ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 318: Line 318:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરિયો  | જોરિયો  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરિયો  | જોરિયો  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરો  | જોરો  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરો  | જોરો  ]]
{{Poem2Open}}
'''જગ(ઋષિ)/જગા(ઋષિ)''' [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા ‘દંડકવિચાર-સ્તવન/વિચારમંજરી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસિચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જગચંદ્ર-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ૧૭મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦ - અવ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની ‘ગુરુગુણની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગચંદ્ર-૨''' [               ]: જૈન. હરિચંદ્રના શિષ્ય. ૫ કડીની ‘અવંતીસુકુમાલની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગજીવન''' : આ નામે ‘ચિત્તવિચાર-સંવાદ’, કૃષ્ણ-ભક્તિનાં તથા અન્ય પદ (૪ મુ.) મળે છે. તેના કર્તા કયા જગજીવન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧ (શ્રી) પદસંગ્રહ પ્રભાકર:૨, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨. બૃકાદોહન:૮; ૩. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧.{{Right|[ચ.શે.]}}

'''જગજીવન-૧''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. મૂળ ચરોતરના. પછી ઘણો વખત ભાવનગરમાં ગાળ્યો. છેલ્લે તેઓ અમદાવાદ પાસે રાજપુરના પુષ્કર તળાવ નજીક રામનાથ મહાદેવમાં રહેતા હતા. તેમણે સંન્યસ્ત સ્વીકાર્યું હતું.
વેદાંતની જાણકારી અને તેને વિશદ રીતે તાર્કિકતાથી રજૂ કરવાની ફાવટ ધરાવતા આ કવિની જ્ઞાનમાર્ગી કૃતિઓમાં વેદાંતના આધારે બ્રહ્મ, જીવ, દેહ, ભક્તિ, વૈરાગ્ય, મોક્ષ ઇત્યાદિની ગુરુશિષ્ય-સંવાદ રૂપે મીમાંસા કરતી ૯ અધ્યાયની ‘નરબોધ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, મહા વદ ૭, શુક્રવાર; મુ.), એ જ પ્રકારની ગુરુશિષ્ય-સંવાદરૂપ ‘સપ્તાધ્યાયી’ (મુ.), ૨૧૬/૨૧૭ કડીની ‘જ્ઞાનમૂળ/જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, કારતક વદ ૭, સોમવાર), ‘જ્ઞનગીતા’ તથા શંકરાચાર્યની સંસ્કૃત ‘મણિરત્ન-માળા’નો સટીપ્પણ ગદ્યાનુવાદ (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, જેઠ સુદ ૭) એ કૃતિઓનો સમાવેશ થાય છે.
૨ સર્ગની ‘રામકથા’ તથા ‘શિવવિવાહ’ એમની ચરિત્રાત્મક કૃતિઓ છે, પરંતુ ‘રામકથા’માં તો રામ એટલે આત્મા એ જાતની રૂપકશ્રેણીથી ‘રામાયણ’ ના કથાવસ્તુનું આધ્યાત્મિક અર્થઘટન થયેલું છે.
કૃતિ: ૧. મણિરત્નમાળા, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૬૮; ૨. સપ્તધ્યાયી તથા નરબોધ, સં. રમણ હ. કાંટાવાળા, ઈ.૧૯૨૨;  ૩. કાદોહન : ૧
સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨; ગુસાપઅહેવાલ:૨૬ - ‘રામકથા - જગજીવનની એક અપ્રગટ કૃતિ’, અનિલકુમાર યો. ત્રિપાઠી; ૩. પ્રાકકૃતિઓ; ૪. સાહત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯ - ‘મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા’, રવિશંકર ન. પાઠક;  ૫. કદહસૂચિ; ૬. ગૂહાયાદી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ચ.શે.]}}

'''જગજીવન-૨''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ - અવ.ઈ.૧૭૭૧] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપસિંહની પરંપરામાં જગરૂપના શિષ્ય. પિતાનું નામ જોઈતા. માતાનું નામ રતના. ઈ.૧૭૪૩માં પાટે આવ્યા. તેમની પાસેથી ૭ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, આસો -), ૭ કડીનું ‘મલ્લિ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૮), ૧૧ કડીનું ‘ઋષભ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૫ કે ૧૭૬૮/સં. ૧૮૦૧ કે ૧૮૨૪, શ્રાવણ-), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૬૮) અને ૮ કડીનું ‘નેમ-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો -) એ કૃતિઓ મળે છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’,  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગજીવન-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નર્મદાતટ પરના સિનોરના નિવાસી અને જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ. તેમનું અવસાન ઈ.૧૮૨૬ની આસપાસમાં થયાનું અનુમાન છે. ચૈત્ર માસમાં વાંચવા માટે લોકપ્રિય પ્રસિદ્ધ રાગોમાં ૧૭ ગરબામાં રચાયેલ ‘ઓખારાણીના ગરબા/ઓખાહરણ’ (લે. ઈ.૧૮૪૮), ‘અનસૂયાજી માતાનો ગરબો’ અને ‘જ્ઞાન-ગરબો’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુઆરી ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૨. કદહસૂચિ;૩. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

'''જગજીવન-૪''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. તેમની પાસેથી પદ તથા ધોળ જેવી રચનાઓ મળે છે.
સંદર્ભ : ગોપ્રભકવિઓ.{{Right|[કી.જો.]}}

'''જગડુ''' [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ’ ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃષ્ટાંતાદિકના થોડાક વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (=રંજનાથે) રચેલી, ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી ‘સમ્યક્ત્વમાઈ-ચોપાઈ’ (મુ.) નામની સમ્યક્ત્વવિષયની માતૃકાના કર્તા.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ:૧.
સંદર્ભ : ૧. આકવિઓ:૧;  ૨. આલિસ્ટઑઇ:૨; ૩. જૈગૂકવિઓ:૧,૩(૧).{{Right|[ચ.શે.]}}

'''જગતપાવનદાસ (શાસ્ત્રી)''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. તેમને નામે ‘ભાગવતઅષ્ટમસ્કંધની ટીકા’, ‘ધર્મરત્નાકર’ અને ‘સતી-ગીતા’ નોંધાયેલ છે. પાછળની બંને કૃતિઓ પણ ટીકાઓ હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ગુસાપઅહેવાલ:૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. {{Right|[હ.ત્રિ.]}}

'''જગન્નાથ/જગન્નાથરાય''' : ‘જગન્નાથરાય’ની નામછાપથી ‘કૃષ્ણચરિત્ર’ (મુ.) ‘જગન્નાથ’ની નામછાપ ધરાવતી પણ જગન્નાથરાયને નામે મુકાયેલી ‘થાળ’(મુ.) તથા ‘જગન્નાથ’ને નામે કૃષ્ણપ્રીતિનું ૧ પદ (મુ.) અને ‘રાસલીલાનું કાવ્ય’ એ કૃતિઓ મળે છે. તે કયા જગન્નાથ કે જગન્નાથરાય છે તે નિશ્ચિત થતું નથી.
જગન્નાથને નામે ‘માર્કંડેય-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૬) નોંધાયેલ મળે છે તે કદાચ જગન્નાથ-૧ હોય.
જગન્નાથને નામે ૩૩ કડીની ‘ગુરુ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૦૪) એ કૃતિ પણ નોંધાયેલી છે. એના કર્તા જૈન હોવાનું સમજાય છે. અને તે જગન્નાથ-૨ હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ર.સો; શ્ર.ત્રિ.]}}

'''જગન્નાથ-૧''' [ઈ.૧૭૦૫ સુધીમાં] : દામોદરસુત. રોળા-દોહરાની ૬૮ કડીના, યમકસાંકળી, પ્રાસ તથા અલંકારયુક્ત ‘સુદામાચરિત્ર/સુદામો’ (લે.ઈ.૧૭૦૫; મુ.)ના કર્તા.
કૃતિ : મહાકવિ પ્રેમાનંદ અને બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.).
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

'''જગન્નાથ-૨''' [ઈ ૧૭૦૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ સેખાના શિષ્ય ‘સુકોશલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧ ભાદરવા)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગન્નાથરાય:''' જુઓ જગન્નાથ.

'''જગમાલ''' [               ]: જૈન. ૭ કડીના ‘સાધ્વીકનકલક્ષ્મી- ગીત’ના કર્તા. ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ઋષિ જગમાલ અને આ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ:૪, દર્શનવિજયજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગરૂપ''' [               ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથ-વિનતી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના ‘સીમંધર-સ્તવન’ના કર્તા.
સંદર્ભ: ૧. મુપુગુહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ: ૧ {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગન્નાથરાય :''' જુઓ જગન્નાથ.

'''જગવલ્લભ''' [               ]: તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિના શિષ્ય. ૧૬ કડીની ‘હિતશિક્ષોપદેશની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય;{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જગા(ઋષિ)''' :  જુઓ જગઋષિ.

'''જગુદાસ''' [               ]: પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જતુબાઈ-૧''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. સંતરામ-મહારાજ વિશે કેટલાંક પદ તેમણે રચ્યાં છે. ૫ કડીનું વિનંતિનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૦૩ (ચોથી આ.).
સંદર્ભ : ૧. ગુજૂકહીકકત; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જતુબાઈ-૨''' [               ]: રેવારામભારથીનાં શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે.
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.).{{Right|[કી.જો.]}}

'''જદુરામદાસ''' : જુઓ યદુરામદાસ.

'''જનદાસ''' [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પરના પત્ર રૂપે રચાયેલા ૪૧ કડીના એમના કાવ્ય(ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, માગશર સુદ-, સોમવાર)માં આખા દશમસ્કંધનો સાર આવી જાય છે. જનદાસને નામે વ્રજ-ગુજરાતી પદો નોંધાયેલાં છે તે આ જ કવિનાં છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

'''જનભગત''' [ઈ.૧૮૫૧ સુધીમાં) : ૩૩ કડવાંના ‘અભિમન્યુ-આખ્યાન’-(લે.ઈ.૧૮૫૧)ના કર્તા. કૃતિમાં “વીનવે જનભગત હરિના દાસ રે” એવી પંક્તિ મળે છે જેથી ‘જનભગત’ એ કર્તાનામ છે કે સામાન્ય ઓળખ એ વિશે સંશય રહે છે. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ આ કૃતિને અજ્ઞાતકર્તૃક ગણે છે.
સંદર્ભ : ૧ ગુસાપઅહેવાલ:૨૧ - ‘ગુજરાતી સાહિત્યમાં ઉત્તરા-અભિમન્યુની કથા’, શિવલાલ જેસલપુરા;  ૨.કદહસૂચિ.{{Right|[કી.જો.]}}

'''જનાર્દન-૧''' [ઈ.૧૪૯૨માં હયાત] : અવટંકે ત્રવાડી, નિમ્બાના પુત્ર. જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. પોતાની કૃતિ ‘ઉષાહરણ’ એમણે અમરાવતીમાં રચી છે, એ પરથી એ અમરાવતી(ઉમરેશઠ)ના વતની હોવાનું અનુમાન થયું છે.
કડવાબદ્ધ આખ્યાનપદ્ધતિના આરંભના સમયના ગણાતા એમના ‘ઉષાહરણ’ (ર.ઈ.૧૪૯૨/સં. ૧૫૪૮, અધિક કારતક - ૧૧, ગુરુવાર; મુ-)માં ‘કડવાં’ નામધારી નાનાંનાનાં ૩૨ પદો અને ૨૨૨ કડી છે. એમણે પ્રયોજેલા આઠેક વિવિધ દેશીબંધો અને આંતરપ્રાસવાળી રચના કાવ્યની વિશેષતાઓ ગણાય.
આ ઉપરાંત, ‘દૂતી-સંવાદ’ (લે.ઈ.૧૬૮૭) પણ એમને નામે નોંધાયેલ છે.
કૃતિ : પંગુકાવ્ય.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨;૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

'''જનાર્દન-૨''' [  ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જંબુસરના વતની. ‘ઓખાહરણ’ના કર્તા.
‘નરસિંહયુગના કવિઓ’એ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષાહરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિપરિચય અને ઉદ્ધૃત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું લાગે છે.
સંદર્ભ : નયુકવિઓ. {{Right|[ર.સો.]}}

'''જનીબાઈ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : શાક્ત સંપ્રદાયના મીઠુમહારાજ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧)નાં શિષ્યા. ‘જની’ નામ છે કે તખલ્લુસ તે નક્કી થઈ શકતું નથી. ઈ.૧૮૦૧માં ગુરુનું પુર્નદર્શન, ઈ.૧૮૦૨માં ‘નવનાયિકાવર્ણન’ની રચના, ઈ.૧૮૦૪માં યુગલસ્વરૂપનાં તથા ઈ.૧૮૧૨માં બાળાદેવીનાં દર્શન અને ઈ.૧૮૧૨/સં. ૧૮૬૮, પોષ વદ ૧૩, રવિવારે દેહવિલય - એમની કૃતિઓમાં જણાવાયેલી આ માહિતીને આધારે જનીબાઈનો સમય ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ઈ.૧૯મીના પૂર્વાર્ધ વચ્ચેનો ગણી શકાય. કવયિત્રીએ પોતે આપેલ પોતાના દેહવિલયનો સમય કેટલો અધિકૃત ગણવો તે પ્રશ્ન છે.
મીઠુ ભક્તની ચરિત્રાત્મક વીગતો ધરાવતું ગુરુમહિમાનું પદબંધ કાવ્ય ‘નાથજીપ્રાગટ્ય’, ‘નવનાયિકાવર્ણન’, શાક્તસિદ્ધાન્ત અનુસારના તત્ત્વજ્ઞાનનાં અને અધ્યાત્મબોધનાં કેટલાંક રૂપકાત્મક અને સુગમ-સરલ ગુજરાતી-હિંદી પદો અને ગરબીઓ - એમની જણાવાયેલી આ કૃતિઓમાંથી કોઈની હસ્તપ્રત આજે પ્રાપ્ય નથી, પણ ‘નાથજીપ્રાગટ્ય’માંનાં તથા અન્ય કેટલાંક છૂટક પદો મુદ્રિત થયેલાં છે.
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ:૬ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.);  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.)  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.). {{Right|[ર.સો.]}}

'''જમુનાદાસ''' : આ નામે કેટલાંક પદો મળે છે પરંતુ તે ગોધરાવાળા મોટાભાઈએ એ નામછાપથી રચ્યાં હોવાનો તર્ક થયેલો છે.
સંદર્ભ: ગોપ્રભકવિઓ.{{Right|[કી.જો.]}}

'''જમુનાદાસ-૧''' [ઈ.૧૬૪૩માં હયાત] : અવટંકે જાની. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગ વિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)નાં પહેલાં ૫ માંગલ્યોની પુષ્પિકામાં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે.
કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસેં. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.).{{Right|[કી.જો.]}}

'''જમુનાબાઈ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. જ્ઞાતિએ ચોરાશી મેવાડા બ્રાહ્મણ. નિરાંતમહારાજનાં શિષ્યા. અધ્યાત્મ વિચારનાં તેમનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં સરળતા સાથે ભાવની મૃદુતાયે જોવા મળે છે.
કૃતિ : ગુમુવાણી. {{Right|[દે.દ.]}}

'''જયકલ્યાણ(સૂરિ)''' [               ]: જૈન સાધુ. ૧૩ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ :૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયકલ્યાણ(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન લઘુતપગચ્છની કમલકલશ શાખાના જયકલ્યાણસૂરિ(ઈ.૧૫૧૦માં હયાત)ના શિષ્ય.૩૫ કડીની ‘તપગચ્છકમલકલશશાખા-ગુર્વાવલી’ (મુ.)ના કર્તા.
કૃતિ : પસમુચ્ચય:૨.
સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ:૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪.{{Right|[કી.જો.]}}

'''જયકીર્તિ :''' આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા જયકીર્તિ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયકીર્તિ(ભટ્ટારક)-૧'''[ઈ.૧૬૩૦માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘અમરદત્તનો રાસ’ (ર.ઈ.૧૬૩૦)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}

'''જયકીર્તિ-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુન્દરના શિષ્ય વાદી હર્ષનંદનના શિષ્ય. ૯ ઢાળ અને ૨૫૫ કડીના જિનરાજસૂરિના જીવનવૃત્તાંતને વર્ણવતા ‘જિનરાજસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૫૮૧, શ્રાવણ સુદ ૧૫; મુ.), ૯ ઢાળ અને ૨૫૫ કડીના હિન્દી ભાષાની કૃતિ ‘પૃથ્વીરાજ કૃષ્ણવેલી’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૬૩૦), ‘પ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, ચૈત્ર વદ ૧૩) તથા ૮ કડીના ‘જિનસાગરસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, અગરચંદ નાહટા, સં. ૨૦૧૭.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).{{Right|[ર.ર.દ.]}}

'''જયકીર્તિ-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં અમરવિમલના શિષ્ય અમૃતસુંદરના શિષ્ય. કીર્તિરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં તેમનાં ૨ ગીત (મુ.) મળે છે. તેમાંથી ૧ ગીતમાં કીર્તિરત્નસૂરિની સ્મૃતિમાં ગડાલા ગામમાં ઈ.૧૮૨૩માં પ્રસાદ રચાયો તેનો ઉલ્લેખ મળે છે, એટલે કવિ એ અરસામાં હયાત જણાય છે. ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ’ આ કવિને નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૮૧૨) તથા ‘ચૈત્રીપૂનમવ્યાખ્યાન’ એ કૃતિઓ મૂકે છે, જે સંસ્કૃત હોવાનો સંભવ જણાય છે, તે ઉપરાંત ઈ.૧૮૧૨નું ‘શ્રીપાલ-ચરિત્ર’ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ખરતરગચ્છના જિનકીર્તિને નામે નોંધે છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : જૈસાઇતિહાસ.{{Right|[ર.ર.દ.]}}

'''જયકીર્તિ(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન. અંચલગચ્છના જયકીર્તિસૂરિ(ગચ્છનાયકપદ ઈ.૧૪૧૭માં)ના શિષ્ય. આંતરયમકવાળા દુહાનો ઉપયોગ કરતી, સં. ૧૪૭૩માં પાટણમાં જયકીર્તિસૂરિને ગચ્છનાયકપદ મળ્યું તે પ્રસંગે તેમના ગુણાનુવાદ કરતી ૧૭ કડીની ‘અંચલગચ્છેશ્વર શ્રીજયકીર્તિસૂરિ-ફાગુ’ (મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતણ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘અંચલગચ્છેશ્વરશ્રી જયકીર્તિસૂરિ અને કવિ-ચક્રવર્તી પૂજ્ય શ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો’, સં. કલાપ્રભસાગરજી. (+સં.). {{Right|[કી.જો.]}}

'''જયકુલ''' [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ કડીના ‘તીર્થમાલા/ત્રૈલોક્યભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા.
કૃતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ‘સત્તરમી સદીની એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ - જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયકૃષ્ણ/જેકૃષ્ણ :''' [               ]: જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણે ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે.
કૃતિ : પ્રાકાસુધા:૨.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય - ૩’, સં. છગનલાલ વિ. રાવળ.{{Right|[કૌ.બ્ર.]}}

'''જયકેસર(મુનિ)''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. અભયસિંહસૂરિશિષ્ય જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકસૂરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘જયતિલકસૂરિચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’  ૨. જૈમગૂકરચનાએં: ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયચંદ'''  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કર્પૂરચંદના શિષ્ય. ૩ ઢાળની ‘પ્રતિમા-રાસ’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, ભાદરવા વદ ૨) તથા ‘સંવેગી મુખપયચર્ચા’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''જયચંદ્ર (સૂરિ):''' આ નામે ‘બરડા ક્ષેત્રપાલ-છંદ’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિ નોંધાયેલી મળે છે તે કયા જયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ: મુપુગૂહસૂચી.

'''જયચંદ્ર(સૂરિ) - ૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ (સૂરિપદ ઈ.૧૪૫૨)ના શિષ્ય. વીરભદ્રગણિકૃત મૂળ પ્રાકૃત રચના ‘ચતુ:શરણ પ્રકીર્ણક’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૪૬૨)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયચંદ્ર(ગણિ)-૨''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, અસાડ સુદ ૧૫] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. રાયચંદ્ર-વિમલચંદ્રના શિષ્ય. પિતા વિકાનેરના રાકાગોત્રીય ઓશવાલ જેતા શાહ, માતા જેતલદે. દીક્ષા ઈ.૧૬૦૫માં બીકાનેરમાં. ઈ.૧૬૧૬માં આચાર્યપદ. એમનો ૨૨ ઢાળ અને ૨૫૬ કડીનો મુખ્યત્વે દેશીબદ્ધ ‘રસરત્ન-રાસ’ (ર.ઈ.૧૫૯૮; મુ.) ગુરુ રાયચંદ્રસૂરિને સૂરિપદવી મળી ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાંત વર્ણવે છે ને કેટલીક ઐતિહાસિક વીગતો તથા પરંપરાગત વર્ણનછટાથી ધ્યાન ખેંચે છે. ૩૯ કડીના દુહા-ઢાળબદ્ધ ‘રાયચંદ્રસૂરિ-બારમાસ’ (મુ) દીક્ષાર્થી રાયચંદ્રનાં બહેન સંપૂરા સાથેના સંવાદ રૂપે ચાલે છે. બહેન ઋતુવર્ણનના આનંદનો ઉપભોગ કરવા પ્રેરે અને રાયચંદ્ર ઋતુતત્ત્વોનો રૂપકાત્મક અર્થ કરી પોતાના વૈરાગ્યભાવમાં દૃઢ રહે - એ જાતના નિરૂપણથી આ કૃતિ સમગ્ર બારમાસા સાહિત્યમાં જુદી તરી આવે છે. આ કવિએ, આ ઉપરાંત, ‘પાર્શ્વચંદ્રસૂરિ-છંદ/પાર્શ્વચંદ્રસૂરિના સુડતાળીસ દુહા’ એ કૃતિ પણ રચેલી જે હિન્દીમાં હોવાનું
જણાય છે.
કૃતિ : ઐરાસંગ્રહ : ૧(+સં.); ૨. પ્રામબાસંગ્રહ(+સં.).
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. લીંહસૂચી.{{Right| [ર.ર.દ.]}}

'''જયત''' : જયંતને નામે નોંધાયેલી પરંતુ હસ્તપ્રતમાં જયત એવી નામછાપ ધરાવતી ૬૪ કડીની ‘દીપકમાઈ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયતસી/જયરંગ - ૧/જેતસી''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ) : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના શિષ્ય. કવનકાળ ઈ.૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘કયવન્નાશાહનો રાસ’  (ર.ઈ.૧૬૬૫; મુ.) પૂર્વભવમાં સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા કયવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારરચના, વાક્છટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયન-ગીત/સઝાય’ (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૪/૧૬૬૧), ‘ચતુર્વિધસંઘનામમાલા’ (ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, શ્રાવણ -), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત’, ૧૦૧ કડીની ‘પાર્શ્વનાથ-છંદ’, ‘દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની ‘વ્યસનની સઝાય’(મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ’ ભૂલથી પુણ્યકલશને નામે નોંધાયેલ છે.
કૃતિ : ૧. કયવન્ના શાહનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૦;  ૨. જ્ઞાનાવલી; ૩. મોસસંગ્રહ; ૪. સજ્ઝાયસંગ્રહ, પ્ર. લક્ષ્મીચંદજી ક. બાફના, સં. ૧૯૮૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ક.શે.]}}

'''જયતિલકસૂરિ :'''  આ નામે ‘આદિનાથ-વિવાહલુ’ (લે. સં. ૧૬મી સદી અનુ.), ૧૮ કડીની ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ તથા ૧૭ કડીની ‘આબુ-ચૈત્યપરિપાટી’ એ કૃતિઓ નોંધાયેલી મળે છે તે કયા જયતિલકસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “ગિરનાર-ચૈત્યપરિપાટી” “હું મૂરખપણઇ અચ્છું અજાણ’ શ્રી જયતિલકસૂરિ બહુમાન” એ પંક્તિને કારણે જયતિલકસૂરિ-શિષ્યની રચના હોવાનો સંભવ પણ રહે છે.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં ૧; ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયતિલક(સૂરિ)-૧''' [ઈ.૧૭૮૭ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘નમસ્કાર-છંદ’ (લે. ઈ.૧૭૮૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયતિલકસૂરિશિષ્ય''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] :- જૈન. વડતપગચ્છ/રત્નાકર ગચ્છના અભયસિંહસૂરિ-જયતિલકસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અજ્ઞાત કવિને નામે નોંધાયેલી, ગુરુ જયતિલકસૂરિની પ્રશસ્તિ કરતી ‘ભાસ’ નામક ૪ લઘુ કૃતિઓના કર્તા.
જયતિલકસૂરિશિષ્યની ૨૧ કડીની ‘નેમિનાથ-રાસ’, ૧૯ કડીની ‘(સોપારામંડન) આદિનાથ-વિનતી/સ્તવન’ તથા ‘આદિનાથ-સ્તવન/વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭/સં. ૧૪૫૩, ભાદરવા-૧૦, રવિવાર) નોંધાયેલી મળે છે તે ઉપર્યુક્ત જયતિલકસૂરિના શિષ્યની જ રચનાઓ હોય એવો સંભવ છે. ‘આદિનાથ-સ્તવન/વિવાહલો’ના કર્તા કોઈ સાધુશિષ્ય હોય
એમ જણાય છે. એ કૃતિ ભૂલથી જયતિલકસૂરિને નામે પણ મુકાયેલી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી {{Right|[કી.જો.]}}

'''જયદેવ/જેદેવ''' [               ]: જયદેવને નામે સત્યભામાના રુસણાનું ૧૦ કડીનું ૧ પદ (મુ.) મળે છે, જેમાં નામછાપ ‘જેદેવો’ છે, તે ઉપરાંત કવિ જયદેવને નામે પણ પદો નોંધાયેલાં છે.
કૃતિ : બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી.{{Right|[કૌ.બ્ર.]}}

'''જયદેવસુત''' : જુઓ ‘બારમાસ’.

'''જયધર્મ(ગણિ)''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિ(આચાર્યકાળ ઈ.૧૩૨૧-ઈ.૧૩૩૩) વિશેના સંભવત: એમની હયાતીમાં રચાયેલા ૧૦ કડીના ‘જિન કુશલસૂરિ રેલુયા’ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયનિધાન ''': આ નામે ૪૨ કડીનો ‘નેમિ-ફાગ’ નોંધાયેલ છે તે કયા જયનિધાન છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.{{Right|[ર.ર.દ.]}}

'''જયનિધાન-૧''': [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનમાણિક્યસૂરિ-જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજચંદ્રગણિના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૭૮(?)થી ઈ.૧૬૨૩. ‘યશોધરચરિત્રચોપાઈ-રાસ’ (ર.ઈ.૧૫૮૭), ૩૨૦ કડીની ‘ધર્મદત્તચોપાઈ/ધર્મદત્તધનપતિ-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ‘સુરપ્રિયચરિત-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો વદ ૩, શુક્રવાર), ૧૫૯ કડીની ‘કુર્માપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, પોષ સુદ ૯), ૧૦૫ કડીની ‘કામલક્ષ્મીવેદવિચક્ષણમાતૃપિતૃ-કથા’ (ર.ઈ.૧૬૨૩), ૬૩ કડીની ‘અઢારનાતરાં-સઝાય’ (ર.ઈ.૧૫૮૦), ‘ચોવીસજિન અંતર-સ્તવન’ (ર.ઈ.૧૫૭૮?), ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૫૯૪) તથા ૧૦ કડીની ‘સાધુકીર્તિસ્વર્ગગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ: ૧,૩(૧,૨). {{Right|[ર.ર.દ.]}}

'''જયપ્રભ''' [               ]: જૈન સાધુ ‘ગિરનારચૈત્ય-પરિપાટી’ને નામે નોંધાયેલી પણ વસ્તુત: ‘શત્રુંજય ચૈત્ય-પરિપાટી’ જણાતી ૨૩ કડીની રચનાના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયભક્તિ''' [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયમલ(ઋષિ)'''[જ.ઈ.૧૭૧૦-અવ.ઈ.૧૭૯૭] : જુઓ જેમલઋષિ.

'''જયમલ્લ(ઋષિ)''' [ઈ.૧૫૯૬માં હયાત] : ચંદ્રગચ્છના જૈનસાધુ. શક્તિરંગના શિષ્ય. ‘સમ્યક્ત્વ કૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયમંગલ''' : આ નામે ૬ કડીની ‘જીવપોપટ-ગીત’ (લે.ઈ.૧૪૫૮) કૃતિ મળે છે તે કયા જયમંગલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. એમને ભૂલથી રામચંદ્રસૂરિના શિષ્ય ગણવામાં આવ્યા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયમંગલ(સૂરિ)-૧''' [ઈ.૧૨૫૩માં હયાત] : બૃહદ્ગચ્છના જૈન સાધુ. વાદિદેવસૂરિની પરંપરામાં રામચંદ્રસૂરિના શિષ્ય. ઈ.૧૨૫૩માં એમણે ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચ્યાનો ઉલ્લેખ મળે છે. ૩ કડી સંસ્કૃત ભાષાની અને ૧૫ કડી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ધરાવતા એમના ‘મહાવીરજન્માભિષેકકલશ’(મુ.)માં ઉત્સવપ્રસંગના વિવિધ વાદ્યોના અવાજનું ચિત્રણ વિસ્તારથી થયેલું છે. કેટલાક સંદર્ભોમાં કવિનામ ‘મંગલ’ પણ નોંધાયેલું છે.
કૃતિ : ૧. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪; ૨. વિસ્નાપૂજાસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.ર.દ.]}}

'''જયમંદિર(વાચક)-૧''' [ઈ.૧૫૩૬માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. જયપ્રભના શિષ્ય. ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ર.મુ.પુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''જયમંદિર(ગણિ)-૨'''[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] :- ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની, એમના આચાર્યકાળ (ઈ.૧૫૫૬-ઈ.૧૬૧૪) દરમ્યાન, સ્તુતિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૫, ‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ (+સં.).{{Right|[ર.ર.દ.]}}

'''જયમૂર્તિ(ગણિ)''' [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયમેરુ''' : જુઓ જયસોમ : ૧.

