ : નવરાત્રીમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવને, ઈ.૧૮૭૬. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલદાસ''' : આ નામે ૧૦ કડીનું જ્ઞાનબોધનું પદ(મુ.) મળે છે તેમાં “એવા ખેમ રવિ ને ભાણ”ને “ત્રિકમજીએ તાર્યા રે” એવી પંક્તિઓ કવિ રવિભાણ સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આ લાલદાસ રવિસાહેબના શિષ્ય લાલદાસ (લાલસાહેબ) છે કે ગંગાદાસના શિષ્ય લાલદાસ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. એ ઉપરાંત ૪-૪ કડીનાં કૃષ્ણભક્તિ ને ભક્તિબોધનાં ૩ પદ(મુ.) તથા અન્ય પદો મળે છે. તેમના કર્તા કયા લાલદાસ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. કાદોહન : ૨.
સંદર્ભ : ૧. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલદાસ-૧''' [      ] : જ્ઞાની કવિ. ખેડા જિલ્લાના વાડાસિનોર પાસે આવેલા વીરપુરના છીપા ભાવસાર. તેઓ અખાજીના પહેલા શિષ્ય ગણાય છે. તેઓ સં. ૧૭૦૦ની આસપાસ થયા હોવાનું નોંધાયું છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. અખાજી ઈ.૧૬૪૫ (‘અખેગીતા’નું રચનાવર્ષ)માં હયાત હતા. એટલે લાલદાસ ઈ.૧૭મી સદી મધ્યભાગથી ઈ.૧૮મી સદી મધ્યભાગ સુધીના કોઈક સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
લાલદાસની કવિતામાં ઘણા સંતકવિઓની કવિતાની જેમ પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય અનુભાવય છે. એટલે એમાં આત્મજ્ઞાનનો બોધ આપતાં ૧૦ અને ૧૪ કડીનાં ‘જ્ઞાનરવેણી’નાં ૨ પદો(મુ.) કે સંતસમાગમનો મહિમા કરતાં ને બ્રહ્મભાવની સ્થિતિને વર્ણવતાં જ્ઞાનમૂલક ૩૬ પદો(મુ.) છે, તો કૃષ્ણગોપીનાં પ્રેમ ને કૃષ્ણ-ગોપી રાસના આલેખન દ્વારા પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતાં ૧૭, ૧૫ ને ૨૦ કડીનાં ‘વનરમણી’નાં ૩ પદ(મુ.) પણ મળે છે. પદો સિવાય કવિએ જ્ઞાનમૂલક ૪૧ સાખીઓ(મુ.) પણ રચી છે. આ પદો અને સાખીઓમાં કેટલાક સાધુશાઈ હિંદીમાં છે. આ ઉપરાંત કવિએ બીજાં હિંદી-ગુજરાતી ૮૪ પદો પણ રચ્યાં છે.
કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.).
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}