'''જયરંગ :'''  આ નામે ૬૫ કડીની ‘ચવીસ જિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૩) એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી,’ અગરચંદ નાહટા.{{Right|[ક.શે.]}}

'''જયરંગ-૧''' : જુઓ જયતસી [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ].

'''જયરંગ-૨''' [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[ક.શે.]}}

'''જયરાજ''' [ઈ.૧૪૯૭માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈનસાધુ. મુનિચંદ્રસૂરિના શિષ્ય. લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયરામ''' : આ નામે ‘વિષ્ણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ’ તથા કૃષ્ણમહિમાનાં અન્ય પદ મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો નથી. આ પદો અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જેરામદાસ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ર. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધકવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો : ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ {{Right|[કૌ.બ્ર.]}}

'''જયરુચિ''' [               ]: જૈન સાધુ. ‘જીવને ઉપદેશની સઝાય’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

'''જયવર્ધન''' [               ]: જૈન સાધુ. ‘ધન્ના-રાસ’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

'''જયવલ્લભ :''' ‘સ્થૂલિભદ્ર-એકત્રીસો/બાસઠિયો’ તથા ‘ધનાઅણગારના રાસ’ના કર્તા. માણિક્યસુંદરસૂરિશિષ્ય જયવલ્લભને જુદેજુદે સ્થાને સાર્ધ-પૂર્ણિમાગચ્છના(જયવલ્લભ-૨), આંચલગચ્છના તેમ જ આગમગચ્છના ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત, ‘નેમિનાથ-પરમાનંદ-વેલિ’ નામક કૃતિ પણ જયવલ્લભને નામે નોંધાયેલી છે. આ કૃતિઓના કર્તા જયવલ્લભ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેવું નથી.
સંદર્ભ : અંચલગચ્છ દિગ્દદર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ:૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. આલિસ્ટઑઇ : ૨; પ. જૈગુકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયવલ્લભ-૧''' [ઈ.૧૪૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ (લે.ઈ.૧૪૭૪) નામની ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ :૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયવલ્લભ(વાચક)-૨''' [ઈ.૧૫૨૧માં હયાત] : સાર્ધ-પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. માણિક્યસુંદરસૂરિના શિષ્ય. ૫૯/૭૩ કડીના ‘ઇચ્છાપરિણામ-રાસ/બારવ્રત-રાસ/શ્રાવકવ્રતગૃહીધર્મ-રાસ’ (ર.ઈ.૧૫૨૧)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩ (૧,૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયવંત(ગણિ)''' : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબોધ’ તથા ‘મૌનએકાદશીકથા-બાલાવબોધ’ મળે છે તે કયા જયવંતગણિ છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયવંત-૧''' [ઈ.૧૫૦૬માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીના ‘ચોવીસજિનપંચબોલ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૬)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયવંત(સૂરિ)-૨/ગુણસૌભાગ્ય''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની રત્નાકરશાખાના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં ઉપાધ્યાય વિનયમંડનના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૫૮થી ઈ.૧૫૮૭. કવિ પોતાનો નિર્દેશ ‘જયવંત’ એ નામની સાથેસાથે ‘ગુણસૌભાગ્ય’ એ નામથી પણ કરે છે.
કાવ્યશાસ્ત્રના અભ્યાસી જણાતા આ કવિની પ્રૌઢ રસજ્ઞતા એમની સર્વ ગુજરાતી કૃતિઓમાં પ્રતીત થાય છે. આ સાધુકવિના કાવ્યસર્જનની ભૂમિકા ધર્મની હોવા છતાં એમાં સીધા ધર્મબોધનું વળગણ ઓછામાં ઓછું છે ને કાવ્યો મુખ્યતયા રસલક્ષી દૃષ્ટિએ ચાલે છે. વૈરાગ્યપ્રધાન જૈન ધર્મના સાધુ છતાં તેમનાં કાવ્યોમાં સ્નેહરસનું પ્રચુરતા અને તીવ્રતાથી આલેખન થયેલું છે. ઘણાં કાવ્યોમાં આરંભે કોઈ જૈન તીર્થંકરના નિર્દેશ વિના કેવળ સરસ્વતીને વંદના થયેલી છે એ પણ એમની સાંપ્રદાયિકતાને અતિક્રમી જતી શુદ્ધ કાવ્યદૃષ્ટિનો સંકેત કરે છે. કવિની કૃતિઓમાં પ્રસંગોપાત્ત હિંદી ઉપરાંત અન્ય ભાષાઓનો પણ વિનિયોગ થયો છે તે નોંધપાત્ર છે.
કવિની ૨ રાસકૃતિઓ મળે છે. એ બંને નાયિકાપ્રધાન રચનાઓ છે. તેમાંથી મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની ‘શૃંગારમંજરી /શીલવતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮/સં. ૧૬૧૪, આસો સુદ ૨, ગુરુવાર; મુ.) શીલમાહાત્મ્યની કથાને વિષય કરીને ચાલે છે પરંતુ સંયોગ તેમ જ વિયોગશૃંગારના સવિસ્તર ને હૃદયંગમ નિરૂપણો તથા સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતાથી પોતાનું ‘શૃંગારમંજરી’ એ નામ સાર્થક કરે છે. ભાવચિત્રણ માટે વિવિધ પ્રયુક્તિઓના આશ્રય, સુભાષિતોમાં કહેવતો-દૃષ્ટાંતોનો અસરકારક વિનિયોગ તથા સમગ્ર કાવ્યમાં પ્રતીત થતી અલંકાર-પ્રૌઢિ આ કૃતિના ધ્યાન ખેંચે એવા કાવ્યગુણો છે. દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીનો ‘ઋષિદત્તા-રાસ’  (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ૧૪, રવિવાર; મુ.) કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલી મનોરમ પ્રણયકથાનું આલેખન કરે છે. કરુણરસપ્રધાન આ કૃતિનાં વર્ણનો, અલંકારરચનાઓ અને ભાષાભિવ્યક્તિમાં પણ કર્તાનું વિદગ્ધ કવિત્વ પ્રગટ થાય છે.
વિરહિણી કોશાના વિવિધ મનોભાવોનું કલ્પનાશીલતાથી મનોરમ ચિત્રણ કરતી, ‘કાવ્ય’ અને ‘ચાલ’ના છંદોબંધની ૪૧ કડીની ‘સ્થૂલિભદ્રકોશા-પ્રેમવિલાસ-ફાગ’ (મુ.), ૩ ઋતુ અને ૧૨ માસના પ્રાકૃતિક પરિવેશમાં રાજિમતીના વિરહભાવના આલેખન ઉપરાંત નેમિનાથ પ્રત્યેની એની મર્મોક્તિઓને પણ સમાવતી, તોટક-દુહાદેશીની ૧૨૯ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસ-વેલપ્રબંધ’ (મુ.), ભક્તહૃદયની આરતપૂર્ણ વાણીમાં સીમંધરસ્વામીનાં ગુણસ્મરણ તથા સ્તુતિ કરતી ૨૭ કડીની ‘સીમંધરજિન-ચંદ્રાવળા’ (મુ.), વિરહભક્તિના ભાવથી સભર પત્ર રૂપે રચાયેલ ૨ ઢાળ અને ૩૯ કડીની ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-લેખ’, પહેલા ખંડમાં સંયોગશૃંગારનું વર્ણનાત્મક આલેખન અને બીજા ખંડમાં વિરહશૃંગારનું નિરૂપણ ધરાવતી ૧૪૭ કડીની ‘સ્થૂલિભદ્ર-ચંદ્રાયણી’, પ્રકૃતિ તથા સૌન્દર્યના વર્ણનનો આશ્રય લઈ સંક્ષેપમાં નેમિનાથનું ચરિત્રનિરૂપણ કરતી ૪૦ કડીની ‘નેમિજિન-સ્તવન/ફાગ’ (મુ.), ૩૨૫ ગ્રંથાગ્રની ‘સ્થૂલિભદ્રમોહનવેલિ’ (ર.ઈ.૧૫૮૭), ૧૮ કડીની ‘લોચનકાજલ-સંવાદ’, ૩૯ કડીની ‘બારભાવના-સઝાય’ તથા ‘કર્ણેન્દ્રિય પરવશેહરિણ-ગીત’ વગેરે કેટલીક ગીતરચનાઓ આ કવિની અન્ય કૃતિઓ છે. આ કૃતિઓ કાવ્યબંધ અને અભિવ્યક્તિરીતિનું વૈવિધ્ય દર્શાવે છે તેમ કવિની અલંકાર તથા બાનીની કુશળતાનો પણ પરિચય કરાવે છે.
કૃતિ : ૧. ઋષિદત્તા રાસ, સં.નિપુણા દલાલ, ઈ.૧૯૭૫ (+સં.); ૨. શૃંગારમંજરી, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૭૮ (+સં.);  ૩. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૪. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૫. પ્રામબાસંગ્રહ (+સં.), ૬. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજય, સં. ૧૯૭૯(+સં.).
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

'''જયવંત-૩''' [               ]: જૈન સાધુ. કલ્યાણના શિષ્ય. કેટલાંક વિધિ-નિષેધો દર્શાવી ધર્મપરાયણ જીવન જીવવાનો ઉપદેશ આપતી ‘કક્કા-બત્રીસી’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈન ધર્મપ્રકાશ, ભાદ્રપદ સં. ૧૯૭૩-‘કક્કાબત્રીસી’.{{Right|[ર.ર.દ.]}}

'''જયવંતશિષ્ય''' [  ] : જૈન. ૧૯ કડીની ‘પુંડરીક-ગણધર-સઝાય’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

'''જયવિજય''' : આ નામે ૧૭૭ કડીની ‘પ્રેમવિલાસ-ચોપાઈ’ (લે.ઈ.૧૭૨૦), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (મુ.) તથા ૮ કડીની ‘નેમિજિન-સ્તવન’એ કૃતિઓ મળે છે આ જયવિજય કયા તે નક્કી થઈ શકે તેમ નથી.
જયવિજયને નામે ૭૯ કડીની ‘પાર્શ્વનાથ-રાગમાળા’ (ર.ઈ.૧૭૦૪થી ઈ.૧૭૧૩ વચ્ચે) નોંધાયેલી મળે છે તે જયવિજય-૫ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.; ૨. લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયવિજય-૧''' [ઈ.૧૫૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આણંદવિમલનાશિષ્ય. ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો-૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

'''જયવિજય(ગણિ)-૨''' [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. એમનો દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળનો ‘કલ્યાણ-વિજયગણિનો રાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૫; મુ.) હાલરડાને વણી લેતા માતૃવાત્સલ્યના આલેખન, વિસ્તૃત વિદ્યાપ્રશંસા, હિંદીમાં અકબરમિલનપ્રસંગનું નિરૂપણ, વણજારાના રૂપકથી ગુરુની કરેલી પ્રશસ્તિ વગેરે કેટલાક અંશોથી ધ્યાન ખેંચે છે. એ ઉપરાંત, આ કવિએ મથુરાના સંઘવી બિંબુએ કાઢેલા સંઘ વિશે, રસ્તામાં આવતા પ્રજાવર્ગ, વૃક્ષો, તીર્થો વગેરેના નોંધપાત્ર ચિત્રણો ધરાવતા ૯૧ કડીના ‘સમેતશિખરનો રાસ/પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૦૫/સં. ૧૬૬૧-“સસિરસસુરપતિવરછરઈ”, આતમ એકાદશી, બુધવાર; મુ.), હીરવિજયસૂરિ (અવ.ઈ.૧૫૯૬)નું સંક્ષિપ્ત ચરિત્રનિરૂપણ કરતી ૨૩ કડીની ‘હીરવિજયસૂરિપુણ્યખાનિ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’(મુ.) તથા ‘વિજયસેનસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૦૦)એ કૃતિઓ રચેલી છે.
કૃતિ : ૧. સમેતશિખર રાસ, પ્ર. ચીમનલાલ ડા. દલાલ, ઈ.૧૯૧૫ (+સં.);  ૨. ઐસમાલા : ૧; ૨. જૈઐકાસંચય (+સં.).; ૩. જૈએરાસમાળા : ૧ (+સં.)}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨; મુપુગૂહસૂચી. ૩. હેજૈજ્ઞાસૂચિ :૧.

'''જયવિજય-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ઈ.૧૬૧૬ સુધી હયાત હોવાની માહિતી મળે છે. એમણે શુકન-અપશુકન સંબંધી વિધિ-નિષેધો નિરૂપતી દુહા અને ચોપાઈબદ્ધ ૩૪૫ કડીની ‘શુકનશાસ્ત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, આસો સુદ ૧૫; મુ.) તથા સંસ્કૃતમાં ‘શોભનસ્તુતિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૫)
રચી છે.
કૃતિ : આકામહોદધિ : ૭(+સં.).
સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ  ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયવિજય-૪'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગગચ્છના જૈન સાધુ. ગુણવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી, એમના આચાર્યકાળ(ઈ.૧૬૪૫-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૯ કડીની ‘વિજયપ્રભસૂરીશ્વર-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા :૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયવિજય-૫''' [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. શુભવિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (લે.ઈ.૧૭૫૧) તથા ‘તીર્થમાલા’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જયવિજયશિષ્ય''' [               ]: જૈન. ૯ કડીના ‘દીવાળીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. {{Right|[કી.જો.]}}

'''જયવિમલ''' [ઈ.૧૫૯૮માં હયાત] : જૈન સાધુ. ૨૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮)ના કર્તા.
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧ {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયશીલ:''' આ નામે ૧૧ કડીનું ‘નેમિ-ગીત’ (લે.સં. ૧૭મીસદી અનુ.) મળે છે. તેના કર્તા કયા જયશીલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી..{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયશીલ-૧''' [ઈ.૧૬૮૪ સુધીમાં]: જૈન સાધુ. ચંદ્રસૂરિની મૂળ પ્રાકૃત રચના પર ૩૩૭ કડીના ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ (લે.ઈ.૧૬૮૪)ના કર્તા.
સંદર્ભ: મુપુગૂહસૂચી.

'''જયશેખર(સૂરિ)''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. ઈ.૧૩૬૪માં આચાર્યપદ. ઈ.૧૪૦૬ સુધીની એમની કૃતિઓ મળે છે. ખંભાતની રાજસભામાં ‘કવિચક્રવર્તી’નું બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવનાર, સંસ્કૃત-પ્રાકૃતના સમર્થ વિદ્વાન આ કવિ અનેક વિદ્વાન શિષ્યો ધરાવતા હતા.
પોતાની જ મૂળ સંસ્કૃત રચના ‘પ્રબોધચિંતામણિ’ (ર.ઈ.૧૪૦૬) પર આધારિત ૪૧૫/૪૪૮ કડીનો ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ /અંતરંગ-પ્રબંધ/પરમહંસ-પ્રબંધ/પ્રબોધચિંતામણિ-ચોપાઈ’ (મુ.) એમની યશોદાયી કૃતિ છે. મુખ્યત્વે દુહાચોપાઈ પણ તે ઉપરાંત અક્ષરમેળ-માત્રામેળ છંદો, ગીતો ને ‘બોલી’ નામક ગદ્ય પ્રયોજતી આ કૃતિ ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકાવ્ય છે. માયાના ફંદામાં ફસાયેલા પરમહંસરાજા એટલે કે જીવાત્મા વિવેક આવતાં એમાંથી કેવી રીતે મુક્ત થાય છે તેની કથા કહેતા આ પ્રબંધની વસ્તુરચના, વર્ણનછટા, અલંકારયોજના ને દૃષ્ટાંતપરંપરા તથા લોકવાણીની મદદથી વક્તવ્યને સચોટતા અર્પતી શૈલીમાં ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા વ્યક્ત થાય છે.
આ કવિના ૨ ‘નેમિનાથ-ફાગુ’(મુ.)માંથી આંતરયમકવાળા ૧૧૪ દુહામાં રચાયેલ પ્રથમ ફાગુ વસંતક્રીડા, ભોજન, વરશણગાર, વરઘોડો આદિનાં આલંકારિક ને સ્વાભાવિક વર્ણનો તથા મર્મભરેલા સંવાદ વગેરેથી વધારે રસપ્રદ બનેલ છે. આંતરયમકવાળા દુહા તથા રોળામાં રચાયેલું ને ૭ ભાસમાં વહેંચાયેલું બીજું ફાગુકાવ્ય પ્રથમ કાવ્યની સાદી ટૂંકી આવૃત્તિ જેવું છે. તેમણે આ ઉપરાંત દ્રુતવિલંબિત છંદની ૯ કડીની ‘અર્બુદાચલ-વિનતિ’ (મુ.), દ્રુતવિલંબિત છંદની ૭ કડીની ‘મહાવીર-વિનતી’ (મુ.), ‘પંચાસરા-વિનતિ’, વગેરે વિનતિ, સ્તુતિ, પ્રવાડી, ધોળ આદિ પ્રકારની ઘણી કૃતિઓ રચેલી છ.ે શ્રાવકધર્મોનું વિવરણ કરતી ‘શ્રાવકબૃહદ્અતિચાર/વૃદ્ધઅતિચાર’(મુ.), તીર્થંકર-પ્રશસ્તિના ૩ સંસ્કૃત શ્લોકોની પ્રાસબદ્ધ ગુજરાતી ગદ્યમાં ટીકા(મુ.) તથા ‘આરાધનાસાર’ એ એમની ગદ્યરચનાઓ છે.
આ પંડિત કવિએ સંસ્કૃતમાં ‘પ્રબોધચિંતામણિ’ ઉપરાંત ‘ઉપદેશચિંતામણિ’ (ર.ઈ.૧૩૮૦) તથા એની અવચૂરિ, ‘ધમ્મિલ-ચરિત’ (ર.ઈ.૧૪૦૬), ‘જૈનકુમારસંભવ-મહાકાવ્ય’, ‘નલ-દમયંતી-ચંપૂ’, ૩ દ્વાત્રિંશિકાઓ ને પ્રાકૃતમાં ‘આત્માવબોધ-કુલક’ વગેરે અનેક કથાત્મક, તત્ત્વજ્ઞાનાત્મક ને સ્તુતિરૂપ કૃતિઓ રચેલી છે.
કૃતિ : ૧. ત્રુભુવન દીપકપ્રબંધ, સં. લાલચંદ્ર ભગવાનદાસ, સં. ૧૯૭૭; ૨. ગુરાસાવલી; ૩. પંગુકાવ્ય(+સં.); ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૭૬;  ૬. જૈનયુગ, એપ્રિલ ૧૯૫૮ - ‘મહાવીરવિનતિ’ સં. ભોગીલાલ સાંડેસરા.
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૬૬ - ‘શ્રીપંચાસરા પાર્શ્વનાથમંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’; ૩. ગુસાઇતિહાસ: ૧; ૪. ગુસાસ્વરૂપો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. જૈગૂકવિઓ: ૧,૩(૧,૨); ૮ જૈહાપ્રોસ્ટા; ૯. મુપુગૂહસૂચી. ૧૦. લીંહસૂચિ; ૧૧. હેજૈજ્ઞાસૂચિ :૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયશેખર(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન. અંચલગચ્છના જયશેખરસૂરિ (ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. જયશેખરસૂરિની હયાતીમાં રચાયેલી, શૃંગારવર્ણન સાથે જયશેખરસૂરિના સંયમધર્મનો મહિમા કરતી ૨૨ કડીની ‘જયશેખરસૂરિ-ફાગ’(મુ.)ના કર્તા.
કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘અંચલગચ્છેશ્વર શ્રી જયકીર્તિસૂરિ અને કવિ ચક્રવર્તી પૂજ્યશ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો’, સં. કલાપ્રભસાગરજી.{{Right|[કી.જો.]}}

'''જયસાગર''' : આ નામે ૪૯ કડીની ‘અઢારનાતરાંની-સઝાય’ (લે.સં. ૧૮મી સદી) અને ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મળે છે. આ જયસાગર કયા તે સ્પષ્ટ થતું નથી. અજ્ઞાત કર્તૃત્વવાળી ૧૫ કડીની ‘નગરકોટચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૪૧) પરત્વે કર્તાનામ જયસાગર ઉપાધ્યાય પણ દર્શાવવામાં આવ્યું છે તેનો આધાર સ્પષ્ટ થતો નથી. સમયદૃષ્ટિએ આ જયસાગર-૧ સંભવી શકે, ને તો આ વિષયની એમની આ બીજી કૃતિ છે એમ કહેવું પડે.
સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયસાગર(ઉપાધ્યાય)-૧'''  [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. દીક્ષાગુરુ જિનરાજસૂરિ. વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ. ઈ.૧૪૧૯માં જિનભદ્રસૂરિ દ્વારા ઉપાધ્યાયપદ. કવનકાળ ઈ.૧૪૧૭થી ઈ.૧૪૪૭. આ વિદ્વાન સાધુએ કેટલીક રાજસભાઓમાં વાદીવૃંદોને હરાવ્યા હતા. એમણે હજારો પુસ્તકોનું પુનર્લેખન કરાવી પોતાની ઊંડી વિદ્યાપ્રીતિ બતાવી હતી.
આ કવિએ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ગુજરાત સૌરાષ્ટ્રના તીર્થોનું વર્ણન કરતી ૨૧ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૧; મુ.), ૧૭ કડીની ‘નગરકોટ મહાતીર્થ-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૩; મુ.), ૫૫ કડીની ‘વયરસ્વામી ગુરુ-રાસ’ (ર.ઈ.૧૪૩૩), ‘અષ્ટાપદતીર્થ-બાવની’, ૭૦ કડીની ‘જિનકુશલસૂરિ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૪૨૫), ૪૪ કડીની ‘કલ્યાણમંદિરસ્તોત્ર-ગીત’ અને અન્ય સઝાય, સ્તોત્ર, સ્તવનાદિ પ્રકારની કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે.
એમણે સંસ્કૃતમાં પણ ‘શાંતિનાથજિનાલય-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૪૧૭), ‘પૂર્વરત્નાવલિ-કથા’ (ર.ઈ.૧૪૨૨), ‘વિજ્ઞપ્તિત્રિવેણી’ (ર.ઈ.૧૪૨૮), ‘પૃથ્વીચંદ્ર-રાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૪૭), ‘ઉપસર્ગહર-સ્તોત્ર’ વગેરે અનેક ગ્રંથોની વૃત્તિ તથા કેટલાંક સ્તવનો વગેરેની રચના કરી છે.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. વિજ્ઞપ્તિત્રિવેણી, પ્ર. જૈન આત્માનંદ સભા, ઈ.૧૯૧૬.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ - ‘કાવ્યોંકા ઐતિહાસિક સાર’; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસીચી. {{Right|[ર.ર.દ.]}}

'''જયસાગર(બ્રહ્મ)-૨'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈનસાધુ. વિદ્યાનંદની પરંપરામાં મહીચંદ્રના શિષ્ય. ‘સાગરચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૬૬૧), ૪ અધિકારમાં વહેંચાયેલા ‘અનિરુદ્ધહરણ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, માગશર સુદ ૧૩, મંગળ/શુક્રવાર) તથા ‘સીતાહરણ’ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

'''જયસાગર-૩''' [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ન્યાયરસાગરના શિષ્ય. ૫૫ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, અસાડ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ‘જૈનયુગ’, અષાઢ-શ્રાવણ, ૧૯૮૫, ‘તીર્થમાળાસ્તવન’, સં. ચતુરવિજયજી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

'''જયસાર (?)-૧''' [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલની પરંપરામાં જયવિમલના શિષ્ય. ‘રૂપસેન-રાસ’ (ર. ઈ.૧૫૬૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયસાર-૨'''  [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં કીર્તિસારના શિષ્ય. ૭૪ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(અઠ્ઠોતરસો)’(ર.ઈ.૧૬૦૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયસિંહ(સૂરિ)''' [               ]: કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. ૭ ભાસમાં વિભાજિત દુહા-રોળાબદ્ધ ૩૨ કડીના તથા આંતરપ્રાસયુક્ત દુહાબદ્ધ ૫૩ કડીના એમ ૨ ‘નેમિનાથ-ફાગુ’ (મુ.)ના કર્તા. આ બંને કૃતિઓમાં વર્ણન, અલંકારરચના અને ભાષામાધુર્યમાં કવિની સહજ શક્તિ પ્રગટ થાય છે. આ કવિ તે સંસ્કૃતમાં ‘કુમારપાલચરિત્ર’ મહાકાવ્ય(ર.ઈ.૧૩૬૬)
તથા ‘ન્યાયસાર’ પર ‘ન્યાયતાત્પર્યદીપિકા’ નામની ટીકા રચનાર કૃષ્ણર્ષિગચ્છના મહેન્દ્રસૂરિશિષ્ય જયસિંહસૂરિ હોવાની
સંભાવના છે.
કૃતિ : પ્રાફાસંગ્રહ(+સં.).
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬, ૨. જૈસાઇતિહાસ; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮.{{Right|[ર.ર.દ.]}}

'''જયસુંદર-૧'''[ઈ.૧૫મી સદી] : તપગચ્છના જૈનસાધુ. સોમસુંદરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૦૧થી ૧૪૪૩) શિષ્ય સોમદેવના શિષ્ય હોવાનું જણાય છે. એમણે ‘ગૌતમપૃચ્છાપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૬૬) રચેલો છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી..{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયસુંદર-૨''' [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૦ ગ્રંથાગ્રના ‘પંચદશક્ષેત્રજિનવર-સ્તોત્ર’(ર.ઈ.૧૬૯૫)ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયસોમ''' : આ નામે ૧૪ કડીનું ‘કલ્યાણક-સ્તોત્ર’ (લે. સં. ૧૭મી સદી અનુ.), ૧૪ કડીની ‘નંદા સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૧૧ કડીની ‘આદિદેવ-સ્તુતિ’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૧૧ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, જયસોમગણિને નામે ૪૦ ગ્રંથાગ્રનું ‘અધ્યાત્મ-ગીત’ (લે.ઈ.૧૬૬૪) અને જયસોમસૂરિને નામે ‘નેમિનાથ ફાગુ’ (લે.ઈ.૧૩૪૬) એ કૃતિઓ મળે છે તે કયા જયસોમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી.; ૪. હેજૈજ્ઞાસૂચિ :૧.{{Right|[ર.ર.દ.]}}

'''જયસોમ-૧'''[ઈ.૧૫૧૫ સુધીમાં] : જૈન સાધુ. જયશેખરના શિષ્ય. ‘અંબડકથા’ (લે.ઈ ૧૫૧૫) એ ગદ્યકૃતિના કર્તા. કેટલાક સંદર્ભોમાં કર્તાનામ ‘જયમેરુ’ પણ મળે છે તેમ જ કૃતિની ભાષા સંસ્કૃત હોય એવું સમજાય છે.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ; ૨. ગુસાપ અહેવાલ:૨૦-‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયનું ભાષણ’નું પરિશિષ્ટ; ૩. જિનરત્નકોશ : ૧, હરિ દા. વેલણકર, ઇ. ૧૯૪૪; ૪. જૈન સંસ્કૃત સાહત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮.{{Right|[ર.ર.દ.]}}

'''જયસોમ(ઉપાધ્યાય) - ૨''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. મૂળ નામ જેસિંઘ. ઈ.૧૫૫૬ સુધીમાં જિનમાણિક્યસૂરિ પાસે દીક્ષા. ઈ.૧૫૯૩માં જિનચંદ્રસૂરિ સાથે અકબરના દરબારમાં તથા ઉપાધ્યાયપદની પ્રાપ્તિ. ઈ.૧૬૧૯ સુધી હયાત હોવાની માહિતી મળે છે. જૈન ધર્મના સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી આ કવિને સમય સુંદરે ‘સિદ્ધાંતચક્રવર્તી’ કહ્યા છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. એમની ગુજરાતી કૃતિઓ આ પ્રમાણે છે : ૭૨ કડીની ‘બારભાવના-ગીત/સંધિ’ (ર.ઈ.૧૫૯૦), ‘કોડાશ્રાવિકા-વ્રત ગ્રહણ-રાસ/બારવ્રત ઇચ્છાપરિમાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૩) ‘પરિગ્રહ પરિમાણવિરતિ-રાસ/શ્રાવિકા-રેખા-વ્રતગ્રહણ-રાસ’ (ર. ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, કારતક સુદ ૩), ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, ફાગણ -), ‘ચોવીસજિનગણધરસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૦), ‘વયરસ્વામી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, શ્રાવણ સુદ ૫), જિનચંદ્રસૂરિની પ્રશસ્તિ કરતી ૪ કડીની ‘ગુરુ-ગીત’ (મુ.), ૨૬કડીની ‘છન્નુ તીર્થંકર-સ્તવન’ એ પદ્યકૃતિઓ તથા ૩૦૦ ગ્રંથાગ્રની ‘અષ્ટોતરી સ્નાત્રવિધિ’ (ર.ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, આસો સુદ ૧૦) એ ગદ્યકૃતિ. તેમનો ‘છવ્વીસપ્રશ્નોત્તર ગ્રંથ’ હિંદીમાં છે જ્યારે ‘એક્સોએકતાલીસપ્રશ્નોત્તર/વિચારરત્નસંગ્રહ’ કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. સંસ્કૃતમાં એમનો ‘કર્મચંદ્રમંત્રિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૪) ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની કૃતિ છે. તે ઉપરાંત એમણે પ્રાકૃત ગાથા અને સંસ્કૃત વૃત્તિ રૂપે ‘ઇર્યાવહી-ષટ્ત્રિંશિકા’ (ર.ઈ.૧૫૮૪, વૃત્તિ ઈ.૧૫૮૫), ‘પોષધ-ષટ્ત્રિંશિકા’ (ઈ.૧૫૮૭, વૃત્તિ ઈ.૧૫૮૯) તથા ‘સ્થાપના-ષટ્ત્રિંશિકા’ રચેલ છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧,૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧{{Right|[ર.ર.દ.]}}

'''જયસોમ-૩''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જશસોમ(યશ:સોમ)ના શિષ્ય. આ કવિની ૬૧/૬૨ કડીની ‘ચૌદગુણઠાણા-સઝાય’ અને ૯ કડીની ‘હરિયાલી-ગીત’ એ પદ્યકૃતિઓ તેમ જ ‘કર્મવિપાક’ આદિ ‘છ કર્મગ્રંથ’ પર ૧૭,૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.
૧૬૬૦; *મુ.) અને ૧૦૦૦/૧૪૦૦ ગ્રંથાગ્રનો ‘સંબોધસત્તરી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૭) એ ગદ્યકૃતિ મળે છે. ‘હરિયાલી-ગીત’ ભૂલથી પ્રમોદમાણિક્યશિષ્ય જયસોમને નામે
નોંધાયેલું છે.
અનિત્યતા આદિ ભાવનાઓને દૃષ્ટાંતોથી સમજાવતી ૧૩ ઢાળ અને ૧૨૫ કડીની ‘બાર ભાવના-વેલી/સઝાય’ (ર.ઈ.૧૬૪૭; મુ.) અને ૨૩ કડીની ‘નેમિનાથ-લેખ’ એ પદ્યકૃતિઓ તથા ‘ચોવીસ-દંડકપ્રકરણ-બાલાવબોધ’ અને ૧૨૭૫ ગ્રંથાગ્રનો ‘ષષ્ટિશતકપ્રકરણ બાલાવબોધ’ એ ગદ્યકૃતિઓ જશસોમ (યશ:સોમ) શિષ્યના નામથી મળે છે તે જયસોમની કૃતિઓ હોવાનું મનાયું છે ને એ સંભવિત જણાય છે. ‘ષષ્ટિશતપ્રકરણ-બાલાવબોધ’ની ર.ઈ.૧૭૦૫ બતાવતી પ્રત કવિની સ્વહસ્તલિખિત હોવાનું જણાવાયું છે પરંતુ એ સ્થિતિ પૂરેપૂરી સ્પષ્ટ નથી. જુઓ જસસોમ.
કૃતિ : ૧. જૈસમાલા(બા) : ૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. *રત્નસાર: ૪, પ્ર. ભીમસિંહ માણેક-.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.ર.દ.]}}

'''જયસૌભાગ્ય :''' આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘પાર્શ્વનાથાષ્ટક’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ગોડીપાર્શ્વનાથ વિશેનાં ૪ સ્તવનો (૩મુ.) મળે છે તે કયા જયસૌભાગ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨;  ૨. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૪૯ - ‘ગોડીપાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી.
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયસૌભાગ્ય-૧''' [ઈ.૧૭૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સત્યસૌભાગ્યની પરંપરામાં વિનીતસૌભાગ્યના શિષ્ય. ‘ચતુર્વિંશતિજિનસ્તુતિ/ચોવીસી’ (લે. ઈ.૧૭૧૯; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જયહેમશિષ્ય''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના હેમવિમલસૂરિ (અવ. ઈ.૧૫૧૨) - લબ્ધિમૂર્તિ-જયહેમના શિષ્ય. મેવાડના પ્રાચીન શહેર ચિતોડની જાહોજલાલીને તથા ત્યાંના જૈનોએ અનેક કીર્તિસ્તંભો અને ભવ્ય મંદરો બંધાવ્યાં છે એ હકીકતને ભાષા અને વસ્તુમાં રજૂ કરતી ૪૩ કડીની ‘ચિતોડ-ચૈત્યપરિપાટી’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, ભાદ્રપદ-આશ્વિન, ૧૯૮૩ - ‘ચિતોડચૈત્ય પરિપાટી’, સં. મોહનલાલ દ. દેશાઈ.(+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧).{{Right|[કી.જો.]}}

'''જયાનંદ(યતિ)''' [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪૨ કડીની ‘ઢોલામારુની વાર્તા’ (ર.ઈ.૧૪૭૪/સં. ૧૫૩૦, વૈશાખ
વદ-, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''‘જરથોસ્તનામું’''' [ર. ઈ.૧૬૭૪/યજદજર્દી સન ૧૦૪૪, ફ્રવર્દીન માસ, ખુર્દાદ રોજ] : પારસી કવિ રુસ્તમની ૧૫૩૬ કડીની ચોપાઈબદ્ધ આ કૃતિ (*મુ.) બહેરામપજદુના ફારસી ‘જરથોસ્તનામા’, ‘ચંઘરઘાચ-નામેહ’ અને અન્ય રેવાયતોને આધારે રચાયેલી છે. આ આખ્યાનાત્મક કૃતિમાં જરથોસ્ત પેગંબરનું પૂરેપૂરું જીવનવૃત્તાંત નથી પરંતુ જરથોસ્ત પોતાની દૈવી શક્તિનો પરચો આપી ધર્મપ્રચાર કરવા લાગે છે ત્યાં કથાને કંઈક અછડતી રીતે પૂરી કરી દેવામાં આવી છે. ધર્મગુરુ ચંઘરઘાચનું વૃત્તાંત પરંપરાગત જરથોસ્તકથામાં આ કવિએ કરેલું
ઉમેરણ છે.
જરથોસ્તના જન્મની સાથે જાદુનો નાશ થશે એવી આગાહીથી છંછેડાઈ જાદુગરોએ બાળક જરથોસ્તને મારી નાખવાના કરેલા વિવિધ પ્રયત્નોમાંથી દૈવી સહાયથી બચી ગયેલા જરથોસ્ત સ્વર્ગમાં જવા પામે છે, પરંતુ સ્વર્ગમાંથી ધર્મબોધ મેળવી પાછા આવ્યા પછી દરબારીઓની ઇર્ષ્યાને કારણે એમને કેદની સજા ભોગવવી પડે છે. પોતાની ચમત્કારિક શક્તિથી એ કેદમાંથી મુક્તિ પામે છે અને ઇરાનના શાહ તથા શાહજાદાઓને સ્વર્ગદર્શન વગેરે દૈવી ભેટો બક્ષે છે.
ચમત્કારપ્રધાન આ કથામાં કવિએ પાત્ર-નિરૂપણની કોઈ તક લીધી નથી. પરંતુ અદ્ભુત અને હાસ્યરસપ્રધાન પ્રસંગોનું પ્રવાહી નિરૂપણ ધ્યાન ખેંચે છે. ગુરુ, તપ, દર્શન, પ્રસાદ, પુણ્ય, કન્યાદાન વગેરે અનેક વિષયોમાં ભારતીય ધર્મ પરંપરાનો પ્રભાવ ઝીલતા આ કવિએ આખ્યાનપ્રકારનું અનુસરણ કર્યું છે. પરંતુ તેમાં વિવિધ ઢાળોનો વિનિયોગ નથી અને ચોપાઈબંધ પણ શિથિલ જણાય છે.{{Right|[ર.ર.દ.]}}

'''જલ્હ(કવિ)''' : આ નામે ૧૧૮ કડીની ‘બુદ્ધિ-રાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નામક જૈન કૃતિ નોંધાયેલી છે. આ જલ્હ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાય તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જલ્હ-૧''' [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ કે શ્રાવક. જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુકીર્તિએ ઈ.૧૬૨૫માં આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જશવર્ધન''' [               ]: ૧૦ કડીના ‘પાર્શ્વસ્તવ’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જશવંત ''': આ નામે રામચંદ્રજીનું બાળચરિત્ર વર્ણવતું ૩ કડીનું ૧ પદ (મુ.) મળે છે તેમ જ શ્રીકૃષ્ણ મહારાજની સ્તુતિનાં પદો પણ નોંધાયેલાં છે. આ બધી કૃતિઓ કોઈ એક જ કવિની છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[કૌ.બ્ર.]}}

'''જશવિજય-૧''' [ઈ.૧૬૦૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિમલહર્ષના શિષ્ય. ધર્મઘોષસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘લોકનાલ’ ઉપર ૨૮૪ ગ્રંથાગ્રના બાલાવબોધ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જશવિજય-૨''' [ઈ.૧૭મી સદી] : જુઓ નયવિજયશિષ્ય યશોવિજય.

'''જશવિજય-૩''' [ઈ.૧૭૨૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ક્ષમાવિજય/ખીમાવિજયના શિષ્ય.
આ કવિએ સુગમ ને પ્રાસાદિક ભાષામાં રચેલી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, ભાદરવા વદ ૫, ગુરુવાર; પહેલાં ૬ સ્તવનો સિવાય મુ.) વિવિધ દેશીઓના ઉપયોગની તથા ભક્તિભાવ, આત્મનિંદા અને શરણ્યભાવની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત આ કવિએ ૫ ઢાળની ‘પંચમહાવ્રતની પચીસભાવનાની સઝાય’ (મુ.) પણ રચી છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;૨. જૈગૂસારરત્નો : ૧. (+સં.); ૩. મોસસંગ્રહ.{{Right|[ર.સો.]}}

'''જશવિજય-૪'''  [               ]: જૈન સાધુ. કનકવિજયના શિષ્ય. ૪ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’ (મુ.)ના કર્તા.
કૃતિ : સસન્મિત્ર.{{Right|[ર.સો.]}}

'''જશવિજયશિષ્ય'''[               ]: જૈન સાધુ. ૧૭ કડીના ‘ઝૂંબબડા સમોસરણ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ કવિ જશવિજયશિષ્ય શુભવિજય છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.{{Right|[કી.જો.]}}

'''જશસોમશિષ્ય''' : જુઓ જશસોમશિષ્ય જયસોમ.

'''જસ''' - : જુઓ જશ-, યશ-.

'''જસ(કવિ) :''' કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ દેશની ભાષાઓનો પ્રયોગ કરતી ‘રામસાહસ્યકીર્તિ’ના કર્તા કયા જસ છે તે નક્કી થઈ શકતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જસ(મુનિ)-૧''' [               ]: જૈન સાધુ. સુવર્ધનના શિષ્ય. ૮૮ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જસકીર્તિ(વાચક)''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. વાચક વિજયશીલના શિષ્ય. આગ્રાવાસી કુંવરપાલ અને સોનપાલ સોઢાએ ઈ.૧૬૧૪માં કાઢેલા સંઘનું વર્ણન કરતા ને એ જ સમયમાં રચાયેલા જણાતા, ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર, ૪ ખંડ અને ૪૮૩ કડીના ‘સમેતશિખર-રાસ’ના કર્તા.
સંદર્ભ : અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ તથા સપ્ટે. ૧૯૪૨ - ‘જસકીર્તિકૃત ‘સમેતશિખરરાસ’કા સાર’, અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા.{{Right| [ર.સો.]}}

'''‘જસમાનો રાસડો''' : સહસ્રલિંગ તળાવ ખોદવા આવેલા ઓડ જાતિનાં લોકોમાંની એક સ્ત્રી જસમા પર ગુજરાતના સુપ્રસિદ્ધ રાજવી જયસિંહ સિદ્ધરાજે કુદૃષ્ટિ કરતાં એણે જયસિંહને વાંઝિયાપણાનો શાપ આપેલો એવી દંતકથા ગુજરાતમાં ખૂબ જાણીતી છે. આ કથાને વિષય કરીને રચાયેલા ૪ રાસડા (=ઐતિહાસિક લોકગીતો) મુદ્રિત મળે છે, તેમાં, કેટલાક પાઠભેદો પણ બતાવતો, આશરે ૧૬૮ પંક્તિઓમાં વિસ્તરતો રાસડો વધારે ધ્યાન ખેંચે છે. એમાં જેસંગ (જયસિંહ)ને કોઈ યાચકે કરેલા જસમાના રૂપવર્ણનથી એના તરફ આકર્ષાતો બતાવાયો છે, પરંતુ તળાવ ખોદાવવાનું સૂચન તો રાણીનું છે. એને સ્વપ્ન આવે છે કે લોકો પાણી વિના તરફડી રહ્યા છે. તેથી દૂધમલ ભાણેજ મારફત ઓડાંને તેડાવવા કાગળ મોકલવાનું કહે છે. કાગળ લઈ જનાર બારોટને કોઈ મોટેરા જસમાનું ઘર બતાવતા નથી પણ બાળકો બતાવે છે ને જસમાનાં સ્વજનો એને આ તેડું ન સ્વીકારવા સમજાવે છે તે ઠગારા લોક પ્રત્યેનો એમનો અવિશ્વાસ બતાવે છે. પણ પાટણ આવ્યા પછી જેસંગે ધરેલી કોઈ લાલચમાં જસમા ફસાતી નથી તેથી અંતે યુદ્ધ થતાં ઓડ લોકો મરાય છે ને એમને અગ્નિદાહ આપવા ખડકાયેલી ચેહમાં જસમા ઝંપલાવે છે તથા જેસંગને વાંઝિયામેણાનો શાપ આપે છે.
મૂળ દક્ષિણ તરફની ઓડ જાતિ આ ગીતમાં એક
વખત વાગડની તો બીજી વખત સોરઠની રહેવાસી હોવાનું સૂચવાયું છે.
જસમાના ઘરની પૂછતાછ, જસમાને તેડું ન સ્વીકારવાની સ્વજનોની સલાહ, જસમાને જેસંગે આપેલી લાલચો અને એણે કરેલા ઇનકાર - આ પ્રકારના સંવાદોમાં ગીતનો મોટો ભાગ રોકાયેલો છે ને તેમાં વ્યક્તિ-વસ્તુઓની યાદી કરતા જઈ કથયિતવ્યને ઘૂંટવાની લાક્ષણિક લોકશૈલીનું અનુસરણ છે. જેસંગની લાલચોની સામે “અમારે ઓડાંને ભલાં ખાબડાં” “ઘોડીલાં સરખાં રે મારે ખોલકાં” “અમારે ઓડાંને ભલી લોબડી” “અમારે કેડોનો લાંક લોહે ઘડ્યો” વગેરે જવાબો આપતી જસમાની ઉક્તિઓમાં આ મજૂર-જાતિનું જીવનચિત્ર ઊપસે છે. “ઘણું રે જીવો રાજા વાંઝિયો” એ જસમાની ઉક્તિ આશીર્વાદ-શાપના મિશ્ર તંતુથી માર્મિક બને છે અને “હું કેમ ન સરજ્યો પાહાણ કો” “પથરો જાણી તું પાહાની ઘસત” જેવી, જસમાના સમાજસંદર્ભને અનુરૂપ, કલ્પનાઓથી વ્યક્ત થતો, જેસંગનો જસમા પ્રત્યેનો ઉત્કટ અનુરાગ વિલક્ષણ લાગે છે. જસમાના નિવાસના, એના બેસણાના, ખોદકામ કરતી વેળાના એના ગતિશીલ સૌંદર્યનાં-કંકુવરણાં પગલાં, સૂરજમાં ઢળતી છાયા, પરસેવાનાં મોતીડાં વગેરે - સુરેખ સ્વચ્છ નાનકડાં વર્ણનો પણ ધ્યાન ખેંચે એવાં છે. “પેટ એનું પોયણ કેરું પાન; પાંસળિયે એને દીવા બળે” એ લોકસાહિત્યની સૌન્દર્યવર્ણનની આગવી લકીર છે.
કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા, સં.ગુજરાત લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૫૭; ૨. ગુસાપઅહેવાલ : ૮ - ‘સિદ્ધરાજ અને જસમાના ઐતિહાસિક રાસડા’, છગનલાલ વિ. રાવળ.{{Right|[જ.કો.]}}

'''જસરાજ''' [               ]: આ નામે દુહાબદ્ધ રાજસ્થાની મિશ્ર ભાષાના ‘બારમાસ’ (૩ કડી મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા જસરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ.{{Right|[કી.જો.]}}

'''જસરાજ(મુનિ)-૧''' [ઈ.૧૬૬૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાગચ્છના શિવજીશિષ્ય સંઘજી/સંઘરાજજીને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીના એના જીવનવૃત્તાંતને વર્ણવતા ૪૦ કડીના સલોકા (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, ફાગણ સુદ ૨, મંગળ/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જસરાજ-૨'''[ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જુઓ શાંતિહર્ષશિષ્ય જિનહર્ષ.

'''જસવંતશિષ્ય''' [               ]: જૈન. ૫. કડીની ‘સુમતિજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

'''જસવંતસાગર/યશસ્વતસાગર''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરશિષ્ય કલ્યાણસાગરની પરંપરામાં જશસાગર/યશ:સાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૬૫૬/૧૬૬૫થી ઈ.૧૭૦૬નાં રચના વર્ષો દેખાડે છે એને આધારે કવિનો કવનકાળ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૮મી સદી પૂર્વાર્ધનો ગણી શકાય.
આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં ૪૭ કડીની ‘કર્મસ્તવનરત્નપૂર્વાર્ધ’, ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) અને ‘વિજયક્ષમાસૂરીશ્વર-બારમાસા’ એ કૃતિઓ રચેલી છે. તે ઉપરાંત સંસ્કૃતમાં એમની આ ‘વિચારષટ્ત્રિંશિકા’ પર અવચૂરિ(ર.ઈ.૧૬૫૬/૧૬૬૫) ‘ભાવસપ્તિકા’ (ર.ઈ.૧૬૮૪), ‘જૈનસપ્તપદાર્થી’ (ર.ઈ.૧૭૦૧), ‘પ્રમાણવાદાર્થ’ (ર.ઈ.૧૭૦૩), ‘જૈન તર્કભાષા’ (ર.ઈ.૧૭૦૩), ગણેશના ‘ગ્રહલાઘવ’ પર વાર્તિક (ર.ઈ.૧૭૦૪) અને ‘યશોરાજીરાજ્યપદ્ધતિ’ (ર.ઈ.૧૭૦૬) વગેરે કૃતિઓ મળે છે.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

'''જસસોમ/યશ:સોમ''' [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં હર્ષસોમના શિષ્ય. ‘ચોવીસી’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર), ૬ કડીનું ‘(સાચોરમંડન) શીતલનાથ-સ્તવન’, ભૂલથી પ્રમોદમાણિક્યશિષ્ય જયસોમને નામે નોંધાયેલ ૪ કડીનું ‘ગુરુ-ગીત’ તથા ભૂલથી યશ:સોમશિષ્ય જયસોમને નામે નોંધાયેલ ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ એમની કૃતિઓ છે. ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (મુ.) કે એના કેટલાક વિભાગો યશ:સોમને નામે મળે છે પરંતુ છયે કર્મગ્રંથોના બાલાવબોધ એમના શિષ્ય યશ:સોમની રચના હોવાનું સામાન્ય રીતે મનાયું છે. આ બાલાવબોધમાં યશ:સોમનું નામ ગુરુ તરીકે ગૂંથાતું હોય એવો સંભવ છે. ‘બંધસ્વામિત્વકર્મગ્રંથ-બાલાવબોધ’ની ૧ પ્રતમાં યશ:સોમ પાસેથી સાંભળીને જયસોમે ટબો લખ્યો એવો ઉલ્લેખ મળે છે તે ટબાના વાસ્તવિક કર્તૃત્વને સંદિગ્ધ બનાવી દે છે.
કૃતિ : કર્મગ્રંથ,-.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જસસૌભાગ્યશિષ્ય''' [               ]: જૈન. ૫ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’ (મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ. {{Right|[કી.જો.]}}

'''જસાનંદ''' [ઈ ૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુણાનંદના શિષ્ય. ‘યશોનંદ’ એ નામથી નોંધાયેલા આ કવિના ૬૨૧ કડીના ‘રાજસિંહકુમાર રાસ (નવકારરાસ). (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, આસો સુદ ૨, મંગળ/શુક્રવાર)માં કર્તાનામ જસાનંદ જ નોંધાયેલું છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જસો''' [               ]: અંગદવિષ્ટિથી માંડીને રાવણની મુક્તિ સુધીની કથા વર્ણવતા કાવ્ય ‘રામચરિત’ના કર્તા.
સંદર્ભ : સ્વાધ્યાય, પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી. {{Right|[કી.જો.]}}

'''જસોમા''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : વેલાબાવાનાં પત્ની. જ્ઞાતિએ કોળી. વેલનાથ સમાધિસ્થ થતાં તેના વિરહભાવને આધ્યાત્મિકતાથી રંગીને વર્ણવતા ૧ પદ(મુ.)ના કર્તા. ગિરનારની શિલા નીચે વેલનાથ સમાધિસ્થ થતાં ગવાયેલા આ પદથી શિલા ફરી ઊઘડે છે અને અંદર સમાઈ જાય છે એવી
કથા છે.
કૃતિ : સોરઠી સંતો, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૨૮ (પહેલી આ.), ૧૯૭૯ (પાંચમી આ.નું પુનર્મુદ્રણ.). {{Right|[કી.જો.]}}

'''‘જંબૂસ્વામી-ફાગ’''' [ર.ઈ.૧૩૭૪] : આંતરપ્રાસવાળા ૬૦ દુહામાં રચાયેલી આ કૃતિ(મુ.)ના કર્તા “વિજયવંત તે છાજઈ, રાજઈ તિલક સમાન” એવી પંક્તિને કારણે ઈ.૧૪૭૦ - ઈ.૧૪૭૩માં હયાત પૂર્ણિમાગચ્છના રાજતિલક તથા કોઈ તિલકવિજય કે વિજયતિલક હોવાની સંભાવના કરવામાં આવી છે, પરંતુ ઉક્ત રાજતિલક આ કૃતિના કર્તા હોવાનું સમયદૃષ્ટિએ સ્વીકારી શકાય તેમ નથી તેમ જ અન્ય કર્તાનામો પણ, કોઈ પ્રમાણને અભાવે, તર્કની કોટિનાં જ રહે છે.
જન્મથી વિરક્ત પણ માતાના આગ્રહથી ૮ કન્યાઓને પરણી સમગ્ર પરિવાર અને પ્રભવ ચોર તથા એના સાથીઓ સાથે દીક્ષા લેનાર જંબૂકુમારનું પ્રસિદ્ધ વૃત્તાંત વર્ણવતા આ કાવ્યમાં જંબૂકુમાર લગ્ન પૂર્વે પરિવાર સાથે વૈભારગિરિ પર વસંતક્રીડા કરવા જાય છે તે નિમિત્તે વસંતવર્ણનને તથા ૮ કન્યાઓને નિમિત્તે સૌન્દર્યવર્ણનને અવકાશ મળ્યો છે, પણ નાયકની વિરક્તતાને કારણે શૃંગારરસના આલેખનને સ્વાભાવિક રીતે જ અવકાશ મળ્યો નથી. અહીં જંબૂકુમારના શણગારનું પણ વર્ણન થયેલું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. કવિનાં વર્ણનો પ્રાસાદિક, છટાદાર ને પરંપરાગત અલંકારોથી શોભીતાં છે. એમાં ‘વસંતવિલાસ’ સાથેનું સામ્ય પણ કેટલેક સ્થાને દેખાય છે.{{Right|[જ.કો.]}}

'''‘જંબૂસ્વામી-રાસ’''' [ર.ઈ.૧૬૮૩] : નયવિજયશિષ્ય યશોવિજયની, દુહા-દેશીબદ્ધ ૫ અધિકાર (=ખંડો) ને
૩૭ ઢાળની આ કૃતિ (મુ.)માં જંબૂસ્વામીનું પ્રસિદ્ધ વૃત્તાંત ગૂંથાયેલું છે.
રાજગૃહ નગરના રાજા શ્રેણિકના પુત્ર જંબૂકુમાર સુધર્માસ્વામીના ઉપદેશથી દીક્ષા લેવા પ્રેરાય છે પણ આ પૂર્વે એ વિવાહિત હોવાથી માતાપિતાની અનુજ્ઞા એમને મળતી નથી. એમના આગ્રહને વશ થઈ એ ૮ કન્યાઓ સાથે લગ્ન કરે છે પરંતુ એમનું મન દીક્ષામાં હોવાથી પત્નીઓ અને માતાપિતાની સાથે એ ધર્મચર્ચા કરે છે, એને દીક્ષા માટે સંમત કરે છે ને સૌની સાથે દીક્ષા લે છે. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર’ના પરિશિષ્ટ પર્વનો ઘણો આધાર દર્શાવતા આ રાસમાં કેટલીક દૃષ્ટાંતકથાઓ યશોવિજયે યોજેલી છે ને એમાં એમની આગવી છાપ પણ ઊપસે છે. દીક્ષા લેવાના પક્ષે-વિપક્ષે થતી દલીલોના સમર્થન રૂપે યોજાયેલી આ દૃષ્ટાંતકથાઓમાં એક તરફ વિલાસની ને બીજી તરફ સંયમ-ઉપશમની કથાઓ છે એથી શાંતરસમાં નિર્વહણ પામતી આ કૃતિમાં શાંત શૃંગારનું પણ આલેખન થયેલું આપણને મળે છે.
નગર, નાયક, વરઘોડો આદિનાં વર્ણનોમાં ઊપસતાં વાસ્તવિક ને લાક્ષણિક ચિત્રોમાં, રૂપકશ્રેણી આદિનો આશ્રય લેતી અલંકારપ્રૌઢિમાં, ઊર્મિરસિત કલ્પનાશીલતામાં, વર્ણાનુપ્રાસ ને ઝડઝમકયુક્ત કાવ્યરીતિમાં કવિની વિશેષતા જણાય છે. ક્વચિત્ રાજસ્થાની ને હિંદીનો પ્રયોગ કરતી કવિની ભાષામાં પંડિતની સંસ્કૃતાઢ્ય બાની ઉપરાંત લોકવાણીના સંસ્કારો પણ જોવા મળે છે. ક્વચિત્ ક્લિષ્ટ બનતી એમની શૈલી સામાન્ય રીતે પ્રસાદ, માધુર્ય ને માર્મિકતાના ગુણ ધરાવે છે. દેશીઓનું વૈવિધ્ય આ કૃતિની સમૃદ્ધ ગેયતાનો નિર્દેશ કરે છે.{{Right|[ર.સો.]}}

'''જાગેશ્વર''' : આ નામે કૃષ્ણભક્તિ અને ગોપીભાવનાં કેટલાંક પદો (૬ મુ.) મળે છે તે જાગેશ્વર-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જાગેશ્વર-૧/યાગેશ્વર''' [               ]: લિંબજીના પુત્ર. ૧૧૩ કડવાંએ અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિની રચના આ પિતા-પુત્રે સાથે મળીને કરી છે. કૃતિમાં બંનેનાં નામ અવારનવાર આવ્યાં કરે છે. ચોપાઈબંધમાં રચાયેલી આ કૃતિમાંનાં વર્ણનોની પ્રચુરતા અને રસાળતા તથા શબ્દરચના તેમ જ અલંકારના સૌંદર્યનો પ્રયત્ન ધ્યાન ખેંચે એવાં છે. વર્ણન તેમ જ પ્રસંગનિરૂપણમાં મૂળ ‘રામાયણ’થી જુદા ને નવતર અંશો પણ ક્યારેક જોવા મળે છે, જેમ કે ગોભિલ્યની અસુંદરતાનું વર્ણન, રામની બ્રાહ્મણપ્રિયતા પ્રગટ કરતો પ્રસંગ વગેરે.
સંદર્ભ : ફાત્રેમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૭૪ - ‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ,’ દેવદત્ત શિ. જોશી.{{Right|[કી.જો.]}}

'''જાદવ(મુનિ)''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના ગોંડલસંપ્રદાયના જૈન સાધુ. શ્રીપૂજ્ય ડુંગરસિંહજી સ્વામીની પરંપરામાં ગણેશજી (અવ.ઈ.૧૮૦૯)ના શિષ્ય. ૨૩ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું’ (લે.સં. ૧૮મી સદી અનુ; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.).
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જાદવસુત'''  [               ]: ‘રાસલીલા’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[કી.જો.]}}

'''જાદવો''' [  ] :જ્ઞાતિએ કોળી. ‘રામચરિતનાં પદ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}

'''જાનકીબાઈ'''  [               ]: કૃષ્ણલીલાનાં તથા અન્ય કેટલાંક પદો (૩ મુ.)ના કર્તા.
કૃતિ : ૧. બૃકાદોહન:૭; ૨. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે; ૧૯૧૧ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ.{{Right|[કી.જો.]}}

'''જામાસ્પ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૨૧] : પારસી દસ્તુર. આશાના અવટંક કે પિતાનામ. નવસારીના વતની. ઈ.૧૭૧૯માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે તેમ જ ઈ.૧૭૪૦માં સોનગઢમાં ગંગાજીરાવ ગાયકવાડ સમક્ષ એક અરજી રજૂ કરી હતી. મૌલવીઓ તેમ જ હિંદુ પંડિતો પાસેથી ફારસી, અરબી, સંસ્કૃત, જ્યોતિષ, વૈદક તથા રમલનો અભ્યાસ કરનાર આ વિદ્વાન ભરૂચના નવાબના સંસર્ગમાં આવેલા. જૂના ગ્રંથોના લેખન અને સંશોધનનું કાર્ય હાથ ધરી એમણે પોતાનું મોટું ગ્રંથાલય ઊભું કર્યું હતું. પ્રગતિશીલ સુધારક તરીકે પારસીકોમના રૂઢિચુસ્ત વાતાવરણને દૂર કરવામાં એમણે ભાગ ભજવ્યો હતો. ક્રાંતિકારક વિચારોથી ખળભળાટ મચાવનાર ‘રેવાયત’ તથા કાવ્યકૌશલમાં ફારસી અને મુસ્લિમ કવિઓની બરાબરી કરનાર ‘દિવાન-એ-જામાસ્પ’ એ કાવ્યગ્રંથ ફારસીમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ થતું નથી. પરંતુ આ કવિએ પહેલવી, ફારસી યશ્તો અને સંસ્કૃત શ્લોકોની તથા મુખમ્મસો, મુસદ્સો, મોનાજાતો અને ગઝલોની રચના કરી હોવાની તેમ જ ‘યશ્તો’ અને બીજા અનેક ધાર્મિક પુસ્તકોના ગુજરાતી અનુવાદ કર્યા હોવાની માહિતી નોંધાયેલી છે.
સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી, મકાટી, ઈ.૧૯૪૯.{{Right|[ર.ર.દ.]}}

'''જાવડ''' [ઈ.૧૫૧૫માં હયાત] : આખ્યાનકાર. મલિયાગર (મલબાર ?)ના બદનાવર/નાઓલ ગામની વતની. જ્ઞાતિએ વણિક. પોતાને વ્રજનાથ/વીજેનાથના દાસ તરીકે ઓળખાવે છે.
એમણે પ્રસિદ્ધ શિવરાત્રિકથાને વિષય કરતી, તત્કાલીન સામાજિક સ્થિતને આલેખતી ને ઉપદેશાત્મક અંશોવાળી, ચોપાઈ-પૂર્વછાયાની ૪૦૦ કડીની ‘મૃગલી-સંવાદ/મૃગી-સંવાદ/શિવરાત્રિકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૫/સં. ૧૫૭૧, મહા-૭, મંગળવાર) એ કૃતિ રચી છે.
સંદર્ભ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિણ''' - : જુઓ જિન -.