'''લાલરત્ન''' [ઈ.૧૭૧૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં રાજરત્નના શિષ્ય. ૨૨ ઢાળની ‘રત્નસારકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા વદ ૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલવિજ્ય-''': આ નામે મળતો ૩૯૬ કડીનો ‘આલોયણપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૦૭) અને ૪૫ કડીની ‘દશ શ્રાવક-સઝાય’ (ર.ઈ.૧૬૨૦) સમયદૃષ્ટિએ વિચારતાં શુભવિજ્યશિષ્ય લાલવિજ્યનાં હોવા સંભવ છે. ૬૪ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૫૦), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૩૩ કડીની ‘રોહિણી સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૫ કડીની ‘સચિતભૂમિ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૯ કડીની ‘ગુરુવિનતિ-સઝાય’(મુ.), ૪ કડીની નંદીશ્વર-શાશ્વતજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૭૯૩), ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’(લે.સં.૧૯મી સદી અનુ.), ૪ કડીની ‘મૌન એકાદશીની સ્તુતિ’(મુ.) અને ૯ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ આ નામે મળે છે. તેમના કર્તા કયા લાલવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. સૂર્યપૂર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩.
હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીરસ્વામીનું સત્તાવીશભવનું સ્તવન’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો સુદ ૧૦; મુ.), ૪૦/૪૫ કડીની ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, માગશર-), ૩૪ કડીની ‘જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયન-સઝાય/જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર-ભાસ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, અસાડ વદ ૪, રવિવાર), ૧૪ કડીનો ‘કયવન્નાઋષિ-રાસ’, ‘નંદન-મણિયાર-રાસ’ (*મુ.), ૨૫/૨૭ કડીની ‘કુંડલી-સઝાય/કુંડલીરૂપ-સંસારશીલ-સઝાય’, ૧૯ કડીની ‘ઘીની સઝાય’(મુ.), ૧૮ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૩૦/૩૩ કડીની ‘બાહુબલિ-સઝાય/ભરતબાહુબલિ-સઝાય’, ૧૩ કડીની ‘રતનશી-સઝાય/રેંટિયાની સઝાય’(મુ.), ૫ કડીની ‘વિચાર-સઝાય’ અને ૧૪ કડીનું ‘સિમંધરજિન-સ્તવન/સીમંધર-વિનતિ’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં, ૨૬ કડીનો ‘નેમિનાથ-દ્વાદશમાસ/નેમિ-રાજિમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૨૪ આસપાસ) પણ મળે છે.
કૃતિ : *૧. નંદનમણિયારનો રાસ, પ્ર. ભીમસી માણેક,-;  ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. રત્નસાર : ૨ પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૭. સસન્મિત્ર(ઝ.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલવિજ્ય-૨''' [ઈ.૧૮૨૫માં હયાત]  : જૈન સાધુ. દર્શનવિજ્યની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ૩૨૩ કડીના ‘ઇલાકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાલા(મુનિ)શિષ્ય''' [      ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘બ્રહ્મચાર્યની નવવાડની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈસસંગ્રહ(ન).{{Right|[કી.જો.]}}

'''લાલો(ભક્ત)''' [      ] : સૌરાષ્ટ્રના ભક્તકવિ. કીર્તનના કર્તા. વેદાંતવિષયક પદો તેમણે રચ્યાંનો ઉલ્લેખ છે.
સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧;  ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''લાવણ્ય''' [      ] : જૈન. ૫ કડીની ‘ગોડીજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧.{{Right|[કા.શા.]}}

'''લાવણ્યકીર્તિ''' : આ નામે હિંદી ભાષાની છાંટવાળી ૨૭ કડીની ‘આત્મગીત/આત્મશિક્ષા-સઝાય/કષાયનિવારણ-ગીત/મોહકર્મ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘સમેતશિખર ૨૦ જિન-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી) અને ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૫) એ કૃતિઓ મળે છે. ‘હરિબલ-ચોપાઈ’ એ જ્ઞાનવિલાસશિષ્ય લાવણ્યકીર્તિની ‘રામકૃષ્ણ-ચોપાઈ’ હોય એ સંભવિત છે. જો કે, રચનાસમય થોડો જુદો પડે છે પણ તેમાં ભૂલ હોવા સંભવ છે. બાકીની કૃતિઓના કર્તા કયા લાવણ્યકીર્તિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જૈસમાલા (શા) : ૧.
સંદર્ભ : ૧. રાપુહસૂચી :૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લાવણ્યકીર્તિ-૧''' [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચિ; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લાવણ્યચંદ્ર''' [ઈ.૧૬૭૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં ઉત્તમચંદ્રશિષ્ય-લક્ષ્મીચંદના શિષ્ય. ૮ ઢાળ અને ૧૦૯ કડીનો ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.), ૪ ઢાળ અને ૪૧ કડીનું ‘શ્રી ગોડીપાર્શ્વનાથનું ચોઢાળિયું (મુ.), ૧૫ ઢાળની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩) અને ૪ ઢાળની ‘સાધુગુણ-ભાસ’ના કર્તા.
કૃતિ : ૧. શ્રી આર્યકલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ, સં. શ્રી કલ્યાણપ્રભસાગરજી, ઈ.૧૯૮૨; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈપ્રપુસ્તક.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

'''લાવણ્યદેવ''' [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ની પરંપરામાં જયદેવના શિષ્ય. ૭૫ કડીના, ચૌદ ગુણસ્થાનોનું સંક્ષેપમાં નિરૂપણ કરતા ‘કર્મવિવરણનો રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}

'''લાવણ્યભદ્ર(ગણિ)શિષ્ય''' [      ] : જૈન સાધુ. ‘સિત્તરીપ્રકરણ’ પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : કૅટલૉગગુરા.{{Right|[કી.જો.]}}