'''જિણદાસ''' : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ નોંધાયેલું છે તે કયા જિણદાસ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ચ.શે.]}}

'''જિતરંગ''' [ઈ.૧૮૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં જયચંદના શિષ્ય. ૭ કડીના ‘સુપાર્શ્વનાથજિનેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, માઘ સુદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : (ઉપાધ્યાય ક્ષમાવિજયજી વિરચિત) ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાંઠિયા, સં. ૧૯૮૨{{Right|[કી.જો.]}}

'''જિતવિજય(ગણિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-વિજયસેનસૂરિના શિષ્ય કનકવિજયના શિષ્ય. સંભવત: વિજયસેનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૭૪થી ઈ.૧૬૧૬)માં રચાયેલ ૯૫ કડીના ‘સુપાર્શ્વ-જિન-સ્તવન’ (‘સંવત સંખ્યા મનિ ધરુએ, સ્વેતવાડ્ય ઋતુસાર કી અબ્દ હવઈ ભણુંએ ઇન્દ્રીસખી મનુ ધરુ એ,’ આસો સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જિતવિજય-૨''' [ઈ.૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, પોષ સુદ ૨, શનિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિતવિજય-૩''' [  ] : જૈન સાધુ. જિનચંદશિષ્ય. ૨૩/૨૫ કડીના ભુજંગીમાં રચાયેલા ‘ગોડી-પાર્શ્વનાથ-છંદ (મુ.) અને ૫ કડીના ‘વાસુપૂજ્ય-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિતવિજય-૪''' [               ]: જૈન સાધુ. વિનીતવિજયના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથસ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જિતવિમલ''' : આ નામે ૨૨૫ ગ્રંથાગ્રના ‘ઋષભપંચાશિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૮૮) મળે છે તે જિતવિમલ-૧ હોવાની સંભાવના છે. પણ તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[ર.સો.]}}

'''જિતવિમલ-૧''' [ઈ.૧૭૦૧માં હયાત] : જૈન સાધુ. જીવવિમલના શિષ્ય. ૨૪ કડીના ‘મોહબંધસ્થાન-વિચારગર્ભિત શ્રી મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૫, બુધવાર; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨.{{Right|[ર.સો.]}}

'''જિતવિમલ-૨''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, મહા વદ ૩, મંગળ/શુક્રવાર; મુ.), ૬ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, ચૈત્ર સુદ ૧૫, સોમવાર; મુ.), ૯ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, ચૈત્ર વદ ૨, બુધવાર; મુ.), ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, ચૈત્ર સુદ ૧૫, રવિવાર; મુ.) તથા અન્ય કેટલાંક મુદ્રિત સ્તવનોના કર્તા.
કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૨. શંસ્તવનાવલી. {{Right|[ર.સો.]}}

'''જીતા''' [               ]: જાતના કોળી હોવાની અનુશ્રુતિ. એમના ગોપીના હૃદયોદ્ગાર રૂપે કૃષ્ણભક્તિનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં પરંપરાગત અલંકારો ને અભિવ્યક્તિ છટા ઉપરાંત લોકભાવ ને કલ્પનાનો વિનિયોગ છે.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}

'''જીતા-૧''' (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જીતા-મુનિ-નારાયણ એવા નામથી ઓળખાતા આ સંતકવિ હરિકૃષ્ણજીના શિષ્ય હતા. મૂળ નડિયાદના બારોટ હોવાનું કહેવાય છે. સુરત પાસે અમરોલીમાં તથા ઉતરાણમાં એમના આશ્રમ હતા. સમાધિ ઉતરાણમાં.
એમના ૨૨ પદો અને ૬૪ સાખીઓ (મુ.) મળે છે. એમાં હરિભક્તિબોધ, આત્મતત્ત્વની વિચારણા ને આત્મસાક્ષાત્કારના સાધન રૂપે ધ્યાનયોગનું નિરૂપણ થયેલું છે. નિરૂપણમાં અખાની જેમ દૃષ્ટાંતોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. હિંદી ગદ્યમાં સુલતાન મુઝફરશાહ પર પત્ર રૂપે લખાયેલો મનાતો ‘કાફરબોધ’
(મુ.) હિંદુ-મુસ્લિમ ધર્મવિચારની અભિન્નતાના ઉપદેશથી
ધ્યાન ખેંચે છે.
કૃતિ : ૧. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.); ૨. પરિચિતપદસંગ્રહ, પ્ર. સસ્તુંસાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.).
સંદર્ભ : અસંપરંપરા.{{Right|[કા.શા.]}}

'''જિન''' [ઈ.૧૭૦૧માં હયાત] : તપગચ્છના વિજયદેવસૂરિની પરંપરાના જૈન સાધુ. પૂરું નામ જિનવિજય હોવાની શક્યતા છે. વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૯ કડીની સઝાય (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાળા : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનકીર્તિ''' : આ નામે પ્રાકૃતરચના ‘પુણ્યફલકુલક/સામયિકપૌષધ ફલકુલક’ (લે.સં.૧૭મી સદી અનુ.) ગુજરાતી સ્તબક સાથે નોંધાયેલ મળે છે તેના કર્તા કયા જિનકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનકીર્તિ(સૂરિ)-૧''' [જ.ઈ.૧૭૧૬/સં૧૭૭૨, વૈશાખ સુદ ૭ - અવ. ઈ.૧૭૬૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં જિનવિજયના શિષ્ય. ખીવસરાગોત્ર. જન્મ મારવાડમાં ફલોધીમાં. મૂળ નામ કિસનચંદ્ર. પિતા ઉગ્રસેન શાહ. માતા ઉચ્છરંગદેવી. ભટ્ટારકપદ ઈ.૧૭૪૧માં. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, ફાગણ-૧૧; અંશત: મુ.) અને ૪ ઢાળનું ‘લોદ્રવાપાર્શ્વનાથ-વૃદ્ધ-સ્તવન’ મળે છે.
કૃતિ : જૈગૂસારત્નો : ૨(+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનકુશલ(સૂરિ)''' : આ નામે ‘પાર્શ્વજિન-સ્તુતિ’ (લે.સં.૨૦મી સદી અનુ.) મળે છે. આ જિનકુશલ-૧ છે કે જુદા તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનકુશલ-૧''' [ઈ.૧૬૨૨માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨)ના કર્તા.
ઉપર્યુક્ત જિનકુશલ તે તપગચ્છના હાનર્ષિગણિની પરંપરામાં થયેલા દામર્ષિગણિશિષ્ય જિનકુશલગણિ હોય તો તેમની રણથંભોરના મહામાત્ય ખીમસિંહ અગ્રવાલ વિશેની ૮ સર્ગની ‘પુણ્યપ્રકાશકાવ્ય’ (ર.ઈ.૧૫૯૪) તથા ૨૦ કડીની ‘પાર્શ્વનાથતીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬) એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. આ જિનકુશલગણિ ઈ.૧૬૬૪ સુધી હયાત હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનચંદ્ર :''' આ નામે ૯ કડીની ‘ગોડીપાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, વૈશાખ વદ ૮; મુ.), સંસ્કૃત તેમ જ ગુજરાતીમાં ‘ભક્તામર-સ્તોત્ર’ની બાલાવબોધિની ટીકા (ર.ઈ.૧૬૭૬) તથા ૯ કડીનું ‘(મહેવામંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; મુ.) અને જિનચંદ્રસૂરિને નામે ૩૫ કડીની ‘જિનકુશલસૂરિઅષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૯૭) એ રચનાસમયના નિર્દેશવાળી કૃતિઓ મળે છે તેમના કર્તા કયા જિનચંદ્ર કે જિનચંદ્રસૂરિ છે એ નક્કી કરવું મુશ્કેલ છે કેમકે, એક જ સમયે હયાત એવા એકથી વધુ જિનચંદ્ર મળે છે.
આ ઉપરાંત, જિનચંદ્રસૂરિને નામે ‘માલઊઘટણ’ વગેરે તથા જિનચંદ્રને નામે ૨૨ કડીની ‘પાર્શ્વનાથવિનતી’ વગેરે ઘણી કૃતિઓ (કેટલીક મુ.) મળે છે, જેમાંની કેટલીક કૃતિઓ પરત્વે ખરતરગચ્છનો નિર્દેશ મળે છે તેમ જ કેટલીક કૃતિઓ હિંદી રાજસ્થાની ભાષામાં પણ ચાલે છે. આ બધી કૃતિઓના કર્તા વિશે પણ નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી. જુઓ જૈનચંદ.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈરસંગ્રહ; ૬. શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)-૧''' [જ.ઈ.૧૫૩૯/સં.૧૫૯૫, ચૈત્ર વદ ૧૨ - અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, આસો વદ ૨] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. જોધપુર પાસે વડલી કે ખેતસર ગામમાં જન્મ. વીસા ઓશવાળ જ્ઞાતિ. રીહડ ગોત્ર. પિતા શાહ શ્રીવંત. માતા સિરિયાદેવી (શ્રીયાદેવી). મૂળ નામ સુલતાનકુમાર. દીક્ષા ઈ.૧૫૪૮માં અને દીક્ષાનામ સુમતિધીર. ઈ.૧૫૫૬માં આચાર્યપદ. અકબર બાદશાહને પ્રતિબોધી એમણે વર્ષમાં ૧ સપ્તાહ માટે અમારિ (જીવવધનિષેધ) ઘોષણા કરાવેલી તેમ જ સર્વદર્શનના સાધુઓને દેશ બહાર કરવાનો જહાંગીરનો હુકમ રદ કરાવેલો. અકબર બાદશાહ પાસેથી ‘યુગપ્રધાન’નું બિરૂદ મેળવનાર આ જૈનાચાર્યે સાંપ્રદાયિક ઉત્કર્ષનાં પણ ઘણાં કામો કર્યા હતાં અને વિદ્વાન સાધુઓનો બનેલો એમનો વિશાળ શિષ્ય સમુદાય હતો. એમણે બિલાડામાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો.
૮ પ્રકારના મદમાંથી છૂટવાનો ઉપદેશ આપતી ૧૭ કડીની ‘અષ્ટમદ-ચોપાઈ’, રૂપકશૈલીએ જોગીનાં સાચાં લક્ષણો વર્ણવતી ૧૨ કડીની ‘જોગીવાણી’ તથા ૮ કડીનું ‘(વિક્રમપુરમંડણ) આદિજિન-સ્તવન’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે.
એમણે તૈયાર કરાવેલા આચારના ૨ નિયમોના પત્રો પણ મુદ્રિત મળે છે. એમને નામે નોંધાયેલી ‘બારભાવનાઅધિકાર’, ‘શીયલવતી’, અને ‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૪ આસપાસ) એમની કૃતિઓ હોવાનું શંકાસ્પદ લેખાયું છે.
જિનચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ‘પૌષધવિધિ પ્રકરણ’ની વૃત્તિ (ર.ઈ.૧૫૬૧) અને કેટલાંક સ્તવનો રચેલાં છે.
કૃતિ : યુજિનચંદ્રસૂરિ - ‘ક્રિયાઉદ્ધાર નિયમપત્ર’, ‘શ્રી જિનચંદ્રસૂરિકૃત સમાચરી’, ‘અષ્ટમત ચૌપાઈ’, ‘વિક્રમપુરમંડણ આદિજિન-સ્તવન’, ‘જોગીવાણી’ (+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)-૨''' [જ.ઈ.૧૬૩૭ - અવ. ઈ.૧૭૦૭] : ખરતરગચ્છના જૈન સાધુ. જિરાજસૂરિની પરંપરામાં જિરત્નસૂરિના શિષ્ય. બીકાનેરવાસી ગણધર-ચોપડા ગોત્રના શાહ આસકરણના પુત્ર. માતા રાજલદે/સુપિયારદેવી. મૂળનામ હેમરાજ. ૧૨મા વર્ષે જિનરત્નસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હર્ષલાભ. ઈ.૧૬૫૫માં પદપ્રાપ્તિ. સુરતમાં અવસાન.
૫ ઢાળ અને ૨૩ કડીનું ‘જિનવર-સ્તવન/છન્નુ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૬; મુ.) ‘(લોદ્રપુરમંડન) પાર્શ્વસ્તવન’ (ર.ઈ.૧૬૮૭/સં. ૧૭૪૩, ચૈત્ર વદ ૬, બુધવાર), અને જિનરત્નસૂરિનું ચરિત્રગાન કરતું ૧૧ કડીનું ગીત (મુ.) તથા અન્ય સ્તવનો તેમણે રચ્યાં છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, પોષ-૧૧, મંગળ/શુક્રવાર] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ-જિનેશ્વરસૂરિના શિષ્ય. બિકાનેરવાસી બાફણાગોત્રીય રૂપજી શાહ અને રૂપાદેના પુત્ર. જન્મનામ વીરજી. લઘુવયમાં દીક્ષા. દીક્ષાનામ વીરવિજય. અનશન દ્વારા દેહત્યાગ. ‘રત્નવતી-રત્નશેખરનૃપ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦); ‘રાજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૭૮, આસો સુદ ૩), ‘ઉત્તમકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, ભાદરવા સુદ ૧૩), ૬ ખંડ અને ૫૧ ઢાલની ‘દ્રુપદીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, આસો વદ ૧૨) તથા ‘રાયપસેણી સૂત્રાર્થ ચોપાઈ/કેશી પ્રદેશી ચઉપઈ’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, અષાઢ-૩, સોમવાર) તેમની કૃતિઓ છે. છેલ્લી કૃતિ ભૂલથી જિનરંગસૂરિશિષ્ય જિનચંદ્રને નામે મુકાયેલી છે.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકેલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી.{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)-૪'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૪૭ ઢાળની ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, કારતક સુદ ૫)ના કર્તા. જુઓ જિનેશ્વરસૂરિ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)-૫''' [જ.ઈ.૧૭૫૩-અવ.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, જેઠ સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. વીકાનેરના વતની. વચ્છાવતમુહતા ગોત્ર. પિતા રૂપચંદ્ર. દીક્ષા ઈ.૧૭૬૬માં. દીક્ષાનામ ઉદયસાર કે દયાસાર. સૂરિપદ ઈ.૧૭૭૮માં. અવસાન સુરતમાં. ૪ કડીની ‘જિનપૂજા-સ્તવન/જિનબિંબસ્થાપના-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાસાસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર-૬''' [ઈ.૧૭૮૫માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. એમની કૃતિઓમાં ગૂંથાતા ‘લાભઉદય’ એ શબ્દમાં ગુરુનામનો સંકેત હોવાનું સમજાય છે. જેસલગિરિની યાત્રા વખતે રચાયેલું ૯ કડીનું ‘પાર્શ્વનાથજીનું લઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, માગશર સુદ ૧૧), ૧૦ કડીનું ‘પંચતીર્થીનું સ્તવન’, ૭ કડીનું ‘આદીશ્વરજિન-સ્તવન’ તથા ૫ અને ૯ કડીનાં ૨ પદ-એ મુદ્રિત કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર-૭''' [               ]: જૈન સાધુ. કૃતિમાં આવતો જિનહર્ષ શબ્દ ગુરુનામનો સૂચક હોઈ શકે. ખરતરગચ્છની પિપ્પલકશાખાના જિનહર્ષસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ગણાય. તેમણે રચેલી ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’ (મુ.) મળે છે.
કૃતિ : અરત્નસાર.
સંદર્ભ : ઐજૈકાસંગ્રહ.{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(યતિ)-૮''' [               ]: જૈન સાધુ. “જિનચંદ્રજતીસર” એવી નામછાપવાળી આંતરપ્રાસ ધરાવતી ૪ કડીની “દિવાળીપર્વની સ્તુતિ” (મુ.)ના કર્તા.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.{{Right|[ચ.શે.]}}

'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય''' : ૧૦ કડીની ‘જિનચંદ્રસૂરિ-ચોપાઈ’, ‘ગુર્વાવલીવર્ણના-ચોપાઈ’, ૧૫ કડીની ‘વાડીપાર્શ્વનાથજિન-છંદ’, જિનચંદ્રસૂરિ વિશેનાં પદો તથા ચંદ્રાયણાના કર્તા કયા જિનચંદ્રસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈમગૂકરચનાએં ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૧'''[ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચછના જિનપ્રબોધસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫થી ઈ.૧૩૨૦)ના શિષ્ય. વસંતવર્ણનની ભૂમિકા સાથે જિનચંદ્રસૂરિએ કરેલા કામવિજયનું વર્ણન કરતા ‘જિનચંદસૂરિ-ફાગુ’ (મુ.) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૬ કડીની ‘યુગવરગુરુ-સ્તુતિ’ અને ૭ કડીની ‘આદિનાથ-બોલી’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રાફાસંગ્રહ(+સં.).
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[કી.જો.]}}

'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૨''' [ઈ.૧૫૭૭માં હયાત] : જૈન. ખરતરગચ્છના જિનમાણિકસૂરિશિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય. જિનચંદ્રસૂરિ પાસે શ્રાવિકા ગેલીએ ઈ.૧૫૭૭/સં.૧૬૩૩, ફાગણ વદ ૫ના રોજ વ્રત લીધાં તેનું વર્ણન કરતા ‘બારવ્રત-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[કી.જો.]}}

'''જિનતિલક-૧''' [               ]: તપગચ્છ-રત્નકારગચ્છના જૈન સાધુ. હેમચંદ્રના શિષ્ય. ૩૭ કડીની ‘ચૈત્યપરિપાટી’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, સં. મુનિશ્રી દર્શન વિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. ઐરાસંગ્રહ : ૩.{{Right|[કી.જો.]}}

'''જિનતિલક-૨''' [               ]: રત્નાકરગચ્છના જૈન સાધુ. ‘ચૈત્ય-પરિપાટી’ના કર્તા.
સંદર્ભ : ઐરાસંગ્રહ(પ્રસ્તા.) : ૩.{{Right|[કી.જો.]}}

'''જિનદત્ત(સૂરિ)-૧''' [ઈ.૧૬૬૯માં હયાત]: જૈનસાધુ. ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનદત્ત(ઋષિ)-૨'''[               ]: જૈન સાધુ. ‘જીવનઋષિનો ભાર’ એ નામની કૃતિના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનદાસ(બ્રહ્મ)-૧''' [ઈ.૧૪૬૪માં હયાત] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈન સાધુ. સકલકીર્તિ-ભુવનકીર્તિના શિષ્ય. બ્રહ્મચારી કોટિના સાધુ હોવાથી પોતાને બ્રહ્મ તરીકે ઓળખાવે છે. સંસ્કૃતમાં ‘રામચરિત’ વગેરે કાવ્યોની રચના કરનાર આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં અનેક કથાત્મક કાવ્યોની રચના કરી છે. તેમાં દુહા-ઢાળબદ્ધ ૯ ભાસ ને ૨૦૪ કડીની ‘સુગંધદશમી-કથા’ (મુ.) સુગંધ દશમીવ્રતનો મહિમા બતાવતી, અપરમાની અવળાઈ છતાં રાજરાણી પદ પામતી સુગંધકુંવરીની કથા વર્ણવે છે. ને આ પરંપરાની ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. સીધી કથા કહી જતી આ કૃતિમાં સુંદર ધ્રુવાઓ અને વિવિધ લોકપ્રિય ઢાળોના વિનિયોગથી મનોહર ગેયતા સિદ્ધ થયેલી છે.
એમની અન્ય રાસકૃતિઓમાં ‘હરિવંશ રાસ’ (ર.ઈ.૧૪૬૪/સં.૧૫૨૦, વૈશાખ સુદ ૧૪), ‘યશોધર-રાસ’, ૪૫૦૦ ગ્રંથાગ્રનો ‘આદિનાથ-રાસ’, ‘શ્રેણિક-રાસ’, પૂજાફલવિષયક ‘કરકડું-રાસ’, ‘હનુમંત-રાસ’, ‘સમકિતસાર-રાસ’, ‘સાસરવાસોનો રાસ’, વજ્રસેન અને જયાવતીની કથા કહેતા ૧૨૮ દુહાના ‘પુષ્પાંજલિ વ્રત-રાસ’, ‘રામાયણ-રાસ’ (ર.ઈ.૧૪૬૪), ‘અનંતવ્રત-રાસ’, અને ‘અંબિકા-રાસ’નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સુકુમાલ, ચારુદત્ત, શ્રીપાલ, જીવન્ધર, નાગશ્રી, નાગકુમાર, જંબૂસ્વામી, જોગી, પ્રદ્યુમ્ન, ધનપાલ, પુરંદર, પંચપરમેષ્ઠી, ધર્મપરીક્ષા, ષોડશકારણ, લબ્ધિવિધાક, અષ્ટાભિક, શ્રુતિસ્કંધ, આકાશપંચમી, નિર્દોષસપ્તમી, કાલશદશમી, અનંતચતુર્દશી, ચંદનષષ્ઠી, ભદ્રસપ્તમી, શ્રવાણદ્વાદશી એ વિષયોના કથાનકો રચ્યાં હોવાનું અને એમનાં કુલ કથાકાવ્યો ૫૦ ઉપરાંત હોવાનું નોંધાયું છે. એમને પૂજાપાઠવિષયક અનેક રચનાઓ કરી હોવાની માહિતી પણ મળે છે. ‘દશલક્ષણિકધર્મપૂજા’ તથા ‘શ્રુતિજયમાલા’ વગેરે કેટલીક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને ભાષામાં ચાલે છે. કવિની ગુજરાતી ભાષામાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વરતાય છે. તે ઉપરાંત હિંદી ભાષામાં એમની ‘ધર્મ-પચીસી’ નામે કૃતિ પણ નોંધાયેલી છે.
કૃતિ : સુગંધદશમી કથા, સં. હીરાલાલ જૈન, ઈ.૧૯૬૬ (+સં.).
સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર,
હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનદાસ-૨'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. પરદેશ ખેડવા નીકળેલા ૩ વેપારીઓની કથા દ્વારા જુગારનાં બૂરાં ને જીવદયાનાં રૂડાં પરિણામ સમજાવતો ૬ ઢાળનો ‘વ્યાપારી-રાસ’ (ર.ઈ.૧૬૬૩/સં.૧૭૧૯, માગશર-૬, મંગળ/શુક્રવાર; મુ.), ૪૨ કડીનો ‘જોગી-રાસ’ તથા ‘પુણ્યવિલાસ-રાસ’ એ એમની કથાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત ગિરનારની યાત્રા વખતે રચાયેલ ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, આસો સુદ ૨; મુ.) તેમ જ અન્ય સ્તુતિઓ, પદો અને લાવણીઓ વગેરે આ કવિએ રચ્યાં હોવાનું નોંધાયું છે. વસ્તુત: જિનદાસની નામછાપવાળી ઘણી સ્તુતિરૂપ અને ઉપદેશાત્મક લાવણીઓ હિંદી ભાષામાં મુદ્રિત મળે છે.
કૃતિ : ૧. વ્યાપારી રાસ, શા.ભીમસિંહ માણેક, સં. ૧૯૬૯;  ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈસમાલા(બા) : ૧.
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનદેવ'''  [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. એમના આચાર્યકાળ (ઈ.૧૪૦૧ - ઈ.૧૪૪૩)માં રચાયેલા ૫ ઢાળ ને ૩૧ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીરસ્વામીનું સ્તવન’ (લે.ઈ.૧૪૧૭)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯ - ‘(શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવ કૃત) સત્તાવીશ ભવનું શ્રી મહાવીર સ્તવન’, સં. કંચનવિજયજી (+સં.).{{Right|[કી.જો.]}}

'''જિનપદ્મ(સૂરિ)''' [૧૪મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૩૪૪/સં. ૧૪૦૦, વૈશાખ સુદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. પંજાબના છાજહડ કે ખીમડ કુળમાં જન્મ. પિતા આંબા શાહ. માતા કીકી. ઈ.૧૩૩૩/૧૩૩૪માં સૂરિપદ. સૂરિપદ આઠમે વર્ષે અપાયું હોવાની ને તેથી જન્મ ઈ.૧૩૨૬માં હોવાની માહિતી પણ નોંધાયેલી છે, પરંતુ તે પૂરતી અધિકૃત હોવાનું જણાતું નથી. બાલ્યાવસ્થાથી જ સરસ્વતી પ્રસન્ન. તેથી પાટણસંઘે તેમને ‘બાલ-ધવલ-કૂર્ચાલ-સરસ્વતી’નું બિરુદ આપેલું.
આ કવિનું દુહા-રોળાબદ્ધ ૨૭ કડી ને ૭ ભાસનું ‘સ્થૂલિભદ્ર-ફાગુ’ - (મુ.) પ્રાપ્ત ફાગુકાવ્યોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા ગાવા રચાયેલા આ કાવ્યમાં વર્ષાઋતુ અને કોશાના સૌંદર્યનાં આલંકારિક વર્ણનો, નાટ્યાત્મક પ્રસંગ-ભાવ-ચિત્રણ ને કવિની ભાષાપ્રૌઢી આસ્વાદ્ય છે. આ ઉપરાંત, આ કવિને નામે ૨૬ કડીનું ‘શત્રુંજય-ચતુર્વિંશતિ-સ્તવન’ નોંધાયેલું છે.
કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ; ૨. પ્રાગૂકાસંચય; ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.);  ૪. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ - ‘જિનપદ્મસૂરિકૃત શ્રી સ્થૂલિભદ્રફાગુ’ સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી (+સં.).
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો’; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૫. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનપ્રભ(સૂરિ)શિષ્ય''' : ૭ કડીના ‘નવકારનો લઘુ-છંદ/પંચ પરમેષ્ઠી-નમસ્કાર’(મુ.)ના કર્તા જૈન સાધુ કયા જિનપ્રભસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃત : ૧. ચૈસ્તસંગ્રહ:૨; ૨. જૈકાપ્રકાશ : ૧;  ૩. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

'''જિનપ્રભ(સૂરિ)શિષ્ય-૧''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. લઘુખરતરગચ્છના જિનસિંહસૂરિશિષ્ય જિન પ્રભસૂરિના શિષ્ય. જિનપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૮૫-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ)માં રચાયેલાં એમની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો (મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.{{Right|[કી.જો.]}}

'''જિનભક્તિ'''  [               ]: ‘જિનભક્તિ’ તેમ જ ‘જિનભક્તિસૂરિ’ એવી નામછાપથી તીર્થ તેમજ તીર્થંકરવિષયક કેટલાંક સ્તવનો (૩ મુદ્રિત) મળે છે તેમાંથી અમુક સ્તવનો પરત્વે એ ખરતરગચ્છના જિનસુખસૂરિશિષ્ય જિનભક્તિસૂરિની રચનાઓ હોવાનું નોંધાયું છે, જે સંભવિત હકીકત જણાય છે. આ જિનભક્તિસૂરિ(જ.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, જેઠ સુદ ૩ - અવ. ઈ.૧૭૪૮/સં. ૧૮૦૪, જેઠ સુદ ૪) શેઠ ગોત્રના ઇન્દ્રપાલસરના નિવાસી હરિચંદ્ર શાહ તથા હરિસુખદેવીના પુત્ર હતા. મૂળ નામ ભીમરાજ. દીક્ષા ઈ.૧૭૨૩. દીક્ષાનામ ભક્તિક્ષેત્ર. સૂરિપદ ઈ.૧૭૨૩/૧૭૨૪માં. અવસાન માંડવી (કચ્છ)માં.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ’;  ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનભદ્ર(સૂરિ)''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ - અવ.ઈ.૧૪૫૭/સં. ૧૫૧૪, માગશર/મહા વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના પટ્ટધર. મૂળ નામ ભાદો/ભાડે. ગોત્ર ભણશાલિક. ‘જૈન પરંપરાનો ઇતિહાસ’ જ. ઈ.૧૩૯૪, દીક્ષા ઈ.૧૪૦૫ આપે છે તેને અન્ય સંદર્ભોનો ટેકો નથી. આચાર્યપદ ઈ.૧૪૧૯માં. અવસાન કુંભલમેરમાં. આ પ્રભાવક અને પ્રતિભાશાળી આચાર્ય કર્મપ્રકૃતિ તથા કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથો પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી, અનેક ગ્રંથભંડારોની સ્થાપના કરી હતી ને જૈન શાસ્ત્રોના ઉદ્ધારમાં રસ લીધો હતો.
સંસ્કૃતમાં ‘અપવર્ગનામમાલા’ અને પ્રાકૃતમાં ‘જિનસત્તરીપ્રકરણ’ રચનાર આ કવિનું ગુજરાતી ભાષામાં ૮ કડીનું ‘મહાવીર-ગીત’ તથા ૧૫ કડીનું ‘અષ્ટોત્તરપાર્શ્વનાથ - સ્તવન’ મળે છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૨, મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦; ૩. જૈસાઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ:૩(૧); ૬ ડિકેટેલૉગભાવિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનભદ્ર(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી] : જૈન. ખરતરગચ્છમાં જિનરાજસૂરિની પાટે આવેલા જિનભદ્રસૂરિ(આચાર્યકાળ ઈ.૧૪૦૫ - ઈ.૧૪૫૮)ના શિષ્ય. ૩૭ છપ્પામાં રચાયેલી, જિનભદ્રસૂરિની વીગતે પ્રશસ્તિ સાથે ખરતરગચ્છની પટ્ટાવલી વર્ણવતી ‘ખરતર-ગુરુગુણવર્ણન-છપ્પય’(મુ.) તથા જિનભદ્રસૂરિ વિશેનાં ૨ ગીતના કર્તા. પહેલી કૃતિને ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ’ ભૂલથી અભયતિલકને નામે મૂકી છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. આકવિઓ :૧;  ૨. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[કી.જો.]}}

'''જિનમહેન્દ્ર(સૂરિ)''' [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી’(ર.ઈ.૧૮૪૨; મુ.)ના કર્તા.
કૃતિ : અસ્તમંજુષા. {{Right|[કી.જો.]}}

'''જિનમાણિક્ય''' [               ]: ૨૧ કડીના ‘શીતલનાથ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’એ કર્તાને ખરતરગચ્છના જિનમાણિક્ય (જ. ઈ.૧૪૯૩ - અવ. ઈ. ૧૫૫૬) ગણ્યા છે પરંતુ તે માટે કૃતિમાં કશો આધાર નથી.
સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનરત્ન(સૂરિ)''' : આ નામે ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તેના કર્તા કયા જિનરત્નસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનરત્ન(સૂરિ)-૧''' [જ. ઈ.૧૬૧૪ - અવ. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ વદ ૭, સોમવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ સૂરિના શિષ્ય. જન્મ સેરૂણ ગામમાં. મૂળનામ રૂપચંદ્ર. ગોત્ર ઓશવાલ લુણીય. પિતા તિલોકશી શાહ. માતા તારાદેવી. ઈ.૧૬૨૮માં દીક્ષા. ઈ.૧૬૪૩/૧૬૪૪માં સૂરિપદ. અવસાન અનશનપૂર્વક અકબરાબાદ (આગ્રા)માં. તેમની પાસેથી ‘ચોવીશી’ (અંશત: મુ.) મળે છે.
કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.).
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનરત્ન(સૂરિ)-૨''' [ઈ.૧૭૩૪ સુધીમાં) : જૈન સાધુ. ‘અર્બુદાલંકારશ્રીયુગાદિદેવ-સ્તવન’(લે.ઈ.૧૭૩૪) તથા ‘નેમિનાથ સ્તવન’ (લે.ઈ.૧૭૩૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનરત્ન(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ૨૨૮ કડીના ‘મંગલકલશ-રાસ’ના કર્તા બૃહત્તપા-ગચ્છના જિનરત્નસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે. ત્યારે ૧૩ કડીના જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા ‘ગુરુ-ફાગ’ તથા ૧૬ કડીની ‘નાગદ્રહસ્વામી-વિનતી’ના કર્તા એમના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૨ - ‘બે ફાગ’, રમણલાલ ચી. શાહ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

'''જિનરંગ/જિનરંગ(સૂરિ)''' : જિનરંગને નામે ‘શાંતિજન-સ્તવન’ (મુ.) તથા જિનરંગસૂરિને નામે ૧૧ કડીની ‘નેમરાજુલ-સઝાય’ અને ૮ કડીની ‘શંખેશ્વર-પાર્શ્વ-સ્તવ’ એ કૃતિઓ મળે છે તે જિનરંગસૂરિ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈરસંગ્રહ.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’ અગરચંદ નાહટા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩.લીંહસૂચી. {{Right|[ચ.શે.]}}

'''જિનરંગ-૧''' [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છની રંગવિજયશાખાના જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. પિતા શ્રમાલી સિંધૂડગોત્રીય સાંકરસિંહ. માતા સિન્દૂરદે. દીક્ષા ઈ.૧૬૨૨. દીક્ષાનામ રંગવિજય. શાહજહાંએ તેમની સાધુતાથી પ્રભાવિત થઈ ૭ સૂબાઓમાં એમના વચનનું પાલન થાય તે માટે ફરમાન કાઢી આપેલું. તે ઉપરાંત તેમને ‘યુગપ્રધાન’ પદવી પણ આપેલી. તેમને એ પદ ઈ.૧૬૫૪માં પ્રાપ્ત થયું હતું.
‘સૌભાગ્યપંચમી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વિજયાદશમી, બુધવાર), ૭ કડીની ‘કાયાજીવ-ગીત,’ ૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’, ૫ કડીની ‘હિયાલી’ અને અન્ય સ્તવનો (ઘણાં * મુ.) એમણે રચ્યાં છે. એમની ‘અધ્યાત્મ-બાવની’ (ર.ઈ.૧૬૭૫) તથા ‘જિનરંગબહુત્તરી/સુભાષિત દુહા’ એ હિંદી કૃતિઓ છે, પરંતુ આગળ નિર્દિષ્ટ કૃતિઓ હિંદી કૃતિઓ તરીકે નોંધાયેલી નથી. આ કવિએ આ ઉપરાંત ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા-સ્તબક’ તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ની રચના કરી હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનરાજ(સૂરિ)/રાજસમુદ્ર''' [જ.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૭, બુધવાર/શુક્રવાર-અવ. ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, અસાડ સુદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિ-જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ ખેતસી. બોથરા ગોત્ર. પિતા ધરમસી શાહ. માતા ધારલદેવી. દીક્ષા ઈ.૧૬૦૦/૧૬૦૧માં. દીક્ષાનામ રાજસમુદ્ર. ઈ.૧૬૧૧/૧૬૧૨માં વાચકપદ અને ઈ.૧૬૧૮માં આચાર્યપદ. ત્યારથી ‘ભટ્ટારક’ કહેવાયા. તેમણે ૬ ભાષા, ૧૮ લિપિ, ૧૪ વિદ્યા, ૭૨ કલા, ૩૬ રાગ તથા અલંકાર, કોશ, છંદ, તર્ક, વ્યાકરણ આદિ શાસ્ત્રોમાં પારંગતતા મેળવી હતી. અનેક તીર્થયાત્રાઓ કરી હતી અને સેંકડો જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું અવસાન પાટણમાં થયું હતું.
વિવિધ પ્રકારોમાં થયેલું, ‘રાજસમુદ્ર’ તેમ જ ‘જિનરાજ’ એવી નામછાપ ધરાવતું, આ કવિનું વિપુલ સાહિત્યસર્જન ધર્મોપદેશક અને અધ્યાત્મવિષયક છે. પરંતુ તેમાં અલંકારોની પ્રૌઢિ અને અનુપ્રાસાત્મક શૈલી કવિના કાવ્યકસબનો પરિચય કરાવે છે. કવિની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ વર્તાય છે તે ઉપરાંત કેટલીક નાની કૃતિઓ હિંદી ભાષામાં પણ છે. કવિની રાસકૃતિઓમાં દુહા-દેશીબદ્ધ ૨૯ ઢાળનો ‘શાલિભદ્રચરિત્ર-રાસ/શાલિભદ્ર-ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, આસો વદ ૬; મુ.), પ્રાસાદિક વર્ણનકથન, અલંકૃત શૈલી અને ઉપદેશક પંક્તિઓને કારણે રસપ્રદ બને છે. “જિનસિંહસૂરિ સીસ મતિસારે, ભવિયણનિ ઉપગારેજી, જિનરાજવચન અનુસારઈ, ચરિત કહ્યો સુવિચારજી”એ અંતની પંક્તિઓ થોડી સંદિગ્ધ છે અને એમાં ‘મતિસારે’ શબ્દ ‘મતિ અનુસાર’ એવા પ્રચલિત અર્થ ઉપરાંત ‘મતિસાર’ વ્યક્તિનામ હોય એવા અર્થને પણ અવકાશ આપી શકે તેમ છે. તેથી જ આ કૃતિ ઘણી વાર મતિસારને નામે તેમ જ ક્વચિત્ ભૂલથી મતિસાગરને નામે પણ નોંધાયેલી જોવા મળે છે.
મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ ૩૦ ઢાળનો ‘ગજસુકુમાર-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, વૈશાખ સુદ ૫; મુ.) ગજસુકુમારમુનિનું ચરિત્ર ચિત્રાત્મક અને વીગતપૂર્ણ રીતે ને અલંકૃત ભાષામાં આલેખે છે. આ કૃતિ તેમના શિષ્ય જિનરત્નસૂરિએ પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં જિનરત્નસૂરિનું નામ નોંધાયેલું મળે છે પરંતુ કર્તૃત્વનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કવિએ ઈ.૧૬૪૩માં ‘જન્બૂ-રાસ’ રચ્યો હોવાની માહિતી નોંધાયેલ છે પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ લાગે છે.
કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનસિંહસૂરિ-દ્વાદશમાસ’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, કારતક વદ ૯; મુ.), જૈન કર્મસિદ્ધાંતના ઊંડા અધ્યયનના ફળસ્વરૂપ ૧૯ કડીની ‘ચૌદગુણસ્થાનવિચારગર્ભિત પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૯; મુ.), જ્ઞાનપ્રબોધક ‘કર્મ-બત્રીસી’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, ભાદરવા વદ-, ગુરુવાર; મુ.), ‘શીલ-બત્રીસી’(મુ.), ‘પ્રશ્નોત્તરરત્નમાલા-વીશી’, ૪૪ કડીની ‘પાર્શ્વનાથગુણ-વેલી’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, પોષ વદ ૮, બુધવાર), ૩ ઢાળની ‘નવપદ-સ્તવન’ (ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, આસો સુદ ૭; મુ.), વિવિધ દેશીબદ્ધ પ્રાસાદિક ચોવીશી (મુ.) અને વીશી(મુ.) છે.
આ ઉપરાંત, આ કવિએ તીર્થો તથા તીર્થંકરો વિશેનાં અનેક સ્તવનો, પંચેન્દ્રિય, નિંદાવારક વગેરે વિષયો પરની સઝાયો, ઋષભની બાળલીલા અને રામાયણ સંબંધી ભાવવાહી પદો, દમયંતી વગેરે સતીઓ વિશેનાં ગીતો અને ‘કર-સંવાદ’ જેવી અનેક કૃતિઓ (ઘણીખરી મુ.) રચેલી છે. એમણે પોતાની ૨ કૃતિઓ ‘ચૌદ ગુણસ્થાનવિચારગર્ભિતપાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘શીલ-બત્રીસી’ પર બાલાવબોધ પણ રચેલા છે.
આ વિદ્વાન કવિએ સંસ્કૃતમાં ‘નૈષધ મહાકાવ્ય પર ૩૬૦૦૦ શ્લોકની ટીકા તથા ‘ઠાણાંગસૂત્રવિષયપદાર્થ-વૃત્તિ’ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ ગ્રંથો હાલ અલભ્ય છે.
કૃતિ : ૧. જિનરાજસૂરિ કૃત કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.);  ૨. અસ્તમંજુષા; ૩. આકામહોદધિ : ૧; ૪.ઐજૈકાસંગ્રહ (+સં.); ૫. ચોસંગ્રહ; ૬. જ્ઞાનાવલિ : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૨. ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલી’;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનલબ્ધિ''' [ઈ.૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય ‘નવકાર-માહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનલાભ''' [જ.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, શ્રાવણ સુદ ૫ - અવ.ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, આસો સવદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય. જન્મ વાપેઉ ગામમાં. ગોત્ર બોહિત્થરા. બિકાનેરના વતની શાહ પચાયણદાસના પુત્ર. માતા પદ્માદેવી. પૂર્વાશ્રમનું નામ લાલચંદ્ર. ઈ.૧૭૪૦માં દીક્ષા. દીક્ષાનામ લક્ષ્મીલાભ. તેમની પદસ્થાપના ઈ.૧૭૪૮માં થઈ હતી. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન ગૂઢામાં.
વિવિધ દેશીઓમાં રચાયેલી એમની ૨ ચોવીશી(મુ.) મળે છે. તેમાં અવારનવાર શબ્દરચનાની ચમત્કૃતિનો આશ્રય લેવાયો છે. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, વૈશાખ સુદ ૧૨ના રોજ સુરતમાં થયેલી શ્રી સહસ્રફણાપાર્શ્વનાથ આદિની પ્રતિષ્ઠા પ્રસંગે રચાયેલ ‘(સુરતમંડન) શ્રી સહસ્રફણાપાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) ઉપરાંત ૨. ઈ.૧૭૭૨નો ‘સુરતપ્રતિષ્ઠાસ્તવન સંગ્રહ’ (* મુ.) પણ એમને નામે નોંધાયેલો છે. જો કે, આ સંગ્રહમાં એમનાં જ સ્તવનો હશે કે અન્ય મુનિઓનાં પણ, તે સ્પષ્ટ થતું નથી. આ ઉપરાંત, આ કવિએ ‘પાર્શ્વનાથ - સ્તવન’ (ર.ઈ.૧૭૬૨) વગેરે અનેક સ્તવનો, સ્તુતિઓ, ગીતો, હિંદી પદો તેમ જ ૬૩૦૦ ગ્રંથાગ્રની ‘આત્મપ્રબોધ બીજક સહિત’ (ર. ઈ.૧૭૭૭) એ કૃતિઓ રચેલ છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસ્તમંજૂષા; ૩. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો : ૨ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩ (૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનવર્ધન(સૂરિ)-૧''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપદ્મસૂરિની પરંપરામાં જિનરાજસૂરિના શિષ્ય. એ ઈ.૧૪૦૫માં જિનરાજસૂરિની પાટે આવેલા. પણ ચતુર્થવ્રતનો ભંગ કર્યાથી એમને અપાત્ર ઠરાવી એમને સ્થાને ઈ.૧૪૧૯માં જિનભદ્રસૂરિને સ્થાપિત કરવામાં આવ્યા. આથી ઈ.૧૪૧૮માં જિનવર્ધનસૂરિએ ખરતરના પાંચમા ગચ્છભેદ પિપ્પલકશાખાની સ્થાપના કરી. એમના ઈ.૧૪૧૯ સુધીના પ્રતિષ્ઠાલેખો મળે છે. એમણે ૩૨ કડીની ‘પૂર્વદેશ તીર્થમાલા/ચૈત્યપરિપાટી’ની રચના કરેલી છે. આ ઉપરાંત સંસ્કૃતમાં શિવાદિત્યકૃત ‘સપ્તપદાર્થી’ પરની ટીકા (ર. ઈ.૧૪૧૮) અને ‘વાગ્ભટાલંકાર’ પરની વૃત્તિ વગેરે એમની કૃતિઓ મળે છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’, ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવર્ધન(ગણિ)-૨''' [ઈ.૧૪૨૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૫મા શતક પૂર્વાર્ધની ભાષાની દૃષ્ટિએ નોંધપાત્ર, આ પંડિત કવિની કૃતિ બોલીબદ્ધ ‘તપગચ્છ ગુર્વાવલી’ (લે. ઈ.૧૪૨૬; મુ.) મહાવીરથી સોમસુંદર સુધીની તપગચ્છીય પટ્ટાવલીને આલેખતી કૃતિ છે.
કૃતિ : ભારતીય વિદ્યા, મહા, ૧૯૯૬ - ‘પદ્યાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્વાવલી’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨){{Right|[ર.સો.]}}

'''જિનવર્ધન-૩''' [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચછના જૈન સાધુ. વાચક કલ્યાણધીરના શિષ્ય. કલ્યાણધીરના અન્ય શિષ્ય ધર્મરત્નની ઈ.૧૫૮૫ની કૃતિ મળે છે તેથી આ કવિને પણ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. એમણે રચેલો ૩૩ કડીનો ‘ઉપદેશકારક-કક્કો’ (મુ.) મળે છે.
કૃતિ : જૈસમાલા(શા.) : ૩; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવર્ધમાન(સૂરિ)''' [ઈ.૧૬૫૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૩૧ ઢાલની ‘ધન્નાઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, આસો સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).{{Right|[ર.સો.]}}

'''જિનવલ્લભ(સૂરિ)''' [ઈ.૧૧મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૧૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કર્ણ અને સિદ્ધરાજના સમકાલીન. પહેલાં તેઓ કૂર્ચરપુરગચ્છના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તેમના કહેવાથી અભ્યાસાર્થે અભયદેવસૂરિ પાસે ગયા. શ્રદ્ધા બદલાતાં ચૈત્યવાસ છોડી, અભયદેવસૂરિના શિષ્ય થયા. કહેવાય છે કે તેમણે પોતાની કેટલીક કૃતિઓને ચિત્રકૂટ, નરવર, નાગપુર વગેરે સ્વપ્રતિષ્ઠિત વીરવિધિચૈત્યોમાં ઈ.૧૧૦૮માં પ્રશસ્તિ રૂપે કોતરાવી હતી. આચાર્યપદ ઈ.૧૧૧૧માં. વિદ્વાન આચાર્ય તરીકે પ્રતિષ્ઠિત આચાર્યપદ પ્રાપ્તિ પછી એ જ વર્ષે, ૬ મહિના બાદ સ્વર્ગવાસ.
એમણે નવકાર આરાધનાના ફળનું વર્ણન કરતી ૧૩ છપ્પાની ‘પંચપરમેષ્ઠિ-નમસ્કાર-માહાત્મ્ય/નવકારફલ-સ્તવન’ (મુ.) એ કૃતિ રચેલી છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘પિંડ વિશુદ્ધિ પ્રકરણ’, ‘ગણધર-સાર્ધશતક’, ‘ધર્મશિક્ષા’, ‘પ્રશ્નોત્તર-શતક’, ‘સંઘ-પદ્રક’, ‘શૃંગાર-શતક’ અને અન્ય સ્તોત્ર સંસ્કૃતમાં મળ્યાં છે.
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. પ્રાગુકાસંચય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનવિજય''' : આ નામે ‘અનંતજિન-સ્તવન’, ‘એકાદશી-સ્તુતિ’, ‘યુગમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) વગેરે કેટલીક મુદ્રિત કૃતિઓ અને ‘નેમિસ્નેહ-વેલી’ તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સઝાયો, ભાસ વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે પણ તે કયા જિનવિજયની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જો કે ઘણીબધી કૃતિઓ જિનવિજય-૩ની હોવા સંભવ છે.
કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. ચૈસ્તસંગ્રહ: ૨; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જિભપ્રકાશ; ૫. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવિજય-૧''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છની જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં વિમલવિજયશિષ્ય કીર્તિવિજય વાચકના શિષ્ય. તેમની કૃતિઓ ઈ.૧૬૩૮ અને ઈ.૧૬૮૩ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. એમની કૃતિઓમાં ૨૭ કડીની ‘ચોવીસજિન ઢાળમાળા-સ્તવન/જિનસ્તવન-ચોવીસ’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, માગશર વદ ૧૩, બુધવાર; મુ.), ૪ અધિકાર અને ૭૨૫ ગ્રંથાગ્રની ‘જયનૃપ-ચોપાઈ/જયવિજયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૮) અને ૧૦ દૃષ્ટાંત પરની ૧૦ સઝાયો (ર.ઈ.૧૬૭૩/૧૬૮૩; મુ.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘વાક્યપ્રકાશ’ પર અવચૂરિ (ર.ઈ.૧૬૩૮) પણ રચી છે.
કૃતિ : ૧. ચોસંગ્રહ;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘દાશદૃષ્ટાંતની સઝાય’, સં. માનતુંગવિજયજી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં દેવવિજયશિષ્ય યશોવિજય/જશવિજયના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૬૫૪ અને ઈ.૧૭૧૬ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. ‘હરિબલની ચોપાઈ’, ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૧) અને ૨૭ ઢાળ અને ૪૮૭ કડીનો ‘ગુણાવલી-રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો સુદ ૧૦), ૧૧ કડીની ‘સિદ્ધાચલજીનું સ્તવન’ (મુ.), ‘પંચમહાવ્રત-સઝાય’ એ આ કવિની પદ્યકૃતિઓ છે તથા ૩૨૫૦ ગ્રંથાગ્રનો ‘ષડાવશ્યકસૂત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૯૫) ‘દંડક-સ્તબક’ (ર.ઈ.૧૬૯૬) અને આશરે ૧૪,૦૦૦ ગ્રંથાગ્રનો ‘જીવાભિગમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૬) એમની ગદ્યકૃતિઓ છે. આ ઉપરાંત એમણે ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર સંસ્કૃત અવચૂરિ (ર.ઈ.૧૬૫૪) પણ રચી છે.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવિજય-૩''' [જ.ઈ.૧૬૯૬ - અવ. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, મંગળવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ક્ષમાવિજયની શિષ્ય. જન્મ અમદાવાદમાં. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ધર્મદાસ. માતા લાડકુંવર. પૂર્વાશ્રમનું નામ ખુશાલ. ઈ.૧૭૧૪માં દીક્ષા. અવસાન પાદરામાં.
એમની કૃતિઓમાં કર્પુરવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ૯ ઢાળનો ‘કર્પુરવિજયનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, આસો સુદ ૧૦, શનિવાર; મુ.), ક્ષમાવિજયગણિનું ચરિત્રવર્ણન કરતો ૧૦ ઢાળનો ‘ક્ષમાવિજયનિર્વાણ-રાસ’, ‘વિહરમાનજિન-વીસી’ (ર. ઈ.૧૭૩૩), ૬ ઢાલનું ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૩૭), ૪ ઢાલનું ‘એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૭૩૯) અને ૨ ‘ચોવીસીઓ’, ‘પંચમહાવ્રત અને પચીસ ભાવનાનું પંચઢાળીયું’ એ લાંબી કૃતિઓ (સર્વ મુ.) છે. ઉપરાંત એમણે ચૈત્યવંદનો, સઝાયો, સ્તવનો અને સ્તુતિઓ રૂપે અનેક નાની રચનાઓ (કેટલીક મુ.) પણ કરી છે. ભાષાની પ્રાસાદિકતા આ કવિની કૃતિઓમાં નોંધપાત્ર છે.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજૂષા; ૩. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૮. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૯. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૦. જૈરસંગ્રહ; ૧૧. મોસસંગ્રહ; ૧૨. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનવિજય-૪''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં હિતવિજયના શિષ્ય અને ભાણવિજયના ગુરુબંધુ. આ કવિની ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાચરિત્ર’ને આધારે રચેલી ધન્નાના ચરિત્રને વીગતે નિરૂપતી ને ધન્ના ને શાલિભદ્રના સંસારત્યાગને વર્ણવતી ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળોમાં વિસ્તરેલી કૃતિ છે. વાર્તાને રંજક-બોધક બનાવવા વચ્ચેવચ્ચે મૂકેલાં સંસ્કૃત સુભાષિતો ને આડકથાઓ કૃતિના લાક્ષણિક અંશો છે. આ ઉપરાંત આ કવિએ ૪૧ ઢાળનો ‘શ્રીપાળચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦, ગુરુવાર), ૭૨ કડીનો ‘નેમિનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, આસો વદ ૩૦) અને વિજયક્ષેમસૂરિ વિશેની ૨ સઝાયોની રચના પણ કરી છે.
કૃતિ : ૧. ધન્નાશાલિભદ્રનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; ૨. ધન્ના શાલિભદ્રનો રાસ, પ્ર. શાહ લખમસી જેસિંગભાઈ, ઈ.૧૯૨૮.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનશેખર'''  [               ]: જૈન સાધુ. જિનતિલકસૂરિના શિષ્ય. ‘શેખર’ એ નામછાપ ધરાવતી ૨૫ કડીની ‘ચતુર્વિંશતિ-નમસ્કાર’ એ કૃતિના કર્તા. લઘુખરતરગચ્છની શ્રીમાળી શાખાના ૧૫મી સદી પૂર્વાર્ધમાં હયાત જિનતિલકસૂરિના શિષ્ય હોવાની સંભાવના.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનસમુદ્ર :''' આ નામે મળતા ‘કલ્પસૂત્ર-બાલાવબોધ(આદીશ્વર ચરિત્રપર્યંત), (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા કયા જિનસમુદ્ર છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનસમુદ્ર(સૂરિ)-૧/મહિમાસમુદ્ર/સમુદ્ર(સૂરિ)''' [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. જિનેશ્વરસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. પિતા હરરાજ. માતા લખમાદેવી. એમના શિષ્ય જિનસુંદરસૂરિએ પોતાની ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ની પ્રશસ્તિમાં એમનું દીક્ષાનામ મહિમાસમુદ્ર જણાવેલું છે. ઈ.૧૬૪૨થી ઈ.૧૬૯૫ સુધીનાં રચનાવર્ષો દર્શાવતી તેમની કૃતિઓ મળે છે.
આ કવિએ ‘ઉત્તમચરિત્ર-રાસ/નવરસસાગર’, ‘શત્રુંજયયાત્રા-રાસ’ (ર.ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, વૈશાખ સુદ ૧૦), ‘ઇલાયચી કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫), ‘આતમકરણી-સંવાદ’ (ર.ઈ.૧૬૫૫), ‘સત્તર ભેદીપૂજા’ (ર.ઈ.૧૬૬૨), ‘પ્રવચન સારરચના-વેલી’, ૧૮૦૦ ગ્રંથાગ્રની ‘મનોરથમાલા’, તથા હિંદી ભાષામાં ‘તત્ત્વપ્રબોધ નામમાલા’ (ર.ઈ.૧૬૭૪) એ દીર્ઘ કૃતિઓ રચેલી છે. ૨૦૦ જેટલાં સ્તવનો કવિએ રચ્યાં હોવાનું કહેવાયું છે, જેમાં ૩ ઢાળ અને ૫૯ કડીના શત્રુંજય ગિરનાર મંડન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, જેઠ-), ૫૯ કડીનું ‘સીમંધર-સ્તવન’, ‘પંચમીતપરૂપક-વર્ધમાનજિન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૨) વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. કવિને નામે ‘નેમિનાથ-બારમાસી’, ‘અધ્યાત્મ-પચીસી’, જિનેશ્વરસૂરિ વિશેનું ૧ તથા જિનચંદ્રસૂરિ વિશેનાં ૩ ગીત (જેમાંના ૨ ‘મહિમસમુદ્ર’ની નામછાપથી છે; બધી મુ.) ઉપરાંત અન્ય ગીતો, સંવાદ, સઝાય, ફાગુ, ધમાલ પણ નોંધાયેલાં મળે છે. તેનો સમાવેશ ઉપર્યુક્ત ૨૦૦ની સંખ્યામાં થાય છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. કવિની આ કૃતિઓમાંની કેટલીક હિંદી ભાષામાં પણ હોવાનું સમજાય છે.
કૃતિ: ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - જિનસુંદરસૂરિકૃત ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ની પ્રશસ્તિ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૫. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

'''જિનસાગર :''' આ નામે ‘નેમરાજુલ-સઝાય’ મળે છે તેના કર્તા કયા જિનસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશનવર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ.{{Right|[કી.જો.]}}