'''લાવણ્યરત્ન''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદર-હેમવિમલસૂરિની પરંપરામાં સુરહંસના શિષ્ય. ૪૭૫ કડીના ‘વત્સરાજ-દેવરાજ-રાસ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, પોષ સુદ ૧), ૪૦૮ કડીના ‘મત્સ્યોદર-રાસ/મત્સ્યોદરનરેન્દ્રચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/૧૮), ૩૩૮ કડીની યશોધર રાજાના નવભવની કથા કહેતા ‘યશોધર-ચરિત્ર/સમકિતસુંદર-પ્રબંધ/સમકિત(સમ્યકત્વ)સુંદર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, કારતક-)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''લાવણ્યવિજય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભાનુવિજ્યના શિષ્ય. કલ્પસૂત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૬૮) અને ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૫ આસપાસ; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧ (+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કા.શા.]}}

'''લાવણ્યવિજ્ય-૨'''[      ] : તપગચ્છના જૈન સાધુ. ‘યોગશાસ્ત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૨ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

'''લાવણ્યસમય''' [જ.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, પોષ વદ ૩-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય. જન્મ અમદાવાદમાં. પિતાનામ શ્રીધર, માતા ઝમકલ. દીક્ષા પૂર્વેનું નામ લઘુરાજ. ઈ.૧૪૭૩માં પાટણમાં લક્ષ્મીસાગર પાસે દીક્ષા લીધી, પરંતુ એમના વિદ્યાગુરુ સમયરત્ન હતા. ઈ.૧૪૯૯માં પંડિતપદ. એમના ઉપદેશથી મેવાડના રાણા રત્નસિંહના મંત્રી કર્મશાહે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવેલો. કવિની છેલ્લી કૃતિનો રચનાસમય ઈ.૧૫૩૩ મળે છે, એટલે ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ કહી શકાય.
ધર્મબોધ અને ધર્મપ્રસારના હેતુથી મુખ્યત્વે રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપ-વૈવિધ્ય ને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે એમના સમયના ગણનાપાત્ર કવિ તેઓ બની રહે છે.
એમણે ઘણી નાનીમોટી કથામૂલ કૃતિઓ રચી છે, તેમાં ‘વિમલપ્રબંધરાસ’ (ર.ઈ.૧૫૧૨/સં.૧૫૬૮, આસો સુદ-રવિવાર; મુ.) મુખ્ય છે. પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડ ને ૧૩૫૬ કડીમાં વિસ્તરતી આ કૃતિમાં કવિએ ધર્મપ્રભાવનું ગાન કરવાના ઉદ્દેશથી વિમલમંત્રીના ધર્મવીર ચરિત્રને ઉપસાવ્યું છે. કેટલીક દંતકથાત્મક ઘટનાઓનો કવિએ આશ્રય લીધો હોવાને લીધે કૃતિની ઐતિહાસિક પ્રમાણભૂતતા ઓછી થાય છે, પરંતુ યુદ્ધવર્ણનોની ઓજસ્વી શૈલી, છંદોનું વૈવિધ્ય કે એમાંના સામાજિક-ધાર્મિક પ્રસંગોનાં નિરૂપણ ધ્યાનાર્હ છે. નેમિનાથ ધર્મવીર તરીકેના ચરિત્રને ઉપસાવતી ‘નેમિરંગરત્નાકર-છંદરંગરત્નાકર-નેમિનાથ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૯૦/સં.૧૫૪૬, મહા સુદ ૧૦, રવિવાર; મુ.) એમાંની ભાવસભર અને ચિત્રાત્મક શૈલીને લીધે આકર્ષક બની છે. વિવિધ છંદો ને ઢાળમાં નિબદ્ધ ૬ ખંડ ને ૪૫૫ કડીના ‘વચ્છરાજ દેવરાજ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૬; મુ.)માં આલેખાયેલી ચંદ્રાવતી નગરીના રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથામાં શૃંગાર અને વીર વધારે પ્રભાવક છે, પરંતુ પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લીધે વચ્છરાજને આ જન્મમાં સુખ પ્રાપ્ત થયું એવો કૃતિનો બોધ છે. ખિમઋષિ, બલિભદ્ર આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રને આલેખતી, ચમત્કારક અંશોવાળી, ૩ ખંડ ને ૫૧૨ કડીની ‘ખિમઋષિ(બાહા), બલિભદ્ર, યશોભદ્રાદિ-રાસ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, મહા-, રવિવાર; મુ.), ‘સુરપ્રિયકેવલીનો રાસ’ (ર.ઈ.૧૫૧૧/સં.૧૫૬૭, આસો સુદ-, રવિવાર) એ પણ ચરિત્રાત્મક કૃતિઓ છે.
કવિએ ઠીકઠીક સંખ્યામાં રચેલાં સંવાદકાવ્યો એમાંની સંવાદચાતુરીને કારણે ધ્યાન ખેંચે છે. મંદોદરીનાં ભય-ચિંતા અને રાવણનાં અહંકારને ઉપસાવતી જુસ્સાદાર ભાષાવાળો, દુહાની ૬૧ કડીનો ‘રાવણમંદોદરી-સંવાદ/રાવણસાર-સંવાદ’ (ર.ઈ.૧૫૦૬; મુ.), વરસી તપને પારણે ભગવાન ઋષભદેવને ઇક્ષુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના બંને હાથ વચ્ચે પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે થતી દલીલોને રજૂ કરતો વિનોદસભર ૭૦ કડીનો ‘કરસંવાદ’(ર.ઈ.૧૫૧૯; મુ.), ચંપક અને ચંદન વચ્ચેના કલહસંવાદને નિરૂપતો ૧૧ કડીનો ‘ચંપકચંદનવાદ/સુકડી-ચંપૂ સંવાદગીત’(મુ.), સૂર્ય અને દીપની વચ્ચે કોણ ચડિયાતું છે એ વિવાદને નિરૂપતો છપ્પાની ૩૦ કડીનો ‘સૂર્યદીપવાદ-છંદ’ તથા ‘ગોરીસાંવલી-ગીત/વિવાદ’ આ પ્રકારની રચનાઓ છે.
હમચી પ્રકારને અનુરૂપ વેગીલી ભાષાનો અનુભવ કરાવતી ને નેમિનાથ-રાજુલના લગ્નપ્રસંગને આલેખતી ૮૪ કડીની ‘નેમિનાથ-હચમડી’(ર.ઈ.૧૫૦૮; મુ.), સુમતિસાધુસૂરિના દીક્ષાપ્રસંગને વિવાહપ્રસંગ જેવો ગણી રચાયેલી, ગૂર્જર નારીનું સુરેખ ચિત્ર દોરતી વિવાહલો પ્રકારની ૮૩/૯૨ કડીની ‘સુમતિસાધુસૂરિ-વિવાહલો’(મુ.), સ્થૂલિભદ્રકોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી વિશિષ્ટ સંકલનાવાળી ૨૧ કડીની ‘સ્થૂલિભદ્ર-એકવીસો’(ર.ઈ.૧૪૯૭/સં.૧૫૫૩, આસો વદ ૩૦; મુ.), ૧૪૮ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૯૨) કવિની અન્ય પ્રકીર્ણ સ્વરૂપવાળી કૃતિઓ છે.
લાવણ્યસમયે કેટલીક સિદ્ધાંતચર્ચાની કૃતિઓ પણ લખી છે. ૧૮૧ કડીની ‘લુંકટવદનચપેટ-ચોપાઈ/સિદ્ધાંત-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૭/સં.૧૫૪૩, કારતક સુદ ૮, રવિવાર; મુ.)માં મૂર્તિનિષેધક લોંકાશાહના વિચારોનું કોઈ આક્રોશ વગર ખંડન ને મૂર્તિપૂજાના વિચારોનું પ્રતિપાદન છે. પ્રાકૃત કૃતિ ‘ગૌતમપૃચ્છા’ને આધારે રચાયેલી ૧૨૦ કડીની ‘અમૃતવાણી અભિધાન/ગૌતમપૃચ્છા (કર્મવિપાક)-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯/સં.૧૫૪૫, ચૈત્ર સુદ ૧૧, ગુરુવાર; મુ.)માં મહાવીર-શિષ્ય ગૌતમના મનમાં જૈન સિદ્ધાંતો વિશે જાગેલા સંશય અને એમનું મહાવીર સ્વામી દ્વારા થયેલું નિરાકરણ આલેખાયું છે. ૧૧૩/૧૧૪ કડીની ‘ગર્ભવેલિ’ તથા ૧૪૭ કડીની ‘જીવરાશિખામણવિધિ-આદિ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, આસો સુદ ૧૦) એ કવિની બીજી સિદ્ધાંતચર્ચાની કૃતિઓ છે.
કવિએ ઘણાં સ્તવન-સઝાયોની પણ રચના કરી છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવી રચાયેલાં સ્થળવિષયક સ્તવનોમાં ૫૨/૫૪ કડીનું ‘અંતરીક્ષપાર્શ્વજિન-છંદ/પાર્શ્વનાથ-સ્તવન(અંતરીક્ષ)’ (મુ.), ૩૮ કડીનો ‘જીરાઉલાપાર્શ્વનાથ-છંદ/વિનતિ’(મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (લોડણ)/સેરીસા પાર્શ્વનાથ(જિન)-સ્તવન’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨; મુ.), ૩૫ કડીનું ‘નવપલ્લવ પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૨/સં.