'''જિનસાગર(સૂરિ)-૧''' [ઈ.૧૪૪૫માં હયાત] : ખરતરગચ્છની પિપ્પલક શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. નેમિચંદ્ર ભંડારીની મૂળ પ્રાકૃત, ૧૬૧ કડીના ‘ષષ્ટિશતક-પ્રકરણ’ ઉપરના બાલાવબધ(ર.ઈ.૧૪૩૫/૧૪૪૫; મુ.)ના કર્તા. સંસ્કૃતમાં ‘કર્પુરપ્રકરણ’ પર અવચૂરિ અને ‘હેમ-લઘુવૃત્તિ’ના ૪ અધ્યાયની દીપિકા પણ તેમની પાસેથી મળે છે.
કૃતિ : (નેમિચંદ્ર ભંડારી વિરચિત) ષષ્ઠિશતક પ્રકરણ (ત્રણ બાલાવબોધ સહિત), સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩(+સં.).
સંદર્ભ ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનસાગર(સૂરિ)-૨''' [જ.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, કારતક સુદ ૧૪, રવિવાર - અવ. ૧૬૬૩/સં. ૧૭૧૯, જેઠ વદ ૩ કે ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, જેઠ વદ ૩, શુક્રવાર] : ખરતરગચ્છની લઘુ આચાર્યશાખાના પ્રથમ આચાર્ય. જિનસિંહસૂરિના શિષ્ય. મૂળ નામ ચોલા. લાડનું પ્રસિદ્ધ નામ સામલ. પિતા વચ્છરાજ શાહ. માતા મૃગાદે. ગોત્ર બોહિત્થરા. ઈ.૧૬૦૫માં દીક્ષા. દીક્ષાનામ સિદ્ધસેન. ઈ.૧૬૧૮માં આચાર્યપદ. આચાર્યપદ પછી જિનસાગરસૂરિ નામ રાખ્યું. જિનરાજસૂરિ સાથે મતભેદ થતાં ઈ.૧૬૩૦માં લઘુ આચાર્યીય નામે અલગ શાખાની સ્થાપના કરી. તર્ક, વ્યાકરણ, છંદ, કાવ્ય, અલંકાર આદિ વિવિદ શાસ્ત્રના જ્ઞાતા તરીકે જાણીતા હતા. અનશનપૂર્વક અમદાવાદમાં અવસાન. તેમની ‘પાસેથી વીસ વિહરમાનજિન-ગીત/વીસી’ (૨ સ્તવન મુ.) મળે છે.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસિચિ: ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનસાધુ(સૂરિ)/સાધુકીર્તિ''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : વડપગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ઈ.૧૫૨૩માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. ૩૨૩ કડીની ‘ભરત-બાહુબલિ-રાસ’ અને ૫૦ કડીની ‘મૃગાવતી-સઝાય’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનસિંહ(સૂરિ)''' [જ. ઈ.૧૫૪૯/સં. ૧૬૧૫, માગશર સુદ ૧૫ - અવ. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, પોષ સુદ ૧૩.] : જૈન સાધુ. જન્મ ખેતાસરમાં. પિતા શાહ ચાંપસી. માતા ચાંપલદેવી. ચોપડા ગોત્ર. મૂળ નામ માનસિંહ. દીક્ષા ઈ.૧૫૬૭માં. દીક્ષાનામ મહિમારાજ. આ કવિને અકબર બાદશાહ સાથે સંપર્ક થયેલો; તેમની સાથે તેમણે કાશ્મીર વિહાર કરેલો. તેમણે અનેક દેશોમાં અમારીઘોષણા કરાવડાવી હતી. અવસાન અનશનપૂર્વક. તેમણે અનેક સ્તવનો અને સઝાયોની રચના કરી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’, ૨. યુજિનચંદ્રસૂરિ;{{Right|[કી.જો.]}}

'''જિનસુખ(સૂરિ)/જિનસૌખ્ય(સૂરિ)''' [જિ. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, માગશર સુદ ૧૫ - અવ. ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, જેઠ વદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ફોગ-પત્તનના વાસી. બોહરા-ગોત્રીય. પિતા રૂપચંદ/રૂપસી શાહ. માતા રતનાદે/સરૂપદે. દીક્ષા ઈ.૧૬૯૫માં. દીક્ષાનામ સુખકીર્તિ. ઈ.૧૭૦૬/૧૭૦૭માં પદપ્રતિષ્ઠા. અવસાન રીણીમાં.
એમની રચનાઓમાં શંખેશ્વરનાં ૨ સ્તવનો (મુ.), ‘અષ્ટમીસ્તુતિ (મુ.), ૪ ઢાળની ‘જેસલમેરચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૭૧૫; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, અસાડ વદ ૩; અંશત: મુ.) તથા હિંદી ગદ્યમાં જેસલમેરના શ્રાવકોના પ્રશ્નોના ઉત્તર રૂપે ‘સિદ્ધાન્તીય વિચાર’ (ર.ઈ.૧૭૧૧)નો સમાવેશ થાય છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈગૂસારત્નો : ૧(+સં.); ૩. પ્રાતીસંગ્રહ : ૧; ૪. શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right| [ચ.શે.]}}

'''જિનસુંદર(સૂરિ)''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન આચાર્ય. જિનસમુદ્રસૂરિના પટ્ટધર. ૬ ખંડ અને ૧૩૬ ઢાલની ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, આસો વદ ૧)ના કર્તા.
ખરતરગચ્છની વેગડશાખાના જિનસુંદરસૂરિને નામે નોંધાયેલ ૧૦ ઢાળના ‘ગોડી-સ્તવન’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, શ્રાવણ વદ ૧૦) તથા ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, ફાગણ સુદ ૨) એ કૃતિઓના કર્તા ઉપર્યુક્ત જિનસુંદર હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી,’ સં. અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનસોમ :''' આ નામે આઠમી ઢાળ અને ૬૦મી કડી આગળ અપૂર્ણ પ્રાપ્ત થતી ‘નેમિજિન-બારમાસ’ (મુ.) નામની કૃતિ મળે છે, જેમાં કોમળમધુર પ્રાસબદ્ધ સરળ તથા વ્રજની છાંટવાળી ભાષામાં તથા સુગેય દેશીઓમાં રાજિમતીના નેમિનાથ માટેના વિરહનું આલેખન થયું છે.
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનસોમ-૧''' [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. ‘સ્નાત્રવિધિ’ (ર.ઈ.૧૭૨૫) એ ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ચ.શે.]}}

'''જિનસૌખ્ય(સૂરિ)''' : જુઓ જિનસુખ(સૂરિ).

'''જિનસૌભાગ્ય(સૂરિ)''' [જ.ઈ.૧૮૦૬-અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, મહા સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિના પટ્ટધર. મારવાડના સેરડા ગામે જન્મ. મૂળ નામ સુરતરામ. ગોત્ર ગણધર ચોપડા કોઠારી. પિતા કરમચંદ શાહ. માતા કરણદેવી/કરુણાદેવી. ઈ.૧૮૨૧માં દીક્ષા. દીક્ષાનામ સૌભાગ્યવિશાલ. ઈ.૧૮૩૬માં સૂરિપદ. અનેક બિંબોની પ્રતિષ્ઠા કરેલી. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘નવપદ-સ્તવન’ (ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, આસો સુદ ૧૫), ૩ ‘સમેતશિખર-સ્તવન’ (ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, મહા વદ ૧૩) અને ‘ચૌદ પૂર્વ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) મળે છે.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનહર્ષ''' : આ નામે ૪૯ કડીની ‘નેમિ-સલોકો’, ‘ઋષભદેવ-સલોકો’ અને ‘રાવણમંદોદરી-સંવાદ’ એ કૃતિઓ તથા કેટલાંક સ્તવન-સઝાય નોંધાયેલાં છે, જે જિનહર્ષ-૧ની કૃતિઓ હોવાની શક્યતા છે. વસ્તુત: જિનહર્ષ-૧ની ગણાવાયેલી અન્ય અનેક લઘુ કૃતિઓ પણ માત્ર ‘જિનહર્ષ’ એવી નામછાપ ધરાવે છે.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}
'''જિનહર્ષ-૧/જસરાજ''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ - ઈ.૧૮મી સદી આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં સોમજીશિષ્ય વાચક શાંતિહર્ષના શિષ્ય. એમની કેટલીક કૃતિઓમાં મળતી ‘જસરાજ’ અને ‘જસા’ એ છાપ પરથી એ એમનું પૂર્વાવસ્થાનું નામ હોવાનું અનુમાન થાય છે. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૮) અને ‘વસુદેવ-રાસ’ (ર.ઈ.૧૭૦૬)ને આધારે કવિનો કવનકાળ ઈ.૧૬૪૮થી ઈ.૧૭૦૬ સુધીનો ૫૬ વર્ષનો નિશ્ચિત થાય છે. જિનહર્ષને નામે નોંધાયેલ ‘સમેત શિખરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૪) આ કવિની અધિકૃત કૃતિ ગણીએ તો કવિના કવનકાળની પૂર્વ મર્યાદા થોડી આગળ ખસે. ઉપરાંત કવિ ઈ.૧૭૦૬ પછી પણ હયાત હોવાનું નોંધાયું છે એ ઈ.૧૭૨૩નું શંકાસ્પદ રચના વર્ષ ધરાવતી ‘નેમિ-ચરિત્ર’ અને કૃતિ પણ એમને નામે નોંધાયેલી છે.
જિનહર્ષે દીક્ષા જિનરાજસૂરિ પાસે લીધી હતી. ઈ.૧૬૭૯ સુધી રાજસ્થાનમાં અને ત્યારબાદ આયુષ્યના અંત સુધી તેઓ પાટણમાં રહ્યા જણાય છે. ‘સત્યવિજયનિર્વાણ-રાસ’ જેવી કૃતિ બતાવે છે કે જિનહર્ષે ગચ્છમમત્વનો ત્યાગ કર્યો હતો. જીવનના પાછલા કાળમાં વ્યાધિમાં સપડાતાં તેમની પરિચર્યા પણ તપગચ્છના વૃદ્ધિવિજયજીએ કરી હતી. અવસાન પાટણમાં.
પ્રારંભકાળમાં મુખ્યત્વે રાજસ્થાની અને હિંદીમાં અને પછીથી મુખ્યત્વે ગુજરાતીમાં રચના કરનાર આ કવિનું સાહિત્યસર્જન વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. કવિ પ્રાચીન-મધ્યકાલીન સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી, જૈન તેમ જ જૈનેતર કાવ્યપરંપરાથી સારી રીતે અભિજ્ઞ જણાય છે. કવિની ઘણીબધી કૃતિઓ તેમના સુંદર હસ્તાક્ષરમાં પ્રાપ્ત થાય છે તે હકીકત તેમની રુચિની દ્યોતક છે, તો તેમની કૃતિઓમાં મળતા રાગનિર્દેશો તેમની સંગીતની જાણકારીનો સંકેત કરે છે. કવિએ પ્રયોજેલ દેશીઓ અને છંદનું વૈવિધ્ય તેમની કૃતિઓની અસાધારણ ગેયતાની સાખ પૂરે છે.
કવિની રચનાઓમાં જૈનધર્મના ઘણા વિષયોને આવરી લેતી રાસાત્મક રચનાઓનું પ્રમાણ ઘણું મોટું છે અને તેમની કથારસ જમાવવાની હથોટી શામળનું સ્મરણ કરાવે તેવી છે. એમની સઘળી રાસકૃતિઓ દુહાદેશીબદ્ધ છે અને એમાં દેશીઓનું વૈવિધ્ય અત્યંત નોંધપાત્ર છે. એમની ૯ રાસકૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી ૯ ખંડ, ૨૧૭ ઢાળ અને ૮૬૦૦ જેટલી કડીઓનો ‘શત્રુંજયમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, અસાડ વદ ૫, બુધવાર) સૌથી મોટો છે અને ધનેશ્વરસૂરિ વિરચિત ‘શત્રુંજય-માહાત્મ્ય’ના અનુવાદ રૂપે શત્રુંજય તીર્થનો વીગતપ્રચુર ઇતિહાસ આપે છે. ૧૩૨ ઢાળ અને ૩૨૮૭ કડીનો ‘વીસસ્થાનકનો રાસ/પુણ્યવિલાસ-રાસ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ ૩) વીસસ્થાનકનો મહિમા અને તેની વિધિ, સંબદ્ધ કથાઓ સમેત, વર્ણવે છે. ૧૩૦ ઢાળ અને ૨૮૭૬ કડીનો ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨, આસો સુદ ૧૦, રવિવાર) ઋષભદાસના આ વિષયના રાસને આધારે થોડોક સંક્ષેપપૂર્વક રચાયેલો છે. ૨૫ ઢાળ અને ૪૭૭ કડીનો ‘રાત્રિભોજનનો રાસ/અમરસેન-જયસેનનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, અસાડ વદ ૧) ચકલા-ચકલીના પૂર્વાવતારમાં રાત્રિભોજન ન કરવાને કારણે રાજકુમાર અને રાજકુમારીનો અવતાર પામનાર જયસેન અને જયસેનાનું વૃત્તાંત વર્ણવે છે. દિવ્ય વિદ્યાઓ પ્રાપ્ત કરીને, જયસેનાએ ધારેલી વાત પૂરી કરી એને પરણનાર જયસેનની આ કથા કેટલાંક વર્ણનો, મનોભાવોનાં સ્ફુટ વિસ્તૃત આલેખનો અને સુભાષિતોની ગૂંથણીને કારણે રસપ્રદ બને છે. એ જ રીતે પૂર્વભવમાં મુનિઓને વસ્ત્રદાન કરેલું તેના ફળસ્વરૂપે બીજા ભવનમાં સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમચરિત્રકુમારની કથા કહેતો, ૨૯ ઢાળ અને ૫૮૭ કડીનો ‘ઉત્તમકુમારચરિત્રનો રાસ’ (ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, આસો સુદ ૫) પણ એનાં કથારસ, વર્ણનકૌશલ અને પ્રાસાદિક નિરૂપણથી ધ્યાન ખેંચે છે. આ બંને કૃતિઓમાં કડખાની દેશીમાં ચારણી છટાથી થયેલું યુદ્ધવર્ણન કવિની વર્ણનશક્તિનો સમુચિત પરિચય કરાવે છે. ૨૨ ઢાળ અને ૪૨૯ કડીની ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, જેઠ સુદ ૩) અપરમાને પનારે પડેલી અને નાગદેવતાને બચાવતાં એની કૃપાથી માથે આરામ (=બગીચો) નિરંતર ઝળુંબતો રહે એવું વરદાન અને તેને કારણે ‘આરામશોભા’ નામ પામેલી કન્યાની કથા કહેવામાં આવેલી છે. જિતશત્રુ રાજા સાથેના આરામશોભાનાં લગ્ન પછી પણ નાગદેવતા એને અપરમાના દ્વેષમાંથી બચાવે છે. ચમત્કારિક વૃત્તાંતવાળી આ કથા લોકોક્તિઓ તેમ જ લોકપ્રચલિત દૃષ્ટાંતો વગેરેના આશ્રયથી થયેલાં કેટલાંક મનોભાવનિરૂપણો અને પદ્યબંધની કેટલીક છટાઓથી રસપ્રદ બને છે. હરિબલ માછીની જાણીતી કથા કહેતા ૩૨ ઢાળ અને ૬૭૯ કડીના ‘હરિબલમાછી-રાસ’ (ર.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો સુદ ૧, બુધવાર)માં પણ કવિની પદબંધની, દૃષ્ટાંતાદિકની તથા મનોભાવનિરૂપણની શક્તિઓ પ્રગટ થાય છે. ૪૯ ઢાળ અને ૮૬૧ કડીનો ‘શ્રીપાલરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૮૪/સં. ૧૭૪૦, ચૈત્ર-૭, સોમવાર), તપગચ્છના પંન્યાસ સત્યવિજયનું ચરિત્રગાન ને ગુણાનુવાદ કરતો ૬ ઢાળ અને ૧૦૬ કડીનો ‘સત્યવિજયનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, મહા સુદ ૧૦), ૧૫ ઢાળ અને ૮૯ કડીની ‘વયરસ્વામી-ચોપાઈ/ભાસ/સઝાય’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, આસો સુદ ૧), ૧૩ ઢાળ અને ૧૦૫ કડીની ‘અવંતીસુકુમાલ ચોપાઈ/પ્રબંધ/સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, વૈશાખ/અસાડ સુદ ૮, શનિવાર) - કવિની અન્ય મુદ્રિત રાસકૃતિઓ છે.
આ ઉપરાંત તેમની પાસેથી મળતી રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૩૭૨ કડીની ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૪૮/સં. ૧૭૦૪, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૩૧ ઢાળ અને ૧૦૩૪ કડીની ‘કુસુમશ્રી-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૧ કે ૧૬૫૯/સં. ૧૭૦૭, માગશર વદ ૧૧ કે સં. ૧૭૧૫, માગશર વદ ૧૩), ‘ગજસિંહચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૨), ૩૦ ઢાળની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૯, બુધવાર), ૨૧ ઢાળની ‘મંગળકલશ ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, શ્રાવણ/ભાદરવો/આસો વદ ૯, ગુરુવાર), ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, આસો સુદ ૧, મંગળવાર), ૧૦ ઢાળની ‘મૃગાપુત્ર-ચોપાઈ/સંધિ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, મહા વદ ૧૦, શુક્રવાર), ૩૩ ઢાળ અને ૭૦૭ કડીની ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૧ કે ૧૬૬૨/સં. ૧૭૧૭ કે ૧૭૧૮, ભાદરવા સુદ ૮, રવિવાર), ‘રાત્રિભોજન-રાસ/હંસકેશવ-ચોપાઈ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો સુદ ૧૨), ૭૫ ઢાળ અને ૧૩૭૬ કડીની ‘શુકરાજ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, માગશર સુદ ૪), ૩૯ ઢાળ અને ૭૦૯ કડીની ‘રત્નસિંહ-રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, પોષ વદ ૧૧), ૨૭૧/૩૦૧ કડીની ‘શ્રીપાળ-રાસ (નાનો)’ (ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨ ચૈત્ર વદ ૧૩), ૨૬ ઢાળ અને ૪૬૩ કડીની ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, ફાગણ સુદ ૨, બુધવાર), ૨૩ ઢાળ અને ૪૦૭ કડીની બીજી ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, શ્રાવણ/ભાદરવો/આસો સુદ ૬, ગુરુવાર), ૩૫ ઢાળ અને ૭૦૧ કડીની ‘હરિશ્ચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસો સુદ ૫), ૧૨૭ ઢાળ અને ૪૩૦૦ ગ્રંથાગ્રની ‘ઉપમિતિભવ પ્રપંચ-રાસ’ (ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, જેઠ સુદ ૧૫), ૪૨ ઢાળ અને ૮૮૮ કડીની ‘યશોધર-રાસ’ (ર.ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ/વદ ૮), ૪૧ ઢાળની ‘મૃગાંકલેખા-રાસ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, અસાડ વદ ૯), ૩૯ ઢાળ અને ૮૫૦ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ફાગણ વદ ૨, સોમવાર), ૨૪ ઢાળ અને ૪૫૭૮ કડીની ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ફાગણ વદ ૧૨, બુધવાર), ૨૧ ઢાળ અને ૩૮૨ કડીની ‘સુદર્શન શેઠ-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ભાદરવા સુદ ૧૨, શુક્રવાર), ૪૩ ઢાળ અને ૭૫૮ કડીની ‘અજિતસેન કનકાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઇ. ૧૬૯૫/નં. ૧૭૫૧, મહા વદ ૪), ૪ પ્રસ્તાવ, ૧૪૨ ઢાળ અને ૩૦૦૬ કડીની ‘મહાબલમલય સુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો સુદ ૧, સોમવાર), ૨૬/૨૭ ઢાળ અને ૬૦૫ ગ્રંથાગ્રની ‘ગુણકરંડ ગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો વદ ૨), ૧૫૮ કડીની ‘સૌભાગ્યપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૬૯૬), ૩૫૩૩ ગ્રંથાગ્રની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, ફાગણ સુદ ૧૧), ૩૧ ઢાળ અને ૬૨૭ કડીની ‘રત્નચૂડમુનિ-રાસ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૩, શુક્રવાર), ૧૧ ઢાળ અને ૭૯ કડીની ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, શ્રાવણ સુદ ૫, સોમવાર), ૪૮૦ કડીની ‘શીલવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, ભાદરવા સુદ ૮), ૧૯ ઢાળ અને ૩૨૮ કડીની ‘કલાવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૩), ૩૬ ઢાળ અને ૭૭૦ કડીની ‘રત્નશેખર રત્નાવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, મહા સુદ ૨), ૩૩ ઢાળ અને ૬૦૪ કડીની ‘રત્નસાગરનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, પ્રથણ શ્રાવણ વદ ૧૧, સોમવાર), ૧૭ ઢાળ અને ૧૫૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, આસો સુદ ૫, મંગળવાર), ૪ અધિકાર, ૮૦ ઢાળ અને ૧૬૫૭ કડીની ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, જેઠ વદ ૧૦, બુધવાર), ૧૪ ઢાલ અને ૮૬૯ કડીની ‘શ્રીમતી-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, મહા સુદ ૧૦), ૨૯ ઢાળ અને ૨૧૪ કડીની ‘નર્મદાસુંદરીમહાસતી-સઝાય’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ચૈત્ર વદ ૪, સોમવાર), ૫૦ ઢાળ અને ૧૬૩ કડીની ‘વસુદેવ-રાસ’ (ર.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, આસો સુદ ૨, રવિવાર), ૪ ખંડ અને ૧૦૭૮ કડીની ‘નેમિ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૩?/સં. ૧૭૭૯?, અસાડ સુદ ૧૩), અને ‘ચિત્રસેનપદ્માવતી-ચોપાઈ.’
કવિની અન્ય દીર્ઘ કૃતિઓમાં ૭૯ કડીની ‘અભયસારમુનિઢાળિયાં’, ૪ ઢાળ અને ૪૪ કડીની ‘મેઘકુમારનાં ઢાળિયાં’ (મુ.), સંભવત: ૩ વીસી (૨ મુ.-ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, મહા/ચૈત્ર સુદ ૮ તથા ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, દ્વિતીય વૈશાખ સુદ ૩), ૬૭ કડીની ‘જિનપ્રતિમા દૃઢકરણ હૂંડી-રાસ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, માગશર-), ૨ ઢાળ અને ૩૪ કડીની ‘કલિયુગ-આખ્યાન’ (મુ.), ૫ ઢાળ અને ૩૦ કડીની ‘ચિલાતીપુત્ર-સઝાય’ (મુ.), ૧૫ ઢાળ અને ૨૦૮ કડીની ‘દશવૈકાલિસૂત્ર-દશ અધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, આસો સુદ ૧૫), ૧૧ ઢાળ અને ૯૮ કડીની ‘શિયળ-નવવાડ-સઝાય’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૯, ભાદરવા વદ ૨; મુ.), ૭૨ કડીની ‘જીવ ઉત્પત્તિની સઝાય’ (મુ.), ૭ ઢાળ અને ૭૦ કડીની ‘સમક્તિ-સત્તરી-સઝાય’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, શ્રાવણ/ભાદરવો/આસો સુદ ૧૦; મુ.) ૧૯ ઢાળની ‘જ્ઞાતાસુત્ર-સઝાય’ (ર. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, ફાગણ વદ ૭), ૫૦ કડીની ‘પાર્શ્વનાથ દશભવગર્ભિત-સ્તવન’ (મુ.), ૫ ઢાળ અને ૨૧ કડીની ’આદિનાથ-સ્તવન’ (મુ.), ચંદ્રાવળાની ૨૮ કડીની ‘આદિનાથબૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, મહામાસ - ; મુ.), ‘પાર્શ્વનાથ-દોધક-છત્રીસી’, (મુ.) ‘ઋષિ-બત્રીસી-સઝાય’ (મુ.) ૪ ઢાળ અને ૨૪ કડીની ‘મૌન એકાદશી-સ્તવન’ (મુ.), ‘ગૌતમસ્વામી-પચીસી’ (મુ.), ‘આહારદોષ-છત્રીસી’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ વદ ૧૨), ‘સુગુરુ-પચીસી’ (મુ.), ‘વૈરાગ્ય-છત્રીસી’, ‘કુગુરુપચીસી’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ‘કવિત્વ-બાવની’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૩૭ કડીની ‘મહાવીર-છંદ’, ૨૯ કડીની ‘ગણેશજીનો છંદ’, ‘છઆરા-સ્તવન’ તેમ જ હિંદીમાં કવિતની ૨૧ કડીની ‘ચોબોલીકથા’ (મુ.), દુહામાં ‘નંદ-બહુત્તરી/વિરોચન મહેતાની વારતા’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક-; મુ.), ‘સીતામુદ્રડી’, ૨ ચોવીસી (૧ની ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, ફાગણ વદ ૧; બંને મુ.), સવૈયામાં ‘ઓમકાર-બાવની/માતૃકા-બાવની/જસરાજ-બાવની’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.); ‘દોહા-બાવની’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, અસાડ સુદ ૯; મુ.), ‘ઉપદેશ-છત્રીસી’ (ર.ઈ.૧૬૫૭; મુ.); ‘બોધક-છત્રીસી’ (મુ.), સવૈયાની ૨૮ કડીની ‘પાર્શ્વનાથઘગ્ધર-નિશાણી’ (મુ.) તથા રાજસ્થાની ભાષામાં ૪૭ કડીની ‘(ફલોધી) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન/છંદ’ (મુ.), દુહાસોરઠાની ૧૦૬ કડીની ‘પ્રેમપત્રિકા’ (મુ.) વગેરેનો સમાવેશ થાય છે.
આમાંથી ચોવીસીઓ તથા વીસીઓમાં પ્રેમભક્તિના ભાવનો આશ્રય લેવામાં આવ્યો છે તે ધ્યાન ખેંચે છે. ૧ વીસી તો ઢાળ અને ધ્રુવાના વૈવિધ્યભર્યા ગરબાઓ રૂપે રચાયેલી છે અને તેમાં તીર્થંકરનાં જન્મ, નગરાગમન આદિ પ્રસંગોને અનુલક્ષીને, સખીને કે કંથને સંબોધન રૂપે એમનાં રૂપ અને પ્રભાવનું કે પોતાના ભક્તિભાવ કે ગુરુભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કેટલોક આત્મબોધ પણ છે. બાવની વગેરે પ્રકારની કૃતિઓ ઉપદેશાત્મક છે. ‘પ્રેમપત્રિકા’ પ્રભુને લખાયેલ પત્ર રૂપે (પ્રભુરૂપી) સાજનના સ્નેહનો મહિમા પ્રગટ કરતી કૃતિ છે.
જિનહર્ષે સ્તવન, સઝાય, ગીત, પંદરતિથિ, બારમાસ, ચોમાસા, હિયાલી, પ્રહેલિકા વગેરે પ્રકારની અનેક કૃતિઓ (ઘણી મુ.) ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિંદીમાં રચેલી છે. ક્વચિત્ તેમણે સિંધી-પંજાબીમાં પણ કૃતિ રચી છે. એ બધામાં દેશીઓ અને સવૈયા આદિ છંદોના વિનિયોગથી મનોરમ ગેયતા સિદ્ધ થયેલી છે. તે ઉપરાંત તેમાં પ્રાસાદિક ભાવમય નિરૂપણો પણ પ્રાપ્ત થાય છે. ભાવમયતાની દૃષ્ટિએ નેમિરાજિમતીવિષયક ગીતો - જેમાં બારમાસ અને પત્રનો પણ સમાવેશ થાય છે - તે ખાસ ધ્યાન ખેંચે છે. બારમાસ તથા ૧૫ તિથિની દુહાબદ્ધ રાજસ્થાની રચનાઓમાં તો સામાન્ય નાયક-નાયિકાને કેન્દ્રમાં રાખીને વિરહભાવનું આલેખન થયું છે. પાર્શ્વનાથ અને સ્થૂલિભદ્રવિષયક તેમ જ જીવપ્રબોધનો વિષય લઈને પણ આ કવિએ બારમાસ રચ્યા છે તે બતાવે છે કે રૂઢ કાવ્યરૂપોને પણ એ કેવા વૈવિધ્યથી વાપરી શકે છે. ચોમાસાનો કાવ્યપ્રકાર નિપજાવવા ઉપરાંત એમણે વરસાદ, રાધાકૃષ્ણ, યૌવન, માનિની સ્ત્રી વગેરે વિષયોની દુહા, કવિત વગેરે પ્રકારની ફુટકળ રચનાઓ પણ કરી છે.
કવિએ ગદ્યમાં ૧૧૫૦ ગ્રંથાગ્રનો ‘સ્નાત્રપૂજા પંચાશિકા-બાલાવબોધ’, ૬૦૫ ગ્રંથાગ્રનો ‘દીપાલિકાકલ્પ-બાલાવબોધ’, ૨૦૧ ગ્રંથાગ્રનો ‘મૌનએકાદશી-બાલાવબોધ’ અને ‘જ્ઞાનપંચમીકથા-બાલાવબોધ’ રચેલ છે.
કૃતિ : ૧. આરામશોભા રાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી; ઈ.૧૯૮૩ (+સં.); ૨. ઉત્તમકુમાર ચરિત્ર રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭ (+સં.); ૩. કુમારપાળ રાજાનો રાસ, પ્ર. મોહનલાલ દલસુખરામ, ઈ.૧૮૭૬; ૪. રાત્રિભોજન પરિહારક રાસ, પ્ર. ભીમસિંહ માણેક ઈ.૧૮૮૭; (૩જી આ.) ૫. વીસ સ્થાનકનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૦; ૬. શ્રીપાળ રાજાકા રાસ; સં. કેશરમુનિ મહારાજ, સં. ૧૯૯૩; ૭. જિનહર્ષ ગ્રંથાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૮ (+સં.);  ૮. આકામહોદધિ : ૩ (+સં.), ૪ (+સં.); ૯. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૧૦. જૈસસંગ્રહ (ન.); ૧૧. મોસસંગ્રહ;  ૧૨. જૈન સત્યપ્રકાશ, નવે. અને ડિસે. ૧૯૩૯-‘કવિત્વબાવની’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. આલિસ્ટઑઈ : ૨; ૩. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફૉહનામાવલિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનહર્ષ-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - અવ. ૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના પટ્ટધર. જન્મ વાલીવા ગામમાં. પિતા તિલોકચંદ શાહ. માતા તારાદેવી. ગોત્ર મીદડિયા વોરા. ઈ.૧૭૮૫માં દીક્ષા. દીક્ષાનામ હિતરંગ. સૂરિપદ ઈ.૧૮૦૦માં. મંડોવરમાં અનશનપૂર્વક અવસાન. તેમણે ૩૬૦ ગ્રંથાગ્રની ‘વિંશતિસ્થાનક-પૂજા’ (ર.ઈ.૧૮૧૬?/સં. ૧૮૭૨ ? - ‘વરસચંદ્ર દિનેન્દ્ર હરમુખ વિધિ નયન સ્થિતિ મિતિ’, ભાદરવા સુદ ૫, રવિવાર), ૪ કડીની ‘આદિજિનની સ્તુતિ’ (મુ.) અને ૧૫ કડીનું ‘શ્રીસિદ્ધાચલ-સ્તવન’ (મુ.) એ કૃતિઓ રચી છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. આકામહોદધિ : ૪;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનહર્ષશિષ્ય''' [               ]: જૈન. ૨૪ કડીની, અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી ‘કાલસ્વરૂપવિચારગર્ભિત પાર્શ્વનાથ-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