૧૫૫૮, ચૈત્ર વદ)નો સમાવેશ થાય છે. એ સિવાય ૨૪ તીર્થંકરોની પ્રત્યેક કડીમાં સ્તુતિ કરતું માલિની-હરિગીતછંદમાં રચાયેલું ને યમકપ્રાસની વિશિષ્ટ યોજનાને લીધે ધ્યાન ખેંચતું ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૩૧ આસપાસ; મુ.), અંત સમયે ભાવુક ધર્માત્માએ કઈ રીતે પાપદોષોની આલોચના કરવી એ સમજાવતું ‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન-વિનતિ’(મુ.), ૫ ઢાળ ને ૪૭ કડીનું ‘આદિનાથ-વિનતિ/આદીશ્વર જિન-છંદ/વૈરાગ્ય-વિનતિ/શત્રુંજ્ય-સ્તવન/શત્રુંજ્ય મંડન આદીશ્વર-વિનતિ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, આસો વદ ૧૦; મુ.), ૪૬ કડીની ‘ચૌદ સુપનાની સઝાય’(મુ.), ૯ કડીની ‘આત્મપ્રબોધસઝાય/પુણ્યફલ-સઝાય’૨૨ કડીનો ‘આદિનાથ-ભાસ(મુ.), ૯ કડીનો ‘ગૌતમાષ્ટક-છંદ(મુ.), ૬ કડીનું ‘પંચતીર્થનું સ્તવન (મુ.), ‘આઠમદની સઝાય’, ૧૧ કડીની ‘કાંકસાની ભાસ’ (ર.ઈ.૧૪૯૪; મુ.), ૧૨ કડીની ‘શ્રી દૃઢપ્રહારમહામુનિ-સઝાય(મુ.), ૨૭ કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.), ૧૯ કડીનું રાજીમતીના બારમાસના વિરહને વર્ણવતું ‘નેમિનાથ-સ્તવન’(મુ.), ૭ કડીની ‘લોભની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.) વગેરે અનેક કૃતિઓ એમણે રચી છે.
કૃતિ : ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૯ (+સં.); ૨. કવિ લાવણ્યસમયરચિત નેમિરંગરત્નાકરછંદ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૫ (+સં.); ૩. વિમલપ્રબંધ, પ્ર. મણિલાલ બ. વ્યાસ, સં. ૧૯૭૦; ૪. એજન, ધીરજલાલ ધ. શાહ, ઈ.૧૯૬૫(+સં.);  ૫. અરત્નસાર; ૬. અસસંગ્રહ; ૭. આકામહોદધિ : ૩; ૮. ઐરાસંગ્રહ : ૧, ૨(+સં.); ૯. કવિતાસારસંગ્રહ, પ્ર. શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૧૦. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૧. જિસ્તકાસંદોહ : ૧; ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈગૂસારત્નો : ૧; ૧૪. જૈસમાલા(શા) : ૧; ૧૫. જૈસસંગ્રહ(જૈ); ૧૬. જૈસસંગ્રહ(ન); ૧૭. શ્રી પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૮. પ્રાછંદાસંગ્રહ; ૧૯ પ્રાતીસંગ્રહ : ૧; ૨૦. પ્રાસ્તસંગ્રહ; ૨૧. (શ્રી) માણિભદ્રદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. મોસસંગ્રહ; ૨૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૨૪. સઝાયમાલા : ૧(શ્રા);  ૨૫. જૈન ધર્મ પ્રકાશ, સં. ૧૯૯૯-‘જીરાઉલા પાર્શ્વનાથ છંદ’; ૨૬. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ − ‘લોંકાશાહ ક્યારે થયા?’, મોહનલાલ દ. દેશાઈ; ૨૭. એજન, અસાડ-શ્રાવણ ૧૯૮૬-‘લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત’, સં. મુનિ જશવિજ્ય; ૨૮. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૩૮-‘લાવણ્યસમયકૃત સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન, સં. મુનિરાજશ્રી જયંતવિજ્યજી, ૨૯. એજન, સપ્ટે. ૧૯૪૭-‘ચંપક ચંદનવાદ’; ૩૧. એજન, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮-‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન વિનતિ’; ૩૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૩ ‘જીભલડીનું ગીત’.
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નયુકવિઓ; ૬. મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લાવણ્યસિંહ''' [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

'''લાવણ્યસૌભાગ્ય/બુદ્ધિલાવણ્ય''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. દેવસૌભાગ્યગણિ-રત્નસૌભાગ્યગણિના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્રનો ટબો’ (ર.ઈ.૧૭૭૩/સં.૧૮૨૯, આસો સુદ ૧૧, રવિવાર) અને ૪ ઢાળના, અષ્ટમીનો મહિમા વર્ણવતા ‘અષ્ટમી-સ્તવન/આઠમનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા);  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

'''લાવણ્યહર્ષ''' [      ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘હરિયાલી’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}}

'''લાસકુંઅર''' [ઈ.૧૭૧૨ સુધીમાં] : ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતકથા’ (લે.ઈ.૧૭૧૨)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

'''લિંબજી''' [      ] : અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિ એમણે અને એમના પુત્ર જોગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર-૧.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૪-‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

'''લીરલ/લીલણબાઈ/લીલમબાઈ/લીલુબાઈ/લીળલબાઈ''' : લીરલબાઈને નામે ૭ ભજન(મુ.), લીરણબાઈને નામે ૧ ભજન(મુ.) લીલમબાઈને નામે સ્તવનરૂપે રજૂ થતાં ૪ ભજન (મુ.)અને બીજાં ૨ ભજન, લીલુબાઈને નામે ૧ ભજન તથા લીળલબાઈને નામે ૧ ભજન(મુ.) મળે છે. એમના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
એક લીરલબાઈ મજેવડીનાં લુહારભક્ત દેવતણખીનાં પુત્રી ને દેવાયત પંડિતનાં શિષ્યા હતાં એવું કહેવાય છે. આ લીરલબાઈને લોકસાહિત્યનાં ભજનોમાં મળતાં ને કુંભારાણાનાં પત્ની તરીકે ઓળખાવાયેલાં લીળલબાઈ એક છે કે જુદાં એ જાણવા માટે કોઈ આધાર નથી. ઉપર્યુક્ત પદો આમાંથી કોઈનાં હશે કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. નકાસંગ્રહ; ૫. બૃહત્સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી (+સં.).
સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, માર્ચ ૧૯૮૬-‘મહાપંથ અને તેના સંતો’, નિરંજન રાજ્યગુરુ;  ૨. ડિકૅટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

'''લીલાદાસ''' [      ] : નાવ/હોડી વિષયક પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}

'''લીલો-''' : જુઓ હેમસોમના શિષ્ય લાલ.

'''લીંબ/લીંબો''' [ઈ.૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક કવિને સંભાર્યા છે તે આ જ લીંબ/લીંબો કવિ હોવા જોઈએ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોંધે છે. ૪૯ કડીની ‘પાર્શ્વનાથનામ્નાસંવેગ-રાસ-ચંદ્રાઉલા/સંવેગરસ-ચંદ્રાયણા’ (લે.ઈ.૧૬૯૦), ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૬ કડીની ‘દેવપૂજા-ગીત’, ૪૯ કડીની ‘મજ્જાપદ્રપુરમંડન પાર્શ્વનાથ-વિનતિ’, ૩૨૫ ગ્રંથાગ્ર ધરાવતું ‘વીસવિહરમાનજિન-ગીત’ (લે.સં.૧૭મી સદી), ૫ કડીનું ‘ઇલાચીકુમાર-ગીત’, ‘ઋષભદેવ-ધવલ’, ૮ કડીનું ‘ઋષભ-ગીત’, ‘શત્રુંજય-ગીત’, ૫ કડીની ‘સ્થૂલિભદ્રજીની સઝાય’(મુ.) વગેરે ગીતો, સઝાયો તથા કેટલીક અન્ય કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]-}}