'''જિનહંસ(સૂરિ)''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘ઋષિમંડન પ્રકરણ’ (ર.ઈ.૧૫૦૩) અને ‘ઉત્તમકુમાર-રાસ’(ર.ઈ.૧૫૨૪)ના કર્તા. કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ.૧૪૬૮ - અવ. ઈ.૧૫૨૬) હોવાની સંભાવના છે. આ જિનહંસસૂરિ સેત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ.૧૪૭૯માં દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ.૧૪૯૯.ભટ્ટારકપદ ઈ.૧૫૦૦. આ આચાર્યે બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન પાટણમાં. એમણે સંસ્કૃતમાં ‘આચારાંગ સૂત્ર દીપિકા’ (ર.ઈ.૧૫૨૬) રચેલી છે.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨; ૩. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જિનેન્દ્રસાગર''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાની પરંપરામાં જશવંતસાગરના શિષ્ય. ક્યારેક આ કવિ જૈનેન્દ્રસાગર નામથી પણ ઉલ્લેખાયા છે. એમની કૃતિઓ ઈ.૧૭૨૪ - ઈ.૧૭૩૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. ૨૦ કડીની ‘વિજયદયાસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, ફાગણ સુદ ૩), ૪ કડીની ‘પર્યુષણની થોય’, ‘અષ્ટાપદજિન-સ્તવન’, ૩ ઢાળનું ‘મૌનએકાદશી-સ્તવન’, ‘ઢૂંઢક-પચીસી’ અને ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવનો’માંના કેટલાંક સ્તવનો - આ કવિની મુદ્રિત કૃતિઓ છે. એમનાં સ્તવનોમાં વ્રજની અસરવાળી ભાષા તથા લયમધુર બાની નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘ઋષભ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, ફાગણ સુદ ૯), ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર સુદ ૧૫), ૬૦ કડીનું ‘ત્રિભુવન શાશ્વતા-જિનચૈત્યબિંબસંખ્યા-સ્તવન’ અને આબુગઢ, નેમિનાથ, મહાવીર, સીમંધર વગેરે વિશેનાં સ્તવનો, ગીતો તથા ‘પંચમી-સ્તુતિ’ અને ૬૨ કડીની ‘વિજયક્ષમાસૂરિનોસલોકો’, ‘વિજયલક્ષ્મીસૂરિનો સલોકો’ એ કૃતિઓ પણ કવિએ રચી છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈરસંગ્રહ; ૪. નવપદની પૂજા (અર્થ સહિત) તથા શ્રી નવપદ ઓળીની વિધિ, પ્ર. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, સં. ૧૯૯૬; ૫. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પા. શ્રોફ, ઈ.૧૯૩૬; ૬. સસન્મિત્ર (ઝ); ૭. સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જિનેશ્વર(સૂરિ)''' : આ નામે ‘રાયપસેણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, અસાડ સુદ ૩) મળે છે. સમયદૃષ્ટિએ જોતાં એને જિનેશ્વરસૂરિ-૧ની રચના ગણી શકાય કે કેમ તે પ્રશ્ન છે. તે ઉપરાંત આ જ રચનાવર્ષ સાથે આ કૃતિ જિનરંગસૂરિશિષ્ય જિનચંદ્રને નામે પણ નોંધાયેલી મળે છે. તેથી કર્તૃત્વ સંદિગ્ધ બને છે. આ ઉપરાંત ૩૦ કડીની ૧ ચર્ચરી જિનેશ્વરસૂરિની નામછાપવાળી મળે છે. તેને ઈ.૧૩મી સદીમાં હયાત જિનેશ્વરસૂરિની રચના ગણવામાં આવી છે. પરંતુ એમાં એટલા જૂના સમયનું ભાષાસ્વરૂપ જોવા મળતું નથી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ચ.શે.]}}

'''જિનેશ્વર(સૂરિ)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ (જ. ઈ.૧૫૦૯- અવ. ઈ.૧૫૯૯)ના શિષ્ય. તેમણે તેમના ગુરુના અવસાન પર્યંતના સમગ્ર ચરિત્રને વર્ણવતા, વિવિધ દેશીઓ પ્રયોજતા ૬૧ કડીના ‘જિનગુણપ્રભસૂરિપ્રબંધ-ધવલ’ (મુ.)ની રચના
કરી છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ચ.શે.]}}

'''જિનોદય(સૂરિ)-૧''' [જ.ઈ.૧૩૧૯ - અવ. ઈ.૧૩૭૬/સં. ૧૪૩૨, ભાદરવા સુદ/વદ ૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. પાલણપુરના વતની. ગોત્ર માલ્હ. પિતા રુદ્રપાલ શાહ. માતા ધારલદેવી. મૂળ નામ સમર. ઈ.૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ. ઈ.૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે ‘ત્રિવિક્રમ-રાસ’ (ર.ઈ.૧૩૫૯) રચેલ છે.
સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૧,૨.{{Right|[ચ.શે.]}}

'''જિનોદય(સૂરિ)-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિ-જિનતિલકસૂરિ અને જયતિલકસૂરિના શિષ્ય. કવિની બન્ને કૃતિઓ આ રીતે ૨ જુદા ગુરુનામ બતાવે છે ને એ નામો યથાર્થ હોવાનું સમર્થન અન્યત્રથી મળે છે તેથી બન્ને કૃતિઓના કર્તા જુદા હોવાનો પણ વહેમ જાય. અનુકંપાદાનવિષયક ૨૭ ઢાલની ‘ચંપકચરિત્ર/વૃદ્ધદંત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, કારતક સુદ ૧૩) તથા અસાઇતની ‘હંસાઉલી’ને અનુસરતી દુહાદેશીબદ્ધ ૪ ખંડ અને ૯૧૯ કડીની પ્રાસાદિક કથાકથનયુક્ત ‘હંસરાજવચ્છરાજ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, આસો સુદ ૧૦, રવિવાર; મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : હંસરાજવચ્છરાજનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૫ (છઠ્ઠી આ.)
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

'''જિનોદય(સૂરિ)-૩''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં જિનસુંદરસૂરિના શિષ્ય. ‘સુરસુંદરીઅમરકુમાર-રાસ/સુરસુંદરીસુરકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯,
શ્રાવણ-), ‘પંચાખ્યાન-બાલાવબોધ (બીજક સાથે)’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ચૈત્ર વદ ૧૩, મંગળ/શુક્રવાર), ‘અંજના હનુમાન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, મહા સુદ-), ‘સુયગડાંગ-બાલાવબોધ’ તથા હિન્દીમાં ‘ચોવીસજિનસવૈયા’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૩ મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

'''જીતમલ''' [જ. ઈ.૧૮૦૪ - અવ. ઈ.૧૮૮૨] : તેરાપંથી જૈન સાધુ. ભીખમજી/ભીખુજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય. અવસાન જયપુરમાં.
એમના ૪ ખંડ અને ૬૩ ઢાળનાં ‘ભિખુજસ રસાયણ’ (ર.ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, આસો સુદ ૧, શુક્રવાર; મુ.)માં તેરાપંથના સ્થાપક ભીખુજીનું ચરિત્ર તથા એમનો ઉપદેશ વીગતે વર્ણવાયા છે. આ ઉપરાંત, ૬૩ કડીની ‘ત્રણસો છ બોલની હૂંડી’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૧, બુધવાર; મુ.), ૭૩ કડીની ‘નિવેદ્યકરણીની ઢાળ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ.), ૫૦ કડીની ‘અનુકંપા ઢાળ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, આસો વદ ૪), ‘ભગવતીસૂત્ર ઢાલબંધ’, ‘ઉત્તરાધ્યયન સૂત્રઢાલબંધ’, ‘દશવૈકાલિકસૂત્ર ઢાલબંધ’, ‘પ્રશ્નોત્તરતત્ત્વબોધ’, ‘હેમનવરસા’, ‘દીપજસ’, ‘જયજસ’, ‘શ્રાવકારાધના’ એ એમની અન્ય કૃતિઓ છે. આ કવિની ઘણી કૃતિઓમાં હિન્દી-રાજસ્થાનીનો ઘણો પ્રભાવ વર્તાય છે.
કૃતિ : ભિખુવિલાસ -.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
'''જીવ'''  : “જીવ લહે ભવપાર” અને “જીવ વરે શિવનારી” એવી પંક્તિઓ ધરાવતી અનુક્રમે ‘વીસવિહરમાન જિન-ચૈત્યવંદન’ (મુ.) તથા ‘આપસ્વભાવની સઝાય’ (મુ.) એ કૃતિઓમાં ‘જીવ’ કર્તાનામ ગણવું કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત એ જીવ કયા છે તે પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. મોસસંગ્રહ. {{Right|[કી.જો.]}}

'''જીવજી''' [ઈ.૧૮૪૮ સુધીમાં] : જૈન. ૭ વ્યસનોની વિનાશકતા વિશેના ‘મયણરેહા-રાસ’ (લે. ઈ.૧૮૪૮)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.સો.]}}

'''જીવણ/જીવન''' : આ નામે ‘જમના-સ્તુતિ’ (મુ.), ‘અવતારનો છંદ’ (મુ.), ‘પંદરતિથિ માતાની’ (મુ.), ‘વારનું પદ’ [મુ.), ૨ બોધાત્મક પદો(મુ.), ૧૨ પદના ‘નંદકિશોરના બારમાસ’, ‘રામચરિતના મહિના’ તથા બીજાં કેટલાંક પદો (થોડાંક મુ.) મળે છે તેના કર્તા કયા જીવણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘જીવન’ કે ‘જીવણ’ એવી નામછાપ ધરાવતી ઉપર્યુક્ત કૃતિઓમાંની કેટલીક જીવણદાસને નામે પણ નોંધાયેલી મળે છે. ‘નંદકિશોરના બારમાસ’માં “હો જીવણ નંદકિશોર” એ અંતની પંક્તિમાં ‘જીવણ’ ને કર્તાનામ ગણવું કે કેમ એ કોયડો છે. આમાંની કોઈ કૃતિઓના કર્તા અર્વાચીન હોવાની પણ સંભાવના છે. ૨ બોધાત્મક પદોના કર્તા જીવણ ઈ.૧૭૪૪માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે પરંતુ તેનો આધાર સ્પષ્ટ થતો નથી.
કૃતિ : ૧. ગુકાદોહન; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩.પ્રાકાવિનોદ:૧; ૪. બૃકાદોહન : ૬.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગભાવિ; ૩. ફાહનામાવલિ : ૨; ૪. ફૉહનામાવલિ.{{Right|[ચ.શે.]}}

'''જીવણ(દાસી)-૧/જીવણસાહેબ''' [જ.ઈ.૧૭૫૦ - અવ. ઈ.૧૮૨૫ / સં. ૧૮૮૧, આસો વદ ૩૦] : રવિભાણ સંપ્રદાયના ભજનિક સંતકવિ. ભીમસાહેબના નાદશિષ્ય. સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના ઘોઘાવદરના ચમાર મેઘવાળ. પિતા જગાભાઈ, માતા સામબાઈ અવટંકે દાફડા.
સાંપ્રદાયિક માન્યતા અનુસાર આયુકાળ ઉપર્યુક્ત છે ને તેમણે ઘોઘાવદરમાં સમાધિ લીધી હોવાની હકીકત સ્વીકારાયેલી છે. જીવણસાહેબે ૩૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું - એ રીતે તેનો જન્મ ઈ.૧૭૯૦માં થયો ગણાય - અને ગિરનારના શેષાવનમાં તેમણે સમાધિ લીધી હતી એવી પણ લોકવાયકા નોંધાયેલી છે પરંતુ એ અધિકૃત હોય એમ જણાતું નથી.
સુખી પરિવારના આ જીવણસાહેબને વિશે જે વીગતો લોકોમાં પ્રચલિત છે તે અનુસાર તેમને જાલબાઈ સમેત બે પત્નીઓ હતી. તીવ્ર અધ્યાત્મ જિજ્ઞાસાએ તેમણે એક પછી એક ૧૭ ગુરુઓ બદલ્યા હતા અને છેવટે સંત ભીમને ચરણે જઈને તેઓ ઠર્યા હતા. રાજ્ય તેમ જ સમાજ તરફથી તેમના સંતત્વની થયેલી તાવણીમાંથી તેઓ જે રીતે પાર ઊતર્યા તેની અનેક ચમત્કારકથાઓ પણ લોકોમાં પ્રચલિત છે. તેમનાં તન-મનના સૌંદર્યે આકૃષ્ટ ગોરાંદે નામની બાઈને તેમણે સન્માર્ગે ચડાવી હતી. તેઓ રાધાના અવતાર રૂપ મનાતા હતા અને પોતાને ‘દાસી’ તરીકે ઓળખાવતા હતા.
‘દાસી જીવણ’ એવી નામછાપ ધરાવતાં આ સંતકવિનાં પદો  (ઘણાં મુ.) યૌગિક રહસ્યાનુભૂતિ, પ્રેમલક્ષણાભક્તિ, ગુરુમહિમા, ભક્તિવૈરાગ્યબોધ વગેરે વિષયોને આલેખે છે. યૌગિક રહસ્યાનુભૂતિને વર્ણવતાં પદોમાં પ્રભાવકતા છે, તો પ્રેમલક્ષણાભક્તિનાં પદોમાં મુલાયમતા અને મધુરતા છે. રૂપકો, વર્ણધ્વનિચિત્રો અને તળપદી વાગ્ભંગીઓનો આશ્રય લેતી કવિની વાણીમાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો હિંદી ભાષામાં પણ મળે છે.
કૃતિ : ૧. દાસી જીવણનાં પદો, સં. દલપતભાઈ શ્રીમાળી ઈ.૧૯૬૬(+સં.); ૨. દાસી જીવણસાહેબની વાણી, સં. પ્રેમવંશ ગુરુચરણદાસજી, ઈ.૧૯૭૪(+સં.);  ૩. ગૃહિવાણી (+સં.); ૪. બૃકાદોહન : ૮; ૫. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) [+સં.); ૬. સતવાણી; ૭. સોસંવાણી (+સં.);  ૮. ઊર્મિનવરચના, ઑક્ટો. તથા ડિસે; ૧૯૭૯ તેમ જ જાન્યુ.થી જૂન ૧૯૮૦.
સંદર્ભ : ૧. ‘જીવણ આખ્યાન’ જ્ઞાન અખૂટ ભંડાર, સં. ગુંસાઈ રેવાગર પિતાંબરગર, ઈ.૧૯૧૫;  ૨. આગુસંતો : ૧; ૩. ગુસામધ્ય; ૪. ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૫. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨.{{Right|[ચ.શે.]}}
'''જીવણજી-૧''' : [જ.ઈ.૧૫૯૩ - અવ. ઈ.૧૬૮૧] જુઓ જીવણદાસ - ૧.

'''જીવણજી-૨''' [ઈ.૧૬૫૨માં હયાત] : જૈન સાધુ. ચતુરમુનિના શિષ્ય. ‘મંગલકલશ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨)ના કર્તા. કર્તા ભૂલથી જીવણસિંહ નામથી પણ નોંધાયા છે.
સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જીવણજી(મુનિ)-૩''' [               ]: જૈન સાધુ. ‘શિયળનું ચોઢાળિયું’ (મુ.)ના કર્તા.
કૃતિ : વિવિધપુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.) {{Right|[કી.જો.]}}

'''જીવણદાસ'''  : આ નામે ગુરુમહિમાનું વર્ણન કરતો ‘જ્ઞાન-કક્કો’ (મુ.), ગોપીકૃષ્ણવિરહને વર્ણવતી ૬૪ કડીની ‘શ્રુતવેલ’, તિથિઓ, વાર, કૃષ્ણભક્તિનાં, શિખામણનાં તથા અન્ય પદ (કેટલાંક)મુ.) મળે છે તે કયા જીવણદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જીવણ.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪; ૨. બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.{{Right|[ચ.શે.]}}

'''જીવણદાસ-૧/જીવણજી''' [જ.ઈ.૧૫૯૩ - અવ. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ભાદરવા સુદ ૫] : રામકબીર-સંપ્રદાયની ઉદાધર્મ શાખાના વૈષ્ણવ સંતકવિ. પુનિયાદ ગાદીની જ્ઞાનીજીની પરંપરામાં ગોપાલદાસના શિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ઈ.૧૬૦૪માં ૧૧ વર્ષની ઉંમરે ગોરિયાદ આવ્યાની માહિતી નોંધાયેલી છે. ઈ.૧૬૨૭માં ગુરુદીક્ષા. જીવણદાસે દ્વારકાની અને પછીથી જગન્નાથપુરી, કૈલાસ, કાશી વગેરે ભારતનાં તીર્થધામોની યાત્રા કરી હતી. તેમની ગાદી પુનિયાદમાં હતી પરંતુ ઘણાં વર્ષો તેઓ શાહપુરામાં રહ્યા હતા. તેમના જીવનના ઘણા ચમત્કારપ્રસંગો નોંધાયેલા છે. અવસાન પુનિયાદમાં.
એમની મહત્ત્વની રચના ગુરુદેવ, વિરહ, પતિવ્રતા, માયા, બ્રહ્મજ્ઞાની વગેરે વિષયો પરના ૨૧ અંગ અને ૧૦૩૩ સાખીઓ ધરાવતી ‘સાખી પારાયણ’ (મુ.) હિંદી ભાષામાં છે. ગુજરાતીમાં ૧૭૨ દુહા, અધ્યારુજી ધનરાજનાં ૨૮ કીર્તનોના સાર રૂપે રચાયેલી ૧ બોધાત્મક કૃતિ (મુ.) તથા ‘આદ’ને નામે ઓળખાવાયેલી પ્રસાદ આરોગતી વખતે ગાવાની આરતી (મુ.) એ એમની કૃતિઓ મળે છે. જોકે, ‘આદ’માં કશી નામછાપ મળતી નથી. ‘ભક્તમાલ’ની પ્રિયાદાસની ટીકા પર માહાત્મ્ય મળે છે તે સંભવત: એમણે રચેલું છે. તેમણે અન્ય પદો પણ રચ્યાં હોવા જોઈએ પણ તે પ્રાપ્ત થતાં નથી.
કૃતિ : ૧. સાખી પારાયણ, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, સં. ૨૦૩૮;  ૨. ઉદાધર્મપંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૩. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬;  ૪. જીવણવાણી, વૈશાખ - જેઠ, ૨૦૩૨ - ‘આદ’.{{Right|[ચ.શે.]}}

'''જીવણદાસ-૨''' [ઈ.૧૭૦૦ આસપાસ] : પીર કાયમુદ્દીન બાવાના શિષ્ય. રતનબાઈના પિત્રાઈ ભાઈ.વડોદરા પ્રાંતના કરજણ-ચોરંદા તાલુકાના પાછિયાપુરામાં વસવાટ. જ્ઞાતિએ પાટીદાર. કવિની કૃતિઓમાં અધ્યાત્મ અનુભવ, અભેદજ્ઞાન, જાતિભેદનો તિરસ્કાર, ભક્તિબોધ જેવા વિષયો છે. કવિની ભાષામાં હિંદીનું મિશ્રણ જોવા મળે છે. પોતાને જીવણ મસ્તાન એવી નામછાપથી ઓળખાવતા આ કવિએ ભજનો (૩મુ.)ની રચના કરી છે.
કૃતિ : ભક્તિસાગર, પ્ર. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯.{{Right|[કી.જો.]}}

'''જીવણદાસ-૩''' [ઈ.૧૭૪૨માં હયાત] : ધોળકાના નિવાસી. સંસારની ઉત્પત્તિ, આત્માનું સ્વરૂપ, મનની નિર્મલતા આદિવિષયક ૧૨ પ્રશ્નોના ઉત્તર નિરૂપતી ૧૨ કડવાં અને ૪૧૦ ચરણની ‘ગુરુશિષ્યસંવાદ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨.{{Right|[ચ.શે.]}}

'''જીવણદાસ-૪/જીવણરામ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. અખાની ગણાવાયેલી સંતપરંપરામાં લાલદાસના શિષ્ય. ‘બ્રહ્મજ્ઞાની’, તરીકે જાણીતા આ કવિ પ્રસંગોપાત્ત પોતાના માટે ‘પ્રેમસખી’ શબ્દ પણ પ્રયોજે છે. મહીતટે આવેલા ખાનપુર (તા. લુણાવાડા)ના વીસા ખડાયતા વણિક. પછીથી તેઓ શિમળિયા (તા. લુણાવાડા)ના નિવાસી થયેલા.
‘જીવન-ગીતા’ (ર.ઈ.૧૭૬૩) અને ‘જીવનરમણ’ (ર.ઈ.૧૭૬૮)ને આધારે કવિનો કવનકાળ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધનો અને એમનો જીવનકાળ પણ એની આસપાસનો નિશ્ચિત થાય છે. એમની ૧૨ પદની ચાતુરીઓના ‘પ્રાચીનકાવ્ય ત્રૈમાસિક’માં જ મળતા, સં. ૧૮૦૩ (ઈ.૧૭૪૭)નો નિર્દેશ કરતા પાઠને અધિકૃત ગણીએ તો કવિના જીવન-કવનકાળને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધથી પૂર્વે લઈ જવો પડે. કવિની કૃતિ ‘અકલરમણ’માં પણ સં. ૧૮૭૨ (ઈ.૧૮૧૬)ના ભાદરવા વદ ૧૪, બુધવાર એમના સિદ્ધિના દિન તરીકે નિર્દેશાયેલ છે પરંતુ આ કૃતિની ઈ.૧૭૮૧ની મળતી હસ્તપ્રત અને અન્ય કૃતિઓના રચનાસમય એ હકીકતને શંકાસ્પદ ઠરાવે છે.
આ જીવણદાસ બાલબ્રહ્મચારી હોવાની, તેમણે ચમત્કારિક સિદ્ધિઓ મેળવી હોવાની, તેમને થોભણ નામનો ભાઈ હોવાની વાતો પ્રચલિત છે, પરંતુ તે દંતકથા કોટિની છે.
જીવણદાસની ૧૨ કૃતિઓ નોંધાયેલી છે. એમની સર્વ કૃતિઓમાં મુખ્ય વેદાંત-અદ્વૈતનું પ્રતિપાદન કરતી, ૨૨ કડવાંની, દોહરા-ચોપાઈ બંધની ‘જીવન-ગીતા’ (ર.ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, શ્રાવણ વદ ૧૩, મંગળવાર); ૯૨ સાખીઓમાં વેદાંત તથા યોગની પરિભાષામાં તત્ત્વવિચાર રજૂ કરતું, ગુરુશિષ્ય-સંવાદરૂપ ‘જીવનરમણ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૫, શુક્રવાર); ૩૬૩ સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યથી માંડીને શ્રીકૃષ્ણની રાસલીલા પર્યંતના વિષયોને આવરી લેતું ‘અકલરમણ’; પ્રેમલક્ષણાભક્તિથી યુક્ત ૭ કડવાંનું ‘મહીમાહાત્મ્ય’ (મુ.); ‘ભજનના ખ્યાલ’; નિર્ગુણ બ્રહ્મ ‘રહિત પદ’થી સગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ તથા રાધાના સાયુષ્ય સુધીની ભૂમિકાઓ વર્ણવતી ૧૧ પદની ચાતુરીઓ, ‘નવચાતુરી’ એવું શીર્ષક પણ ધરાવતી, ગુરુશિષ્યસંવાદ રૂપે આત્મજ્ઞાનવિષયક વેદાંતના સર્વ સિદ્ધાંતો સમજાવતી ૧૨ પદની બીજી ચાતુરી (ર.ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.); અત્રતત્ર અવળવાણીના પ્રયોગોવાળી ભક્તિશૃંગારપ્રધાન ૪૧ સાખીઓ; કક્કો-બારાખડી (મુ.); રાધાકૃષ્ણની એકાત્મતા-નિર્દેશતી ભક્તિશૃંગારપ્રધાન ‘આનંદલીલા’; ૧૭ કડીનો ‘હરિનો વિવાહ’; ગણપતિ; બ્રહ્મા, વિષ્ણુ, શિવ, જોગમાયા, શબ્દબ્રહ્મ અને છેલ્લે જ્યોતિસ્વરૂપનું વર્ણન કરતું ધોળ તથા અન્ય ધોળ-પદો (કેટલાંક મુ.) છે. જીવણદાસે એમની રચનાઓમાં હિન્દીનો પ્રયોગ પણ કર્યો છે. ‘અકલરમણ’માંની ભાષા હિન્દી-ગુજરાતી મિશ્ર સ્વરૂપની છે. વેદાંતના કૂટ વિષયને પ્રાસાદિક રીતે, સ્વાનુભવની પ્રતીતિ સાથે રજૂ કરવાની આ કવિની ક્ષમતા ધ્યાનાર્હ છે.
કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃકાદોહન : ૪, ૮;  ૩. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૦; ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૮ - ‘જીવણદાસકૃત મહીમાહાત્મ્ય’, સં. યોગીન્દ્ર જ. ત્રિપાઠી (+સં.).
સંદર્ભ : અસંપરંપરા; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુસાપઅહેવાલ : ૨૧-‘જીવનગીતા એક પરિચય’, યોગીન્દ્ર જ. ત્રિપાઠી;  ૪. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

'''જીવણરામ''' : આ નામે ‘કૃષ્ણની થાળ’, ગરબીઓ તથા નિર્ગુણી પદ નોંધાયેલ છે તે કયા જીવણરામ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[ચ.શે.]}}

'''જીવણરામ-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જુઓ જીવણદાસ-૪.

'''જીવણવિજય(ગણિ) :''' આ નામે ચંદ્રર્ષિ-મહત્તરની પ્રાકૃત કૃતિ ‘સપ્તતિકા કર્મગ્રંથ’ પરનો એક સ્તબક (લે. ઈ.૧૮૫૫) મળે છે તે જીવણવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જીવણવિજય-૧''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં નિત્યવિજયશિષ્ય જીવવિજયના શિષ્ય. આ કવિએ રચેલી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, ભાદરવા વદ ૧, ગુરુવાર)માંથી ૫ સ્તવનો અને કલશ મુદ્રિત છે. પહુડી છંદની ૧૨ કડીમાં રચાયેલી અન્ય મુદ્રિત કૃતિ ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૩, રવિવાર) ઝડઝમકયુક્ત ડિંગળી ભાષાશૈલીની દૃષ્ટિએ લાક્ષણિક છે. ‘આલોચનાઅનુમોદન-સઝાય’ અને ‘વિમલગિરિ-સ્તવન’ આ કવિની અન્ય કૃતિઓ છે.
કૃતિ : ૧. જૈગૂસારત્નો:૧ (+સં.); ૨. પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જીવણિયો''' [               ]: આ નામે ૧ સુબોધક સોરઠો મુદ્રિત મળે છે.
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.{{Right|[કી.જો.]}}

'''જીવન''' :- જુઓ જીવણ.