'''‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’''' : ખંભાતની આહિરાણી લોડણ અને સૌરાષ્ટ્રના રાવલ ગામના આહિર ખીમરા વચ્ચેની પ્રણયકથાના ૪૦ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે લોડણની ઉક્તિ રૂપે મળતા આ દુહાઓમાં યાત્રાએ નીકળેલી ને પુરુષો પ્રત્યે અણગમો ધરાવતી લોડણનો રાવલમાં ખીમરા સાથે વિશિષ્ટ રીતે થયેલો મેળાપ, બંનેના હૃદયમાં ફૂટેલાં પ્રેમનાં અંકુર, આઠ દિવસનો વાયદો કરી લોડણનું પોતાના સંઘ સાથે યાત્રાએ જવું, આઠ દિવસ પછી પાછા વળતાં ખીમરો પોતાાના વિરહમાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળવાથી લોડણનું ખીમરાની ખાંભી પાસે મૃત્યુ પામવું એવો આછો કથાતંતુ વણાયેલો દેખાય છે. પરંતુ દુહાઓનું આસ્વાદ્ય તત્ત્વ એમાંથી પ્રગટ થતો લોડણ-ખીમરાનો પરસ્પર માટેનો સ્નેહ છે. “અણીઆળાં અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, ખાંભી માથે ખીમરા” જેવી પંક્તિઓ બંને પ્રેમીઓના પ્રેમની માદકતાને ઉત્કટ રીતે વાચા આપે છે.
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.) (+સં.).
સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. {{Right|[જ.ગા.]}}

'''લોયણ''' [      ] : સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર તેઓ આટકોટનાં વતની અને જ્ઞાતિએ લુહાર હતાં. શેલર્ષિ સાથે સમાગમ થવાથી તેઓએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં રૂપ પાછળ ગાંડો બનેલો કાઠી દરબાર લાખો કામાંધ બની એક વખત એમને બળાત્કારે સ્પર્શ કરવા જતાં કોઢનો ભોગ બની ગયો હતો. પછી પશ્ચાત્તાપમાં પ્રજ્જવળતા લાખાને જ્ઞાનનો બોધ આપી એમણે કોઢમાંથી મુક્ત કર્યો હતો એવી જનશ્રુતિ પ્રચલિત છે.
લોયણ લાખાને સંબોધતાં હોય અને લાખો લોયણને સંબોધતો હોય એ રીતે રચાયેલાં એમનાં ભજનો (લગભગ ૫૦ જેટલાં મુ.) જનસમાજમાં સારી રીતે લોકપ્રિય છે. આ ભજનોમાં જ્ઞાન અને યોગની પરિભાષામાં નિર્ગુણભક્તિનો મહિમા થયો છે. કોઈક પદોમાં લાખા-લોયણના સંબંધના ઉલ્લેખ આવે છે, તો કેટલાંક પદોમાં સદ્ગુરુનો મહિમા પણ થયો છે. લોયણના ભક્તિ-આર્દ્ર હૃદયનું મર્મીપણું એમની ભજનવાણીમાં સચોટ રીતે અનુભવાય છે.
કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ (છઠ્ઠી આ.); ૪. યોગ વેદાન્ત ભજન ભંડાર, ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૫. સતવાણી; ૬ સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૭. સોસંવાણી (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. સોરઠી સ્ત્રી સંતો, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૧૪.{{Right|[દે.જો.]}}

'''લોહટ(સાહ)''' [ઈ.૧૬૭૪માં હયાત] : ‘ષડલેસ્યા વેલિ’ (ર.ઈ.૧૬૭૪)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.{{Right|[કી.જો.]}}

'''લોંકા(શાહ)''' [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુક્ત ‘લુંકાના સદ્હિઆ અઠ્ઠાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિના કર્તા.
કૃતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-‘શ્રીલોંકાશાહની એક કૃતિ’, દલસુખ માલવણિયા.{{Right|[ગી.મુ.]}}

{{Poem2Close}}

Latest revision as of 12:39, 10 September 2022