'''જીવન-૧''' [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. ગોંસાઈ (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાંના એક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

'''જીવન-૨''' [               ]: જગજીવનના શિષ્ય. ૧૧ કડીના ‘જિનસ્તવન’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટેલૉગભાઈ : ૧૯(૧).{{Right|(કી.જો.]}}

'''જીવરાજ''' : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે છે જેમાંની ‘દાણલીલાના ૧૫ સવૈયા’ નામની કૃતિના કર્તા વૈષ્ણવમાર્ગી હોવાથી ને એની ભાષા અર્વાચીન જણાવાથી એ જીવરાજ-૩થી જુદા હોવાનું અનુમાન થયું છે. કૃષ્ણભક્તિનાં ૩ પદ મુદ્રિત મળે છે તે પણ કદાચ એમનાં હોય. ‘બૃહત્ કાવ્યદોહન’માં શિવાનંદને નામ મુદ્રિત થયેલાં શિવપૂજનનાં ૧૦ પદોમાંથી ૩ પદ ‘જીવરાજ’ છાપ દર્શાવે છે, તે એ કવિનું સંન્યાસી થયા પછીનું નામ હોવાનું જણાવાયું છે.
૧૪ કડીની ‘(મંડપ દુર્ગમંડન) સુપાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ પણ આ નામે મળે છે.
આ બધી કૃતિઓના કર્તા કયા જીવરાજ છે એ નિશ્ચિત થતું નથી.
કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.), ૮.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જીવરાજ-૧'''  [ઈ.૧૬૦૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજકલશના શિષ્ય. ‘સુખમાલાસતી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં.૧૬૬૩, કારતક સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.સો.]}}

'''જીવરાજ-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. આ કવિએ ‘આદિનાથ સ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, શ્રાવણ સુદ ૫), ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫ આસો સુદ ૧૦, શુક્રવાર) તથા અન્ય કેટલાંક સ્તવન (જેમાંના ૧ની ર.ઈ.૧૬૨૧/સં.૧૬૬૭, ભાદરવા સુદ ૮, મંગળવાર મળે છે) રચ્યાં છે. ‘રઘુનાથસ્વામીનું સ્તવન’ની ર.સં. ૧૬૧૯ વિજ્યાદશમી, સોમવાર નોંધાયેલી છે પરંતુ તેમાં છાપભૂલ હોવા સંભવ છે. તેની ર.સં.૧૬૬૯(ઈ.૧૬૧૩) હોઈ શકે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, મુનિરાજ શ્રી કાંતિસાગરજી.{{Right|[કી.જો.]}}

'''જીવરાજ-૩''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વેગમપુર (સુરતનું બેગમપુરા ?)ના વતની. અવટંકે પંચોળી.
આ કવિની કૃતિઓમાં ‘ઈશપ્રતાપ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ફાગણ સુદ ૫, મંગળવાર; મુ.) ગરબીના ઢાળમાં રચાયેલું શિવમહિમાનું ૬૩ કડીનું પદ છે; ‘કૈલાસવર્ણન’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, ચૈત્ર સુદ ૪, શનિવાર; મુ.) કૈલાસની શોભા વર્ણવી એનો મહિમા ગાતું, સંસ્કૃત તત્સમ શબ્દોની બહુલતાવાળું ને કાવ્યત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ૧૧૭ કડીનું કાવ્ય છે; ‘જીવને શિખામણ’ (મુ.) વૈરાગ્યબોધક અને ભક્તિબોધક ૪૦ કડીનું પદ છે. શિવભક્તિવિષયક આ ત્રણે કૃતિઓ કવિની તત્ત્વજ્ઞાનવિષયક તેમ જ સંસારદર્શનની ઠીકઠીક સૂઝ દર્શાવે છે.
કૃતિ : બૃકાદોહન : ૫.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુસારસ્વતો.{{Right|[ર.સો.]}}

'''જીવરાજ-૪''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગોવિંદના શિષ્ય. ૪૯ કડીની ‘ચિત્રસંભૂતિચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૬ કે ૧૬૯૦/સં.૧૭૪૨ કે ૧૭૪૬, મહા-૧, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[ર.સો.]}}

'''‘જીવરાજશેઠની મુસાફરી’''' [ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧] : ધોળકાના જીવરામ (ભટ્ટ)નું હીર છંદની ચાલમાં રચાયેલું ૮૭ કડીનું આ કાવ્ય (મુ.) પ્રેમાનંદના ‘વિવેક વણઝારો’ને અનુસરતી રૂપકકથાની પ્રકૃતિએ અદ્વૈતના જ્ઞાનબોધનું નિરૂપણ કરે છે. શિવ-બ્રહ્મથી જુદા પડી ભવાબ્ધિમાં ઝૂકાવતા, માયાની ભ્રાન્તિમાં ફસાઈ અટવાતા ને છેવટે નિવૃત્તિને વરી ભક્તિ ને જ્ઞાન રૂપી પુત્રો પામીને શિવત્વ સાથે અદ્વૈત પામતા જીવતત્ત્વની વાત કવિએ શિવરાજના પુત્ર જીવરાજ શેઠની વેપાર અર્થે થતી મુસાફરીના વીગતપૂર્ણ ને રસિક વર્ણન રૂપે આલેખી છે. રૂપકકથામાં રૂઢિને જ અનુસરતા ને કાવ્યની છેલ્લી કેટલીક પંક્તિઓમાં કથાનાં પાત્રો સાથે એમણે યોજેલાં પારિભાષિક સંજ્ઞાઓનાં સાદૃશ્યોની સમજૂતી આપતા કવિનું ધ્યાન વિશેષપણે કથારસને બહેલાવવા પર રહ્યું છે એ લાક્ષણિક છે.{{Right|[ર.સો.]}}

'''જીવરામ''' [ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની. અવટંકે ભટ્ટ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ.
આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી’  (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજ્ય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનબોધનું સારું નિરૂપણ કર્યું છે.
કૃતિ : બૃકાદોહન : ૧.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય.{{Right|[ર.સો.]}}

'''જીવરુચિ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભની પરંપરામાં પંડિત પુણ્યરુચિ (ઈ.૧૬૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ.); ૨. જૈસમાલા (શા.) : ૩.{{Right|[ર.સો.]}}

'''જીવવિજય :''' આ નામે ૧૫ કડીની ‘તીર્થવંદના’, ‘બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદયયન્ત્રવિવરણ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીની ‘બાહુબલિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ચંદ્રસૂરિકૃત પ્રાકૃત કૃતિ ‘સંગ્રહણી પ્રકરણ’ પરનો સ્તબક (લે.ઈ.૧૮૭૧), ‘સપ્તતિકાકર્મગ્રંથ બન્ધોદયસત્તા-સંવેધયંત્રક’ (લે.ઈ.૧૭૪૫), ‘કર્મગ્રંથ : ૧-૨’ પરના સ્તબક (લે.સં.૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬’ પરના બાલાવબોધ (મુ.) મળે છે તે કયા જીવવિજય છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’ જીવવિજય-૨ના પણ હોવાની શક્યતા છે.
કૃતિ : કર્મગ્રંથ સાર્થ : ૨ (૫ અને ૬ કર્મગ્રંથ), પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, સં. ૨૦૦૭ (ત્રીજી આ.).
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

'''જીવવિજય-૧''' [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ  : ૧. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.સો.]}}

'''જીવવિજય-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથો રચ્યા છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર’ પરનો પચાસેક હજાર ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૭૧૮); મુનિસુંદરના ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્રંથ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ -, શુક્રવાર).
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જીવવિજય-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. કીર્તિવિજય (ઈ.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિયું’, ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ’ અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન’, ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયાળની સઝાય’ - એ મુદ્રિત કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩; ૩. સઝાયમાલા (પં.).{{Right|[ર.સો.]}}

'''જીવસાગર''' [ઈ.૧૭૧૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કુશલસાગરની પરંપરામાં ગંગાસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન-વયરસેન-ચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૧૨/સં.૧૭૬૮, શ્રાવણ વદ ૪, મંગળ/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જીવા(ઋષિ)જીવાજી(ઋષિ)''' [જ.ઈ.૧૪૯૪ કે ૧૪૯૫/સં.૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ વદ ૧૦, સોમવાર]: લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીના શિષ્ય. સુરતના વતની. દેસલહરા ઓસવાલ ગોત્ર. પિતા તેજલ/તેજપાલ. માતા કપૂરાંબાઈ.ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ.૧૫૨૯માં પૂજ્યપદવી. એમની ગાદી ગુજરાતી લોંકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ.અવસાન અનશનપૂર્વક. ‘કક્કાબત્રીસી/કક્કાબત્રીસી-સઝાય’ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલિઓ’; ૨. જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિ શ્રી મણિલાલજી, સં. ૧૯૯૧;  ૩. મુપુગૂહસૂચિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

'''જીવો''' : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી.
કૃતિ : ભસાસિંધુ. {{Right|[ર.સો.]}}

'''જીવો-૧''' [ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

'''જીવો-૨''' [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. એમનાં પ્રેમલક્ષણાભક્તિનાં ૭ પદો મુદ્રિત મળે છે.
કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવજી સ્વામિનારાયણ,-.{{Right|[ર.સો.]}}

'''જીવો-૩''' [               ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ ના કર્તા.
સંદર્ભ: ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જુગનાથ''' [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.{{Right|[કૌ.બ્ર.]}}

'''‘જૂઠણ તરકડિયાનો વેશ’''' : ‘નટાવાનો વેશ’ ‘હરાયાનો વેશ’ એવાં નામ પણ ધરાવતો આ વેશ (મુ.), ભવાઈપરંપરાનુસાર, ગણપતિના વેશ પછી તરત પહેલા વેશ તરીકે ભજવાય છે. આ વેશના ઓછાવત્તા વીગતભેદ દર્શાવતા કેટલાક પાઠભેદો મળે છે, એ જોતાં એમાં મૂળમાં હિંદુ સ્ત્રી સાથેના કોઈ મુસ્લિમ સરદારના નિષ્ફળ પ્રેમનું કરુણગર્ભ વૃત્તાંત હશે એમ લાગે છે, પણ પછીથી જાતજાતનાં ઉમેરણો થતાં એમાં ઠઠ્ઠાનાં ઘણાં તત્ત્વો પ્રવેશી ગયાં છે.
વેશ મુખ્ય ૨ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં જૂઠણનો નાયક મદન સાથેનો સંવાદ આલેખાય છે. દિલ્હીના, બલ્ખબુખારાના કે ગ્વાલગઢના બાદશાહ તરીકે ઉલ્લેખાતો જૂઠણ સાંઈ કે ફકીર બની ચૂકેલો છે. જૂઠણ નાયક સાથેના સંવાદમાં પોતાનાં ‘મિયાં પોસ્તી’ ‘કુત્તીમાર’ જેવાં અન્ય નામો હોવાનું જણાવી એ નામો કેમ પડ્યાં તેની વિનોદી કથાઓ માંડે છે, નાગરબ્રાહ્મણ, ઢૂંઢિયા શ્રાવક, ઘાંયજા વગેરે ઘણી નાતજાતનાં ગાણાં ગાય છે - જેમાં બહુધા એ કોમોની હાંસીમશ્કરી છે ને કવચિત્ એમનામાં ગવાતાં ગાણાંના નમૂના પણ છે - જુદા જુદા પ્રકારની લાજની નકલ કરે છે, રાંઘવા-પીરસવાનો અભિનય કરે છે, પોતાની ટોપીની ૩ વિશેષતાઓ વર્ણવે છે, અને પોતે અઢાર માસે કેવી રીતે જન્મ્યો એની વાત કરે છે. પગેથી તાળી આપતો ને તાળી માટે નાયકે લંબાવેલા હાથમાં થૂંકતો તથા આવી બધી કથા માંડતો જૂઠણ સાંઈના ગંભીર પાત્ર કરતાં વિશેષ વિદૂષકના પાત્રની છાપ પાડે છે, જો કે એના દ્વારા રજૂ થયેલું કેટલુંક સમાજદર્શન આકર્ષક છે.
વેશના બીજા વિભાગમાં જોરુ કે બીબી સાથેનો જૂઠણનો સંવાદ આલેખાય છે. જોરુ સામાન્ય રીતે ૧ છે, પણ કોઈ પાઠમાં ૨ પણ છે - ચટકી મટકી કે લાલકુંવર-ફૂલકુંવર. જોરુ-જૂઠણના ‘ચબોલા’ નામક પદ્યમાં ચાલતા સંવાદમાં પરસ્પરના આકર્ષણની કથા વર્ણવાય છે, જોરુને સાસરિયાં તરફથી સંભવિત ભયનો ને બંનેના જાતિભેદના ઉલ્લેખ થાય છે અને છેવટે જૂઠણનું ઘર માંડવા જોરુ તૈયાર થતી નથી તેથી જૂઠણનો ફકીર થઈ જવાનો સંકલ્પ પણ અભિવ્યક્તિ પામે છે. આ સંવાદ ગ્રામ્ય રીતિની વણછડને કારણે વિનોદાત્મક પણ બને છે. “ઓકારા રે ભાઈ એકારા, સાહેબકે ઘરમેં એકારા” એમ એકતાના ગંભીર સૂચન સાથે વેશ પૂરો થાય છે.
વેશની ભાષામાં ગુજરી મુસલમાની, ગુજરાતી અને મારવાડીનું મિશ્રણ છે.
કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ; ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-.
સંદર્ભ : ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨.{{Right|[ક.જા.]}}

'''જૂઠીબાઈ''' [               ]: અધ્યાત્મવિદ્યા સંબંધી જેરામદાસ સાથે પ્રશ્નોત્તરી થયેલી તેમાં પ્રશ્નરૂપે રચાયેલાં ૬ પદો(મુ.)નાં કર્તા. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી પ્રકારની જણાય છે.
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેકૃષ્ણ''' : જુઓ જયકૃષ્ણ.

'''જેકૃષ્ણદાસ''' [               ]: ‘રામાયણના ચંદ્રાવળા’, ‘સુદામાના ચંદ્રાવળા’, ‘રાસ’ અને પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જેઠમલ''' : જુઓ જ્યેષ્ઠમલ્લ.

'''જેઠા ''': જુઓ જેઠો-.

'''જેઠા(ઋષિ)''' : જુઓ જ્યેષ્ઠમલ્લ-૧.

'''જેઠાભાઈ/જેઠો''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વતન નડિયાદ. એમણે સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં છે. સંતરામ ભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે, જે સંતરામ મહારાજની સમાધિ પછી રચાયેલું જણાય છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩, (ચોથી આ.)
સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેઠીબાઈ''' [               ]: ઉપદેશાત્મક, હિન્દીની છાંટવાળા ૪ કડીના ૧ પદ (મુ.)ના કર્તા.
કૃતિ : બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેઠીભાઈ-૧''' [ ] : નીતિવિષયક પદોના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીકત.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેઠીભાઈ-૨''' [ ] : વેદાંતનાં પદોના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીકત.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેઠીરામ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી પહેલાની પાંચમી પેઢીના સંતાન. પિતા સત્તાજી. મૂળ નામ જેઠુજી. જાડેજા રજપૂત. રાજવહીવટમાં રસ ન હોવાથી ને આધ્યાત્મિક પ્રીતિ વિશેષ હોવાથી ગામબહાર પર્ણકુટિ બાંધી રહેલા. ઈ.૧૭૬૧ (સં.૧૮૧૭)માં કચ્છમાં પડેલા દુકાળ સમયે લોકને મદદ કરેલી. ‘કચ્છના સંતો’માં આ દુકાળનું વર્ષ ભૂલથી સં.૧૮૧૭ છપાયું છે. પછી ભારતની પદયાત્રા કરી હતી. દેવાસાહેબના અવસાન બાદ, હમલાની ગાદી બધાના આગ્રહ છતાં સ્વીકારેલી નહીં. પણ દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી સંભાળેલી. તેમણે અનેક ભાવવાહી ભજનો રચ્યાં હોવાનું નોંધાયું છે.
ગુજરાતીમાં તેમ જ કવચિત હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં તથા હિંદીમાં કેટલાંક ઉપદેશાત્મક ભજનો (મુ.) મળે છે તે આ જેઠીરામનો હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. બૃહત્ ભજન સાગર, સં. જ્યોતિર્વિભુષણ પંડિત, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. સોસંવાણી.
સંદર્ભ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેઠો''' : આ નામથી કેટલાંક પદ-ભજન મળે છે તે કયા કવિનાં છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

'''જેઠો-૧''' [ઈ.૧૯૭૫માં હયાત] : મોહનસુત. જ્ઞાતિએ ઝારોલા વણિક. જૂનાગઢના વતની. માતાજીના શણગારને વર્ણવતી ૨૭ કડીની ‘હીમજાજી માતાના જન્મચરિત્રની ગરબી’ (ઈ.૧૭૯૫/સં.૧૮૫૧, પ્રથમ ભાદરવા સુદ ૬, રવિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેઠો-૨''' [ઈ.૧૮૪૨માં હયાત] : જ્ઞાતિઓ ઔદિચ્ય બ્રાહ્મણ. પિતા મૂલજી વ્યાસ. પોતાને ‘દેરાશી’ તરીકે પણ ઓળખાવે છે. એમણે ૫ કડવાંના ‘શીતળાદેવીનું આખ્યાન’ (ર.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, શ્રાવણ વદ ૬, શનિવાર)ની રચના કરી છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદૃહસૂચિ; ૩. ગૂહાયાદી.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેઠો-૩'''[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જુઓ જેઠાભાઈ.

'''જેઠો-૪''' [               ]: જામનગરનિવાસી. જ્ઞાતિએ કડિયા. ગુરુ અને ભક્તિનો મહિમા કરતાં ૪ કડીનાં ૨ પદ (મુ.)ના કર્તા. ૧ પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે.
કૃતિ : યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેઠો-૫''' [               ]: કુતિયાણા (સૌરાષ્ટ્ર)ના રહીશ. જ્ઞાતિએ ભરવાડ. કોમ-ધર્મના ભેદભાવથી પર આ કવિ કોઢથી પીડાતા હશે તે મટાડવા ગિરનારમાં દાતારને ડુંગરે પીર જમિયલને શરણે ગયા હશે - એવી માન્યતા છે. ‘જેઠીરામ’ને નામે પણ ભૂલથી ઉલ્લેખાયેલા આ કવિ ‘જેઠો રામનો’ તરીકે ઓળખાવે છે તેથી રામભક્ત હોવા સંભવ છે. તેમણે દાતારનો, ગિરનારના મેળાનો અને પરકમ્માનો મહિમા ગાતા, ઉપદેશાત્મક તથા રામાયણ વિષયક છકડિયા દુહાઓ (મુ.) રચ્યા છે.
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧ અને ૨, સં. ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. પરકમ્મા; ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬. (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેતસી''' : જુઓ જયતસી.

'''જેતા''' [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

'''જેદેવ''' : જુઓ જયદેવ.

'''જેબાઈ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : શહેરા(ગોધરા પાસે)ના મોતીરામ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના અથવા એમના શિષ્ય વેલજી મોટાના શિષ્યા. તેથી શહેરા અથવા તેની આસપાસના વતની. વેદાંતની પરિભાષા યોજીને ચૈતન્યની વિવિધ અવસ્થાઓનો મહિમા ગાતી અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ માગતી, ૮-૮ કડીઓની ૨ આરતી (મુ.) તેમની પાસેથી મળે છે. એમને નામે નોંધાયેલ ‘રાજસૂય-યજ્ઞ’ (ર.સં.૧૭૪૪)ની પ્રમાણભૂતતા શંકાસ્પદ જણાય છે.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ૧. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી સં. ૧૯૮૯, ૨. પ્રાકકૃતિઓ;  ૩. વસંત, આશ્વિન, ૧૯૬૮, - ‘સ્ત્રી કવિ જેબાઈ’, છગનલાલ વિ. રાવળ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેમલભારથી''' [               ]: એમનું અધ્યાત્મજ્ઞાનનું યોગમાર્ગી ૧ ભજન મુદ્રિત મળે છે.
કૃતિ : સતવાણી{{Right|[કી.જો.]}}

'''જેમલ(ઋષિ)/જયમલ''' [જ.ઈ.૧૭૦૯/૧૭૧૦-અવ. ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, વૈશાખ સુદ ૧૩] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીના શિષ્ય. જન્મ રાજસ્થાનમાં લાંબિયા ગામમાં. જ્ઞાતિએ વીસા ઓસવાલ. ગોત્ર સમદડિયા મહેતા. પિતા મોહનદાસ. માતા મહેમાદે. દીક્ષા લગ્ન પછી ટૂંક સમયમાં જ પત્ની લક્ષ્મી સહિત ઈ.સ.૧૭૩૧/૧૭૩૨માં. આ મુનિએ ૧૩/૧૬ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા હતા અને ૫૦ વર્ષ સુધી સૂઈને નિદ્રા ન લેવાનો મહાસંકલ્પ પાળ્યો હતો. અવસાન અનશનપૂર્વક નાગોરમાં.
‘નેમચરિત્ર-ચોપાઈ/નેમ-રાસ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, ભાદરવા સુદ ૫), ૨૨ ઢાળનો ‘પરદેશી રાજાનો રાસ’ તથા ‘ઉદાયીનૃપ-ચરિત્ર’ એ એમની દીર્ઘ રાસાત્મક કૃતિઓ છે, તો ૬ ઢાળની ‘અર્જુનમાળીની ઢાળ’ (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦; કારતક સુદ ૧૫), ‘અવંતીસુકુમાલ ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૭), ૬૭ કડીની ‘ખંધક-ચોપાઈ ખંધકચોઢાળિયું’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, વૈશાખ સુદ ૭), ‘કમલાવતી-સઝાય’, ‘સ્થૂલિભદ્ર-સઝાય’ એ ચરિત્રાત્મક પ્રકારની તેમની અન્ય કૃતિઓ છે. તેમણે કાર્તિકશેઠ, તેતલીપુત્ર, મહારાણી દેવકી, મેઘકુમાર, સતી દ્રૌપદી, સુબાહુકુમાર વગેરે વિશે પણ આવી રચનાઓ કરી હોવાનું નોંધાયું છે. ‘આત્મિક-છત્રીસી’, ‘ઉપદેશ-ત્રીસી’, ‘ઉપદેશ-બત્રીસી’, ‘જીવા-પાંત્રીસી’(મુ.), ‘પુણ્ય-છત્રીસી’, વૈરાગ્ય-બત્રીસી’, ‘શલ્ય-છત્રીસી’ (મુ.), ૩૭ કડીની ‘આલોયણ-સઝાય’ ‘કાયાની સઝાય’ (મુ.), ૪૩ કડીની ‘મૂરખ જીવડાની સઝાય/શિખામણની સઝાય’ (મુ.) એ એમની ઉપદેશાત્મક કૃતિઓ છે. એમનાં ઉપદેશાત્મક કાવ્યો ૩૭ હોવાનું નોંધાયું છે. ‘ચોવીસી’, ‘વીસી’, ૧૧૦ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૭૫૧; મુ.), ‘ચોસઠ યતિઓની સઝાય’, ૨૬ કડીની ‘શાંતિનાથનો છંદ’ (મુ.) તથા અન્ય સ્તુતિ-સ્તવનાદિ તેમ જ ‘ગૌતમપૃચ્છા’, ‘બાલ-પચીસી’, ૪૩ કડીની ‘દિવાળી-સઝાય’ અને ૩૫ કડીની ‘ચંદ્રગુપ્ત-સોળ-સ્વપ્ન-સઝાય’ વગેરે પ્રકીર્ણ રચનાઓ આ કવિની મળે છે. આ કવિની કૃતિઓની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ છે.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧ અને ૨, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા : ૨ (શા.); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ; ૫. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિ શ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨, (સાતમી આ.); ૫. શ્રાવક સ્તવનસંગ્રહ : ૩, પાનમલ ભૈરોદાનજી સેઠિયા, ઈ.૧૯૨૩.
સંદર્ભ : ૧. જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય, સાધ્વી સંઘમિત્રા, ઈ.૧૯૭૯; ૨. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૩. ડિકૅટેલૉગભાઈ : ૧૯(૨); ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

'''જેરાજ''' [ઈ.૧૮૮૨ સુધીમાં] : ‘સિંહાસન-બત્રીસી’ (લે.ઈ.૧૮૨૨)ના કર્તા.
સંદર્ભ : રાપુહસૂચી : ૧.{{Right|[કી.જો.]}}

'''જેરાજદાસ''' [               ]: એમણે રચેલાં પદો - જેમાંના કેટલાંક હિંદીમાં છે - નોંધાયેલાં મળે છે.
સંદર્ભ : ફાહનામાવલિ : ૨.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેરામ-૧''' [ઈ.સ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ] : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. અવટંકે જાની. મુંદ્રા (કચ્છ)ના વતની. કવિના પુત્ર વિસનજીએ ઈ.૧૭૨૮માં એમના ‘બભ્રુવાહન-આખ્યાન’ની હસ્તપ્રત લખી હતી, એ આધારે આ કવિનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. પૂર્વછાયા અને ચોપાઈની ૫૦૦ કડીનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૪?/સં.૧૭૫૦ - “પાંડવ પ્રાકર્મ હરી ગુણ ગાયે તે સાલ અક્ષર સત અણીયાં”) સુશ્લિષ્ટ પદબંધ અને મધુર ભાષા ધરાવતું વીરરસપૂર્ણ કાવ્ય છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૧.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેરામ-૨''' [               ]: જૈન. ‘તપબહુમાન-ભાસ’ તથા ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. ‘પાર્શ્વનાથ સ્તુતિ’માં ‘ઋષભચરણકમલકીર્તિ’ એ શબ્દો ગૂંથાયા છે તે કદાચ કવિના ગુરુનામના વાચક હોય.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જેરામદાસ/જયરામ :''' આ નામે કેટલાંક પદો-ભજનો (મુ.) મળે છે તે જેરામદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનસાગર : ૧; ૪. ભસાસિંધુ.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેરામદાસ-૧''' [               ]: આધ્યાત્મવિદ્યા સંબંધી જૂઠીબાઈ સાથેની પ્રશ્નોત્તરીમાં ઉત્તરરૂપ ૬ પદો(મુ.)ના કર્તા. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી પ્રકારની
જણાય છે.
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદજીભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.{{Right|[કૌ.બ્ર.]}}

'''જેસલ(પીર)''' [               ]: કચ્છના આ સંતકવિ વિશે જુદાજુદા પ્રકારની માહિતી મળે છે તેમાં વધારે વ્યાપક મત એ કચ્છના દેદાવંશના જાડેજા રજપૂત અને ચાંદાજીના પુત્ર હોવાનો તથા ઈ.૧૪મી કે ૧૫મી સદીમાં થયા હોવાનો છે. પરંતુ રામદે-પીર (ઈ.૧૫મી સદી)થી વહેલા ન મૂકી શકાય અને તેથી ઉપર્યુક્ત વંશપરંપરા આધારભૂત ન રહે એવો પણ મત છે. અનુશ્રુતિ મુજબ રાજ્ય સામે બહારવટે ચઢેલા જેસલ લૂંટારુનું જીવન ગાળે છે અને સૌરાષ્ટ્રના સરલી/સલડી ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં એની ઘોડી અને તલવાર તથા તોરલ/તોળીરાણીને પણ ચોરવા માટે જાય છે. એમના જીવનને ઉદ્ધારવાના આશયથી સાંસતિયા એમને તોરલ પણ સોંપી દે છે. કચ્છ જતાં દરિયામાં તોફાન જાગતાં તોરલની પ્રેરણાથી જેસલ પોતાના પાપોનો એકરાર કરે છે અને સંતજીવનને માર્ગે વળે છે. તોરલની એક વખતની ગેરહાજરીમાં સમાધિને પામનાર જેસલ, તોરલની આરાધનાથી ૩ દિવસ માટે સમાધિમાંથી જાગ્રત થાય છે અને બંને ચોરી-ફેરા ફરીને પછી સમાધિ લે છે એવી કથા છે. જેસલતોરલની સમાધિ આજે અંજાર (કચ્છ)માં છે.
પીર તરીકે પૂજાતા જેસલની આ ચરિત્રકથામાં ઐતિહાસિક તથ્યના કેટલાક પ્રશ્નો છે. તે ઉપરાંત, એમની નામછાપ ધરાવતાં જે પદો(મુ.) મળે છે તેમાં એમનું કર્તૃત્વ પણ અસંદિગ્ધ નથી જણાતું, કેમ કે કેટલાંક પદોમાં એમના જીવનના પ્રસંગો આલેખાયા છે અને કેટલીક વાર એ સંવાદ રૂપે પણ ચાલે છે, એટલે આ પદો પાછળથી એમના વિશે લખાયાં હોવાના તર્કને પૂરો અવકાશ છે. એ સિવાય પાપોના એકરારપૂર્વક તોરલને વિનંતી કરતાં પદો પણ પાછળના સમયની રચના હોય એ અશક્ય નથી. પરંતુ આ પદો ગુજરાતી ભજનપરંપરામાં અત્યંત લોકપ્રિય બનેલાં છે.
કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. સોસંવાણી.
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧. દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ.૧૯૫૯; ૩. જેસલતોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૪. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.).{{Right|[જ.કો.]}}

'''જેસો''' [               ]: એમને નામે ૫ પદો નોંધાયેલાં મળે છે.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જૈત(કવિ)''' [               ]: ‘શીલ-રાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[કી.જો.]}}

'''જૈનચંદ''' [               ]: ખરતરગચ્છ સાધુ કે શ્રાવક તે નિશ્ચિત થતું નથી. કદાચ ‘જિનચંદ’નું ભૂલથી ‘જૈનચંદ’ પણ થયું હોય. એમની ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ એ કૃતિ નોંધાયેલી મળે છે.
સંદર્ભ : જૈનગૂકવિઓ : ૩(૧).{{Right|[ચ.શે.]}}

'''જોગીદાસ''' [               ]: પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

'''જોગેશ્વર''' (ઈ.૧૭૭૫ સુધીમાં] : ‘અપરાધ-સ્તુતિ’, ‘દાણલીલાનાં સવૈયાં’, ‘ઠાકુરજીને વિનંતી’ (લે.ઈ.૧૭૭૫); કૃષ્ણચરિતનાં પદ તથા ગરબી, વિનંતી અને પદ પ્રકારની અન્ય કૃતિઓના કર્તા. આ કવિએ હિંદી ભાષામાં પણ સારી કવિતા કરી હોવાનું નોંધાયું છે.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ડિકેટલૉગભાવિ {{Right|[કી.જો.]}}

'''જોરાવરમલ/જોરો''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ‘શનિશ્ચરજીની કથા/ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૪) અને ૫૬ કડીના ‘પાર્શ્વનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧ પોષ-, *મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં પણ ‘શનિશ્વર-કથા’ (ર.ઈ.૧૭૭૮) રચી છે.
કૃતિ : * પ્રાચીન છંદ ગુણાવલી : ૩-૪, પ્ર. રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાળા,-.
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકાસાહિત્ય’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. રાપુહસૂચી : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''જોરિયો''' [               ]: વેદાંતનાં પદો (૧ પદ મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાવિનોદ : ૧.
સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[કી.જો.]}}

'''જોરો''' : જુઓ જોરાવરમલ.
{{Poem2Close}}

Latest revision as of 04:27, 15 August 2022